Baani-Ek Shooter - 26 in Gujarati Fiction Stories by Pravina Mahyavanshi books and stories PDF | “બાની”- એક શૂટર - 26

Featured Books
Categories
Share

“બાની”- એક શૂટર - 26

“બાની”- એક શૂટર

ભાગ : ૨૬


પોતાના બેડરૂમમાં શિફ્ટ થયા બાદ બધા જ ઘરનાં લોકોને બાનીએ બહાર મોકલ્યા. એમ કહીને કે 'મને થોડી શાંતિ જોઈએ છે પ્લીઝ બહારથી બંધ કરીને જજો.' બાનીનો જમણો પગ ફેકચર થયો હતો. હાથમાં થોડું વાગ્યું હતું. બાકી બધું સહીસલામત હતું. એ થોડીવાર બેડ પર લાંબી થઈ પણ એનો જીવ ઊકળી રહ્યો હતો. એ બેઠી થઈ અને લગંડી કુદતી હોય તેવી રીતે કબાટ સુધી પહોંચી. એણે કબાટમાં ડોકિયું કર્યું બધો જ સામાન જેવો છે એવો જ હતો. એણે તરત જ પડેલી પર્સને જોઈ. એકઝાટકે ઝીપ ખોલી. 'હતું..!!ઈન્વીટેશન કાર્ડ...!!' એણે હાશકારો અનુભવ્યો. એ લંગડી કુદતી બેડ પર આવીને બેઠી. ઘણી આરામથી એ બેસી. એક વાર ઉડતી નજર દરવાજા તરફ ફેંકી. દરવાજો બંધ હતો. એણે ઈન્વીટેશન કાર્ડ ખોલ્યું. બહુ તરીકાથી લંબચોરસ લાગતાં ખાડામાં એક મીની પણ પાતળી લંબચોરસ ડાયરી ગોઠવેલી હતી. બાનીએ ઝડપથી વાંચવાની શુરૂઆત કરી કેમ કે એની પાસે સમય હતો જ ક્યાં..!! એની બયાનબાજી થવાની જ હતી એ જાણતી જ હતી. એનું મગજ પણ એટલું જ ફાસ્ટ દોડી રહ્યું હતું કે અત્યારે જ ફાટી જશે..!! એક વિચાર હજુ તો પૂરો થઈને ખતમ જ થતો ન હતો ત્યાં જ બીજો વિચાર ઝબકી રહેતો. પરંતુ એના વિચારમાં અવિનાશ ઘુમરાયા કરતો. 'અવિનાશે તો જાસ્મિન ને...!!'

બાની લવ યુ,

આ જે પણ લખી રહી છું એ મારા સ્ટ્રગલનાં દિવસોમાં તેમ જ એના બાદ થયેલી ઘટનાનો ઉલ્લેખ છે. તને કદાચ અમૂક વાતો ખબર હશે પરંતુ એટલી ઊંડાણપૂર્વક આપણા બન્નેનાં સમયનાં અભાવથી જણાવી શકી નહીં હોય..!!

આ ડાયરી તને ક્યારે મળે એ હું જાણતી નથી. મારી જાનને ખતરો છે. એમ સમજ કે હું હાથે કરીને આ સિકંજામાં ગઈ છું. હું ચાહતે તો બીજાની જેમ મારી લાઈફને મારી રીતે જીવી શકતે. જાણી જોઈને તો હું આંગળી કરવાં નથી ગઈ. પણ મને જાણવું હતું કે આવું કેવી રીતે બની શકે..!!

બાની એક દિવસ હું મારા ફેસબુક એકાઉન્ટથી મારા ફ્રેન્ડોને ફોટો ટેગ કરતી હતી. જેમાં ટેગ ફ્રેન્ડ લીસ્ટમાં મારી કોલેજ ગ્રૂપની જૂની ફ્રેન્ડ મીરાને પણ ફોટો ટેગ કરેલો. આ ફોટોને મેં દસ જણને ટેગ કરેલો. થોડા દિવસ પછી પાછો મેં બીજો પણ ફોટો મીરાંને ટેગ કર્યો. જે વુમેનને લગતો હતો. એવી રીતે મેં ચાર પાંચ વાર ફોટા મીરાંને ટેગ કર્યાં હતાં. હા, મીરાં સાથે ચેટ ફક્ત એક જ વાર થયેલી જયારે મેં ફેસબુક પર ફ્રેન્ડ રીક્વેસ્ટ એક્સેપ્ટ કરી હતી ત્યારે. એના બાદ ચાર વર્ષની ફેસબુક ફ્રેન્ડ દરમિયાન અમે કોઈ દિવસ ચેટ કરી ન હતી. એ પણ ફેસબુક પર કશું પોસ્ટ કરતી ન હતી. એટલે હું એના વિષે વધુ જાણતી પણ ન હતી. એને પોતાની પર્સનલ ઈન્ફોર્મેશન પણ ફેસબૂકમાં એડ કરી ન હતી. ખૈર...!!

મીરાના ફેસબૂક ફ્રેન્ડ પણ મારા ટેગ કરેલા ફોટાને લાઈક કરતાં હતાં. મીરાંની કોઈ એક ફેસબૂક ફ્રેન્ડે જે મેં ટેગ કરતી જતી હતી એ ફોટા એ નોટિસ કરતી હતી. એનો અચાનક મેસેન્જર પર મેસેજ આવ્યો. મેં નામ વાંચ્યું. ઈશા ઓઝા.

“હેય, પ્લીઝ ડોન્ટ ટેગ ફોટોઝ ટુ મીરાં. મીરાં વોઝ નો મોર.”

એ વાંચીને મારા મગજને જાણે ઝટકો લાગ્યો હોય તેમ...!!મારા હાથ ધ્રુજવા લાગ્યાં. મેં તરત જ રીપ્લાઈ આપ્યો.

"હેય ફેક આઈડી. મજાક મત કરો."

સામેથી તરત જ મેસજ આવ્યો.

“સચ બતા રહી હું. ઉસને આત્મહત્યા કી હૈ.”

મેં સામેથી જવાબ આપવાનું છોડ્યું અને તરત જ મીરાંને નજદીકથી ઓળખતી ફ્રેન્ડ રાહીને કોલ કર્યો. મેં બનેલી ઘટના કહી. એણે કહ્યું કે હું પણ ઘણા વર્ષોથી એના ટચમાં નથી. પણ એનો ફોન નંબર છે. હું માહિતી કાઢીને તને ફોન કરું.

પંદર મિનીટમાં રાહીએ મને જણાવ્યું કે એનો ફોન લાગે તો છે પણ કોઈ રિસીવ નથી કરતું. એના પછી મને તરત જ મીરાનાં વિચારો આવવાં લાગ્યાં. કોલેજ ગ્રૂપમાં એનું બીહેવ યાદ આવવા લાગ્યું. તે ઘણી સ્ટ્રોંગ જુસ્સાભેર છોકરી હતી. આત્મહત્યા કરે એવું બની જ ના શકે...!!

સાંજે ફરી મારા પર રાહીનો કોલ આવ્યો. એણે કીધું કે મારો નંબર મીરાના મોબાઈલ સ્ક્રીન પર જોતાં મીરાંનો ભાઈ દિવ્યેશનો કોલ અત્યારે આવ્યો હતો. એણે કીધું કે મીરાના આત્મહત્યા કરેલાના પંદર દિવસ થઈ ચુક્યા છે. એણે ફાંસીએ લટકીને પોતાની જાન આપી દીધી.

મને સાંભળીને ઘણો અફસોસ થયો. રાહીને પણ ઘણો અફસોસ થયો. એણે તો એમ પણ કીધું કે આપણે એના ઘરે જઈને બેસી આવીએ. અમે ગ્રુપનાં ચાર પાંચ ફ્રેન્ડો ભેગી થઈને એના ઘરે જઈને આવ્યાં. એની મોમને મળીને આવ્યાં. વધારે કોઈ કંઈ કહેતું ન હતું કે કહેવાં ના માગતું હતું એ તો ખબર ન પડી પણ ફક્ત એટલું જ સાંભળવા મળ્યું કે પ્રેમના ચક્કરનાં કારણે આત્મહત્યા કરી. એના પછી તો અમે બધી એ વાતો ભૂલી ગયા. બધા પોતપોતાની લાઈફમાં બિઝી થઈ ગયા. એ દિવસોમાં કોટકચેરીના ધક્કા પણ ચાલુ હતાં. અલ્મોસ્ટ અવિનાશ સાથે ડિવોર્સની તારીખ નજદીક જ હતી. બસ ફક્ત અમને બંનેને જઈને ડિવોર્સ પેપર પર સાઈન જ કરવાની હતી.

ડિવોર્સ થયાનાં બે મહિના બાદ મને એક એડ કંપનીથી ફોન આવ્યો કે એમને એક એડના માટે મોડેલ જોઈએ છે તો ઓડીશન માટે આ અમુક તારીખે અને સમયે આવી જજે.

હું ઓડીશન માટે ગઈ. હું સિલેક્ટ થઈ. એડ માટે મને લોક કરવામાં આવી. મારી શૂટિંગ પણ થઈ ગઈ. મેં ખૂબ જ સારું પર્ફોર્મન્સ પણ આપ્યું હતું. ડાયરેક્ટર સંતોષ સાહબ મારા કામથી પ્રભાવિત હતાં એમણે એમ પણ કહ્યું કે અમે એક મ્યુઝિક સોંગ લોન્ચ કરી રહ્યાં છે એમાં મેઇન લીડ રોલ માટે તને લઈ રહ્યાં છે. હા ઓડીશન આપવાની પણ જરૂર છે નહીં એમ પણ કીધું. એમનું પોતાનું જ ‘આરાધના પ્રોડક્શન હાઉસ’ હતું. ઓફીસમાં આવીને એ સોંગ વિષે અને આગળની કામગીરી વિષે ચર્ચા કરીશું એમ પણ કીધું.

બાની મને તો હા પાડવી જ હતી. કેમ કે એક તકની હું પણ રાહ જોતી હતી. હું બીજા દિવસે ડાયરેક્ટરની ઓફીસમાં ગઈ. આમ તેમ ચર્ચા કર્યાં બાદ હું ઊભી થઈને જવાની તૈયારીમાં જ હતી ત્યાં જ મારૂ ધ્યાન બહારની તરફ જતા લોબીના વોલ પર મુકેલા ફોટોઝ અને પોસ્ટર પર ગયું. હું ઓચિંતી જ નજદીક જઈને ફોટોઝ અને પોસ્ટર જોવા લાગી. એક પછી એક ડાયરેક્ટ સાહેબ દ્વારા થયેલા સિરીયલ અને મ્યુઝીક આલ્બમ તથા સિરીઝનાં એ પોસ્ટર હતાં. અચાનક મારું ધ્યાન એક પોસ્ટર પર ગયું. હું નોર્મલ ફક્ત જોતી હતી. તરત દિમાગમાં કંઈ ચાલ્યું નહીં. પણ એ પોસ્ટરમાં રહેલી અભિનેત્રીનાં જમણા ગાલ પર રહેલી મોટી તીલને જોઈને મને કશુંક યાદ આવ્યું. દિમાગ પર થોડું જોર કર્યું. હાં એ મીરાં હતી. જેનું મુત્યુ થઈ ચુક્યું હતું. મને એની પહેલી જાણ ફેસબુક પર થઈ હતી. હું અચંબામાં પડી હતી. પણ એ એકટર કે મોડેલ હતી એની પણ મને ખબર ક્યાં હતી...!! મને પૂછવાનું મન થઈ આવ્યું પણ એ વિચારીને ચૂપ થઈ ગઈ કે જવા દે પારકી પંચાત ના બદલે હું મારા અત્યારે કામ પર ધ્યાન આપું એ મહત્વનું છે. પણ યાર મારું મન માનતું ન હતું. મને મન થઈ આવ્યું પોસ્ટરને ક્લિક કરવાનું. મેં એ પોસ્ટર સાથે બીજા બધા પોસ્ટરના પણ ફોટોઝ લીધા એ વિચારથી કે કોઈ મારા પર શંકા ના કરે. હું ત્યાંથી જતી રહી. ઘરે આવીને જોયું એ ફોટોને ધ્યાનથી પણ કશું નવું લાગ્યું નહીં. મારું મન મારા દિલને સમજાવી રહ્યું હતું કે બધી વાતને પડતી મૂક અને તારા કામ પર ધ્યાન આપ. મેં મારા દિલનું સાંભળ્યું અને બધું જ ભૂલી ગઈ.

બીજા દિવસે મારું ફર્સ્ટ આલ્બમ માટે ફોટોશૂટ હતું. કામસર ફરી હું ડાયરેક્ટરની ઓફિસમાં ગઈ હતી ત્યાં જ એ મીરાં વાળું પોસ્ટર હતું એણે હટાવી દેવામાં આવ્યું હતું. એમ લાગતું હતું જાણે એ પોસ્ટર આજે જ કાઢી નાખવામાં આવ્યું હોય. ખૈર મારું ફોટોશૂટ થઈ ગયું. સ્ટાફ સાથે સારો એવો મારો પરિચય થવા લાગ્યો હતો. પાંચ દિવસમાં એ મીરાનાં પોસ્ટર ના જગ્યે મારું ફોટોશૂટવાળું પોસ્ટર લગાડવામાં આવ્યું. હું ઘણી ખુશ હતી પણ મનમાં જ એ સસ્પેન્સ જાણવાની લાલચ હતી. કેમ કે મીરાએ આત્મહત્યા કરી હતી...!!


(ક્રમશઃ)

(નોંધ: વાંચક મિત્રોને વિનંતી છે કે નોવેલને ફસ્ટ પાર્ટથી વાંચે. તો જ ટૂંકો સાર સમજાશે. આભાર😊)