ભાગ ૪
વિતી ગયેલી પળો [ રચનાની સત્ય હકીકત જાણતા બધા તેને ધુત્કારે છે. તે અમદાવાદ છોડવાનું વિચારે છે. પરંતુ તેના મમ્મી પપ્પા નું દુઃખદ અવસાન થાય છે. તે એકલી થઈ જાય છે. અને તે અમદાવાદ જવા મન મકકમ કરીને નીકળે છે. પણ રસ્તામાં બીજા કિન્નરો તેને તેની સાથે પકડી લઈ જવા આવે છે. પરંતુ એક બુલેટમાં કોઈ માણસને આવતા જોઈ એ ભાગી જાય છે. ]
આ એ જ બુલેટ હતી કે જેના દ્વારા એ હાઇવે પર પહોંચી હતી પણ આજે એ વ્યક્તિ હેલ્મેટ પહેર્યું નહોતું એટલે તેનો ચહેરો દેખાતો હતો .આર્મીના જવાન જેવું તેના શરીરનું બંધારણ હતું, મોઢા પર અલગ જ ચમક હતી.
આજે પણ તે દિવસ જેવો જ ઈશારો કર્યો બેસવાનો એટલે તે બેસી ગઈ અને પેલો માણસ તેને બસ સ્ટોપ પર મૂકી આવ્યો. પછી જતો હતો ત્યાં જ રચનાએ તેને અટકાવ્યો અને પૂછ્યું , " તમને કેમ ખબર કે મારે અહીંયા આવવું હતું?" તો પેલા એ જવાબ આપ્યો," હાથમાં બેગ લઈ ને ઘરેથી નીકળતા હોય, તો
વ્યક્તિને બાર જ જવાનું હોય", એમ પણ તમે જયાં ઊભા હતા તે રસ્તો પણ બસ સ્ટેન્ડ તરફ નો જ હતો.આટલી સાદાઈથી જવાબ સાંભળીને રચનાતો તેને જોઈ જ રહી.તમે કોણ છો?અમદાવાદમાં પછી અહિયા જ્યારે મારે મદદ ની જરૂર હતી ત્યારે મારી મદદે આવ્યા, રચના એ પૂછયું. "સંજોગો વસાત" એવો જવાબ આવ્યો . અને ફરીથી બોલ્યો,
"પહેલા લોકો કેમ તમારી પાછળ પડ્યા હતા?" રચનાને ઘડીક તો સમજાયું નહીં કે શું જવાબ આપવો પણ તેને હવે જે હતું એ જ કીધું, "એ કિન્નરો હતા." પેલો માણસ અટકાવતા બોલ્યો ,'
હા. એ તો મને પણ ખબર છે. પણ તમારી પાછળ કેમ ?"રચના બોલી હું પણ કિન્નર જ છું અને હવે મમ્મી-પપ્પા નથી રહ્યા એટલે એ લોકો મને તેની સાથે લઈ જવા માગતા હતા .આ સાંભળી ઘડીક તો પેલા અજાણ્યા વ્યક્તિને આશ્ચર્ય લાગ્યું , પછી તેને કહ્યું તો એ તમેજ છો જે મેડિકલ કોલેજમાં ભણો છો!.' રચના "હા, પણ તમને કેમ ખબર?" "મને શું આખા કેમ્પસમાં ખબર છે, તે બોલ્યો.હું પણ ત્યાં જ સ્ટડી કરું છું લાસ્ટ યર છે મારે એટલે ખબર છે મને બધી ."
રચનાને નવાઈ લાગી હકીકત જાણ્યા પછી પણ આટલી સાદાઈ થી વાત કરે છે. કઈક તો છે આ માણસ માં , તેને નામ પૂછ્યું , અને પેલા એ આકાર પટેલ એવું કીધું.
બંને છુટા પડ્યા પછી રચના કેમ્પસમાં આવી તેને ડર તો હતો જ .પરંતુ કોઈ હવે બોલતું ન હતું ,ખાલી સામે આવે એટલે મો ફેરવી જતા .હવે તો સાવ એકલી થઈ ગઈ હતી.નવરાશ ના પળો માં તે એકલી રિવરફ્રન્ટ જય ને બેસતી, અને કયારેક આંખ માંથી આંશુ પાડી લેતી. આકાર વિશે વિચારતી પણ તે તો કયાય મળ્યો જ નહીં . કોલેજમાં પણ કયાંય દેખાયો નહીં.
એક દિવસ તે રિવરફ્રન્ટ પર બેઠી બેઠી રડતી હતી .ત્યાં જ બાજુ માંથી અવાજ આવ્યો," જે સત્ય છે એતો સ્વીકારવું જ પડશે આમ કેટલો સમય રડીશ.રચના એ જોયું તો તે આકાર જ હતો. રચનાને તેને જોઈને ખુશી થઈ પરંતુ પછી ભૂતકાળ યાદ આવ્યું એટલે એ એટલું જ બોલી કૉલેજમાં તો કયારેય દેખાયા નહીં તમે છો કોણ ?
તે પણ એકદમ શાંત આવજે બોલ્યો , " હું પણ પેલા તારી જેમ દોસ્તોના ટોળા વચ્ચે રહેવા વાળો જ વ્યક્તિ હતો.તારા પર શું વીંતતિ હશે એ હું સારી રીતે સમજી શકું છું.
કેમ શું થયું ? રચના બોલી . પણ આકાર કંઈ બોલ્યો નહીં. પછી રચનાએ બોવ ભાર પુર્વક પૂછ્યું નહીં. પરંતુ આવું તો રોજ ચાલવા લાગ્યું બંને ત્યાં આવીને બેસે અને વાતો કરે .હવે સારી એવી મિત્રતા થઈ ગઈ હતી એટલે રચનાએ પૂછ્યું ," આજે તો તમારા વિશે જણાવો જ મને . જીદ કરીને પૂછ્યું તે હવે આકાર સાથે સારી હળીમળી ગઈ હતી. ખુશ હતી પેલા કરતા . તેનું સત્ય જાણયા પછી પણ આકાર તેની સાથે સારી રીતે જ વાત કરતો.એટલે તેને ભારપૂર્વક પૂછી લીધું.
આકારે પણ પોતાની વાત બોલતા કહ્યું," હું પણ પેલા તારી જેમ મોજ મસ્તી કરતો ,હરતો ફરતો, પણ એકવખત હું બીમાર પડ્યો , રિપોર્ટ કરાવ્યા તો તેમાં મને એઇડ્સ આવ્યો. આ વાત બધાને ખબર પડતાં બધા ધીમે ધીમે મારી હારે બોલવાનું ઓછું કરવા લાગ્યા અને અંતે હું સાવ એકલો પડી ગયો. એટલે હું કોલેજમાં પણ કામ વગર આવતો નથી. તે દર્દ ભર્યા આવજે બોલતો હતો.
રચનાએ સંકોચતાથી પૂછયું,"આ થવાનું કારણ"? તે સહજતાથી બોલ્યો ,તું જેવું વિચારે છે તેવું કંઈ નથી, પણ નવાણું ટકા હું સલૂન માં સેવિંગ કરવાં જતો તેમાંથી થયું છે. રચના આ સાંભળી બોલી ," કુદરત ની આ કેવી કરામત છે." અને બંને મૌન રહ્યા. એ મૌન માં ઘણી તાકાત હતી સમજવાની. હવે તો બંને આખો દિવસ સાથે જ રેહતા. એકબીજાના સુખ દુ:ખના પયૉય બનીને. તેમની વચ્ચે પ્રેમ થી પણ કંઈક અલગ હતું. બંને એકબીજાની આત્માથી જોડાયેલા હતા. રચનાને તેના પ્રેમનો આકાર મળી ગયો. અને આકારને રચના. તેમના પ્રેમને એક અલગ જ પરિભાષા.
સમાપ્ત.
(વાતૉના પાત્રો કાલ્પનિક છે. પણ એ વાતો હંમેશા યાદ રાખજો કે પ્રેમ શરીરથી નહીં. આત્માના મેળાપથી થાય છે. સમાજમાં રહેતા કોઈ પણ વ્યક્તિને નીચ નહિ સમજવાનો. આપણી જાતિ નક્કી કરવી એ આપણા હાથમાં નથી.)
તમે તમારો કિંમતી સમય આપી વાર્તા વાંચવા બદલ આભાર.
કોઈ ને વાર્તાના ઉદેશથી લાગણી દુભાણી હોય તો ક્ષમા.
ક્ષતિ અને પ્રતિભાવ આપવા વિનંતી .
riyamakadiya2506@gmail.com