Jokar - 62 in Gujarati Classic Stories by Mehul Mer books and stories PDF | જોકર – સ્ટૉરી એક લુઝરની – 62

Featured Books
  • રૂપિયા management

    પુરુષ ની પાસે રૂપિયા હોય તો સ્ત્રી નગ્ન થઈ જાય અને પુરુષ પાસ...

  • આપણા ધર્મગ્રંથો - ભાગ 1

    વાંચક મિત્રો સહજ સાહિત્ય ટીમ ધાર્મિક બાબતો વિશે માહિતી લઈ અવ...

  • સેક્સ: it's Normal! (Book Summary)

                                જાણીતા સેકસોલોજિસ્ટ ડોક્ટર મહેન્...

  • મેક - અપ

    ( સત્ય ઘટના પર આધારિત )                                    ...

  • સોલમેટસ - 11

    આરવ અને રુશીને પોલીસસ્ટેશન આવવા માટે ફોન આવે છે. આરવ જયારે ક...

Categories
Share

જોકર – સ્ટૉરી એક લુઝરની – 62

જોકર – સ્ટૉરી એક લુઝરની

ભાગ – 62

લેખક – મેર મેહુલ

મિશન જોકર તેનાં છેલ્લાં તબક્કામાં હતું.એમાં પણ ત્રણ એરિયામાંથી યુવતીઓને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવી હતી.હવે માત્ર જૈનીત અને તેની ટુકડીનું કામ બાકી હતું.

(7 માર્ચ,11:45pm, ડીંડોલી વિસ્તાર)

“મને કંઈ નહીં થાય,તું નાહકની ચિંતા કરે છે”જૈનીતે નિધીને પોતાનાથી અળગી કરીને કહ્યું, “ચાલ હવે આપણે જઈએ,પેલાં લોકો આપણી રાહ જોઈ રહ્યા હશે.બંને બકુલ અને બીજાં સાથીદારો હતાં ત્યાં પહોંચી ગયાં.

“શું કરવાનું છે આગળ?”ખુશાલે પૂછ્યું.

“આ બંગલો મોટો છે માટે સુનિતાબેને કહ્યું હતું એ પ્રમાણે પહેલાં બંગલાની લાઈટો બંધ કરવી પડશે”જૈનીતે સૂચના આપી,“ચારેય માળમાં દસ દસ લોકોની ટુકડી જશે.બાકીના દસ લોકો બંગલા બહાર ધ્યાન રાખશે.જો કોઈ એવી ઘટના બને તો એ ત્રણ લીડરમાંથી કોઈને ફોન કરીને મદદ માટે બોલાવશે”

“આપણે કોઈને નુકસાન નથી પહોંચાડવાનું,આ બંગલામાં પુરુષો પણ હશે જ માટે સાવચેતીપૂર્વક આગળ વધવાનું છે.જો કોઈ વિફરે તો તેને દબોચી લઈ બહારના લોકો સુધી પહોંચાડવાના છે”

“બકુલ,મેઈન સ્વીચ દાદરા નીચે હોવી જોઈએ”જૈનીતે કહ્યું, “તું પહેલાં એ શોધ,મળે એટલે મને જાણ કરી દેજે.હું કહું ત્યારે જ સ્વીચ ઑફ થવી જોઈએ”

જૈનીતે કહ્યું એટલે બકુલ ચોરીચુપે બંગલામાં પ્રવેશી ગયો.

“બાકીના લોકો નક્કી થયું એ પ્રમાણે દસ દસની ટુકડીમાં વહેંચાય જાઓ,એક પણ યુવતી અંદર ના રહેવી જોઈએ એ વાતનું ધ્યાન રાખજો”

થોડીવારમાં પાંચ ટુકડી જુદી થઈ ગઈ.બકુલનો પણ મૅસેજ આવી ગયો.

(11:59pm)

જૈનીતની નજર તેનાં ડાબા કાંડા પર હતી.સેકેન્ડનો કાંટો છેલ્લીવાર ઘૂમી રહ્યો હતો સાથે ત્યાં ઊભેલાં લોકોના દિલની ધડકન પણ વધતી ગઇ હતી.ઘડિયાળના ત્રણેય કાંટા એક સાથે ભેગાં થયા એટલે જૈનીતે બકુલને સ્વીચ બંધ કરવા કહ્યું.

“ચાલો બધા”જૈનીતે હાથમાં પિસ્તોલ લીધી અને આગળ દોડવા લાગ્યો.

બંગલાનો મુખ્ય દરવાજો ખોલી બધા અંદર પ્રવેશ્યા.જૈનીત સૌથી આગળ હતો અને તેને સૌથી નીચેનાં માળે રહેલી એક ઔરતને કાબુમાં કરવાની હતી એટલે તેણે પોકેટમાંથી ટોર્ચ કાઢી અને આજુબાજુ ફેરવતો અંદર ઘુસી ગયો.એ અંદર ગયો ત્યાં એની આંખો પહોળી થઇ ગઇ.

વર્ષોથી જાણે આ બંગલો બંધ હોય એવી રીતે અંદર નિરવ શાંતિ હતી.જૈનીતને કંઈક ખોટું થઈ રહ્યું છે તેવો અહેસાસ થયો.પણ થોડીવારમાં જૈનીતને એક ઔરત લોબીમાંથી આવતી દેખાય.એ ઉતાવળ પગે દાદરા તરફ આવતી હતી.તેનાં હાથમાં નોટોનું બંડલ હતું.બંને હાથનાં કાંડે ફૂલોની માળા હતી.જૈનીતે લાઈટ બંધ કરી દીધી.

“કોણ છે ત્યાં?”એ ઔરત ઉભી રહી ગઈ.

“કસ્ટમર”જૈનીતે અવાજ બદલીને કહ્યું,“લાઈટ બંધ થઈ એટલે મેઈન સ્વિચ શોધું છું”

“ત્યાં દાદરા નીચે છે”એ ઔરતે કહ્યું, “ચાલો મારી સાથે”

એ ઔરત આગળ ચાલવા લાગી તેની પાછળ જૈનીત હતો.એ ઔરત મેઈન સ્વીચ સુધી પહોંચે એ પહેલાં જૈનીતે પિસ્તોલ તેની બોચીના ભાગમાં ટેકાવી દીધી.

“એક ડગલું પણ આગળ ના ચાલતી”જૈનીતે ચેતવણી આપી, “નહીંતર અહીં જ ઢગલો કરી દઈશ”

એ ઔરત ઉભી રહી ગઈ.

જૈનીત સાથે જે લોકો હતાં તેણે એ ઔરતનાં હાથ બાંધી દીધાં અને હોલમાં રહેલાં સોફા પર બેસારી દીધી.બીજાં માળે ગયેલાં લોકો પણ તેનું કામ સિફતથી કરી રહ્યા હતાં. થોડીવારમાં બીજા માળેથી પુરુષો નીચે આવવા લાગ્યાં. અહીં પણ કોઈ શર્ટ હાથમાં લઈ દોડતું હતું તો કોઈ પેન્ટ,એક વ્યક્તિએ તો ડરને કારણે બીજા માળેથી જ છલાંગ લગાવી.એ સીધો બહાર જે લોકો ઉભા હતાં તેની પાસે જ પડ્યો.

ત્રીજા અને ચોથા માળે પણ કામ સરતળાથી થઈ ગયું હતું.જોતજોતામાં પુરા બંગલામાં માત્ર યુવતીઓ અને 50 પુરુષો જ વધ્યા.

બીજીતરફ ત્રણ જગ્યાએ કામ પૂરું થયું એનાં મૅસેજ જૈનીતને આવવા લાગ્યાં.જૈનીત મોબાઈલ હાથમાં લઈ તપાસી રહ્યો હતો એટલામાં કોઈએ પાછળથી તેની પીઠ પર લાત મારી.જૈનીત આગળ જઇ નીચે પડ્યો.એ વ્યક્તિ પેલી ઔરતનો ચાહક હતો.એ પોતાની રાત એ વ્યક્તિ સાથે રંગીન કરતી હતી ત્યારે લાઈટો બંધ થઈ ગઈ હતી.પછી એ ઔરત લાઈટો શરૂ કરવા બહાર નીકળી અને જૈનીતના હાથમાં આવી ગઈ.

અત્યારે જૈનીત નીચે પડ્યો હતો.તેની સામે એક વ્યક્તિ હતો જે ગુસ્સામાં હતો.એ જૈનીત તરફ આગળ વધ્યો પણ એ પહેલાં જૈનીતના સાથીદારો એ વ્યક્તિ પર ત્રાટુક્યા. તેને દબોચીને બહાર લઈ જવામાં આવ્યો.

“બધી યુવતીઓને આ હોલમાં લઈ આવો”જૈનીતે ઉભા થઈને કહ્યું.એ દરમિયાન નિધિ પણ જૈનીત પાસે પહોંચી ગઈ હતી.જૈનીતે હાથ વડે ઈશારો કરી તેને અટકાવી અને આંખોથી ઈશારો કરીને પોતાને ઇજા નથી પહોંચી એ જતાવી દીધું.

થોડીવારમાં હોલમાં લગભગ 150 જેટલી યુવતીઓ હાજર હતી.જૈનીતે પણ સુનિતાબેને કહેલાં શબ્દો દોહરાવ્યાં.

“જે બહેનો આ જગ્યાએથી નીકળવા માંગે છે એ મારી તરફ આવી જાઓ”

ધીમે ધીમે કરતાં બધી યુવતીઓ જૈનીત તરફ આવવા લાગી.સૌના આશ્ચર્યની વચ્ચે એક છોકરી હજી દીવાલ પાસે ઉભી હતી.એ ધ્રૂજતી હતી.

નિધિ તેની પાસે ગઈ.એ ઉંમરમાં નાની લાગતી હતી.

“શું નામ છે તારું?”નિધીએ તેનાં માથાં પર હાથ ફેરવીને પૂછ્યું.

“શિવાની”તેણે ધ્રુજતાં અને તૂટક અવાજે કહ્યું, “અહીં બધા મને શીલા કહે છે”

“કેટલી ઉંમર છે તારી?”

“પંદર વર્ષ”શિવાનીએ કહ્યું.શિવાનીની વાત સાંભળી ત્યાં હાજર હતા એ લોકોની આંખો પહોળી થઇ ગઇ.માત્ર પંદર વર્ષની છોકરી સાથે આવાં કૃત્યો થઈ રહ્યા હતાં.

“તારે અમારી સાથે નથી આવવું?”નિધીએ પૂછ્યું.

શિવાનીએ નકારમાં માથું ધુણાવ્યું અને રડવા લાગી.

“શું થયું?,અમે તને આવી જગ્યાએ લઈ જવા નથી આવ્યા,અમે તને તારાં માતા-પિતા પાસે છોડી જશું”નિધીએ શિવાનીનાં ગાલ પરથી આંસુ લૂછતાં કહ્યું.

“હું અનાથ છું”શિવાનીએ રડતાં રડતાં કહ્યું, “આ લોકો મને ફૂટપાથ પરથી ઉઠાવી લાવ્યા છે”

“તો અમે તને ફૂટપાથ પર નહિ છોડીએ,તને અમારી સાથે રાખીશું”નિધિ શિવાનીને સમજાવવાની કોશિશ કરતી હતી.

“હું નહિ આવી શકું”શિવાની હજી સમજવા તૈયાર નહોતી, “તમે લોકો જાઓ”

“પણ કેમ નથી આવવું?”નિધીએ પૂછ્યું, “જો આ બધાં અમારી સાથે આવવા તૈયાર છે”

“મારું પાંચ મહિનાનું બાળક તેઓની પાસે છે”શિવાની ફરી રડવા લાગી, “હું આ કામ ના કરું તો એ લોકો તેને મારી નાંખશે”

શિવાનીની વાત સાંભળી નિધિની આંખોમાંથી આંસુ સરી પડ્યા.

“એ લોકો મારાં બાળક સાથે પણ એવું જ કરે છે”શિવાનીએ કહ્યું, “હું આ કામ માટે તૈયાર ના થાઉં તો તેને એ લોકો મારે છે”

નિધીએ તેને ગળે લગાવી લીધી.બંને એકબીજાને ભેટીને રડી રહ્યાં હતાં એટલામાં જૈનીત તેની પાસે આવ્યો.નિધીએ બધી વાત જૈનીતને કહી.

જૈનીતે સુનિતાબેનેને કૉલ લગાવ્યો.

“સુનિતાબેન અહીં યુવતીઓ વધુ છે.હજી બે બસો રવાના કરો અને તમે જલ્દી અહીં આવી જાઓ”

“બકુલ, થોડાં પુરુષો અને થોડી યુવતીઓને લઈ તું નીકળી જા,સુનિતાબેન અહીં આવે છે અમે શિવાનીના બાળકને શોધીને આવીએ છીએ”જૈનીતે આદેશ આપ્યો એટલે બકુલ થોડાં લોકોને લઈને બહાર નીકળી ગયો.

“શિવાનીનું બાળક ક્યાં છે?”જૈનીતે પેલી ઔરતને એક તમાચો લગાવીને પૂછ્યું.એ ઔરત હસતી હતી.

“જૈનીત, એ જવાબ નહિ આપે”નિધીએ કહ્યું, “આપણે જ કંઈક કરવું પડશે”

“શિવાનીનું બાળક ક્યાં છે એ તમને કોઈને ખબર છે?” જૈનીતે યુવતીઓ તરફ ફરીને પૂછ્યું.

સૌએ નકારમાં માથું ધુણાવ્યું.

“પૂરો બંગલો ખોળી નાંખો”જૈનીતે કહ્યું, “આપણે એને સાથે લઈને જ જવાનું છે”

થોડાં લોકો પેલી ઔરત પાસે રહ્યા અને બાકીના બધાં શિવાનીના બાળકને શોધવામાં લાગી ગયાં. જૈનીત અને નિધિ બીજા માળે ગયાં હતાં.ત્યાં બાથરૂમ,બેડ નીચે,જ્યાં જ્યાં બાળક મળવાની શક્યતા હતી ત્યાં તેઓએ શોધખોળ કરી પણ બાળક ના મળ્યું.

પહેલો…બીજો…ત્રીજો…એમ બધાં માળમાં એ બાળકને શોધ્યું પણ તેઓનાં હાથમાં કંઈ ના લાગ્યું.

“અગાસી પર જઈએ”નિધીએ કહ્યું.

બંને અગાસી પર ગયાં.દાદરો ચડતાં ઉપર એક નાની રૂમ હતી જ્યાં શરાબની બોટલો પડી હતી.થોડાં ખાલી ગ્લાસ હતા અને નિરોધના ખાલી પેકેટ પડ્યાં હતાં.ત્યાં પણ બાળક ના મળ્યું.

અગાસીમાં ઘણાબધાં પાણીના ટેન્ક હતાં.નિધિ અને જૈનીત વારાફરતી એ ટેન્કને ચકાસવા લાગ્યાં.

“જૈનીત…”અચાનક નિધીએ જોરથી બૂમ પાડી.

(ક્રમશઃ)

શું હતું એ ટેન્કમાં?,બાળક ત્યાં જ હશે કે પછી?,સમાજમાં આવાં કૃત્યો થઈ રહ્યા છે.આ એક સાચી ઘટના છે જે મેં સાંભળેલી છે.પોતાનાં લાભ માટે લોકો કેટલી હદ વટાવી શકે છે એ વાત કલ્પના બહારની છે.

આવા દૈત્યોનાં જ આવા કુકર્મો કારણે સમાજ બદનામ થાય છે.જેને અટકાવવાનો હવે આવી ગયો છે.

આગળ શું થશે એ જાણવા વાંચતા રહો,જોકર-સ્ટૉરી એક લુઝરની.

-મેર મેહુલ

Contact - 9624755226