Chhetarani - 1 in Gujarati Moral Stories by jayshree Satote books and stories PDF | છેતરણી - 1

Featured Books
Categories
Share

છેતરણી - 1

નીતા નવમાં ધોરણમાં ભણતી હતી.તે તેના ક્લાસની ખુબ જ હોશિયાર વિદ્યાર્થીની હતી.

ખુબ જ ખુશ મીજાજ અને હસમુખી રેહતી આ છોકરીને તે વાતની બીલકુલ જાણ ન હતી કે આવનારા સમયમાં તેના પર ભયંકર સમસ્યા આવવાની છે.

નીતાના મોટા ફોઈ.....કે જેમનુ નામ બિન્દું હતું. બિન્દું ફોઈના સૌથી નાના છોકરા પિનલના લગ્ન હતા.

પિનલના લગ્ન હોવાથી નીતાના માતા-પિતાનએ લગ્ન માટે શોપિન્ગ તથા જરૂરી સામાન જેવી તૈયારીઓ કરવાની હોવાથી તેઓ એક અઠવાડિયા પહેલા જ ત્યા જવાનુ નક્કી કર્યુ હતું.
નીતા તથા તેના માતા-પિતા-નાનો ભાઈ અને બહેન બધા જ એક અઠવાડિયા પહેલા જ લગ્નની તૈયારીઓ કરવા પિનલના ધરે સમયસર પહોચી ગયા હતા.

નીતા જ્યારે ત્યા પહોચી ત્યારે તેને હજી સુધી તો કોઈ ખતરા નો એહસાસ થયો ન હતો.પણ જાણે ખતરો તેના પર મંડરાઈ જ રહ્યો હોય.તેમ પિનલના જ મોટા ભાઈ કિરણ પણ ત્યા હાજર જ હતા.

કિરણના લગ્ન થઈ ગયા હતા અને બાળકો પણ હતા પણ કિરણ વારંવાર નીતાને ગંદી નજરે જોયા કરતો. કિરણ આ વાતની જાણ કોઈને જ થવા ન દેતો. કિરણ જ્યારે પણ મોકો મળે કે નીતા ને એકલી બોલાવાના પ્રયત્નો કરતો રહેતો.

નીતા કિરણનો આવો ગંદો વર્તન જોઈને ખુબ જ ગભરાઈ ગઈ હતી.નીતા ખુબ જ ડરી ગઈ હતી અને ડરી ગયેલી નીતા તેની મમ્મીના પાછળ પાછળ જ ફરીયા કરતી અને તેની મમ્મીથી એક સેકેન્ડ માટે પણ દૂર જવા ન માંગતી હતી.તે પ્રયત્ન કરતી કે મમ્મી સાથે જ રહે.

નેક્સ્ટ.....

______****________*******______****______

નીતાને આ ગભરાહટ માં રહેતા હવે એક દિવસ ધણી મૂશ્કેલથી વીતી ગયો હતો.

આ બીજા દિવસે નીતાના પિતા અને બિન્દું ફોઈ તથા ધરના લગભગ બધા જ સભ્યો શોપિન્ગ પર ગયા હતા.

હવે ધરમાં ફક્ત નીતા અને તેની માતા...તથા કિરણ અને તેની પત્ની જ હતા.

નીતાની માતા અને કિરણની પત્ની રસોઈ કરવામાં વ્યસ્ત હતા.આ વાત નો લાભ ઉઠાવતા કિરણ નીતાના નજીક આવવાનો પ્રયત્ન કરવા લાગ્યો.

નીતા ખુબ જ ગભરાઈ ગઈ અને દોડીને તેની મમ્મી પાસે પહોચી ગઈ.નીતાએ એક પલ માટે પણ તેની મમ્મીને ન છોડ્યુ.નીતા તેની મમ્મી પાસે જ રહી અને જરા પણ દૂર ન ગઈ.

આ જોતા નીતાની મમ્મીને શંકા ગઈ કે અચાનક નીતા કેમ આવુ કરે છે તેમણે નીતા ને પુછ્યું કે"શું થયુ બેટા....???કોઈ વાત છે હમમ...????

પણ નીતા ડરી ગઈ હોવાથી કોઈને કંઈ જણાવી શકી ન હતી.

નેક્સ્ટ.....

_____****_______********______*****______

હવે એક અઠવાડિયું ધણી મુશ્કેલીથી વિતી ગયુ હતું.

નીતા આ રીતે જેમ તેમ બચતી બચતી...બસ એક જ ઈચ્છા કરતી કે જલ્દીથી પોતાના ઘરે પહોચી જાય.....

હવે આજે પિનલના લગ્ન હતા.પિનલનું ઘર ક્વોટર્સમાં હતું અને તે બીજા માળ પર રેહતા હતા.પરંતું લગ્ન હોવાથી નીચેના બે ફ્લેટ્સ પણ ભાડેથી લીધા હતા.

પિનલનું લગ્ન ઘર-આગણામાં જ રાખવામાં આવ્યુ હતું અને ત્યા બધા જ સભ્યો લગ્નની ભાગ દોડમાં વ્યસ્ત હતા.

નીતા પાસે કોઈએ કઈક માંગ્યુ....ને તે વસ્તું નીતાની બેગમાં હતું.પરંતુ બેગ તો નીચેના રૂમમાં હતી.નીતાએ તેના પગલા માંડ્યા અને તે સામાન લેવા નીચેના રૂમ તરફ જવા લાગી.....કે અચાનક નીતાએ અનુભવ્યુ કે કિરણ તો તેની પાછળ પાછળ જ આવતો હતો.

કિરણ ને પાછળ આવતા જોઈ નીતા ગભરાઈ ગઈ અને જે પેલ્લો રૂમ દેખાયો તે રૂમમાં ભાગીને જતી રહી એ આશા સાથે કે તે રૂમમાં કોઈ તો હશે જ....નીતા એ રૂમમાં તો પોહચી તો ગઈ પણ તે રૂમ તો સાવ ખાલી નીકળ્યો અને ત્યા ફક્ત ધણી બધી બેગો મૂકી હતી.નીતા ત્યા સંતાય ગઈ.

પણ કિરણે તેને ત્યા જતા જોઈ લીધી હતી....જેથી તે પણ એ રૂમમાં પહોચી ગયો અને દરવાજા પાસે ઉભો રહ્યો.

નીતા ખુબ જ ડરી ગઈ અને ધ્રુજવા લાગી અને કઈ પણ ન બોલી શકતી હતી.

કે એટલામાં જ નીતાની કઝીન સિસ્ટર સોનલ દિદિએ....કિરણને પેલા રૂમના દરવાજા પાસે ઉભો હતો તે જોયુ.જેથી સોનલ દિદિ ને શંકા ગઈ અને તે ડોકીયું કાઢીને તે રૂમમાં જોવા લાગ્યા કે શું છે ત્યા હે....???

સોનલ દિદિએ જોયુ કે નીતા એકલી એ રૂમમાં બેઠી હતી અને ધ્રુજતી હતી.તેમને કઈ ગડબડનો એહસાસ થયો.જેથી સોનલ દિદિ પગ પછાડતા પછાડતા ત્યા ગયા અને કિરણને ધક્કો મારી રૂમમાં પહોચ્યા અને નીતા ને કહ્યું કે " નીતા....મને તારુ કામ છે...ચાલ તું અહીયાથી મારી સાથે...."

નીતાના મનમાં હાશ થયો.....નીતા ખુબ જ ગભરાઈ ગઈ....પણ નીતા ત્યારે તો બચી ગઈ....સોનલ દિદિ તેની સાથે જ રહ્યા....પણ નીતા આ વાત કદી કોઈને કહી જ ન શકી...

લગ્ન પત્યું.હવે નીતા અને તેનો પરિવાર ધરે જવા નીકળવાના જ હતા....નીતાના મનમાં હાશ થયો....પણ ત્યા વાત કંઈક એમ થઈ કે રાત થઈ ગઈ હતી જેથી તેઓએ હજી એક દિવસ બિન્દુ ફોઈના ત્યા જ રોકાવા પડ્યું હતું....

નીતાને....આ વાતની જાણ થતા જ....તે ખુબ જ ગભરાઈ ગઈ

કારણ કે કિરણ પણ ત્યા જ હતો.....
To be continued......

*આપણા મનમાં ધણા સવાલોની સાથે સાથે....નીતાની ચિંતા પણ થાય છે....પણ નીતા સાથે....આગળ શું થાય છે તે પાર્ટ 2 માં.....
તમારો ખુબ ખુબ આભાર....🙏

By jayshree_Satote