vidhva hirali - 10 in Gujarati Fiction Stories by ભૂપેન પટેલ અજ્ઞાત books and stories PDF | વિધવા હીરલી - 10

Featured Books
Categories
Share

વિધવા હીરલી - 10

હીરલી બારણું ખોલે છે. ફાણસના અજવાળામાં આખા ગામને ઉમટેલું જોવે છે. મૂછને તાવ દઈને મુખી બાપા આંખથી અગનગોળા વરસાવી રહ્યા હતા.એ જોઈ ને હીરલીને ભારોભાર સમજાય જાય છે કે કોઈ નિયમનું ઉલ્લંઘન થઈ ગયું લાગે છે તેમાં જ અહીંયા આવ્યા છે.

" આવો,મુખી બાપા. શમ આવાનું થયું?"

" તે દી' હવનમાં, તે બાધા નાખી હતી.ખબર તો સ ક હવન પ્રસંગમાં વિધવા બાઈને મંદિરમાં નો અવાઇ. એનું લીધ આજ દુષ્કાળ જેવું થઈ પડ્યું સ. વરહાદ વરહવાનું નોમ નહિ લેતો."

"તે દી મારા છોરાના ઈલાજ માટ આવી' તી."

" ઈલાજ હવન પસી પણ થતો જ......."

"પોતાના છોરાની તબિયત ખરાબ હોય તો, મા ના પગ ન રૂકી શક." મુખીને બોલતા પેહલા જ હીરલી બોલી પડી.

" જે પણ હોઈ. તે પાપ કર્યું સ, તે બાધા ઉભી કરી સ તો એનું ફળ તારે જ સૂકવવું પડહે. "

" પાપ ..? મે પાપ કર્યું એમ...? મંદિરમાં તે દી જગલો પણ હતો જ ક , જેની બાઈ પણ મરી જ ગઈ સ ક. તે પણ વિધુર જ સ. તો એને શમ કશું ન નડે."

" એ પુરુષ માનહ સ. ઈ ને ન નડે."

" આ શેવા રિવાજો સ? જેમાં બાઈઓ ન જ રોકતા હોઈ સ. પુરુષ ન માટ કશું ન."

" જુવો.. જુવો.. ગોમવાળા.. ઉપરથી સોરી કરી સ અન ગોમ દોષ આપ સ. " હંતોકડી વાત વધારવા બોલી .

" તે ભૂલ કરી સ તો બલી તારા બોકરાં ની સડહે જ."

" જે ભૂલ સ જ નહીં, એની શમ સજા હોઈ? અન સજા પણ મૂંગા પશુની ? આ શેવો ન્યાય સ..?"

" હું તો કઉ સ ક આણ તો નાત બાર કરીદ્યો. કુકર્મ કર સ તોઈ જીભ લાંબી કર સ."હંતોકડી એ પોતાની મનશા બતાવી.

" પોતાનો છોરો તાવથી પીડાતો હોઈ તો દવા કરવી પણ કુકર્મ સ.પણ........" હીરલી કાનુડાના સામે જોઇને ગમ ખાઈ જાય છે.

સમાજ પણ કેવા નિયમો, રિવાજો બનાવે છે જે ગુનો ન હોઈ તો પણ સજા મળે અને તે સજા ભોગવે નિર્દોષ પ્રાણી.નિયમો બનાવવા વાળો મનુષ્ય, તોડવવાળો મનુષ્ય અને પાળવાવાળો પણ મનુષ્ય છતાં પણ ઈશ્વરના નામે જ તોલે છે. ગામના લોકો મંદિરમાં મૂંગા પશુ બકરાંની બલી ચડાવે છે.માનું નામ આપીને આખું ગામ તે બકરાંની ઉજાણી માને છે.

સમાજના રિવાજોથી પીડાતી વિધવાને આ જીવતરતો ઝેરથી ઓછું આંકી શકાય તેવું નહોતું. ડગલે ને પગલે માત્રને માત્ર પરિક્ષાથી જ પસાર થવાનું હતું.કેટલીક નાની ઉંમરમાં વિધવા બનેલી સ્ત્રીઓને માટે તો આખું જીવતર નર્કમાં જ વિતે છે. કેટલાક પુરુષોની હવસનો શિકાર બની બેસે તો કેટલીક વિધવા સ્ત્રીઓ પ્રેમ કરી બેસે તો ચારિત્ર્યહીન નું પ્રમાણ આપી દેવામાં આવે છે. સ્વમાનની સાથે જીવવું મુશ્કેલ જ બની બેસે છે.આવા કુરિવાજો સમાજમાંથી દૂર કોણ કરે? આ રિવાજો થી મુક્તિ કોણ આપે? બસ, આજ વિચારો મનમાં વાગોળ્યા કરતી હીરલી તકની રાહ જોઇ રહી હતી.

બીજી તરફ વરસાદ લંબાતા ખેતરમાં કોઈ ધાનનું વાવેતર થઇ શક્યું નહોતું.એ ઉજ્જડ ખેતરમાં ઉડતી ધૂળની ડમરીઓ ખેડૂતની ધીરજ તોડી રહી હતી.કોઠારમાં સંગરેલું ધાન તરિયે આવી ગયું હતું.કેટલાક લોકો પેટ ભરવા માટે શહેર તરફનો રસ્તો અપનાવ્યો હતો. પણ કેટલા ને ખપાવી શકે શહેર પણ?આ બધી જ પરિસ્થિતિની જવાબદાર ગામ આખું હીરલીને ખોસી રહ્યું હતું.

આ પરિસ્થિતિમાં હીરલી ભરત કામમાં લાગી ગઈ હતી. કેમ કે પખવાડિયા પછી મેળો ભરાવાનો હતો.મેળામાં માલવા માટે શહેરના લોકો પણ આવતા હતા. જેથી કેડિયું, બાંધણી અને ઘર શણગારની ચીજવસ્તુ શહેરીજન માટે આકર્ષણ વધુ હતું. હીરલીનું ભરતગૂંથણ ખુબજ રમણીય અને અલાયદું હતું.આ મેળો એના માટે સોનેરી પ્રભાત ખીલવી જવાના એંધાણ લઈને આવવાનો હતો...




ક્રમશ.......