Jokar - 56 in Gujarati Classic Stories by Mehul Mer books and stories PDF | જોકર – સ્ટૉરી એક લુઝરની – 56

Featured Books
  • રૂપિયા management

    પુરુષ ની પાસે રૂપિયા હોય તો સ્ત્રી નગ્ન થઈ જાય અને પુરુષ પાસ...

  • આપણા ધર્મગ્રંથો - ભાગ 1

    વાંચક મિત્રો સહજ સાહિત્ય ટીમ ધાર્મિક બાબતો વિશે માહિતી લઈ અવ...

  • સેક્સ: it's Normal! (Book Summary)

                                જાણીતા સેકસોલોજિસ્ટ ડોક્ટર મહેન્...

  • મેક - અપ

    ( સત્ય ઘટના પર આધારિત )                                    ...

  • સોલમેટસ - 11

    આરવ અને રુશીને પોલીસસ્ટેશન આવવા માટે ફોન આવે છે. આરવ જયારે ક...

Categories
Share

જોકર – સ્ટૉરી એક લુઝરની – 56

જોકર – સ્ટૉરી એક લુઝરની

ભાગ – 56

લેખક – મેર મેહુલ

મારી પાછળ વિક્રમ દેસાઈના માણસો પડ્યા હતા.તેઓ મને દોડતા જોઈ ગયાં હતાં.મારી પાસે હાલ છુપાવા સિવાય કોઈ રસ્તો નહોતો કારણ કે હું એકલો હતો અને એ આઠ-દસ લોકો.થોડે દુર જતાં મને ડાબી બાજુ બાવળની વાડ દેખાઇ.ત્યાંથી ખેતરમાં એક રસ્તો જતો હતો.હું ખેતરોમાં જ મોટો થયો હતો.આ ખેડેલા ખેતરમાં હું પવનવેગે દોડતો હતો જ્યારે પેલાં લોકો મહામહેનતે ચાલી શકતાં હતાં.

ખેતર પૂરું થયું એટલે મેં તે લોકોને પાછળ રાખી દીધાં હતાં.એ ખેતરની વાડ ઓળંગીને હું બીજા ખેતરમાં પહોંચી ગયો.ત્યાં કુવા પાસે એક ઓરડી હતી.હું એ ઓરડીમાં જઈને લપાઇ ગયો.મને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી.હૃદયના ધબકારા પણ હું સાંભળી શકતો હતો.

થોડીવારમાં એ લોકો પણ બીજાં ખેતરમાં પહોંચી ગયા.

“ગોત એ સાલાને નહીંતર આપણી ખેર નહિ”તેમાંથી એક વ્યક્તિ બોલ્યો.

“અહીં જ ક્યાંક છુપાયો હશે”બીજો વ્યક્તિ બોલ્યો, “થોડાં લોકો પેલાં ઝાડ તરફ જાઓ અને બે લોકો મારી સાથે આવો”

હું ડરી ગયો હતો.મારું મોત મને નજર સામે દેખાય રહ્યું હતું.હું એવી જગ્યાએ છુપાયો હતો ત્યાં તેઓ પહેલાં શોધવાના હતા અને બન્યું પણ એવું જ.બે લોકો ઝડપથી ઓરડીમાં ઘુસ્યા અને મને દબોચી લીધો.હું તેઓના હાથમાં આવી ગયો હતો.તેઓ મને ઢોર માર મારી રહ્યા હતા.હું જોરજોરથી બચાવોની બૂમ પાડી રહ્યો હતો પણ દુરદુર સુધી મારો અવાજ સાંભળવાવાળું કોઈ નહોતું.તેઓ મને ઢસડીને બહાર લઈ આવ્યા.મને ઉપરા ઉપરી લાતો પડી રહી હતી. હું કણસતો રહ્યો પણ કોઈ અટક્યું નહિ.આખરે જ્યારે તેઓમાંથી એક વ્યક્તિએ મને વિક્રમ દેસાઈ પાસે લઈ જવાની વાત કરી ત્યારે તેઓ અટક્યા અને મને ખેંચીને રોડ પર લઈ આવ્યા.

થોડીવારમાં એક વેન આવી.મારાં હાથ-પગ બાંધી મને વેનમાં નાખવામાં આવ્યો.

“કાળું બોસ તો આજે તને વધાવી લેવાના છે”એક વ્યક્તિએ કહ્યું, “તને કેવી રીતે ખબર પડી એ ઓરડીમાં છુપાયો છે એ?”

“કાળુનું દિમાગ છે બકા, દુશ્મનથી એક કદમ આગળનું વિચારે છે”કાળુએ પોતાનાં જ વખાણ કરતાં કહ્યું.

“બોવ દોડાવ્યા આ હરામીએ”પેલાં માણસે કહ્યું, “બોસ તો આનો કચુંબર જ બનાવી નાખવાના છે”

“બિચારો સારું કામ કરતો હતો,કારણ વિના બોસના હાથમાં આવી ગયો”રેંગાએ બ્રેક મારીને કહ્યું.મને ફરી ફાર્મહાઉસ પર લાવવામાં આવ્યો હતો.તેઓ મને વેનથી ઢસડીને અંદર લઈ ગયાં.મારું પૂરું શરીર લોહી લુહાણ થઈ ગયું હતું.હું હલનચલન કરી શકું એ હાલતમાં પણ નહોતો.મને વિક્રમ દેસાઈ સામે હાજર કરવામાં આવ્યો.હું તેની સામે ચત્તે પાટ પડ્યો હતો.મને જોઈને પહેલાં એ ગાળો બોલ્યો અને પછી એકાએક ત્રણ-ચાર લાત મારા ગુડામાં મારી.હું ફંગોળાઈને દૂર પડ્યો અને બેભાન થઈ ગયો.

જ્યારે હું ભાનમાં આવ્યો ત્યારે હું ઝાડની એક ડાળીએ ઊંધો લટકતો હતો.નીચે એક એક પ્લાસ્ટિકની ટાંકી હતી.તે પાણીથી છલોછલ ભરી હતી.એક વ્યક્તિ સામે દોરડું પકડીને ઉભો હતો.વિક્રમ દેસાઈએ તેને ઈશારો કર્યો એટલે એ મારી તરફ થોડો આગળ આવ્યો,મારું માથું નીચે ટાંકીમાં જતું રહ્યું. પેલાં માણસે દોરડું ખેંચ્યું એટલે હું ફરી ઉપર તરફ આવ્યો.આવું એણે ત્રણથી ચારવાર કર્યું.

પછી વિક્રમ દેસાઈ મારી નજીક આવ્યો,મારી બોચી પકડી મારું માથું ઊંચું કર્યું.

“બોલ ક્યાં છે એ ડેટા?”તેણે મારાં વાળ ખેંચીને કહ્યું.

“તું મને મારી નાંખે તો પણ તને હું નહિ જાણવું”મેં નીડર થઈને કહ્યું.મને હવે મોતનો ડર નહોતો લાગતો.

“એ તો તું મરવાનો જ છે પણ આટલી આસાનીથી નહિ.તારાં કારણે મારે કરોડોનું નુકસાન થયું છે.જોકરના ડરને કારણે મારાં કસ્ટમર ડરવા લાગ્યાં છે.હું એ નુકસાનનો બદલો તારાં એક એક શ્વાસ સાથે લઈશ.તું મૌતને ભેટવા મને પ્રાર્થના કરીશ પણ હું તને બક્ષીશ નહિ”

“તારાથી થાય એ કરી લે પણ તારે જે જોઈએ છે એ તને નહિ જ મળે અને તારી જાણકારી માટે કહી દઉં,તારાં દિવસો પણ હવે પૂરાં થઈ ગયા છે. યમરાજ સાથે જલ્દી ક તારી મુલાકાત થવાની છે”

“હાહાહા,કોણ કરાવશે મિટિંગ,તું?”તેણે હસીને કહ્યું.

“હું નહિ તો કોઈ બીજું પણ તું હવે થોડાં દિવસનો મહેમાન છે એટલું સમજી જજે”

“રેંગા આનાં શરીરમાં જ્યાં સુધી એક ટીપું લોહી વધે ત્યાં સુધી એને મારો અને મરવાની હાલતમાં કાંટાઓમાં ફેંકી આવો.આપણે એ ડેટા મેળવી લેશું.આ જ્યાં સુધી મારી નજર સામે રહેશે ત્યાં સુધી મને ચેન નહિ મળે”વિક્રમ દેસાઈએ હુકમ કર્યો અને ખુરશી પર જઈ બેસી ગયો.

એ ગયો પછી રેંગાએ બાજુમાં રહેલી હોકીની સ્ટીક ઉપાડી.મારી તરફ આવ્યો અને મને મોંઢાના ભાગમાં સ્ટીક મારવા લાગ્યો.

“હજી કહું છું ડેટા ક્યાં છે એ બતાવી દે,આનાથી આસાન મૌત મળશે તને”રેંગાએ કહ્યું.

મારાં મોંમાં લોહી આવી ગયું હતું.મારી જીભમાં દાંત પેસી ગયાં હતાં.લોહીનો કોગળો કાઢી હું થુંક્યો અને કહ્યું,“તારો બોસ કંઈ ના કઢાવી શક્યો તો તારી જેવો બે કોડીનો માણસ શું કઢાવી શકવાનો છે?”

“તને ખબર છે આ કોડીનો માણસ તારો બાપ બનવા જઈ રહ્યો છે.કાલે જ તારી માં સાથે મજા કરી છે.રડતી હતી પણ તને તો ખબર છે હવસ જ્યાં સુધી શમી નથી જતી ત્યાં સુધી કોઈ અટકતું નથી.મને અફસોસ એ વાતનો છે કે મારે જ મારાં સાવકા દીકરાને મારવો પડે છે”

અચાનક મારો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી ગયો.મેં શરીરમાં હતું એટલું જોર કર્યું,કમર સુધી ઊંચો થયો અને તેના નાક પર માથું માર્યું.એ નીચે પટકાયો.

“*** તારી આ મજાલ”ગાળ આપી એ નાક ચોળતો ચોળતો ઉભો થયો અને મને સામે નાક પર મુક્કો માર્યો.મને તમ્મર ચડી ગઈ.તેણે કામરમાંથી રિવોલ્વર કાઢી અને મારાં કપાળે ટેકવી.

“રેંગા”વિક્રમ દેસાઈએ બૂમ મારી, “જોશમાં આવીને આટલી આસાન મૌત ના આપ એને.એનાં પેટમાં ગોળી માર પણ ધ્યાન રાખજે એ મરવો ના જોઈએ”

રેંગાએ અટહાસ્ય કરીને નિશાનો બદલાવ્યો.તેણે મારાં પેટ પર નાળચુ રાખી ધડાધડ ત્રણ ગોળી છોડી.મેં કવચ પહેર્યું પણ ગોળી સાવ નજીકથી છૂટી હતી એટલે કવચ ચીરીને ગોળી મારાં પેટમાં પેસી ગઈ.હું ચિલ્લાયો.મને અસહ્ય દર્દ થતું હતું.

થોડી જ વારમાં લોહીના ટીપાં પેટથી મારી ગરદન સુધી આવી ગયા અને પછી જમીન પર પડવા લાગ્યા.

મારે ડરવું જોઈતું હતું પણ હું ડરતો નહોતો.ગુસ્સાને કારણે મારી આંખો લાલ થઈ રહી હતી.મારી સામે એ બધી છોકરીઓના ચહેરા ઘૂમી રહ્યા હતા જેઓ આ લોકોને કારણે નર્કમાં પહોંચી હતી.

મેં રેંગાને મારી તરફ આવવા માથું ધુણાવી ઈશારો કર્યો.મારી આંખોમાં અત્યારે શેતાન ઘૂમી રહ્યો હતો.એ ડરવાનું નાટક કરતો કરતો મારી નજીક આવ્યો.

“કાળથી કોઈ ભાગી શકતું નથી.દુનિયા કોઈપણ છેડે છુપાઈ જઈએ તો પણ જેમ બાજ પોતાનો શિકાર શોધી લે છે તેમ કાળ પોતાનાં શિકારને શોધીને ભરખી જાય છે.મને સારાં ઉદાહરણ આપતાં નથી આવડતું પણ એટલું સમજી જજે તારો એ કાળ હું છું.જો તે મને ભૂલથી પણ છોડી દીધો તો તારી તો કબર હું જ ખોદવાનો છું”

“શું કહ્યું સાંભળો છો માલિક”રેંગાએ જોરથી હસીને કહ્યું, “આપણી કબર ખોદવાની વાત કરે છે આ”

રેંગાની વાત સાંભળી સૌ જોરજોરથી હસવા લાગ્યાં.

“તારાં ડાયલોગમાં દમ નથી જોકર”રેંગાએ મારી બોચી પકડીને કહ્યું, “અને તને છોડવાની ભૂલ અમે નહિ કરીએ”

“બસ હવે રમત રમી લીધી હોય તો કામ પૂરું કરો,મોડું થઈ ગયું છે અને મને ઊંઘ પણ આવે છે”વિક્રમ દેસાઈએ એવી રીતે કહ્યું જાણે કોઈ ટોપિક પર વાત થતી હોય અને એ ટોપિક પૂરો કરીને સુવા જવાની વાત થતી હોય.

“જી માલિક”કહેતાં તેણે મારાં માથામાં એક પ્રહાર કર્યો.એ જ સેકેન્ડે મારી આંખો બંધ થઈ ગઈ.પછી શું થયું એ મને ખબર નથી.મારી આંખો ખુલ્લી ત્યારે તમે લોકો મારી સામે હતા”જૈનીતે વાત પૂરી કરી.

“આગળ શું થયું એ હું તને જણાવું”કહેતાં ખુશાલે વાત શરૂ કરી.

ખુશાલે તેની સાથે જે જે ઘટના બની હતી એ કહી.એ કેવી રીતે ગુસ્સામાં મર્સીડી ચલાવતો હતો,કેવી રીતે વેનને ટક્કર મારી અને કેવી રીતે જૈનીતને બંગલે લઈ આવ્યો એ બધી વાત ખુશાલે કહી સંભળાવી.જ્યારે ખુશાલે વાત પૂરી કરી ત્યારે સૌ ખુશાલ સામે અચરજ ભરી નજરે જોઈ રહ્યા હતા.સૌ જાણતાં હતા કે જો ખુશાલ ખરા સમયે જૈનીત પાસે ના પહોંચ્યો હોત તો આજે જૈનીત જીવતો ના હોત.

હવે સમય બદલાયો હતો.અત્યાર સુધીમાં વિક્રમ દેસાઈએ વાર કર્યા હતાં પણ હવે જૈનીતનો વારો હતો.પોતાની સાથે બનેલી ઘટનાનો ગણીગણીને બદલો લેવાનો આ સમય હતો.

(ક્રમશઃ)

જૈનીત અને તેનાં સાથીદારો કેવી રીતે વિક્રમ દેસાઈ સુધી પહોંચશે?,વિક્રમ દેસાઈ પણ ખુંખાર માણસ હતો.લોહીને એ પાણીની જેમ રેલાવતો.જૈનીત તેનાં હાથમાંથી છટકી ગયો છે એની જાણ તેને થઈ ગઈ હતી તો એ સામે શું પગલાં લેવાનો હતો?

સ્ટૉરી અંત તરફ જઈ રહી છે.બંનેમાંથી કોઈ પણ પીછેહઠ કરવામાં માનતા નથી તો આખરે કોણ બાજી મારશે એ જાણવા વાંચતા રહો, જોકર – સ્ટૉરી એક લુઝરની.

-મેર મેહુલ

Contact - 9624755226