sanghrsh ni bhatthi - 3 in Gujarati Women Focused by Bhavesh Lakhani books and stories PDF | સંઘર્ષ ની ભઠ્ઠી ભાગ - ૩

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

સંઘર્ષ ની ભઠ્ઠી ભાગ - ૩

સંઘર્ષ ની ભઠ્ઠી

ભાગ - ૩


સોની ની સામે જોતાંની સાથે જ મૃદુલાએ ત્રાડ પાડી કે, નખોદણી...., નખ્ખોદ જાય તારું...!! આ તે શું કર્યું...?? એમ કરીને એતો સોની પર લાકડી લઈને તૂટી જ પડી. એંશી વર્ષના દિવાળી બા એ મધ્યસ્થી કરવાની ખુબજ કોશિશ કરી પરંતુ મૃદુલા તો સોનીની જાણે ભવો ભવ ની વેરી હોય તેમ લાકડીના પ્રહારથી દાજ ઉતારવામાં જ વ્યસ્ત હતી. છેવટે એંશી વર્ષના વૃદ્ધા એવા દિવાળી બા એ જેમ ભગવાનને રિઝવતા હોય તેમ બે હાથ જોડીને મૃદુલાને કહેવા લાગ્યા કે, હવે મહેરબાની કરીને ભગવાનથી તો ડર..!! તારા રઘુને કઈ પણ થયું નથી. અને વાસ્તવમાં રઘુ તો હવે મોજથી રમવા પણ માંડયો હતો. મૃદુલાના અસહ્ય ત્રાસ ને આજુબાજુના પાડોશીઓ ટોળે વળીને જોતા હતા. છેવટે શરમ ના ડરથી મૃદુલાએ સોનીને માફી આપી. સોની તો બિચારી કહેતી જાય કે , માં આમાં મારો દોષ નથી એતો જોરીનું એક નાકુ તૂટી ગયું એટલે આમ થયું. પણ સાંભળે કોણ...??

એ દિવસે સોનીને બહુજ સખત માર પડયો. એ દિવસે બપોરે એને જમવાનું પણ ન મળ્યું. અસહ્ય મારથી તેનું આખું શરીર વેદના થી પીડાતું હતું. તે ઘરની બહાર આવેલા છાપરા નીચે કણસતી કણસતી રડતી જતી હતી. આજુબાજુના પાડોશીઓમાં પણ સોની ને વારંવાર વગર વાંકે અપાતા ત્રાસની જ ચર્ચાઓ થતી હતી. સાંજ થવા આવી એટલે દશરથ કામ પરથી આવ્યો. એણે જોયું તો ઘરની બહાર ના છાપરા નીચે સોની થરથર કાંપતી ટૂંટિયું વળીને સૂતી હતી. દશરથે એની નજીક જઈને જોયું તો સોની નું શરીર સખત તાવથી રખરખતું હતું. દશરથ સમજી ગયો કે આજે પણ કંઈક અઘટિત બનેલું છે. એ મનોમન પામી ગયો કે આજે પણ સોનીને ઢોર માર મારવામાં આવ્યો છે. દશરથ હજુ ઘરમાં પ્રવેશ્યો ન હતો ત્યાં આજુબાજુમાં રહેતા પડોશીઓમાંથી બે-ચાર જણ દશરથ પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે, તારે જો તારી દીકરી સોનીને જીવતી જ રાખવી હોય તો આ ઘરથી દૂર કરવી પડશે. દશરથ બધુજ સમજતો હતો પણ લાચારી એની જિંદગીમાં ઘર કરી ગઈ હતી. વારંવાર દશરથની આંખોના ખૂણા ભીંજાઈ જતા. એ મનોમન પોતાની જાતને ધિક્કારતો રહેતો હતો. પોતે એક બાપ હોવા છતાં પણ કઈ કરી શકતો નથી. તે રાત્રે દશરથે પોતાની થાળી માંથી પોતાના હાથે સોનીને જમાડી. તે જમાડતા જમાડતા સોનીના શરીર પર જે ચાંઠા જોયા તે જોઈને એનું અંતર અનંત વેદનાઓથી ઉભરાઈ ગયું.

સોની સાથે થતા અન્યાય અને અત્યાચાર થી દશરથ ખુબજ વ્યથિત હતો. એને ખાવી-પીવું ન ભાવતું હતું. તેની રાતોની ઊંઘ હરામ થઇ ગઈ હતી. તેનું કામમાં ચિત ચોંટતું ન હતું. હવે તો દિનપ્રતિદિન તે ઊંડા વિચારોમાં ડૂબેલો જ રહેવા લાગ્યો હતો. પોતાની નજર સામે પોતાની સગ્ગી દીકરી એક સાવકી માં નો એવો અન્યાય સહન કરતી કે જેણે ક્યારેય કોઈ ગુન્હો કર્યો જ નથી હોતો, ઘણી વખત તો દશરથને મૃદુલાનો અત્યાચાર જોઈ મનમાં શંકા થતી કે કદાચ મૃદુલા મારી દીકરી સોની ને મારી નાખવા માટે કોઈ સડયંત્ર તો નથી બનાવતી ને....?? આવા ઘણાબધા નકારાત્મક વિચારોથી દશરથનું મન વિચારોના વમળમાં ઘૂમરી મારવા લાગતું હતું.

એ સોની પર હવે વધારે ધ્યાન આપવા લાગ્યો હતો. દિવસ-રાત તે સોનીની જ ચિંતા કર્યા કરતો રહેતો. દિવસે જયારે એ કામ પર ગયો હોય ત્યારે એ સોનીની જવાબદારી પોતાના પડોસીઓને સોંપી જતો હતો. આમ દુઃખ...,કષ્ટી..., અને વેદના જેવા શબ્દો જેમ સોનીની વય વધતી એજ રીતે એ શબ્દોનું વજન પણ વધતું જતું હતું. સાવકી માતાનો ગોઝારો ત્રાસ સહન કરીને સોની બાર વર્ષની થઇ ચુકી હતી. સોનીની ઉમર વધતા ની સાથે એના પર કામનું ભારણ પણ વધતું જતું હતું. બાર વર્ષ જેવી કુણી વયમાં સોની ને એક નોકરાણી જ બનાવી દીધી હતી. મૃદુલા તો હવે મહારાણી ની જેમ આરામ કર્યા કરે અને રઘુને લાડ લડાવ્યા કરે. રઘુ પણ હવે અઢી વર્ષનો થઇ ગયો હતો એટલે એની માંગ પણ વધતી જતી હતી.

સોની ભણવામાં ખુબજ હોશિયાર હતી પરંતુ ઘરકામના લીધે ઘણી વખત તેનું ગૃહકાર્ય અધૂરું રહેતું હતું. તો શાળાએથી પણ ઠપકો મળતો રહેતો. દશરથની જિંદગી તો જાણે રોજ ઉઠીને જાણી જોઈને ઝેર પીવા જેવી હતી. તે બધુજ પોતાની સગ્ગી આંખથી જોતો છતાં પણ કઈપણ કરવા માટે તે અસમર્થ હતો. સોની પર લાગતા જૂઠ્ઠા દોષારોપણ જોઈ તે મનોમન રડી લેતો હતો. હવે તો ભાઈ રઘુ પણ મોટો થતો જતો હોવાથી એનું કામ પણ વધતું જતું હતું. સાત વર્ષની નાની એવી વયમાં સોની એ તો જાણે માનવ જીવનની ત્રણેય અવસ્થા જીવી લીધી હોય એવું લાગત હતું. કોઈને પણ માન્યામાં ન આવે તેવા અદભુત અને ચમત્કારિક કાર્યો કરવામાં હવે સોની બધીજ રીત ઘડાઈ ચુકી હતી.

એક દિવસ સાંજે દશરથ કામ પરથી આવ્યો ત્યારે એને પોતાની આંખો પર વિશ્વાસ બેસતો ન હતો. એની આંખો સમક્ષ એવું દ્રશ્ય રચાયેલું હતું કે જેની દશરથે ક્યારેક કલ્પના પણ કરી ન હોય....!! પોતાની પત્ની મૃદુલા પોતાની સગ્ગી દીકરીને જેમ ખવડાવતી હોય એમ સોનીને પોતાના હાથથી ખવડાવતી હતી. કેટલા વર્ષે પહેલીવાર આવું સોહામણું દ્રશ્ય જોયું એટલે દશરથને કેમેય કરીને વિશ્વાસ બેસતો ન હતો. પણ મનથી તે ખુબજ ખુશ હતો. એ એવું પણ વિચારતો હતો કે કદાચ મૃદુલા ને બ્રમ્હજ્ઞાન પણ આવી ગયું હોય તો....!! દશરથને પોતાના ઘરમાં ચમક-દમક આવતી હોય એવો એહસાસ થવા લાગ્યો હતો. હવે તો મૃદુલા સોનીને પણ રઘુની જેમ જ માન આપતી..., પોતાના હાથથી ખવડાવતી..., પોતે સોનીને વાળ પણ ઓળાવી આપે..., અને અનહદ પ્રેમ સોની પર ઢોળ્યાં કરે. આટલા બધા તત્વો એકસાથે મળવાથી સોની પણ ખુબજ ખુશ હતી. પોતાની દીકરી સોનીને ખુશ જોઈને પિતા દશરથ પણ ખુશ થઇ જતો હતો. જાણે કુદરતની મહેર થઇ હોય એમ સૌ સારા વાના ચાલતા હતા.

થોડા દિવસ તો આમને આમ સારું ચાલ્યું પરંતુ સારા દિવસો પ્રભુને કદાચ મંજુર નહિ હોય એવો એક અણબનાવ બન્યો. એક સાંજે ઘરના બધાજ સભ્યો જમતા હતા. જમતા-જમતા અચાનક જ સોની ને ચક્કર આવવા લાગ્યા અને એ ઢળીને જમીન પર ચત્તીપાટ પડી ગઈ. એનો શ્વાસ થોડો થોડો રોકવા લાગ્યો. એની આંખો બંધ થતી જતી હતી. દશરથના મોં માંથી રાડ ફાટી ગઈ પણ મૃદુલા ના મુખ પર તો કોઈ પણ જાતની દુઃખની લકીરો જણાતી ન હતી. દશરથ બધું જ સમજી ગયો પણ એની પાસે દલીલ કરવાનો સમય ન હતો. એ તો સોનીને પોતાની ગોદમાં ઉઠાવીને દવાખાના તરફ દોડયો. ગામના એ નાનકડા દવાખાનાના ડૉ. નાનજી સાહેબ બસ દવાખાનું બંધ કરીને પોતાના ઘરે જવાની તૈયારી કરી જ રહ્યા હતા ત્યાં તો દશરથ પોતાની વર્ષની દીકરો સોની ને ગોદમાં ઉઠાવી ને દવાખાનામાં દાખલ થયો. તેના મુખમાંથી વેદનાના સણકાઓ સાથે એકજ શબ્દ નીકળતો હતો. '' એ સાહેબ મારી સોની ને બચાવો..., બચાવો..., એણે બચાવી લો સાહેબ....!! એક બાપના મુખ પર નિસાસા સ્પષ્ટ દેખાઈ આવતા હતા. ડૉ. સાહેબે તરતજ જરૂરી ઇન્જેક્સનો અને દવાઓ આપીને યોગ્ય સમયે સારવાર આપીને સોનીને બચાવી લીધી. સોની હવે મોતના ભયમાંથી બહાર હતી. જતા-જતા દશરથે ડૉ. નાનજી સાહેબ ને સોની ને આમ થવાનું કારણ પૂછ્યું તો જાણવા મળ્યું કે, સોની ને જમવામાં એક પ્રકારનું મીઠું ઝેર આપવામાં આવ્યું હતું. દશરથને શંકા તો હતી પણ એ ડૉ. સાહેબ પાસેથી સ્પષ્ટતા કરવા માંગતો હતો. થોડી દિવસ પહેલાની તેમની ધારણા સાચી પડી. હવે તે સમજી ગયો કે મૃદુલા આટલો કૃત્રિમ સ્નેહ શા માટે આપતી હતી...!! તે સમજી ગયો કે હવે અહીંયા સોની ની જિંદગી ને પૂરતું જોખમ છે માટે મારે મારી સોની માટે કંઈક તો વિચારવું જ પડશે.

ભગવાનની કૃપા થઈ હોય એમ અચાનક જ દશરથના મનમાં એક આત્મસ્ફૂર્ણા થઇ અને તે તરત જ જબકિ ઉઠ્યો. તેના મનમાં ઘણા વિચારોના ઘોડાઓ દૌડવા લાગ્યા હતા. તેને મનમાં એક ગાંઠ વાળી લીધી. થોડો સમય થયો એટલે સોની ભાનમાં આવી ગઈ. દશરથ દીકરી સોની ને લઇ ચાલતો થયો પણ તેના પગલાં પોતાના ઘર તરફ નહીં પણ બીજી જ દિશામાં ચાલતા હતા.....


ક્રમશ......


ભાવેશ લાખાણી