Avanti - 6 in Gujarati Fiction Stories by Ayushiba Jadeja books and stories PDF | અવંતી - 6 ( રંગમાં ભંગ )

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

અવંતી - 6 ( રંગમાં ભંગ )

અવંતી


પ્રકરણ :-4 રંગમાં ભંગ


વહેમનું બીજ રોપાય એટલે એને ઘટાદાર વડ બનતા વાર નથી લાગતી. એમાં માત્ર થોડા એવા કિસ્સા જ કાફી હોય છે. અને પછી આ ઘટાદાર વડની વડવાઈઓ સંબંધનું ગળું દાબીદે છે. એજ મહારાણી રીતપ્રિયા સાથે થઈ રહ્યું હતુ. એમ તો મહારાણી રીતપ્રિયા ઘણું સમજુ હતી.. જાણતી હતી કે બીજાની વાતમાં આવીને પોતાનો સંસાર ના બગાડાય, પણ વાત અહીં પુત્રોની આવી જતી એટલે પુત્રોનો મોહ અને સમજણ વચ્ચે પુત્રોનો મોહનો પલળો ભારે થતો. છતાં એમને એવા વિચાર પણ આવતા કે મારાં બંને કુમારોનું ભાવિ આ કોમલ પુત્રી શું બરબાદ કરી શકે? શું મહારાજ એવો ભેદ કરી શકે? શું મને બહેન માનતી અંશુયા મારા જ પુત્રોને...? ઓહ... આ શું વિચારું છું... હું... કેવા વિચારો કરું છું. હું મહારાજ પર શંકા કરુ છું. ના... ના... મારે આવા વિચારો ના કરવા જોઈએ. એમ મનમાં કહી મહારાણી રીતપ્રિયા બીજી તરફ મન વાળે છે. પણ પુત્રનો મોહ એક માં ને એના પુત્ર તરફ ખેંચતો હતો.. અને ભાવિનો વિચાર કરવા મજબુર કરી રહ્યો હતો.

" ક્યાં વિચારોથી વ્યથીત થઈ રહ્યા છો મહારાણી? " - મહારાજા મેઘવત્સ જમતા જમતા બોલે છે.

".. અ..કંઈ જ નઈ મહારાજ ! "- મહારાણી રીતપ્રિયા

" કંઈ જ તો છે જ દીદી, નહીં તો મહારાજ તમને કંઈક કહે અને તમે સાંભળો માહી એવુ સંભવે નહીં... ! "- મહારાણી અંશુયા

" અરે એતો હું કુમારો વિશે વિચારતી હતી કે હજુ રમીને આવ્યા નહીં... ! પરંતુ મહારાજે શું કહ્યું? " - મહારાણી રીતપ્રિયા

" કંઈજ નહીં આતો તમારા વિચારોનો તાગ મેળવવો હતો એટલે હું બોલી ! "- મહારાણી અંશુયા

" ઓહ.. ! વાહ બહેના મહારાણી અંશુયા બહુજ ચતુર છે ! જાણે અજાણ્યે બધો જ તાગ મેળવી લે છે.. ! " - બોલવામાં ચતુર શુલમણિ એવી રીતે બોલ્યો કે મહારાણી રીતપ્રિયાને કહી રહ્યો અને બાકી બધા હસવામાં કાઢી આ વાતને..


બસ આ જ રીતે નાની નાની વાતોમાં મહારાણી રીતપ્રિયાની અંદર રોપાયેલું વહેમનું બીજ દિવસેને દિવસે વધવા લાગ્યું.. અને શુલમણિ પણ એ બીજમાં પોતાના શબ્દોથી પાણી સિંચતો રહેતો.. રીતપ્રિયા ઘણા જ પ્રયત્નો કરતી આ બીજને કાઢવાની પણ આખરે એની પુત્ર પ્રત્યેનો મોહ વધુ પડતો મોહ એને વધુને વધુ ઊંડું ગાળી દેતું.


અને બીજી બાજુ કોમલ પુષ્પ સરીખી અવંતી પોતાની બાળક્રિયા દ્વારા બધાના હૃદયમાં એક અલગ અને આગવી છાપ મૂકી જતી. નિખાલસ હસી કોઈને પણ તરત જ પોતાના કરી લેતી. અને એની અસર મહારાણી રીતપ્રિયા પર પણ થતી. પણ જ્યાં ગંદકી હોય તો આજુ બાજુ વાસ આવે જ એમ શુલમણિના સાથની અસર રીતપ્રિયા પર પણ થતી. અને આવી જ રીતે પુત્રીપ્રેમ ના કારણે મહારાજ એ બાબત પર વધુ ધ્યાન ના ગયું.


..............
આ બાજુ પણ આખરે એક માસ બસ મહારાજા શિવદત્તને અવંતી જવાનુ થયું, અને મહારાજ શિવદત્ત અવંતી જવાની તૈયારી કરી નાખી. આજે મહારાજ બહુજ ખુશ છે. ઘણા દિવસ પછી એમના પરમ મિત્રને મળશે. અને એ પણ એક ખુશીનો અવસર છે. અને સોનામાં સુગંધ ભળે એવી વાત છે કે એમના મિત્રનું કુળ શ્રાપમાંથી મુક્ત થયું. અને એના નિમિત્ત મારા મિત્ર થયાં એ બાબત એમને વધારે હર્ષ આપતી.

મહારાજ શિવદત્ત અવાજ હર્ષના વિચારોમાં હતા અને ત્યાંજ..,

" મહારાજની જય હોં ! " - મંત્રી વિભુસણ

" શું આયોજનની તૈયારી થઈ ગઈ છે? " - મહારાજા શિવદત્ત

" ક્ષમા મહારાજ ! પરંતુ મહારાજ એક દુઃખદ સમાચાર છે ! " - મંત્રી વિભુસણ

" શું? દુઃખદ સમાચાર? કોઈ પણ સંકોચ વગર કહોં, શું છે સમાચાર? " - મહારાજા શિવદત્તના આ વાક્યમાં સર્વકોઈ પરિસ્થિતિનો સામનો કારવાની તત્પરતા જોવા મળી...

" મહારાજ ! ચારુક રાજ્યમાં મહારાણી ચારુમતીના અનુજ ભાઈના જયેષ્ઠ પુત્રનું સર્પના દંશથી અવસાન થઈ ગયું... ! "- મંત્રી

" ઓહ... ! હાય..... ! " - મહારાણી ચારુમતી આ વાત સાંભળીને એ જમીન પર જ બેસી ગઈ,

" મહારાણી સંભાળો " - મહારાજા શિવદત્ત મહારાણી અંશુયાની પાસે જતા બોલે છે

" મંત્રીવર, હાલને હાલ ચારુક પ્રદેશ જવાની તૈયારી કરો ! "- મહારાજા શિવદત્ત

" જો આજ્ઞા મહારાજ ! " - મંત્રી

" મહારાજ ! તમારે તમારા મિત્ર પાસે જવાની તીવ્ર ઈચ્છા હતી, તમારે જવું હોય તો જઈ શકો છો.. ! હું ચારુક પ્રદેશ જઈ આવુ ! " - મહારાણી સ્વસ્થ થઈને મહારાજને કહે છે.

" ના મહારાણી ! ત્યાં અવંતી પછી જઈ આવીશ.. ! હાલ આપણે ચારુકપ્રદેશ જવું વધુ અગત્યનું છે. " - મહારાજ શિવદત્ત

" પણ તમે સંદેશો પાઠવ્યો એનું શું? " - મહારાણી ચારુમતી

" એ હું બીજો સંદેશો મોકલી આપીશ ! અત્યરે આપણે ચારુક પ્રદેશ જઈએ ! " - મહારાજ શિવદત્ત

" સારુ... ! "- મહારાણી ચારુમતી

ભારે હૈયે મહારાણી અને મહારાજ શિવદત્ત મંત્રીવરને થોડાક દિવસોનો રાજ્યનો કારભાર સોંપીને ચારુક પ્રદેશ જવા નીકળે છે. માર્ગમાં જતા મહારાણી ચારુમતી ઉદાસ હૈયું એમની આંખો ભરી દેતું હતુ.ઘણા સમય બાદ આવી ભાઈના ઘરની ખીલખીલાહટ આવી રીતે ભેંકાર બનશે એવી કોને ખબર હતી અને મહારાજ પણ એજ વિચારતા હતા, અને જતા જતા ક્યાંકને ક્યાંક એમને મિત્રમિલાપમાં ભંગ પડ્યો એ પણ ખૂંચતું હતુ. અને એ મહારાણી ચારુમતી ભરેલી આંખો સાથે પણ જોઈ શકતા હતા.. કેવા છે આ પ્રારબ્ધના ખેલ? શું વિચાર્યું હોયને શું થઈ જાય છે? જીવનની સૌથી મોટી ઘટના એક જ ક્ષણમાં નક્કી થઈ જાય છે.

.....................................


આ બાજુ મહારાણી રીતપ્રિયાના હૃદયમાં અવંતિકા અને મહારાણી અંશુયા પ્રત્યે પુરે-પૂરુ ઝેર ઘોળી નાખ્યું હતુ શુલમણિએ. બસ હવે તો મહારાણી રીતપ્રિયા પણ કોઈપણ રીતે મહારાણી અંશુયા અને અવંતિકાના બદલાની આગમાં બળી રહી હતી. કોઈપણ રીતે બસ બદલો વાળવો હતો.
અને શુલમણિ પણ પોતાના વતન તો મોટાભાઈ મહારાજા રુતાક નું રાજ્ય હતુ.તેથી તે અહીં જ રહેતા. અને અવંતિકા નગરીનો એક હિસ્સો જ બની ગયા હોય એમ. અને એ ખુશ પણ હતા પોતાનું કામ પર થવા પામ્યું હતુ. બીજાના ઘરનું ભંગાણ.એક પછી એક પાસા નાખતા ગયા એમ રીતપ્રિયાના મનમાં વધુ ઝેર ઘૂંટાતા ગયું અને રીતપ્રિયા પણ ઘણું શીખી ગઈ હતી એમની પાસે મીઠાં શબ્દોના ઝેર બોલતા.

આ વાતથી તદ્દન અજાણ મહારાજા મેઘવત્સ અને મહારાણી અંશુયાને પણ એમના સ્વભાવમાં થોડીક આશંકા ગયેલી પણ મહારાણી રીતપ્રિયાના દેખાવી વર્તનથી દબાઈ જતી.

.....................


અને આ બાજુ થોડોક સમય મળતા શિવદત્ત ચારુક રાજ્યમાં હોઈને જ પોતાના એક દૂત દ્વારા અવંતી રાજ્યમાં સંદેશો મોકલ્યો હતો. અને એનો આવો જવાબ નીકળશે એવુ એમને સપનામાં પણ નહોતું વિચાર્યું. અને એમના આવા મુખની રેખા જોઈને મહારાણી ચારુમતી એ પૂછ્યું...


" શું કંઈ થયું છે મહારાજ? કેમ આટલા ચિંતિત દેખાવ છો? " - મહારાણી ચારુમતી

" મહારાણી મને સહેજે પણ વિશ્વાસ નથી આવતો કે.... ! " - મહારાજ શિવદત્ત એટલું જ બોલ્યા અને હાથમાં રહેલો સંદેશ જોઈ રહ્યા.

" શું છે એ સંદેશમાં? અને કોનો છે એ સંદેશ? " - મહારાણી રીતપ્રિયા

મહારાજ નિઃશબ્દ હોવાથી મહારાણી ચારુમતીએ મહારાજના હાથ માં રહેલો સંદેશો લઇને પોતે જ વાંચવા લાગ્યા.અને વાંચતાની સાથે જ પોતે પણ ચકીત થઈ રહ્યા... શું આવું બની શકે..?


" મહારાજ નક્કી કોઈ ગલતફેમી છે મહારાજ નહીં તો આવો સંદેશ આવે જ નહીં... ! "- મહારાણી ચારુમતી

" જાણું છું મહારાણી..... પોતાના કરતા પણ વધુ વિશ્વાસ છે મને ! એટલે જ મહારાણી મારે કાલ ને કાલ જવું પડશે... ! " - મહારાજ શિવદત્ત.

" હા મહારાજ... ! શું હું પણ આવુ...? " - મહારાણી ચારુમતી

" ના... ના... મહારાણી.. ! તમે અહીં જ રહી હું જઈ આવુ છું..? " - મહારાજ શિવદત્ત

" સારુ... " - મહારાણી ચારુમતી..



....................................