અઘુરી પ્રેમ કહાની ભાગ -1 માં સુરભી અને કિશન ની પ્રેમ કહાની વર્ણવી છે. તે એકબીજાને અનહદ પ્રેમ કરતા હતાં. એનો પ્રેમ અઘુરો કઈ રીતે રહી ગયો એ જાણીએ આપણે આ કહાનીમાં......
પ્રસ્તાવના,
"પ્રેમ............આ શબ્દ બોલવો ખુબ જ સહેલા છે. પરંતુ, નિભાવવો એટલો જ અઘરો છે".
થોડા સમય પહેલાની આ વાત છે, સુરભી નામની એક છોકરી ડોકટર હતી, તેણી દવખાનામાં કામ કરતી ત્યાં એક કિશન નામનો છોકરો પણ કામ કરતો હતો. તે બંને એકબીજાથી અજાણ હતા. પરંતુ, સાથે કામ કરવાથી રોજ એકબીજાને મળવાનું થતુ હતું. બંને ઘીમે ઘીમે એક બીજા ને ઓળખવા લાગ્યા. એકબીજાની મદદ કરતા, કેમ છે ? શું ચાલે ? પુછવા લાગ્યા એકબીજાને. પછી મિત્ર બન્યા એકબીજાના, સાથે જમતા વાતો કરતા અને કામ કરતા;
એક દિવસ એવો આવ્યો કે અચાનક સુરભી ને રાત્રી ના સમયે દિલની તકલીફ થવા લાગી, ત્યારે તેણે ખૂબજ દુ:ખાવો થતો હતો. ત્યારે માત્ર સૌથી પહેલા કિશનની યાદ આવતા તરત જ તેણીએ કિશનને ફોન કર્યો અને કિશનને રડતાં રડતાં પોતાના દિલની તકલીફ જણાવી. આ બઘું સાંભળી કિશન ખૂબજ ચિંતામાં આવી ગયો તેમ છતાં તેણે સુરભી ને સંભાળી અને સમજાવી તેને હિંમત આપી કે બઘું જ બરોબર થઈ જશે તું ચિંતા ન કર, હું તારી સાથે છું. કિશન સુરભી ને પ્રેમ કરતો એ વાત તેણે સુરભી ન કઈ શકતો નહતો છેવટે તેણે સુરભી ને તે રાત્રે પોતાના દિલની બઘી વાત જણાવી દીઘી. તેણે કહયું કે જયારથી એ સુરભી ને મળ્યો ત્યારથી હુ તને પ્રેમ કરવા લાગ્યો છું. આ સાંભળી સુરભી કંઈ બોલીજ ના શકી તેણીએ ફોન મુકી દીઘો.
સુરભીના મનમાં પણ કયાં ને કયાંક કિશન માટે પ્રેમ હતો પરંતુ, એ સમજી શકતી નહોતી.
તેણી આખી રાત કિશનનાં વિચારોમાં ડૂબેલી રહી. બીજી બાજું કિશની પણ હાલત એવી હતી તેને થતું હતું કે મેં આ શું કર્યુ? સુરભી મારા વિશે શું વિચારતી હશે? બંને આ રીતે પુરી રાત વિચારોમાં ડૂબેલાં રહયાં, બીજા દિવસે બંને દવાખાનામાં મળ્યાં, કિશનનાં સામે આવતા જ સુરભી કિશન સામે જોયા વગર ત્યાંથી ફટાફટ જતી રહી કઈ પણ બોલ્યા વગર બે-ત્રણ દિવસ બસ આજ રીતે ચાલ્યા કર્યું, કિશનને લાગ્યુ કે મે સુરભીને મારા દિલની વાત કહી ને ભુલ કરી; તેણે નકકી કર્યું કે તે સુરભી પાસે જઈને માફી માંગી લેશે અને તે સુરભી પાસે માફી માંગવા માટે પહોચ્યો. પણ, કિશન કઈ પણ બોલે એ પહેલાજ સુરભી એ કહયું કિશન મારે તને કંઈક કહેવું છે....!!!! મને સાંજના કામ પુરુ કરી ને મળજે.
કિશન ખૂબજ ગભરાય ગયો..........!!!!!!
તેનાં મનમાં હજારો સવાલ હતા. જેનાં જવાબ એ ખુદ પણ આપી શકતો નહતો.
તે વિચારતો હતો કે હું સુરભી ને કદાચ હંમેશા માટે ખોઈ ના બેસું......
કિશનને કામમાં બિલકુલ મન નહોતું લાગતું તે બસ સુરભીના વિચારમાં ખોવાયેલો હતો. તે શું કામ કરી રહયો હતો તે એને ખુદને પણ ખ્યાલ નહતો તે શું કામ કરી રહયો છે. તે વારંવાર ઘડિયાળ સામે જોઈ રહયો હતો. તે સાંજના સમયની રાહ જોઈ રહયો હતો અને બસ સુરભી તેને શું કહેશે, તે વિચારમાં ડુબેલો હતો. સાંજનો સમય થયો કિશન પોતાનું કામ બાકી છે કે પુરુ થઈ ગયું તે જોયા વગરજ બસ સુરભી ને મળવા માટે નિકળી ગયો. સુરભી પણ કિશનની રાહ જોઈને ઉભી હતી. કિશન ફટાફટ સુરભી પાસે પહોંચયો તે ખુબજ ગભરાયેલો અને ચિંતામાં હતો................
આગળ શું થશે ? સુરભી કિશનને શું કહેશે ? એ આપણે ભાગ-2 માં જોઈશું એ પહેલા તમે જરૂર મને કહેજો આગળ શું થશે .....................???????????