The Author Er.Bhargav Joshi અડિયલ Follow Current Read બેનામની કલમે - 1 By Er.Bhargav Joshi અડિયલ Gujarati Poems Share Facebook Twitter Whatsapp Featured Books Split Personality - 108 Split Personality A romantic, paranormal and psychological t... One-Week Series: Aditya's Odyssey This is the story of Aditya, a student who embarked on the j... First Time in Hostel - A Lesson in Disguise - 2 Two months. Just sixty days.But for me, it felt like a never... The Light Beyond Hatred Sneha Raza had been deeply disturbed for months. For the pas... Insta Empire Reborn - 8 The Crooked Lantern was precisely the kind of place Kevin ex... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by Er.Bhargav Joshi અડિયલ in Gujarati Poems Total Episodes : 1 Share બેનામની કલમે - 1 (44) 1.4k 5.9k 1 બેનામની કલમે💐💐 💐💐 💐💐 💐💐 💐💐 💐💐પ્રણયની ગાંઠથી બંધાય છે કેટલાય સબંધ,એ તાંતણે થી ગૂંચવાય છે કેટલાય સબંધ. 💐💐 💐💐 💐💐 💐💐 💐💐 💐💐ઘાવ મળે તોય ક્યાં સહી શકાય છે,વેદનાઓ હવે ક્યાં વર્ણવી શકાય છે;ખુશીઓ ની મોસમ તો ક્યાં સુધીની??મોત પછી થોડું કઈ જીવી શકાય છે.💐💐 💐💐 💐💐 💐💐 💐💐 💐💐લગાવ એ કદર છે કે ગેરહાજરીમાં હાજરી ચાહે છે,નફરત એ કદર છે કે હાજરીથી અકળાઈ જાણે છે.💐💐 💐💐 💐💐 💐💐 💐💐 💐💐ઘટમાં ઘડાય કોઈને તન ને આશ બીજાની,કેવી સહમી જિંદગી કેટલે જઈ અટકવાની.💐💐 💐💐 💐💐 💐💐 💐💐 💐💐ભવનો ભેરુ ભીતર મળે.... વન દીસે વનરાઈ..આતમ ને જો ઓળખી લ્યો ન દીસે ક્યાંય ખાઈ.💐💐💐 💐💐 💐💐💐 💐💐 💐💐💐જો નિભાવી શકે તું આ લાગણીસભર સબંધ ને,તો "બેનામ" હું ઉમ્રભર તારા દિલ માં રહેવા ચાહું છું.💐💐 💐💐 💐💐 💐💐 💐💐 💐💐હજારો ગુના તારા માફ કરી દઉં,લાવ ઘાવ હોય તો સાફ કરી દઉં.💐💐 💐💐 💐💐 💐💐 💐💐 💐💐 તારી જ રુસવાઈ છે તો તું ક્યાંક ગુચવાઈ પણ હશે,તારી આંખોની અસર છે તો તું ક્યાંક લખાઈ પણ હશે,💐💐 💐💐 💐💐 💐💐 💐💐 💐💐હું ક્યાં અંગત છું જે કોઈ વેદના ને વીંઝી શકું..આ તો તમે મળ્યા ને જાણે અમે વૈદ બની ગયા.💐💐 💐💐 💐💐 💐💐 💐💐 💐💐સંઘર્ષ છે અહીં ખુદથી,ને ખુદથી જ યુદ્ધની તૈયારી;સમયનાં બાણ છોડવા છે,ને ગાંડીવ હાથમાં લાગે છે ભારી.💐💐 💐💐 💐💐 💐💐 💐💐 💐💐આસન નથી એક સ્ત્રીને માનભંગ થઈ ને જીવી લેવું પણ,અનકહ્યા દર્દો ને જાણવા છતાં એ મૌં સિવી લેવું પણ...💐💐 💐💐 💐💐 💐💐 💐💐 💐💐હસતી આંખોમાંથી લાગણીના આંસુઓ છલકાય છે,"બેનામ" એના પછી જ તો દર્દ એ ગઝલ ને લખાય છે.💐💐 💐💐 💐💐 💐💐 💐💐 💐💐નાવનાં સાચા પાઠ તો અમને મજધારે મળ્યા,બેનામ અજવાળાના વેદ અમને અંધારે મળ્યા..💐💐 💐💐 💐💐 💐💐 💐💐 💐💐તમને જોયા પછી ખુદનેય ભૂલી બેસાય છે,અમને ક્યાં ખબર છે કે દિવસે ચાંદ દેખાય છે..💐💐 💐💐 💐💐 💐💐 💐💐 💐💐કંઇ નથી છૂટતું, કોઈથી એ આ જગતમાં,વ્યથાઓની વાટોને કોઈ અંત નથી હોતો..💐💐 💐💐 💐💐 💐💐 💐💐 💐💐આ શબ્દો કેરી કટારી એ અગણિત વાર કર્યા છે,કેમ કહું કયા અને કેટલા સ્વપ્નોને તાર તાર કર્યા છે.💐💐 💐💐 💐💐 💐💐 💐💐 💐💐તુ ક્યારેય પણ ચાહતની સિફત ને સમજી ન શકી,આંગણે તારે આવ્યો પણ તું ક્યારેય ઓળખી ન શકી.💐💐 💐💐 💐💐 💐💐 💐💐 💐💐ચાલ એક પ્રેમ વૃક્ષ વાવું,હૃદયને ક્યારે એને રોપાવું;લાગણીનું કેરું ખાતર નાખી,સ્નેહનું એમાં હું પાણી પાવું.💐💐 💐💐 💐💐 💐💐 💐💐 💐💐તને લાગે છે કે હું મોજમાં મદમસ્ત છું,વિડંબણા છે કે હું દર્દમાં અસ્તવ્યસ્ત છું.💐💐 💐💐 💐💐 💐💐 💐💐 💐💐સ્તબ્ધ છું, ખામોશ છું, નિજ સામે જ અશબ્દ છું,"બેનામ" લાગણીઓથી ઘેરાયો છું માટે નિશબ્દ છું.💐💐 💐💐 💐💐 💐💐 💐💐 💐💐હું મારા મનની વેદના વર્ણવું છું,અને એ શબ્દો ને દાદ આપે જાય છે.💐💐 💐💐 💐💐 💐💐 💐💐 💐💐 Thank you 😊 ....✍️ Er. Bhargav Joshi "benaam"💐💐 💐💐 💐💐 💐💐 💐💐 💐💐 મારી શાયરી વાંચી અને તમારો અભિપ્રાય જણાવજોજેથી હું મારા શબ્દો વડે રચનાને ન્યાય કરી શકું.આભાર દોસ્તો. 😊😊 👍 [ વધુ આવતા ભાગમાં ] Download Our App