Jokar in Gujarati Classic Stories by Mehul Mer books and stories PDF | જોકર – સ્ટૉરી એક લુઝરની – 53

Featured Books
  • રૂપિયા management

    પુરુષ ની પાસે રૂપિયા હોય તો સ્ત્રી નગ્ન થઈ જાય અને પુરુષ પાસ...

  • આપણા ધર્મગ્રંથો - ભાગ 1

    વાંચક મિત્રો સહજ સાહિત્ય ટીમ ધાર્મિક બાબતો વિશે માહિતી લઈ અવ...

  • સેક્સ: it's Normal! (Book Summary)

                                જાણીતા સેકસોલોજિસ્ટ ડોક્ટર મહેન્...

  • મેક - અપ

    ( સત્ય ઘટના પર આધારિત )                                    ...

  • સોલમેટસ - 11

    આરવ અને રુશીને પોલીસસ્ટેશન આવવા માટે ફોન આવે છે. આરવ જયારે ક...

Categories
Share

જોકર – સ્ટૉરી એક લુઝરની – 53

જોકર – સ્ટૉરી એક લુઝરની

ભાગ – 53

લેખક – મેર મેહુલ

“આગળની સ્ટૉરી પછી આગળ ધપાવીએ?”ખુશાલે પૂછ્યું.

“પણ કેમ?”ક્રિશાએ અણગમા સાથે પૂછ્યું, “મારે જાણવું છે,જૈનીત સાથે એવું તો શું થયું કે રેંગો તેનાં સુધી પહોંચી ગયો,જૈનીત પોતાનું કામ સિફતથી કરતો હતો તો પછી રેંગો તેના સુધી કેવી રીતે પહોંચ્યો?”

“એ તો જૈનીત જ જાણે,તેણે ડાયરીમાં એ બધું નથી લખ્યું.વિક્રમ દેસાઈનો એક કૉલ આવ્યો અને જૈનીતના બધા પ્લાન પાણીમાં ધોવાઈ ગયા,જૈનીતે માત્ર એટલું જ લખ્યું છે”

“પણ કેવી રીતે?,વિક્રમ દેસાઈના હાથમાં એવું તો શું લાગ્યું હતું?”ક્રિશાએ ભાવહીન નજરે ખુશાલ સામે જોયું.

“હતું કોઈ ગદ્દાર”ખુશાલે કહ્યું, “જૈનીતની બધી જ વાતો વિક્રમ દેસાઈ સુધી કોઈએ પહોંચાડી દીધી હતી અને અચાનક જ જૈનીતને વિક્રમ દેસાઈ સામે આવવું પડ્યું હતું”

“શું થયું હતું?”ક્રિશાએ પૂછ્યું, “મારે બધી જ વાતો જાણવી છે અને હસમુખ પટેલ મારાં અંકલ છે.તેઓ પણ આ સેક્સ રેકેટમાં શામેલ છે?”

ખુશાલે માત્ર સ્મિત કર્યું.

“પ્લીઝ ખુશાલ મને કહે”ક્રિશાએ વિનંતી કરી, “જૈનીત સાથે શું થયું હતું?”

“એ મુસીબતોમાં ઘેરાયો હતો…”ખુશાલે વાત આગળ ધપાવી.

*

નિધીએ મને તાત્કાલિક બકુલના ઘરે બોલાવ્યો હતો.પહેલાં મેં જવાની ના પાડી પણ મિશનને લગતી વાત હતી એટલે ના છૂટકે હું જવા તૈયાર થયો.બકુલના ઘરે પહોંચ્યો ત્યારે બકુલ અને નિધિ ત્યાં હાજર હતા.

“શું થયું નિધિ?”મેં પૂછ્યું.

“હું વિક્રમ દેસાઈને મળી”નિધિએ તૂટક અવાજે કહ્યું, “સાચે હું વિક્રમ દેસાઈને મળી”

“ક્યાં?,ક્યારે?”મેં તેનાં ખભા હલબલાવીને પૂછ્યું.

“મારાં પપ્પાએ જે છોકરાં સાથે મારી સગાઈ નક્કી કરી હતી એ જ વિક્રમ દેસાઈ છે”

“શું?”મને આંચકો લાગ્યો, “વિક્રમ દેસાઈ આટલી ઉંમરનો છે?”

“હા,લગભગ ત્રીસેક વર્ષનો હશે”નિધીએ કહ્યું.

“તને કેવી રીતે ખબર પડી એ વિક્રમ દેસાઈ છે?”મેં પૂછ્યું.

“એણે મને મળવા બોલાવી હતી…..”

હું કાલે સાંજે ઘરે પહોંચી તો એ મારી રાહ જોઇને બેઠો હતો. મને ઈમ્પ્રેસ કરવા એ બ્લેક સ્યુટમાં આવ્યો હતો.મમ્મીની પરમિશન લઈ એ મને ડિનર માટે લઈ ગયો.તેણે પોતાનું નામ વિક્કી કહ્યું હતું,વિક્કી જ વિક્રમ દેસાઈ હશે એમને ત્યારે ખબર નહોતી.

“તું સુંદર છે”તેણે મારાં માટે ખુરશી ખેંચીને કહ્યું, “હું તારાં જેવી જ છોકરીની કલ્પના કરતો”

“પણ મારે તારી સાથે લગ્ન નથી કરવા”મેં ઘસીને કહ્યું, “હું બીજા કોઈને પ્રેમ કરું છું”

“હા એ તો ખબર છે”તેણે સામેની ખુરશી પર બેસતાં કહ્યું, “કોલેજમાં એ તારી સાથે હતો અને છોકરીબાજ હતો.પોલીસે તેને પાઠ ભણાવ્યો હતો અને એ જેલમાંથી ફરાર થઈ ગયો હતો”

“પહેલી વાત તો એ કે જૈનીત છોકરીબાજ નથી અને બીજી વાત તને આ બધી વાતની ખબર છે તો પણ તું મારી સાથે લગ્ન કરવા ઈચ્છે છે?”

“હું જાણું છું”તેણે હસીને કહ્યું, “ચાર દિવસનો પ્રેમ ચાર દિવસમાં જ ભુલાય જાય છે અને હું તને પરીની જેમ સાચવીશ,તું થોડાં સમય જ એને ભૂલી જઈશ અને મારી સાથે ખુશ રહીશ”

“હુહ…”મેં મોઢું બગાડ્યું, “એ તો આ જન્મમાં બનવાથી રહ્યું”

એ જોરજોરથી હસવા લાગ્યો.

“મેં તારી પાસે આ જ આશા રાખી હતી. જો તું આસાનીથી માની ગઈ હોત તો મને પણ મજા ના આવેત.એક લવ સ્ટૉરી,બે પ્રેમીઓ અને એક વિલન જોરદાર સ્ટૉરી બનશે આપણી”

“તું જૈનીતને હજી જાણતો નથી”મેં કહ્યું, “આગ છે એ,તું એની નજીક જઈશ તો સળગી જઈશ”

એ ફરી હસવા લાગ્યો.આ સમયે તેના અટહાસ્યમાં કંઈક રહસ્ય છુપાયેલું હતું.

“વિક્રમ દેસાઈનું નામ સાંભળ્યું છે?”તેણે પૂછ્યું.

“હા”મેં કહ્યું, “એક નંબરનો ગુંડો છે એ”

“એ ગુંડો હું છું”તેણે દાંત ભીંસીને કહ્યું, “અને વાત રહી તારાં જૈનીતની તો એને મસળવો મારા માટે ચપટી વગાડવા જેવું છે”

“તું વિક્રમ દેસાઈ?”મેં આંખો મોટી કરી તેને ફસાવ્યો, “હું નથી માનતી,વિક્રમ દેસાઈ સુધી કોઈપણ નથી પહોંચી શકતું, તો પછી વિક્રમ દેસાઈ સામેથી ચાલીને કેમ મારી પાસે આવ્યો?”

“એ જ ને”તેણે સ્મિત કરતાં કહ્યું, “તને આટલું મોટું રહસ્ય જાણવું છું તો સમજ તું મારા માટે કેટલી મહત્વની હશે”

“તારાં કારણે મારાં પપ્પાએ જીવ ગુમાવ્યો”મેં કહ્યું, “એ તારી સાથે કામ ના કરતાં હોત તો આજે એ જીવતા હોત”

“ઓ હેલ્લો,મેં એને આમંત્રણ નહોતું આપ્યું અને હું એને ઓળખતો પણ નહોતો.તેને આસાનીથી રૂપિયા કમાવવા હતા તો આવ્યા અને મારો બિઝનેસ જ આ છે.મહેનત બીજા કરે અને કમાણી મારી થાય”

“તું આવી વાતો કરીશ તો પણ હું તારી સાથે લગ્ન કરવા તૈયાર થઈશ એવું વિચારે છે તું?”મેં હસીને પૂછ્યું.

“જો નિધિ મારો એક નિયમ છે”તેણે કહ્યું, “ભગવાને કોઈ નિયમ નથી બનાવ્યા,માણસો પોતાની સગવડતા માટે નિયમો બનાવે છે અને પછી બીજા પર થોપે છે.જે લોકો પોતાનાં નિયમો બનાવી નથી શકતા એ લોકો આવા નિયમોનું પાલન કરે છે.હું એવો વ્યક્તિ નથી.હું પોતાનાં નિયમો બનાવું છું અને મારો નિયમ સીધો છે.દુનિયા મતલબી છે,પોતાનો મતલબ કાઢવા લોકો ગમે તે હદ વટાવી શકે છે અને હું એ જ કરું છું અને હું ભલે પોતાનાં મતલબ માટે લોકોનો ઉપયોગ કરું છું પણ હું પ્રામાણિક છું.આજ દિન સુધી કોઈ વ્યક્તિ સાથે દગો નથી કર્યો અને મારાં આ સ્વભાવને કારણે જ હું તને આ બધી વાતો કહી રહ્યો છું”

“તું મારી પાસે જ લગ્નની ભીખ માંગે છે”મેં તેને વધુ ઉકસાવ્યો.

“ના”તેણે આંખો લાલ કરી, “હું કોઈની પાસે ભીખ નથી માંગતો.હું ઈચ્છું તો તને બળના જોરથી પણ પામી શકું છું અને જો તું નહિ સમજે તો મારે એ પણ કરવું પડશે.”

“તને જેમ યોગ્ય લાગે”મેં કહ્યું, “આ જન્મમાં તો તું મારાં સપનાં જ જોઈ શકીશ”

હું ઉભી થઇ ગઇ. ઓર્ડર આવી ગયો હતો તો પણ બધું છોડી હું ચાલવા લાગી.

“તારે આવવું પડશે નિધી”તેણે કહ્યું, “જે છોકરા માટે તું આટલો ગુરુર દેખાડે છે એ કાલનો દિવસ નહીં જોઈ શકે અને હું તને પ્રોમિસ કરું છું.એક અઠવાડિયા પછીના આ દિવસે આપણે સાથે ડિનર કરીશું”

મારે એને કહેવું હતું, એણે મને પોતાનું રહસ્ય જણાવીને પોતાનાં મૌતને આમંત્રણ આપ્યું છે.હું ચુપચાપ ચાલી આવી.

“સારું થયું”મેં કહ્યું, “એનાં ચહેરા વિશે તું જણાવી શકીશ?”

“મારી પાસે પૂરો બાયોડેટા છે”નિધીએ હસીને કહ્યું, “પણ સારા કામોનો છે,એ કોઈ મલ્ટીનેશનલ કંપનીનો પાર્ટનર છે”

“સારું મને એ મોકલી આપ”મેં કહ્યું.

“તું ધ્યાન રાખજે”નિધીએ કહ્યું, “આવેગમાં આવીને મેં તારાં માટે મુસીબત વ્હોરી લીધી છે પણ હું તારાં વિશે કોઈ એવું કહે એ સહન નહોતી કરી શકતી”

“મારી ચિંતા ના કર”મેં કહ્યું, “હાલ હું સુરક્ષિત છું”

કરરરર….એક સાથે ઘણીબધી ગાડીઓની બ્રેક લાગી.બહાર કોઈ આવ્યું હતું.

“તું અંદર જા”બકુલે મને ધક્કો માર્યો.હું દોડીને અંદર બાથરૂમમાં છુપાઈ ગયો.થોડીવાર પછી દરવાજો નૉક કરવાનો અવાજ આવ્યો.બહાર કોણ હતું એ મને ખબર નહોતી પણ હું તેઓનો વાર્તાલાપ સાંભળી શકતો હતો.

“જૈનીત ક્યાં છે?”કોઈએ પૂછ્યું.કોઈ મોટી ઉંમરનો વ્યક્તિ જાણતો હતો.

“એ અહીં નથી”બકુલે કહ્યું.

“મને ખબર છે એ તારા કોન્ટેકટમાં છે”એ જ વ્યક્તિ બોલ્યો, “તેને કહી દેજે હવે આ છોકરીને ના મળે”

“એને શું કરવું અને શુ ના કરવું એ તમારે કહેવાની જરૂર નથી”આ વખતે નિધિ બોલી, “અને વિક્રમ દેસાઈને કહેજો,જૈનીત એનાં જેવો બુઝદિલ નથી,સામી છાતીએ લડી શકે છે એની જેમ ગુંડા મોકલીને કોઈને ધમકી નથી આપતો”

“નસીબદાર છે તું,માત્ર ધમકી જ આપે છે”બીજો કોઈ વ્યક્તિ બોલ્યો, “વિક્રમ દેસાઈને તું ઓળખતી નથી.તારી જેવા સો જૈનીત આવે તો પણ એનો વાળ વાંકો નથી થવાનો”

નિધિ હસી.

“મને જોઈને તારા વિક્રમ દેસાઈના બધાં રૂંવાટા ઉભા થઇ જાય છે એ નથી જણાવ્યું તને,એને કહી દે જે છોકરી બળથી નથી મળતી,એની ઈજ્જત કરો તો આપોઆપ એ છોકરાં પર બધું ન્યોછાવર કરી દે છે અને ઈજ્જત કરવાની તો વાત દૂર રહી,તારો માલિક છોકરીની ઈજ્જત સાથે જ રમે છે.એને કોણ પ્રેમ કરે?”

“જોઈ લઈશ હું જૈનીતને”તેણે કહ્યું.

“નીકળો હવે અહીંથી”બકુલે કહ્યું.

“અને હા એક વાત”નિધીએ કહ્યું, “તારા વિક્રમ દેસાઈ માટે સો જૈનીત નહિ એક જ કાફી છે.કહી દેજે એને”

થોડીવાર પછી ગાડીઓ શરૂ થવાનો અવાજ આવ્યો.બકુલે મને બહાર આવવા કહ્યું.મને હાલ મારાં દોસ્તો પર ગર્વ મહેસુસ થતો હતો.હું એકલા હાથે લડવા નીકળ્યો હતો પણ સાચું કહું તો આ લોકો વિના હું એક ડગલું પણ આગળ ના વધી શક્યો હોત.

અમે વિક્રમ દેસાઈને ખુલ્લી ધમકી તો આપી દીધી હતી પણ અમારી પાસે કોઈ બેકઅપ પ્લાન નહોતો.હવે જે થવાનું હતું એ ખરેખર ભયાનક હતું.વિક્રમ દેસાઈ નિધિની વાતો સાંભળી રઘવાયો થવાનો હતો.મારે તાત્કાલિક કોઈ એક્શન લેવાનું હતું.

હું વિક્રમ દેસાઈ સુધી કેવી રીતે પહોંચીશ એ મને ખબર નહોતી બસ હવે એનાં પાપનો ઘડો ભરાય ગયો હતો. હવે બીજી કોઈ છોકરીની ઈજ્જત પર આંચ આવે એ પહેલાં આ ઊધીને જડમૂળમાંથી ઉખાડી નાખવાની હતી.

(ક્રમશઃ)

જૈનીત આગળ શું કરશે?,વિક્રમ દેસાઈ આગળ શું કરશે?,કોણ કોને માત આપશે?

સ્ટોરી કેવી લાગી એ જરૂર જણાવશો.મારી અન્ય સ્ટૉરી પ્રોફાઈલમાં છે જ.એ પણ જરૂર વાંચશો.અને આખરે વાંચતા રહો, જોકર – સ્ટૉરી એક લુઝરની.

-મેર મેહુલ

Contact - 9624755226