a samayni kimat - 2 in Gujarati Classic Stories by Bhavna Bhatt books and stories PDF | એ સમયની કિંમત.. - 2

Featured Books
  • एक कब्र का रहस्य

    **“एक कब्र का रहस्य”** एक स्कूल का मासूम लड़का, एक रहस्यमय क...

  • Kurbaan Hua - Chapter 45

    अधूरी नफ़रत और अनचाहा खिंचावबारिश अब पूरी तरह थम चुकी थी, ले...

  • Nafrat e Ishq - Part 24

    फ्लैट की धुंधली रोशनी मानो रहस्यों की गवाही दे रही थी। दीवार...

  • हैप्पी बर्थडे!!

    आज नेहा अपने जन्मदिन पर बेहद खुश थी और चहक रही थी क्योंकि आज...

  • तेरा लाल इश्क - 11

    आशना और कृषभ गन लोड किए आगे बढ़ने ही वाले थे की पीछे से आवाज...

Categories
Share

એ સમયની કિંમત.. - 2

*એ સમયની કિંમત*. વાર્તા... ભાગ -૨

૨૭-૩-૨૦૨૦

શહેરમાં ભાગી આવીને એક ગેરેજમાં કામ કર્યું અને બધું જ શીખી લીધું અને પછી એક દિવસ શેઠને કહ્યું કે હું તમારી નોકરી છોડીને જવું છું...
આમ કહીને જે થોડા રૂપિયા ભેગા થયા હતા એ લઈને બીજા એરિયામાં ફૂટપાથ પર ગેરેજ નું કામગીરી ચાલુ કરી...
પોલિસ વાળા અને એ એરિયાનાં માથાભારે તત્વો ને એ મફત કામ કરી આપતો એટલે એને ફૂટપાથ પરથી કોઈ ખસેડતુ નહીં.... આખો દિવસ મહેનત કરી ને રાત્રે નજીકના ઢાબા માં જમતો ત્યારે મા નાં હાથનો રોટલો યાદ આવતો અને એ સમય યાદ આવતો ભાઈ સાથે કોણ વધુ રોટલો ખાઈ એની હરિફાઈ ચાલતી અને આંખમાં થી આંસુ સરી પડતું...
પણ જિદ હતી કે હું કંઈક બનીને બતાવીશ...
ધીમે ધીમે ગેરેજ નું કામ વધવા લાગ્યું....
થોડાંક રૂપિયા ભેગા થયા એટલે એક ભાડાંનું ઘર લીધું...
અને એ જ એરિયામાં એક નાની ભાડાની દૂકાન લીધી...
આમ કરતાં દસ વર્ષનો સમય સરી ગયો....
એ જાણીતાં એરિયામાં સોહન નું નામ થઈ ગયું એટલે એણે એક માણસ ને નોકરીએ રાખ્યો
આ બાજુ કરશનભાઈ આઘાત માં બિમાર પડયા અને ટૂંકી માંદગી પછી દુનિયાને અલવિદા કરી ગયા...
મોહન ની ખેતરમાં સિઝન પ્રમાણે પાક લેવાની આવડત અને મહેનતથી એ ઘણું કમાયો અને એક ટ્રેક્ટર લીધું અને શહેરમાં જાતે જ પાક નું વેચાણ કરતાં ધાર્યા કરતાં સારાં રૂપિયા મળ્યા અને સમયની બલિહારી કે બીજા વર્ષે પણ ખેતરમાં મબલખ પાક ઉત્પાદન થયો એટલે એનું પરિણામ એ આવ્યું કે ગામમાં માટીનું ખોરડું પાડીને પાકું મકાન બે માળનું બનાવ્યું....
હવે મંજુ બા એ આજુબાજુના ગામોમાં વાત કરીને મોહન માટે છોકરી શોધવાની ચાલુ કરી....
બાજુના ગામની એક છોકરી ગીતા જોઈ અને એની સાથે ઘડિયાં લગ્ન લેવાયાં...
ગીતા પણ ખૂબ જ સમજદાર અને ઠરેલ હતી...
મોહન નાં લગ્ન ને બે વર્ષ થયાં અને મંજુ બા એ હરિદ્વાર જાત્રા જવું છે કહ્યું...
મોહને કહ્યું સારું મા...
એ જ સમયે ગામમાં થી એક સંઘ જાત્રાએ જતો હોય છે એમની સંગાથે મોહન મંજુ બા ને મોકલે છે...
આમ મોહને એની મહેનત અને આવડત થી સમય સાથે તાલમેલ કર્યો...
અને મોહને બીજી જમીન પણ ખરીદી...
હવે શહેરમાં બહારનું ખાવાપીવામાં સોહનની તબિયત બગડતાં એને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો...
અને વિશ્વમાં કોરોના વાઈરસ ફેલાતાં...
ગુજરાતમાં પણ તકેદારી રૂપે પગલાં લેવામાં આવ્યા...
અને સમગ્ર રાજ્યમાં લોકડાઉન કરવામાં આવ્યું...
સોહનને સારું થતાં એ ઘરે આવ્યો પણ કામકાજ બધું ઠપ્પ થઈ ગયું હતું...
ઘરમાં બેસીને એ કરે પણ શું???
અને જમે પણ શું???
એ ગેરેજ પર આવ્યો પણ પોલીસે આવી બંધ કરાવ્યું એ રડી પડ્યો...
એક પોલીસ વાળા ને દયા આવી પુછ્યું શું થયું???
એણે પોતે ભાગીને આવ્યો અને આ હાલતમાં છું એ વાત કરી...
કહ્યું કે મારા ભાઈ એ તો સમજાવ્યો હતો પણ હું સમય રહેતાં નાં સમજ્યો....
આજે મને હવે સમજાય છે કે શહેર કરતાં ગામડાની ચોખ્ખી હવા અને રોટલો જ તાકાત આપે છે....
પોલીસ વાળા એને જમાડયો અને કહ્યું કે તું રાત્રે તારો સામાન અને રૂપિયા લઈને તૈયાર રહેજે હું તને તારા ગામમાં તારાં ઘરે મૂકી જઈશ...
લે આ માસ્ક પહેરી લે અને આ સેનેટાઈઝર રાખ અને ઘરમાં રહે....
આ સમયને સાચવી લે... હું રાત્રે આવું છું...
જાત્રાએ થી મંજુ બા પાછા આવી ગયા અને મોહનને ખુબ આશિર્વાદ આપ્યા...
રાત્રે પોલીસ આવી અને જીપમાં બેસાડીને સોહનને એનાં ગામમાં એનાં ઘરે લઈ ગયા...
સોહન તો આ પાક્કું મકાન જોઈ આશ્વર્યજનક થઈ ગયો...
અને બારણું ખખડાવ્યું તો ગીતાએ ખોલ્યું...
પોલીસ વાળા ને જોઈ ને ગીતાએ મોહન ને બૂમ પાડી...
મોહન આવ્યો કહે શું થયું સાહેબ...
પોલીસે કહ્યું કે તમે જ મોહન.???
મોહન કહે હા...
પોલીસ કહે આ સોહન છે તમારો ભાઈ લો સંભાળો...
આ બધું સાંભળી ને મંજુ બા પણ આવી ગયા ...
સોહને પગમાં પડી માફી માંગી...
મોહન કહે અરે ભાઈ...
માફી નાં માંગ
એમ કહીને ભેટી પડ્યા...
અને કહ્યું સમય ની કિંમત તને ખરા ટાણે સમજાણી એ જ બહું મોટી વાત છે...
આ સમય જ છે ભાઈ જો એને સાચવીએ તો જ એ આપણો સમય બનીને આવે છે...
મંજુ બા એ પણ સોહનને ગળે લગાડી ને કહ્યું કે સમય રહેતો આવી ગયો બેટા એ સારું કર્યું...
અને પોલીસ ને હાથ જોડીને મોહન અને એનાં પરિવારે આભાર માન્યો....
પોલીસ વાળા એ એ લોકો ને પણ માસ્ક અને સેનેટાઈઝર આપીને સાવચેતી રાખી ને સલામત રહેવા સમજાવ્યું...
ભાવના ભટ્ટ અમદાવાદ.....