Jivanshikshan vishayak kedavani - 2 in Gujarati Philosophy by Dr. Atul Unagar books and stories PDF | જીવનશિક્ષણ વિષયક કેળવણી - 2 - સંતાનોના સર્વાંગીણ વિકાસને ચાહતાં અભિભાવકો ઘરને આવી રીતે બનાવી શકે છે

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

Categories
Share

જીવનશિક્ષણ વિષયક કેળવણી - 2 - સંતાનોના સર્વાંગીણ વિકાસને ચાહતાં અભિભાવકો ઘરને આવી રીતે બનાવી શકે છે

સંતાનોના સર્વાંગીણ વિકાસને ચાહતાં અભિભાવકો ઘરને આવી રીતે બનાવી શકે છે વિદ્યાલય.

સતત શીખવું અને વિકસવું એ માણસ માત્રને મળેલી એક અણમોલ ભેટ છે. વ્યક્તિ પોતે શિક્ષિત બને તે માટે તે જીવનભર પ્રયત્નશીલ રહે છે. જન્મથી જ માનવ-જીવન પરાવલંબી હોય છે. તે ધીરે ધીરે શીખતાં શીખતાં પોતાની જીવનશૈલીને આત્મનિર્ભર બનાવવા માટે અથાગ પરિશ્રમ કરે છે. શૈશવ અવસ્થાથી જ શારીરિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક વિકાસ માટે માણસ વિદ્યાર્થી બનીને અનુભવી શિક્ષકોનો સહારો લઈને પોતાનુું વ્યક્તિત્વ ઉન્નત બનાવે છે.

પ્રાચીન કાળથી જ માનવ જીવનને ચાર આશ્રમોમાં વિભક્ત કર્યું છે. બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યસ્થ આ ચાર આશ્રમોની વ્યવસ્થા યુગોથી ચાલી રહી છે. જીવનની વિદ્યાર્થી અવસ્થામાં એટલે લગભગ પચ્ચીસ વર્ષ સુધી વ્યક્તિ પોતાના જીવનના સર્વાંગીણ વિકાસ માટે એક સાધકની ભૂમિકામાં રહીને વિદ્યારાધન કરે છે. આપણે ત્યાં ભારતમાં વિદ્યાર્થીને શીખવા માટે સમગ્ર વ્યવસ્થા સુનિયોજિત રીતે પ્રસ્થાપિત છે. તે માટે વિદ્યાર્થીઓનાં માતાપિતા, શિક્ષકો, વિદ્યા-કેન્દ્રો અને સરકાર પોતપોતાની જવાબદારી નિભાવે છે.

વિદ્યાર્થીઓ માટે શીખવાની પ્રક્રિયા સતત ચાલતી રહે છે. પરંતુ વર્તમાન સમયમાં સમગ્ર જગત આજે વિશ્વ મહામારી 'કોવિડ ૧૯'ના ભરડાથી ત્રસ્ત છે. આ સમયે છેલ્લા ચારેક મહિનાથી વિદ્યાર્થીઓ ઘરમાં જ કેદ થઈ ગયાં છે. વિદ્યાલયની સુનિયોજિત પદ્ધતિઓ ખોરંભે પડી ગઈ છે. આ સમયે બાળકોની શીખવાની યાત્રા ચાલતી રહે તે માટે માતા-પિતાએ વિશેષ વ્યવસ્થા ઊભી કરવી રહી.

ભારત સરકારે આપણને આત્મનિર્ભર બનાવાનો આગ્રહ રાખ્યો છે. આની શરૂઆત આપણે આપણાં ઘરના બાળકોથી કરીએ. ફરીથી પ્રાચીન ભારતીય વિદ્યાઓને કેન્દ્રમાં રાખીને જીવાતાં જીવનમાં કેળવણીને કેળવીએ. તે માટે આ પરિસ્થિતિને અવસરમાં બદલીએ અને સાચા અર્થમાં બાળકને સ્વાવલંબન તરફ લઈ જઈએ. આ પરિસ્થિતિમાં કરી કેળવણી આપીને બાળકનો સર્વાંગીણ વિકાસ કરીએ.

ઘરે રહીને દરેક બાળક શીખી શકે તેવા વિષયોની યાદી તૈયાર કરવામાં આવે. અહીં આપેલાં નમૂનારૂપ અને તેના જેવાં અન્ય કાર્યોને વિદ્યાર્થી અને વિદ્યાર્થિની બન્નેએ સમાન રીતે અવશ્ય શીખવાં જોઈએ. તેવાં નમૂનારૂપ અમૂક કાર્યોની સૂચી અહીં આપવામાં આવી છે આ ફક્ત ઉદાહરણરૂપ છે. આવા પ્રકારનાં કામોની યાદી તૈયાર જોઈએ.

વ્યક્તિત્વ વિકાસનું પહેલું જ સોપાન છે સ્વાવલંબન. સ્વાવલંબી બાળકમાં આત્મવિશ્વાસ ભરપૂર હોય છે. જીવન વિકાસ યાત્રાની શરૂઆત સ્વાવલંબનથી જ થાય છે. પરાવલંબન એ એક પ્રકારની લાચારી છે. સ્વાવલંબન વગરનું જીવન અનેક મુશ્કેલીઓથી ભરેલું હોય છે. નીચે આપેલ કાર્યો વ્યક્તિને સ્વાવલંબી બનાવીને સાચા અર્થમાં સર્વાંગીણ વિકાસમાં ઉપયોગી સાબિત થશે તેમાં શંકાને સ્થાન નથી.

નમૂનારૂપ વ્યક્તિગત સ્વકાર્યો

કપડાં ધોતાં • કપડાં ઇસ્ત્રી કરતાં • કપડાં સંકેલતાં • બુટપોલીસ કરતાં • પોતાની દરેક ચીજ-વસ્તુઓ જગ્યા પર ગોઠવતાં • પુસ્તકોમાં પૂંઠા ચડાવતાં • મુસાફરીનો સામાન પેક કરતાં • ઓનલાઈન તમામ ખરીદી કરતાં • ઓનલાઈન પાનકાર્ડ, ચૂંટણીકાર્ડ, ડ્રાઇવિંગ લાઈસન્સ, આધારકાર્ડ, આવકનું પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર, રહેઠાણના પુરાવાઓ વગેરે દસ્તાવેજો બનાવતાં • ઘરવેરો, લાઇટબીલ, મોબાઈલ બીલ, મુસાફરીની ટીકીટ બુક કરાવતાં • ગુંદરથી કાગળ ચોટાડતાં.

નમૂનારૂપ દૈનંદીય જીવનનાં વિવિધ કાર્યો.

રસોઈ બનાવતાં • કચરો સાફ કરતાં • દરેક પ્રકારની સાવરણીથી વાળતાં • સંડાસ અને બાથરૂમ સાફ કરતાં • ખાળ, ગટર અને પાણીનો ટાંકો સાફ કરતાં • વાસણ ધોતાં અને લૂછતાં • ઘર - વપરાશનાં દરેક સાધનોનો ઉપયોગ કરતાં • ચ્હા, કોફી, શરબત અને ઉકાળો બનાવતાં, • દાળ, ભાત, શાક, રોટલી, ભાખરી બનાવતાં • અરીસો સાફ કરતાં • બારી, બારણાં, કબાટ સાફ કરતા • ઘરની દીવાલો, માળિયું અને છતને સાફ કરતાં • અનાજ અને કઠોળમાંથી કચરો કાઢતાં, વાવલતાં, ટીપતાં, ધોકાવતાં, છીણતાં, ખાંડતાં, ગાળતાં, છોલતાં અને તારવતાં • દરેક કઠોળની જાતને ઓળખતાં • કેરી ઘોળતાં અને રસ કાઢતાં • ફળો સુધારતાં વગેરે...

નમૂનારૂપ નિવાસ સંબંધિત અનિવાર્ય કાર્યો.

દીવાલ રંગતાં • રંગોળી બનાવતાં • શેતરંજી પાથરતાં • પડદા ટીંગાડતાં • ઘરની ચીજ વસ્તુઓને યોગ્ય જગ્યાએ સુવ્યવસ્થિત ગોઠવતાં • પિત્તળનાં, તાંબાના અને કાંસાના વાસણોને ખાટ્ટાં પાણીથી ચમકાવતાં • ફૂલોની માળા ગૂંથતાં • ભરત-ગૂંથતાં • સુવાની પથારી કરતાં • ઓશિકાના કવર ચડાવતાં • ગાદલાની ખોળ ચડાવતાં • યોગ્ય વસ્તુઓને યોગ્ય રીતે ગોઠવતાં • પુસ્તકોને ગોઠવતાં • કબાટમાં ચીજવસ્તુઓ ગોઠવતાં • ખીલી, ખીલ્લા મારતાં • છબીઓ લગાડતાં • દોરી પર કપડાં સૂકવતાં • ફર્નિચર સાફ કરતાં • ફૂલદાની ગોઠવતાં • આસોપાલવનાં તોરણ બનાવતાં • ટેબલ સજાવતાં • ભોજન પીરસતાં • ડાઈનિંગ ટેબલ ગોઠવતાં વગેરે...

નમૂનારૂપ જાતને અભિવ્યકત કરવાનાં કૌશલ્યો

• અરજી કરતાં • ફરિયાદ નોંધ લખતાં જાહેરહિતનાં કાર્યો કરતાં • ડાયરી લખતાં • પોતાનું મૂલ્યાંકન કરતાં • ચિંતન અને અવલોકન કરતાં • પત્રો લખતાં • અતિથિઓનું સ્વાગત અને આવકાર આપતાં • અતિથિઓ સાથે વાર્તાલાપ કરતાં • વ્યાયામ અને યોગ કરતાં • સાયકલ ચલાવતાં • સ્વ રક્ષણ કરતાં • કલાને પ્રદર્શિત કરતાં • સુંદર અક્ષરે લખતાં • પ્રશ્નો પૂછતાં • જવાબ આપતાં • વર્ણન કરતાં • વાર્તા કહેતાં • વાર્તાલાપ કરતાં • ચર્ચા કરતાં • અભિનય કરતાં • પોતાનો પરિચય આપતાં વગેરે..

નમૂનારૂપ જીવાતાં જીવનનું સામાન્ય જ્ઞાન

• નાના રોગોનો પ્રાથમિક ઉપચાર કરતાં • ઝાડ પર ચડતાં • પાણીમાં તરતાં • પશુઓને ચારો ખવડાવતાં • કપડાની જાત ઓળખતાં જેમકે કોટન, પોલીસ્ટર, ટેરીકોટન વગેરે • કાપડ, કાગળ કે જમીનની માપણી કરતાં • બાગકામ કરતાં • ફૂલ ચૂંટતાં • ઝાડ-છોડ વાવતાં અને તેની માવજત કરતાં • રસ્સી-રસ્સાથી વસ્તુઓને બાંધતાં • ફાટી ગયેલાં કપડાંની હાથ સિલાઈ કરતાં • ઇન્ટરનેટ, કપ્યુટર ચલાવતાં • ઉમર પ્રમાણે વાહન ચલાવતાં • યોગ્ય રીતે પેકિંગ કરતાં • બટન ટાંકતાં • પકડ, ચીપિયો, હથોડી, કોદાળી, પાવડો, કાતર. માચીસ, કુહાડી વગેરેનો ઉપયોગ કરતાં.

ઉપર્યુક્ત મૂળભૂત વ્યક્તિગત સ્વકાર્યો અનિવાર્યપણે શીખવાની જરૂર છે. જાગૃત અભિભાવકો આની જરૂરિયાત અને ગંભીરતા સમજશે. સાથે સાથે જીવતા જીવનને ટકાવી રાખવામાં અમૂક કાર્યો અનિવાર્ય હોય છે. તે વ્યક્તિ માત્રએ ફરજિયાત પણે કરવાં પડે છે. ઉપર્યુક્ત મહત્તમ કાર્યો આવડતાં હોવાં જોઈએ. જો આ દિશામાં માતા-પિતા અને પ્રબુદ્ધ નાગરિકો કાર્ય કરશે તો આત્મનિર્ભર શિક્ષણ દ્વારા ભારત નિર્માણ અવશ્ય બનશે જેમાં શંકાને સ્થાન નથી.

ડૉ. અતુલ ઉનાગર
ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ