kavysetu - 11 in Gujarati Poems by Setu books and stories PDF | કાવ્યસેતુ -11

The Author
Featured Books
  • Fatty to Transfer Thin in Time Travel - 13

    Hello guys God bless you  Let's start it...कार्तिक ने रश...

  • Chai ki Pyali - 1

    Part: 1अर्णव शर्मा, एक आम सा सीधा सादा लड़का, एक ऑफिस मे काम...

  • हालात का सहारा

    भूमिका कहते हैं कि इंसान अपनी किस्मत खुद बनाता है, लेकिन अगर...

  • Dastane - ishq - 4

    उन सबको देखकर लड़के ने पूछा की क्या वो सब अब तैयार है तो उन...

  • हर कदम एक नई जंग है - 1

    टाइटल: हर कदम एक नई जंग है अर्थ: यह टाइटल जीवन की उन कठिनाइय...

Categories
Share

કાવ્યસેતુ -11

દસ્તક દે....

સ્વપ્ન એ દીધા,
આંખના દરવાજે,
દસ્તક મીઠાં!

અરમાનો દે,
દિલના દરવાજે,
દસ્તક મીઠાં!

મહેફિલો દે
મોજના દરવાજે,
દસ્તક મીઠાં!

જાદુગરી દે,
જાદુના દરવાજે,
દસ્તક મીઠાં!

તારો પ્રેમ દે,
મનના દરવાજે,
દસ્તક મીઠી!

મારી માયા દે,
પ્રેમના દરવાજે,
દસ્તક મીઠી!

..........................................

ભીનું પંખી

સુસવાટા તેજ અલય,
ને એમાંય વીજળી અપરંપાર,
નહીં કોઈ રોકવાના એંધાણ,
નાં ક્યાંય છુપાવાના મોકાણ!
નાના અમથા તણખલાઓ,
ને એમાંય બાકોરાં અગોતરાઓ,
વરસતી વાદલડીઓમાં તેજ,
પોરા કાંકરા સમાન!
જોતા બીવાય નાનું અમથું,
રૂપાળું બાળ પંખી મ્હાંય,
માળામાં પેસીને લપાય,
ભીના એ સળેકળામાં,
હૂંફ નહીં સમાય!
આખી રાતલડી પલળે,
વરસાદી વાયરા સંગ!
સવારે જોવાશે કે નહીં,
એ મનોમંથન સંગ!
મોત સામે જ છે ડગલી છેટે,
ને ઉભારવાનો મોકો ખાલી પેટે!
ઉદ્ધાર તો બસ ઉગતા સુરજ ને
એની કોરી કિરણ!

.............................................

અલ્લડતા સ્કૂલની.....

સ્કૂલ જે આપણુ સંગમ સ્થળ,
જ્યાં નાની અમથી વાતમાં આપણી ભાગીદારી,
ને કોઈ પણ સ્વાર્થ વગરનું સગપણ,
સ્કૂલબેગ મેચિંગ લાવવાની આપણી હોડ,
ને એમાં ચોપડીઓની ભરમાર,
લેસન કરવાનાં ન કરવાનાં જુદા જુદા બહાના,
એમાંય પાછી બધાની જુગલજોડી,
ક્લાસમાં કરેલા બધા ચાળા,
એક એક ચોકલેટ્સના એ ટેસ્ટ,
ને વળી ચિટ્ટીમાં વાતો કરવાની આદત,
મસ્તીમાં મહેકતા દિવસો!
ગણિતમાંય ગોખણપટ્ટીની રીત,
ને વ્યાયામમાં ગુલ્લી મારવાની મહેનત,
લાઈબ્રેરીમાં બેસી રહેવાના બહાના,
ને પ્રવૃત્તિઓમાં હેલે ચડેલી અલ્લડતા!
હજીય એ નિર્દોષ દોસ્તીમાં,
બચપણ છુપાયું છે યાદો સંગ!
આજે પણ સ્મૃતિમાં સચવાય,
ને અતૂટ એ મૈત્રી વાગોળાય!

..............................................

મારે પંખી બનવું.....

મારે પંખી બનવું....
ગગનમાં અનહદ વિહરવું....
બધા અરમાનો સંગ મોજવું...
જોડે એ અરમાનો પુરા કરવા...
મારે પંખી બનવું....
પાંખ નથી છતાં એ ઉડાન ભરવી....
એ ઉડાનનો આનંદ પામવો...
આખી દુનિયાનો નજારો જોવો....
મારે પંખી બનવું....
એ વૃક્ષની ઘાટાની છાયા સંગ....
ટાઢક માહલવી ને પામવી....
એનો સાથ સીંચવો...
મારે પંખી બનવું....
બીજા પંખી સંગ વાતો કરવી....
મૂક ભાષાને સમજવી....
કલરવના ગીતો ગાવા...
મારે પંખી બનવું.....

..........................................

સપનું-હાઈકુ

સવાર પોરે,
સપના ભણી,
દોટ મૂકી છે!

.........................................

દરિયો - હાઈકુ

નવલખી એ,
સાંજ સાગર સંગ,
ને તારે રંગ!

આથમણી છે,
અજવાશ અહીં,
લાલ કિનારે!

મોજામાં મસ્તી,
હિંડોળા લેતી ને તું,
મુજ પ્રેમ થી!

સાંજ આથમી,
મોજા ને કિનારા લે,
અલવિદા રે!

તું અને હું ને,
સાક્ષી પૂરતા મોજા,
પ્રેમ પ્રકાશે!

...................................

સાંજ દરિયા કેરી....

ઉકળાટના ઓથાર,
એના બાદની વરસાદની ઘડી,
ગરમીમાં અચાનક પલટાવ,
ઠંડા પવનની લહેરખી,
મોસમ રંગીન સહસા,
પાણીના બિંદુ ને સાગરનું મિલન,
ક્યાંક ઉછળતા મોજા ને,
વીજળીનું સંગીત સાથ મિલન!
સૂરજની ગમનલયની ગતિ,
થંભી ગઇ જોવા નજાકત!
વરસાદી ઉઘાડ જરાશો,
ને એમાંય મેઘધનુષ મકામ,
ઉગમણી દિશ રંગીન ને,
આથમણી દિશ સુરમ્ય!
મિલન કુદરતનું ચારેકોર,
નજરાણું ઝાકમજોળ!

...............................................

મહોબ્બત

એ તો તારો કિનારો મળ્યો,
મારી દુનિયાને આશ્રય મળ્યો,
દિલની ધડકનોને સ્નેહ મળ્યો,
મહોબ્બતને વેગ મળ્યો!
એ તો તારો ઈશારો મળ્યો,
મારી આંખોને સહારો મળ્યો,
ચાલતી ધમનીને પનારો મળ્યો,
મહોબ્બતને વેગ મળ્યો!
એ તો તારા સ્મિત મિનારો મળ્યો,
મારા ખંજનને ખાડો મળ્યો,
એમાં ડૂબવાનો પ્રતિભાવ મળ્યો,
મહોબ્બતને વેગ મળ્યો!
એ તો તારો સથવારો મળ્યો,
જિંદગી જીવવાનો મોકો મળ્યો,
સુખદુઃખનો કેડીનો રસ્તો મળ્યો,
મહોબ્બતને વેગ મળ્યો!

- સેતુ

.................................................

નવનિર્માણ....

પરિવર્તન છે કંઈક અજુગતું,
નવીન દિશાઓનું,
પ્રગટે રોશની જવલંત,
એમાંય મુશ્કેલીઓ મહાન,
કોઈ કાળે સમાધાન નથી,
માત્ર ને માત્ર ઉધમ જણાય!
કોઈ સચ્ચાઈ નથી ત્યાં,
નાં કોઈ ઈમાનદારી,
અનિષ્ટ વેરતી દુનિયા અહીં,
કાળમુખી વેદનાઓ અથડાય,
ને એમાંય ચિક્કાર દુઃખો દેખાય!
હજી સુધી બધું સ્થગિત જણાતું,
ને અચાનક સમયના વંટોળ,
મિથ્યા અસમંજસ ઘડાય,
આ શું સ્થિતિ કેમય કળાય?
આ કોઈ અંત જણાય,
નવી દિશાનો આરંભ જણાય,
વિપલ્વનો એ અંત,
નવનિર્માણની શરત ગણાય!