ek pol in Gujarati Classic Stories by Bhavna Bhatt books and stories PDF | એક પોલ

Featured Books
Categories
Share

એક પોલ

*એક પોલ*. વાર્તા.... ૨૫-૩-૨૦૨૦

આ કોરોના વાયરસ તે સંબધોની પણ પોલ ખોલી નાખી છે...
આજે સાંજે હું હિંચકા પર બેસીને આનંદ નો ગરબો ગાતી હતી ત્યારે મારાં વોટ્સએપ ગ્રુપમાં પણ છે અને મારી નિયમિત વાર્તા વાંચે છે એમણે મને ફોન કરીને એક સત્ય ઘટના કહી જે હું પાત્રોનાં નામ અને ગામનું નામ બદલીને લખું છું....
મણિનગરમાં રહેતાં એક પરિવારની....
વિશાલ અને પ્રિયાના પ્રેમ લગ્ન હતાં...
એક દિકરો અને નાની દિકરી હતી...
વિશાલ ગાંધીનગર ની એક મલ્ટી નેશનલ કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર નાં હોદ્દા પર હતો...
પ્રિયા પણ આશ્રમ રોડ ની એક ઓફિસમાં નોકરી કરતી હોય છે...
આમ બન્ને સવારે ટીફીન લઈને સવારે નિકળી જાય તો સાંજે ઘરે આવે...
બન્ને બાળકો માટે એક આયા મીના રાખી હતી...
જે સવારે આવતી અને આ બન્ને નોકરી પરથી પાછા આવે એટલે એનાં ઘરે જાય....
વિશાલ ને એની ઓફિસમાં જ કામ કરતી રોશની જોડે અવૈધ સંબંધ ( અફેર ) હતો...
એટલે વિશાલ મીટીંગ નાં બહાને રોશની જોડે ફરતો અને હોટલમાં જતો....
હવે ભારતમાં કોરોના વાયરસ નાં લીધે સાવચેતી નાં પગલે બાવીસ તારીખ અને રવિવારે " જનતા કર્ફ્યું " લગાવ્યો ...
અને પછી રાત્રે સમાચારમાં આવ્યું કે ૩૧ માર્ચ સુધી લોકડાઉન કરવામાં આવ્યા છે એટલે નોકરી ધંધા બંધ થયા...
શિક્ષકોને પણ રજાઓ આપવામાં આવી...
કરિયાણું,દવા, શાકભાજી, અને દૂધ...
જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા સિવાય કામ વગર કોઈએ બહાર નિકળવું નહીં...
હવે વિશાલ અને પ્રિયા અને બે બાળકો ચાર એકસાથે પહેલી વખત આટલું જોડે રહ્યા..
પણ વિશાલ પ્રિયા થી નજર ચૂકવીને ઘડી ઘડી મેસેજ કરી લેતો હતો...
જમીને તો વિશાલ ધાબા પર જઈને ફોન પર વાત કરી આવ્યો....
વિશાલ તો અકળાઈ ગયો હતો ઘરમાં....
ફરવા જતાં ત્યારે તો રહેતાં સાથે પણ આમ જ ઘરમાં નજર કેદ થઈને સાથે રહેવાનું પહેલી વખત બન્યું...
મીના પણ રજા પર ઉતરી ગઈ....
કામવાળી બાઈ પણ રજા પર ઉતરી ગઈ...
એટલે પ્રિયા એ બધાને થોડું થોડું કામ વહેંચી દીધું હતું...
સોમવારે વિશાલ નાં ફોનમાં રીંગ વાગી અલગ જ રીંગ ટોન હતી...
વિશાલે ફોન ના ઉપાડ્યો...
અને એ ફોન ત્યાં નો ત્યાં મુકીને નાહવા ગયો...
એટલામાં વિશાલ નાં ફોનમાં ઉપરા છાપરી ચાર પાંચ મેસેજ આવ્યા એટલે ફોનમાં મેસેજ નું ટુ ટુ... એમ થયું...
ઉત્સુકતા વશ પ્રિયા એ વિશાલનો ફોન હાથમાં લીધો અને ખોલ્યો તો કોઈ રોશની ના મેસેજ હતાં...
હાય જાનૂ શું કરે છે???
મેં ફોન કર્યો તે ઉપાડ્યો નહીં..
હું તો એકલી છું તો ઘરમાં કંટાળી જવ છું...
આજે ઘરે અવાય તો આવી જાવ જાનૂ..
તારી યાદ બહું તડપાવે છે...
અને પછી તો પ્રિયા નું મગજ ફાટ્યું....
જેવો વિશાલ બાથરૂમમાંથી બહાર આવ્યો એટલે પ્રિયા એ પુછ્યું આ રોશની કોણ છે???
વિશાલ કહે કોણ રોશની...
પ્રિયા કહે આ તારાં મોબાઈલમાં જેના મેસેજ આવ્યા છે એ એમ કહીને ફોન બતાવ્યો...
વિશાલ કહે ઓહોહો....
આ રોશની તો મારી ઓફિસમાં કામ કરે છે...
પ્રિયા કહે તો તને આવાં મેસેજ શા માટે કરે છે...
વિશાલ કહે તારે મારાં ફોનનું લોક ખોલીને જોવાની શું જરૂર હતી...
તું મારી જાસૂસી કરે છે...
આમ એકબીજા પર આક્ષેપો થતાં રહ્યાં...
અને ઝઘડો ઉગ્ર બન્યો...
બાળકો ગભરાઈ ને ચીસાચીસ કરી ને રડવા લાગ્યા...
પ્રિયા કહે મારાં પ્રેમ ની વફાદારી નું આ બદલો આપે છે...
વિશાલ કહે તારી જોડે તો હું ભૂલમાં ફસાઈ ગયો...
બાકી તારાં જેવીની ઔકાત શું મારી સામે...
પ્રિયા તો હવે છૂટાછેડા થશે...
આમ બૂમાબૂમ અને રડારોળ થી આજુબાજુના બધાં ભેગાં થઈ ગયાં...
પ્રિયા એ બીજા એરિયામાં રહેતા એનાં ભાઈ રોહિત ને ફોન કર્યો એ પોલીસ ઇન્સ્પેક્ટર હોય છે...
એ આવી જાય છે અને બધી વાત સાંભળી ને વિશાલ ને બે લાફા મારી દે છે...
અને વિશાલ નાં ફોનમાં આવેલા મેસેજ નાં સાબિતી તરીકે લઈ લે છે....
અને પ્રિયા અને બાળકો ને લઈને ઘરે જાય છે...
આમ કોરોના વાયરસ થી અવૈધ સંબંધ ની એક પોલ ખુલી ગઈ અને એક હસતું રમતું પરિવાર છુટું પડી ગયું....
ભાવના ભટ્ટ અમદાવાદ.....