lakheni dosti in Gujarati Classic Stories by Bhavna Bhatt books and stories PDF | લાખેણી દોસ્તી

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

લાખેણી દોસ્તી

*લાખેણી દોસ્તી* વાર્તા... ૨૦-૩-૨૦૨૦

એકબીજા ની લાગણીઓને સમજીને જીવનભરના સાચા દોસ્ત બની જવાય છે.. અને સુખ દુઃખના સાચાં સાથી બની જાય છે.... બહું ઓછાં લોકો હોય છે જેને જીવનભર ની દોસ્તી મળે છે...
આ વાત છે બત્રીસ વર્ષ પહેલાં ની...
મણિનગરમાં એક જાણીતી સોસાયટીમાં રહેતા એક ધનાઢ્ય કુટુંબની...
બે ભાઈઓ અને સાત પેઢીમાં અવતરેલી દિકરી રવીના..
રવીના માંજરી આંખો અને સોનેરી લટ ની માલકણ હતી.
સ્કૂલમાં હતી ત્યારથી જ એની સોસાયટી ની બાજુની સોસાયટીમાં રહેતો કરણ એનો ખાસ દોસ્ત હતો...
પણ કરણના ઘરના મધ્યમવર્ગના હતાં...
કરણ મોટો હતો અને પછી બે ભાઈઓ અને એક નાની બહેન હતી...
આમ કરતાં કોલેજમાં આવ્યા...
કોમર્સ કોલેજમાં ભણતાં બન્ને...
સાથે જ જતાં અને સાથે જ આવતાં...
એકબીજાની ભાવનાઓને સમજતાં અને એકમેકને સાચવતાં...
રવીના નો રુઆબ જ એવો હતો કે એ જ્યાંથી નીકળતી ત્યાં વસંતનું આગમન થતું.
ગ્લેમર એના માટે લાલ જાજમ પાથરે.
કોલેજમાં આમેય એને પસંદ કરનારું આખું ટોળું હતું.
પણ એને તો કરણ પસંદ હતો ..
પણ કરણ ને તો કારકિર્દી બનાવવાની હતી.... એકવાર કારકિર્દી બની જાય પછી આખી જિંદગી લહેર કરવાની છે.
એટલે રવિના કરણ ની પાસે પ્રેમનો એકરાર કર્યો નહીં...
કરણ પોતાની પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખીને પ્રેમનો એકરાર કરતો નહીં...
ક્યાંક પ્રેમનાં ચક્કરમાં આવી સરસ દોસ્તી ગુમાવવી પડે એ એને મંજૂર નહોતું...
આમ એકબીજા નાં દિલમાં વસવા છતાંય પ્રેમ વ્યક્ત કર્યો નહીં...
કોલેજ પૂરી થતાં જ રવીના નાં લગ્ન એના જ સમાજના અને એક ધનાઢ્ય વેપારી નાં દિકરા સાથે એના મમ્મી પપ્પા એની રાજીખુશીથી કરાવી આપે છે.
રવીના દિલની વાત દિલમાં દબાવીને પરણીને સાસરે જાય છે...
રવીના એનાં સંસારમાં વફાદારી રાખે છે.
રવીના નાં પતિ ચેતન ભણીને પપ્પા નાં ધંધામાં જોડાઇ ગયો હોય છે...
એકબીજાને જાણ્યા સમજ્યા વગર લગ્ન કર્યા હતાં એટલે એકબીજા નાં વિચારો મળતાં નહોતાં...
ચેતન ને રૂપિયા અને ધંધાકીય આવડત નું અભિમાન હતું....
એ રવીના ની લાગણી સમજી શકતો જ નહીં..
જ્યારે રવીના ચેતન નાં દરેક અવગુણો ને માફ કરી પોતાનો બનાવવા કોશિશ કરતી રહી...
આમને આમ ત્રણ મહિના ક્યાં નીકળી ગયા એની ખબર ન પડી.
સાચું જ કહેવાય છે કે જોડીયો તો આકાશમાં થી જ બનતી હોય છે ...
એક દામ્પત્ય જીવન ને કોઈની નજર લાગી ગઈ....
રવીના નો પતિ ચેતન એક અકસ્માતમાં અવસાન પામે છે.
આ આઘાત રવીનાને હચમચાવી દે છે...
નાની ઉમર...
વિધવા નો અભિશાપ....
સમાજની ટીકા..
નિંદા.... વચ્ચે જીવન ડામાડોળ બનશે એ જાણી રવીનાના મમ્મી પપ્પા એને પિયર પાછી લઈ આવે છે...
આ બાજુ કરણને રવીના નાં સમાચાર મળે છે...
એ મળવા આવે છે...
બન્ને એકબીજાને જોઈને ચોધાર આંસુડે રડે છે...
રવીના નાં ઘરનાં બધાં વિચાર માં પડી જાય છે...
કરણ ને રવીના ને પાણી આપી શાંત કરે છે...
થોડો સમય બેસીને કરણ ફરી આવીશ કહીને નિકળી જાય છે...
આમ કરતાં એક વર્ષ થયું...
કરણ ગાંધીનગર ની એક મોટી કંપની માં જોબ કરે છે..
રવીના નાં મમ્મી પપ્પા રવીના ને બીજા લગ્ન કરી લેવા સમજાવે છે..
ત્યારે રવીના ઘરમાં કરણ ની વાત કરે છે..
આ બાજુ કરણ પોતાના ઘરમાં રવીના ની વાત કરે છે..
માતા પિતા વિધવા જોડે લગ્ન નહીં કરવા સમજાવે છે પણ કરણ આ વખતે મક્કમ હતો...
પોતાની નાનપણની દોસ્ત ગુમાવવા હવે તૈયાર નહોતો...
એ મક્કમ નિર્ધાર સાથે રવીના નાં ઘરે વાત કરવા આવે છે
ત્યારે જ રવીના નાં પપ્પા કરણ ને પૂછે છે કે તું રવીના સાથે લગ્ન કરીશ...
કરણ કહે હા હું તૈયાર છું...
શું રવીના તૈયાર છે???
રવીના કરણને જ પસંદ કરે છે અને હા કહે છે..
કારણકે...
એકબીજાને ચાહતા હોય છે કોલેજ જીવન દરમિયાન....
સુખી થવાનું એક સૂત્ર છે...
કે એકમેક ની લાગણીઓ ને સમજો તો સુખી થવાય...
બાકી તો ઘણી કહેવતો છે...
કે સુખી થવું હોય તો તમે જેને ચાહતા હોય એને નહીં પણ તમને જે ચાહતો હોય એની સાથે લગ્ન કરો....
આમ રવીના કરણ સાથે પુનઃલગ્ન કરી જોડાય છે.....
આમ જૂની ઘટનાઓ ભૂલીને રવીના આનંદમાં રહે છે અને સુખી હોય છે...
બંનેનું દામ્પત્ય જીવન સંગીતમય લયમાં વહી રહ્યું હતું...
કરણ રવીના ને જીવભરી પ્રેમ કરે છે....
રવીના પણ કરણ ને ચાહે છે....
હૃદયની લાગણીઓ પર કોઈનો કાબુ નથી હોતો....
ક્યારેક વિચારોમાં રવીના પોતાના પ્રથમ પતિના ખ્યાલોમાં ખોવાઈ જાય છે.....
કદાચ એ બંનેની સરખામણી કરી લે છે....
આ વલોણું એના દિલમાં જ વલોવાય છે....
પણ કરણ બધું જાણી જાય છે અને રવીના ને એ દુઃખભરી યાદોમાં નાં રહેવા સમજાવે છે ...
અને એક નહીં અનેક જન્મોના જીવનભર નાં સાચાં સાથી બની રહેવાનું વચન આપે છે...
અને કરણ જીવનભર ની સાચી દોસ્તી નિભાવી જાય છે...
રવીના પણ કરણની વાતો માનીને જીવનભર સુખ દુઃખની સાચી સાથી બની રહે છે...
અને કરણના પરિવાર ને મનાવીને એક મોટી વહુ તરીકે ની ફરજ બજાવે છે...
આમ નાનપણની દોસ્તી જીવનભર ની દોસ્તી બની ગઈ....
ભાવના ભટ્ટ અમદાવાદ.....