Man to Ironman - 7 in Gujarati Biography by Nilesh N. Shah books and stories PDF | પુરુષ થી લોખંડી પુરુષ - 7

Featured Books
  • જીવન પથ - ભાગ 33

    જીવન પથ-રાકેશ ઠક્કરભાગ-૩૩        ‘જીતવાથી તમે સારી વ્યક્તિ ન...

  • MH 370 - 19

    19. કો પાયલોટની કાયમી ઉડાનહવે રાત પડી ચૂકી હતી. તેઓ ચાંદની ર...

  • સ્નેહ સંબંધ - 6

    આગળ ના ભાગ માં આપણે જોયુ કે...સાગર અને  વિરેન બંન્ને શ્રેયા,...

  • હું અને મારા અહસાસ - 129

    ઝાકળ મેં જીવનના વૃક્ષને આશાના ઝાકળથી શણગાર્યું છે. મેં મારા...

  • મારી કવિતા ની સફર - 3

    મારી કવિતા ની સફર 1. અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃત આત્માઓ મા...

Categories
Share

પુરુષ થી લોખંડી પુરુષ - 7

પુરુષ થી લોખંડી પુરુષ

નિલેશ એન. શાહ

મેડિટેશન વિપશ્યના

ભાગ - 7

લગભગ 10-11 વર્ષ સળંગ કાર્ડીઓ કરવાની ટેવ પડી ગઈ. રોજ સવારે જો કસરત ન કરું તો આખો દિવસ કંટાળા જનક જાય અને મજા ન આવે. જો કસરત ન કરું તો પગ દુઃખવા લાગે માટે મારો નિયમ ચાલુ રાખ્યો. રોજ 1 કલાક કાર્ડીઓ અને 15 મિનીટ સ્ટ્રેચિંગ અથવા થોડું જીમમાં લાઈટ વેઇટ લીફ્ટ પણ કરતો. મારો કાર્યક્રમ મસ્ત બની ગયો હતો. સોમ-મંગળ આર્યમાનના જીમમાં ક્રોસ ટ્રેનીંગ, સાઈકલ, વગેરે મુડ આવે તેવી રીતે કરતો બુધવારે સ્વિમિંગ કરવા જતો ગુરુવારે ગોપીનાથજી ના દીવાના દર્શન - દેવદર્શન કરવા જતા. સવારે 6:15 વાગે નાહી ધોઈને નેહરુનગર પહોચી જતો સૌથી પહેલા મણીભદ્ર વીર પછી ગોપીનાથજીની હવેલી માં અખંડ દીવો પછી મહાલક્ષ્મી માતાના દર્શન પછી સાઈબાબા ના દર્શન પછી ગોવર્ધનનાથજી ના દર્શન અને બાલા હનુમાનના દર્શન કરી કલાક ચાલવાનું પતાવી દેતો. શુક્રવારે જીમ અને શનિવારે સ્વિમિંગ કરવા જતો. રવિવારે રોડ બાઈક લઇ સમયાનુસાર 20-25 કિલોમીટર સાઈકલ ચલાવી આવતો. આમ અલગ-અલગ કસરત ની ટેવ પડી ગઈ.

વિવિધ કસરત કરતા કરતા એપલ ની ઘડિયાળ માં સ્ટેપ રોજના ગણવા લાગ્યો. મનમાં ગોલ બનાવતો. આમ 2015 માં Olympics Triathlon પછી દરવર્ષે સ્ટેપસ નો ગોલ બનાવતો રહ્યો. થોડાથોડા સ્ટેપ્સ વધારતો 2016 માં લગભગ 10,800 સ્ટેપ્સ ની રોજની અવરેઝ કરતો. 2017 માં 13,500 ની એવરેઝ લાયો. 2018 માં 16,443 સ્ટેપ્સ અને 2019 માં 18,612 રોજના સ્ટેપ્સ ની એવરેઝ લાવ્યો. આમ રોજ કાર્ડીઓ કરવાથી સ્ટેમિના વધવા લાગ્યો રોજની લગભગ 2 કલાક કસરત થઇ જતી. સવારે એક-દોઢ કલાક અને સાંજે અથવા રાત્રે અડધી કલાક ચાલી લેતો. જોતજોતામાં મારો સ્ટેમિના રોજ વધવા લાગ્યો. આ બધામાં મને એટલી ખબર પડી કે Everything is Mind Over Body જો તમે મગજ માં નક્કી કરો તો તે ચોક્કસ કરી શકો હું મારા વિપશના માં શીખ્યો હતો તેમ કોઈપણ એક્શન નો પહેલો વિચાર મગજમાં આવે અને મગજમાં વિચાર આવ્યા પછી તમે નક્કી કરો છો અને પછી તે ચોક્કસ પૂર્ણ થાય છે. નોન-સ્ટોપ કાર્ડીઓ ના લીધે મારો કોન્ફીડન્સ પણ સખત વધવા લાગ્યો.

મારી વિપશનાની ટ્રેનીંગ અને ફીઝીકલ કસરત કરવાથી મારું મન એકદમ શાંત રહેવા લાગ્યું. મેં જાતે અનુભવ્યું કે જયારે તમે કસરત કરો છે કે મેડિટેશન કરો તો તમારું સ્ટ્રેસ ચોક્કસ દુર થાય છે. મારા નિયમ મુજબ લગભગ 1 કલાક કાર્ડીઓ કર્યા પછી 15 થી 20 મિનીટ વેઇટ લીફ્ટ કરી ઘરે આવી મેડિટેશન કરતો. અમારા પ્રોફેસનલ જીવનમાં મારે અને મારા પાર્ટનર મહેન્દ્ર શર્મા ને ઘણી તકલીફો આવી. છતાં અમે બંને શાંત રહી શક્યા. અને તકલીફો દુર કરતા ગયા. મારા ખર્ચા વધતા ગયા કેમકે નકુલ અને નંદીશ અમેરિકા ભણવા ગયા. પણ રેગ્યુલર કસરત અને મેડિટેશનથી હું ઘણો સંતુલિત રહેતો. આમ મારો નિયમને મારા ફાયદામાં ફેરવવા લાગ્યો. નીતા પણ રેગ્યુલર કસરત કરતી. તે રોજ પાવર યોગા રાજપથ કલબમાં કરવા શ્રીમતી કોમલબેન સાથે કરતી. મારા મિત્ર ભાવિનની પત્ની પ્રીતિ, પ્રફુલ ની પત્ની સ્વાતી સાથે સરસ મેળ પડ્યો. અને અમારા ગ્રુપ ના બધા લોકોએ હાફ મેરાથોન પણ પૂરી કરી. આમ જીવનશેલી બદલાઈ ગઈ. બધાની ઉંમર આમેય 50 ની ઉપર થઇ હતી. સારી સોબત ફેલાવવાથી ઘણું સારું થતું હોય છે. કહેવત છે કે આપવાથી વધે છે. સાચું સાબિત થયું જેમાં ઘણી મેરાથોન ઘણી સાઇકલ્થોન, સ્વિમિંગ કોમ્પિટિશન 5 વર્ષમાં મેં પૂરી કરી.

*****