sarad sanhita motini - 5 in Gujarati Short Stories by પ્રથમ પરમાર books and stories PDF | સરળ સંહિતા મોતીની. - ૫

Featured Books
  • अपराध ही अपराध - भाग 24

    अध्याय 24   धना के ‘अपार्टमेंट’ के अंदर ड्र...

  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

Categories
Share

સરળ સંહિતા મોતીની. - ૫

૯.સાચો પ્રેમ

ગુજરાતનું એક અનન્ય શિક્ષણ ઘરેણું એટલે ઋષિવર્ય નાનાભાઈ ભટ્ટ દ્વારા સ્થાપિત લોકભારતી વિદ્યાપીઠ.આજના અંગ્રેજી કેળવણીના ધખારાની વચ્ચે ભારતીય કેળવણી આપનારા જે કેટલાક જૂજ કેળવણીધામ બાકી રહ્યા છે તેમાનું એક એટલે લોકભારતી.એ લોકભારતીમાંથી આપણને એક આદર્શ અંગ્રેજીના અધ્યાપક અને ગુજરાતી સાહિત્યને એક હાસ્યલેખક મળ્યા જેનું નામ છે નટવરલાલ પ્રભુલાલ બુચ.વિદ્યાર્થીઓમાં તે 'બુચદાદા'ના નામે જાણીતા છે.આજે એના જીવનનો એક પ્રસંગ આપણને સાચા પ્રેમની પરિભાષા શીખવશે જ એવી મને આશા છે.

લોકભારતી પહેલેથી જ સહશિક્ષણની હિમાયત કરનારું કેળવણી તીર્થ બની રહ્યું છે.એમાં એક વખત બુચદાદાને ત્યાં ટી.વાય.માં ભણતા બે ભાઈ અને બહેન આવ્યા.આવીને તેમણે બુચદાદાને કહ્યું,''દાદા, અમે બંને ત્રણ વર્ષથી સાથે ભણીએ છીએ.આ અગાઉ પણ અમને એકબીજાનો પરિચય છે જ.વળી,અમારા માતા પિતાની સંમતિ પણ મળી ગઈ છે.હવે અમે સાથે જોડાવા ઇચ્છીએ છીએ."વિચાર તો એ કરવાનો છે કે જ્યારે આજે કોઈ વિદ્યાર્થીને કોઈ શિક્ષકને અભ્યાસલક્ષી કંઈ પૂછવું હોય તો પણ એપોઇન્ટમેન્ટ લેવી પડે અને ચાર વખત ધૂંણવું પડે એવી સ્થિતિ છે ત્યારે બુચદાદા એ કેવા અનોખા શિક્ષક હશે કે એના વિદ્યાર્થીઓ એને પોતાની પ્રેમકથાની વાત કરે.આજના શિક્ષક આમાંથી ઘણું બધું શીખી શકે એમ છે.

"તમારો સ્નેહસંબંધ અખંડ રહે".બુચદાદાએ આશીર્વાદ આપતા કહ્યું અને તે બંને દાદાને પગે લાગ્યા.દાદાએ બંનેને એક એક પારલેની ચોકલેટ આપી અને જરા જરા ઝીણો ચૂરો આપ્યો.પછી કહ્યું,"આ વાતની કોઈને ખબર છે?"પેલા બંનેએ ના કહી એટલે દાદાએ કહ્યું,"અહીંના નિયમો જાણો છો ને?" પેલા બંનેએ કહ્યું,"હા, દાદા. એટલે તો તમારી પાસે સલાહ માર્ગદર્શન લેવા આવ્યા છીએ."બુચદાદા કહે,"સારું,પણ હવે તમારી જવાબદારી વધી જાય છે.હવે તમારે પરસ્પર ન મળવું.મળવાની જરૂર ઉભી થાય તો અહીં મારે ત્યાં જ આવવું.પણ સંસ્થામાં અન્યત્ર કશે ન મળવું.અન્ય કામકાજ હોય તો મળતાં રહેજો."પેલા બંને એક દિવ્ય સંતોષ સાથે વિદાય થયા.

સાચો પ્રેમ એ કોઈને બતાવવા માટે નહીં અનુભૂતિ માટે કરવો જોઈએ એ આ પ્રસંગની નીપજ છે અને સાથે સાથે બુચદાદાની પ્રકૃતિનો પણ આપણને પરિચય થયો.એમની શારીરિક દેહરચનાને રજૂ કરતી એક પંક્તિ અહીં મુકું છું,

"ધોતી-ઝબ્બો લાકડી,ઉનની માથે ટોપી,
નાગર નમણો, દેહ દુબળો,નરસૈંયાની કોપી."

૧૦.અજવાળું

આજે વાત કરવી છે એક પ્રેરણાદાયી વાર્તાલાપની જે આદિવાસીઓના 'પરભવના પિતરાઈ' નામે ઓળખાતા નરસિંહભાઈ ભાવસાર અને ઇડર રાજ્યના એ વખતના ગૃહપતિ અને શિક્ષક કે જેને ઉમાશંકર જોશી અને પન્નાલાલ પટેલને ઘડ્યા તે ખીમજીભાઈ વચ્ચેનો છે.કદાચ આ સાવ ટૂંકો વાર્તાલાપ જે માણસ સમાજસેવાનો જુસ્સો ધરાવે છે અને આજની મોટા મોટા ભાષણો કરતી અને કામ માત્ર દેખાડા પૂરતું કરતી સરકારોને એને કામ આવે:-

નરસિંહભાઈ :સાહેબ મને એક વાત સમજાતી નથી કે જંગલમાં વાઘ,વરુસાથે બાથ ભીડતી અને કાળઝાળ મજૂરી
કરતી આ પ્રજા આટલી ભિરુ શા માટે?ચોપગાથી
લેશમાત્ર ન ડરનાર બેપગા માનવીથી કેમ ભાગતી
ફરે છે?એમનું સારું કરવા જઈએ છીએ છતાં કેમ
સામે હાથ લંબાવતા નથી? ક્યારેક તો એવું લાગે છે કે એમના ભલા ની પણ એમને તમા નથી.

ખીમજીભાઈ: નરસિંહભાઈ અજવાળું હોય અને પછી અંધારું
થઈ જાય ત્યારે આપણને અજવાળાની યાદ સતાવ,અજવાળા માટે આપણે તલસીએ. કોઈ દીવાસળી ધરે તો ઝડપી લઈએ કારણકે અજવાળાની
આપણને ઓળખ છે પણ ધારી લો કે આપણે
અંધારામાં જ જન્મ્યા હોઈએ અને અજવાળું કઈ
ચીજ છે એની ખબર જ ન હોય તો જન્મથી જ
આંધળા આગળ લાઈફ ઓન છે કે ઓફ છે એમાં
શો ફરક પડે? તમે એને દીવાસળી ધરવા હાથ લાંબો કરો અને હાથ લાંબો ન કરે તો તમે એને શું કહેશો?

નરસિંહભાઈ તો એની વાત સમજી ગયા અને આજીવન પોતે અપરિણીત રહીને આદિવાસીઓની સેવા કરી અને તેઓમાં લોકપ્રિય પણ બન્યા અને ઉપર તેમના માટે લખેલું બિરુદ પણ આદિવાસીઓની જ ભેટ છે.આપણને થાય કે આ તો ઘણા વર્ષો જૂની વાત છે પણ ના આજે પણ આઝાદીના આટલા વર્ષો બાદ પણ હજુ આવા અનેક પ્રદેશો છે જ્યાં ખરેખર આવી સ્થિતિ છે જેના પર નથી કોઈ કહેવાતા સમાજસેવકની નજર પડતી કે નથી કોઈ પોતાને દેશસેવક ગણાવતી સરકારની નજર પડતી!