ek pal ni jindgi in Gujarati Motivational Stories by Jeet Gajjar books and stories PDF | એક પળ જિંદગીની 

Featured Books
  • انکہی محبت

    ️ نورِ حیاتحصہ اول: الماس… خاموش محبت کا آئینہکالج کی پہلی ص...

  • شور

    شاعری کا سفر شاعری کے سفر میں شاعر چاند ستاروں سے آگے نکل گی...

  • Murda Khat

    صبح کے پانچ بج رہے تھے۔ سفید دیوار پر لگی گھڑی کی سوئیاں تھک...

  • پاپا کی سیٹی

    پاپا کی سیٹییہ کہانی میں نے اُس لمحے شروع کی تھی،جب ایک ورکش...

  • Khak O Khwab

    خاک و خواب"(خواب جو خاک میں ملے، اور خاک سے جنم لینے والی نئ...

Categories
Share

એક પળ જિંદગીની 

રાહુલ તેના દરેક કામ પડતા મૂકી તેની પત્ની નો સુરીલો અવાજ સાંભળવા નો લ્હાવો તે ક્યારેય ચુકતો ન હતો આ એજ અવાજ હતો જયારે લગ્ન થયા હતા અને આજે પચાસ વર્ષ ની ઉંમરે પણ આ જ શબ્દ ની મધુરતા એવી જ લાગી રહી હતી.

તેની આ એજ ધર્મપત્ની છે...જેની સાથે રાહુલે ત્રીસ વર્ષ પહેલાં લગ્ન કર્યા હતા ત્યારે ..તેની સાથે દલીલ કરતા કરતા રાહુલ થાકી જતો. પણ એ હથિયાર કદી નીચે ના મુકતી. જબરજસ્ત જીવનમાં ઉંમર પ્રમાણે પરિવર્તન છેલ્લા દશ વર્ષ થી રાહુલ જોઈ રહ્યો છે તેનું અાધ્યાત્મિક લેવલ ઉપર જતું હતું..

ઘડપણ આવે એટલે ઝગડા કરવાની શક્તિ અદ્રશ્ય થતી જાય. સમજ શક્તિ ખીલતી જાય પહેલાં નાની નાની વાતો ઉપર દલીલ અને ઝગડાનું સ્વરૂપ લેતા હતા આજે દલીલો ને હસવામાં કાઢી નાખીએ છીએ
કારણ સમય અને પરિસ્થિતિ ની થપ્પડ એ ભલ ભલાને ઢીલા કરી નાખે છે.

એક કારણ ઉમરનું પણ છે. સતત એક બીજા ને બીક લાગે છે. કયું પંખી કયારે ઉડી જશે તે ખબર નથી. બચેલા દિવસો આનંદ અને મસ્તીથી વિતાવી લઈએ.

પતિ પત્ની ના સંબંધોમાં નિખાલસતા આવતી જાય. જીતવા કરતા હારવામાં મજા આવતી જાય દલીલ કરવા કરતાં મૌન રહેવામા મજા આવતી જાય જેમ જેમ એક બીજા ના શરીર પ્રત્યે ના આકર્ષણ ઓછું થતું જાય અને પ્રભુ પ્રત્યે નું આકર્ષણ વધતું જાય. સમજી જાવ કે. ઘડપણ બારણે આવી ગયુ છે..

જે લોકો ઘડપણમા ફક્ત રૂપિયાનુંજ આયોજન કરે છે. તે લોકો હંમેશા દુઃખી હોય છે અને બીજા ને કરે છે.
તેઓ ઘડપણ મા મંદિર કે બાગ બગીચા મા જવાનુ આયોજન નથી કરતા. પણ બેંક મા પાસ બુક ભરવાનું આયોજન પહેલેથી કરી રાખે છે. તેમની જીંદગી બેન્ક અને ઘર વચ્ચે જ ખલાસ થઈ જાય છે. રૂપિયા એકલા માનસિક શાંતિનું કારણ નથી. ઘણી વાર રૂપિયા પણ અશાંતિ નું કારણ બનતું હોય છે..

ઘડપણમાં લેવા કરતા છોડવાની ભાવના ,કટાક્ષ કરવા કરતા પ્રેમ ની ભાષા. સંતાન હોય કે સમાજ પૂછે એટલા નો જ જવાબ આપતા થશો ત્યારે ઘડપણ ની શોભા વધી જશે. તમારી નિખાલસતા ,આનંદી સ્વભાવ અને જરૂર લાગે ત્યારે તટસ્થ અભિપ્રાય..એ તમારી ઘડપણ ની પહેચાન છે...

રાહુલ છાપામા ધ્યાન કેન્દ્રિત કર્યું..ત્યાં જ દીકરીનો ફોન આવ્યો સેવા પુરી થઈ ગઇ હતી પત્નીએ પોતે બનાવેલ સિદ્ધાંતો મુજબ હસી -ખુશી ની વાતો કરવાની
કોઈ ની પંચાત સાંભળવાની નહીં કે પોતે કરવાની નહી તબિયતની પુછા કરી પછી ફોન રાહુલ ને આપ્યો. સ્વભાવ મુજબ સહેલી શિખામણ આપી કીધુ બેટા ઘણા દિવસથી તું નથી આવી તારો ઘરે કયારે આવવાનો પ્રોગ્રામ છે...?

દીકરી કહે તમારા જમાઈને પૂછીને કહીશ સારું બેટા જય શ્રી ક્રિષ્ના કહી રાહુલે ફોન મૂકી દીધો....

પત્ની કહે તમે પણ શું ?એને આવવું હશે ત્યારે આવશે હવે પૂછવાનું બંધ કરી દો એ લોકો એમને ત્યાં આનંદ અને મસ્તી માં જીવે છે તો આપણે તે લોકોને યાદ કરી આપણો વર્તમાન શું કામ બગાડવો ?
લાગણી માટે યાચક ના થવાય સમજ્યા...

પત્ની હસતા હસતા બોલી.. મારા જેવું રાખો..
"આવો તો પણ સારું..ના આવો તો પણ સારું..
તમારું સ્મરણ તે તમારા થી પ્યારું.."...

પંખી ને પાંખો આવે એટલે ઉડે ...ઉડવા દો કોઈ દિવસ માળો યાદ આવશે ત્યારે આવશે.
પણ ત્યારે માળો ખાલી હશે.
પત્નીની આંખમા પાણી હતા પણ જીંદગી જીવવાની જડ્ડી બુટ્ટી તેણે શોધી લીધી હતી.

તરત જ મન મક્કમ કરી બોલી લો ચા પીવો અને નાહી લો આજે શ્રાવણ મહિના નો સોમવાર છે. મંદિરે જવાનું છે..

પાંચ મિનિટ બેસ ..ને
રાહુલ હસતા હસતા કીધું ,
માલિકી હક્કની અસર છે આ બધી.
પત્ની કહે કંઈ સમજાયું નહીં..
રાહુલે કીધુ તું પહેલા મને કહે દીકરી ના લગ્ન થાય એટલે માલિકી હક્ક કોનો માં બાપ નો કે જમાઈનો ?

પત્ની કહે હસતા હસતા બોલી આમ વિક્રમ વેતાલ જેવા સવાલ ના કરો જે હોય તે સીધે સીધું કહો..

આનો મતલબ પોતાની રીતે નિર્ણય લેવા પૂરતો પણ સક્ષમ નથી બધું પત્ની ને પૂછી ને એક માઁ બાપ જ દુનિયા મા એવા છે..કે તે કદી પોતાના સંતાન ની ખોડ ખાપણ ને નજર અંદાજ કરી અવિરત પ્રેમ કરે છે.

અરે , તમોને સવાર..સવારમાં થઈ શુ ગયું છે..? પત્ની બોલી..

પત્ની તેં તારી લાગણીઓને દબાવી દીધી છે...અને હું વ્યક્ત કરું છું...ફરક એટલો જ છે..
બાકી બન્ને ની વેદના એક સરખી જ છે..

જો અપેક્ષા દુઃખો ની જનેતા છે છોડ ને આ બધું સવાર..સવાર માંમારા તરફ થી ફરિયાદ હોય તો કહે પત્ની બોલી

તારી વાત તો સાચી છે એકલા છીએ એટલે જ શાંતિ છે. રોજ રોજ દીકરા વહુના મૂડ પ્રમાણે ચાલવું એના કરતાં એકલા રેહવું સારું આપણી જરૂરિયાત પણ કેટલી રોજ કિલો શાક સમારી ને આપો ,તો પણ વહુ તો એમજ કે ઘરડા માણસથી કામ શું થાય ?

ગઈ કાલે દીકરીનો પણ ફોન હતો તે પણ રજાની મુશ્કેલી છે જમાઇ રાજ પણ આવું જ કેહતા હતા..

પત્ની કહે ..બધાય પ્રવૃતિશીલ છે અને આપણે બન્ને જ નવરા છીયે દીકરાને વહુ લઈ ગઈ. અને દીકરી ને જમાઇ રાજ
આપણે તો હતા ત્યાં ને ત્યાં..

ચલ આજે મૂડ નથી પિકચર જોવા જઈએ.
કયું પિકચર જોવું છે. પત્ની બોલી.

ચલ હવે ટેકો કર તો ઉભો થઇ શકીશ આ પગ પણ..

પત્ની ભેટી પડી એટલું જ બોલી"
"મેં હું ના"
રાહુલ ફરીથી જાણે ૨૫ વર્ષ નો નવ જુવાન થઈ ગયો. તેવી તાકાત તેના શબ્દોએ તેને આપી દીધી..

જીત ગજ્જર