mitra ane prem - 10 in Gujarati Fiction Stories by Jayesh Lathiya books and stories PDF | મિત્ર અને પ્રેમ - 10

Featured Books
Categories
Share

મિત્ર અને પ્રેમ - 10

હું અને મુકેશ સીટ બેલ્ટ બાંધી આગળ બેઠા હતા. પાછળ પારૂલ બેઠી હતી. ખબર નહીં અચાનક શું થઇ ગયું કે અમારી ગાડી સામેની સાઈડમાં જતી પ્રાઈવેટ બસ સાથે અથડાઈ અને ધડાકાભેર અવાજ આવ્યો.
એ તો સારું કહેવાય કે બસ ડ્રાઈવરે સમયસર બ્રેક મારી નહીંતર અમે ત્રણેય કાળનો કોળિયો બની જાત.
પાછળથી જાણવા મળ્યું કે ગાડીની બ્રેક ફેલ થઈ હતી તેના કારણે અકસ્માત સર્જાયો.
અમને ત્રણેયને ગંભીર ઈજા પહોંચી હતી. સૌથી વધુ પારૂલ ને લાગ્યું હતું. કેમકે ગાડીનો પાછળનો ભાગ બસ સાથે ધડાકાભેર અથડાતા પારૂલ ને વધારે લાગ્યું હતું

મુંબઈની ટ્રાફિકમાંથી પસાર થઈ અમે માંડ માંડ હોસ્પિટલમાં પહોંચ્યા. ત્યાં આપણી જેમ ૧૦૮ ની સુવિધા નહોતી.

અમારા અકસ્માતના સમાચાર સાંભળી સરીતા પણ હોસ્પિટલમાં આવી પહોંચી હતી.

તેનું લોહી ખુબ વહી ચુક્યુ છે. સમયસર લોહી ચઢાવવું પડશે નહીંતર તમારી પત્નીના કોમામાં જવાના કે મરવાના ચાન્સ વધારે છે : હોસ્પિટલના ડોક્ટરે સરીતા ને કહ્યું

મને અને મુકેશને માથાના ભાગે ભારે ઈજા પહોંચી હતી. તેમ છતાં તબીયત સારી થતાં બે-ત્રણ દિવસમાં અમને રજા આપી દેવાઈ.
હું તરત પારૂલ ને મળ્યો તે ખૂબ ગભરાયેલી હતી. શરૂઆતમાં તો મને મળવાની પણ ના પાડી દીધી કેમકે તે અકસ્માત પછી ભાનમાં આવી જ નહોતી.
જ્યારે તે ભાનમાં આવી હું તરત તેને મળવા માટે તેના વોર્ડ રૂમમાં ગયો. તેની આંખમા આંસુ હતાં. તે કાંઈ બોલવાની કોશિશ કરી રહી હતી પરંતુ શબ્દો તેના હોઠ પર આવતા નહોતા. મે તેના હોઠ પર આંગળી મૂકી દીધી અને કાઈ ના બોલવા કહ્યું પછી મેં તેના હાથની હથેળી મારા હાથમાં સહેજ દબાવીને કહ્યું તને કાંઈ નહીં થાય. કાંઈ બોલ નહીં મગજ પર સહેજ પણ ભાર ના આપ અને આરામ કર. બધું સારું થઈ જશે.
તેણે બીજા હાથે મારો હાથ હોઠ પરથી હટાવી કહ્યું મારે એક વાત કહેવી છે.
બધું પછી કહેજે અત્યારે સાવ ચુપ થઇ જાય. આરામ કર.
નહી.. અત્યારે જ

તારી મમ્મી પણ તારી જેવી જીદ્દી જ હતી. હું તેનો સ્વભાવ જાણતો હતો એટલે મેં તેની વાત સાંભળી

મારી ઈચ્છા છે કે આપણી આશીતાના લગ્ન મોટા થઈને આલોક સાથે થાય

હા પણ..હું કાંઈ આગળ બોલું તેની પહેલાં તો તેનો શ્વાસ થંભી ગયો હતો.

હું રીતસરનો રડી પડ્યો. મારી પાછળ આવીને સરીતા અને મુકેશ મારી વાત ક્યારના સાંભળતા હતા તેની મને જાણ પણ નહોતી.

આશીતા પોતાના પપ્પાની વાત સાંભળી રડવા લાગી. તેના પપ્પાને પણ રડવું હતું પરંતુ તે રડ્યા નહીં. ત્યા ડોર બેલ નો અવાજ સંભળાયો.

આશીતા સ્વસ્થ થઈ ગઈ. પોતાનો ચહેરો બરાબર કરતી અને કાચમાં એક વાર જોઈ તે દરવાજો ખોલવા ગઈ. અશ્વિનભાઈ પણ ભુતકાળ માથી વર્તમાનમાં આવી પહોંચ્યા હતા અને દરવાજા તરફ નજર ફેરવી

દરવાજા ઉપર આલોક હતો.

પહેલી વખત મુલાકાત થયા બાદ આજે પહેલી વખત આશીતા અને આલોક એકબીજાની સામે હતા. યુનિવર્સિટીની પરીક્ષા હોવાથી ફોન ઉપર એકબીજા સાથે વાત કરવાની અશ્વિનભાઈએ ના પાડી હતી.

કેમ છો તમે.. હવે તો આપણે મળી શકીશું ને ? આલોકે અંદર દાખલ થતાં કહ્યું

આશીતા શરમાઈને રસોડા તરફ જતી રહી

આલોકને જરા અજુગતું લાગ્યું.

મુંબઈથી ક્યારે આવ્યા આલોક બેટા : અશ્વિનભાઈ એ કહ્યું

આજે સવારે જ આવ્યો પપ્પા. આજે તો રજા પણ નથી તમારે તેમ છતાં ઘરે?

આજે તમે આવવાના હતા એટલે ઓફિસ ના ગયો.

રસોડામાંથી આશીતા પાણી ભરીને લાવી ત્યારે બંને પિતા અને પુત્રીએ એકબીજાની સામે જોયું. અશ્વિનભાઈએ ઈશારો કરીને સમજાવી દિધું કે આલોકને પોતાની તબિયત બાબતે કોઈ પણ વાત ના કરવી.

પપ્પા હું એક દિવસ જ અહીં રોકાવાનો છું. પછી મુંબઈ ચાલ્યો જવાનો છું. તમારી ઈચ્છા હોય તો અમે આજે બહાર ફરવા જઈએ.

અરે એવું તે કાંઈ મને પુછવાનું હોય. આશીતાને પુછી જુઓ. હવે તો તારે બધું એમને જ પુછવાનું છે : અશ્વિનભાઈએ હસતા હસતા કહ્યું

થોડી વાર પછી આશીતા અને આલોક બંને ફરવા માટે ડુમ્મસ ગયા.


ડુમ્મસ બીચ એટલો બધો તો વિકસીત નથી થયો તેમ છતાં સુરતીઓ માટે જોવા લાયક નઝરાણું છે. બંને પહેલા થોડો સમય ફર્યા ફોટા પાડ્યા પછી એક છાંયડો શોધી ત્યાં બેઠા.

તમે આ સંબંધથી ખુશ છો ? આલોકે પુછ્યું

કેમ એવું પુછો છો? હું ખુશ છું

તમારા વર્તન પરથી મને નથી લાગતું કે તમે મારી સાથે ખુશ હોય

એવુ કાંઈજ નથી. આપણે ફરવા આવ્યા છીએ તો કોઈ બીજી વાત કરીએ.

આજે હું આવ્યો ત્યારે તમે ઘરે શાંત હતા. કાંઈ બોલ્યા નહીં. તમારી પરીક્ષા પુરી થઈ તેનો એક મહિનો થઈ ગયો તેમ છતાં ના કોઈ ફોન કે ના મેસેજ.

તમે જાણો છો કે મારા પપ્પાએ વાત કરવાની ના પાડી હતી એટલે..

એ તો પરીક્ષા હતી એટલે ના પાડી હતી પછી તો વાત થઈ શકતી હતી? આલોકે પુછ્યું

ભુલ થઈ ગઈ.. સોરી


આગળ