melu pachhedu - 5 in Gujarati Moral Stories by Shital books and stories PDF | મેલું પછેડું - ભાગ ૫

The Author
Featured Books
Categories
Share

મેલું પછેડું - ભાગ ૫

હેલી ને પોતાની બાજુ માં ઉંઘ તો આવી હશે ને એવું અજયભાઈ મન માં વિચારતા હતા ત્યાં જ હેલી ની ‘બચાય…… બચાય’ ચીસ સાંભળી અજયભાઈ અને રાખીબહેન હેલી ના રૂમ તરફ દોડ્યા.
રૂમ માં જઇ જોયું તો હેલી ઉંઘ માં બચાય …. બચાય બોલતી હતી . અજયભાઈ એ હેલી ને ઢંઢોળી હેલી………. હેલી વ્હોટ હેપન બેટા ……… હેલી ની આંખો બંધ હતી પણ તે બબડતી હતી , શરીર પરસેવે રેબઝેબ હતી અને બોલતી હતી , ‘નાથા બચાય બચાઆઆઆય’ અજયભાઈ એ હેલી ને હાથ ખેંચી ઉભી કરી રાખીબહેને તેના મોં પર પાણી છાંટ્યું તેથી તે બેબાકળી ઉભી થઇ ગઇ.
ઘર માં કામ કરતા સવૅન્ટસ પણ અવાજ સાંભળી દોડી આવ્યા, બધા ને ત્યાં હાજર જોઇ હેલી એ પૂછ્યું , ‘વ્હોટ હેપન્ડ ?’ તેના આ સવાલ થી અજયભાઈ નવાઈ પામ્યા અને રાખીબહેન સામે જોયું પછી હેલી ના માથે હાથ ફેરવતા બોલ્યા, ‘બેટા તું ઉંઘ માં બચાય….. બચાય કરતી હતી અને પછી કોઈ નાથા ને બોલાવતી હતી.
બેટા તને કંઈ થયું છે કે તને કોઈ હેરાન કરે છે? ઓફિસ માં કે બીજે ક્યાંય? કેમ ગભરાઈ ગઇ ? અને આ તું કઈ રીતે બોલતી હતી ? તું ગુજરાતી પણ પ્રોપર નથી બોલી શકતી અને આ ગ્રામીણ ભાષા?
બેટા શું વાત છે , તારી મોમ કહેતી હતી કે તું બે- ચાર દિવસ પહેલા પણ ડરી ગઇ હતી અને કાલે રાત્રે પણ કદાચ એટલે જ તું અમારી સાથે ઉંઘી ટેલ મી ડાર્લિંગ વ્હોટ હેપન’ કહી અજયભાઈ એ હેલી ને બાથ માં લઈ રડવા જેવા થઈ ગયા.
હેલી અસમંજસ માં હતી કે પોતાની સાથે આ શું થઇ રહ્યું હતું ? તે સમજી ગઇ કે ફરી એ જ સ્વપ્ન હશે. પણ આજે નવું સાંભળવા મળ્યું કે તે ગુજરાતનાં કોઈ ગ્રામ્ય વિસ્તાર ના શબ્દો પણ બોલતી હતી કેમ ,ક્યાંથી કેવી રીતે???? ઓહ…….. તેને બહુ થાક નો અનુભવ થતો હતો બાજુ માં બેઠેલા પિતા ની સોડ માં તે લપાઈ ગઇ હવે તે પોતાની જાતને સુરક્ષિત માનતી હતી .
અજયભાઈ ને તેની માનસિક હાલત જોઇ દુઃખ થતું હતું તેને હેલી ની આ હાલત માં એક જ રસ્તો સૂઝ્યો રાખીબહેન ને બાજુ માં બેસાડી પોતે રૂમ ની બહાર ગયા હેલી પિતા ને જતા જોતી હતી તેના ડેડ કેમ અચાનક ઉભા થયા તે વિચારતી જ હતી ત્યા અજયભાઈ પરત ફર્યા .
અજયભાઈ ને ડોકટર તરીકે હેલી નો આરામ જ એક ઉપાય એમ વિચારી diazepam(ઉંઘ ની દવા ) નો લાઇટ ડોઝ ઇંજેક્શન રૂપે હેલી ને આપી દીધું. હેલી અને રાખીબહેને કંઈ જ ન પૂછ્યું . થોડી મિનિટો માં હેલી નિંદ્રાધીન થઇ ગઇ અને અજયભાઈ તેની બાજુ માં બેસી ગયા.
રાખીબહેન ઘણી વાર સુધી ત્યાં બેઠા રહ્યા પછી અજયભાઈ ના કહેવાથી પોતાના ગૃહકાર્ય માં લાગ્યા.
ઘણા કલાકો સુધી ઊંઘતી હેલી જ્યારે ઉઠી તો પિતા ને પોતાની પાસે જ જોયા , તે બેઠી થઇ ને પિતા ને વળગી પડી પિતા અજયભાઈ પણ ઘણીવાર સુધી તેને પંપાળતા રહ્યા . પછી બોલ્યા, ‘બેટા યુ હેવન્ટ હેડ ફૂડ ફ્રોમ મોર્નિંગ નાઉ પ્લીઝ ગેટ અપ એન્ડ ગેટ રેડી ફોર લંચ’.
હેલી ને થોડી નબળાઈ લાગતી હતી પણ તે સમજી ગઇ કે આટલા સમય સુધી તેના માં-બાપે અન્ન નહીં લીધું તેથી તે ફટાફટ રેડી થઈ લંચ કરવા નીચે આવી .
જમતા જમતા તે વિચારવા લાગી પોતે કેટલી મૂખૅ હતી કે આટલા લવીંગ , કેરીંગ પેરેન્ટસ ને છોડી માકૅ પાછળ ગાંડી થઈ.પોતે કરેલી ભૂલ માટે મનોમન પસ્તાઇ રહી હતી . મને ખોટા રસ્તે થી પાછી લાવનાર એ સ્વપ્ન અને તેની હકીકત હવે હું જાણું જ છું તો મારે મોમ -ડેડ ને કહેવી જ પડે .
‘કેમ બેટા બહુ વિચારે ચડી ગઈ છે કે પછી જમવાનું તને ના ભાવ્યું ? આજ ઇન્ડિયન સ્ટાઇલ ફૂડ બનાવ્યું છે તે તને ના ભાવ્યું? તને પાસ્તા બનાવી આપું?’ રાખીબહેને હેલી ને તંદ્રા માંથી જગાડતા કહ્યું.
‘ નો…….નો મોમ ફૂડ ઇઝ ઓસમ એન્ડ આઇ લાઇક ઇટ, કેન વી સીટ ઇન ધ ગાડૅન આફટર ટેકીંગ મીલ ઓલ્ડીઝ?’
હેલી ના આ મજાકીયા લહેકા થી તેના માતા-પિતા એ રાહત નો શ્વાસ લીધો.
(ક્રમશઃ)