beat of love - 3 in Gujarati Fiction Stories by Hitesh Parmar books and stories PDF | પ્યારનો માર - પ્યારની હારથી વાર અને માર -3

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

પ્યારનો માર - પ્યારની હારથી વાર અને માર -3



કહાની અબ તક: સોનાલી પર આવેલા અજાણ્યા કોલની ધમકીની જાણ કરવા માટે એનો કલોઝ ફ્રેન્ડ વિશાલ અને અર્જુન તહકિકાત હાથ ધરે છે! ત્યારે ગુંડાઓ એમને રાકેશ નું નામ આપે છે, જે એની બહેન કરીના નો બોયફ્રેન્ડ છે. એ ગુંડા રાકા પર ની કોલ થી એ લોકો પુરાણા અડ્ડા એ જાય છે! ત્યાં રાકેશ બીજો નીકળે છે... એના પેટમાં અસલી રાકેશ એ બોમ્બ ફિક્સ કર્યો હતો અને એણે પહેલા એને સોનાલી માં બોમ્બ ફિક્સ કરવા કહેલું! આ રાકેશ ને જ્યારે ફોટો બતાવાયો તો એણે રાકેશ જ હોવાનું કહ્યું તો સૌ એણે ઘરે ગયા પણ ત્યાં ગયા તો સૌ સ્તબ્ધ થઈ ગયા! રાકેશ તો હસતો હતો અને કહેતો હતો કે કોલેજની વાતો ને સિરિયસલી ના લેવાય!

જ્યારથી રાકેશ નામ રજિસ્ટર્ડ ની જાણ થઈ ત્યારના જે રાકેશ રાકેશ કરતા એ તો ભલો ભોળો હતો! શું ભ્રમ હતું અને શું સચ્ચાઈ?! બધા અત્યંત મુંઝવણ માં હતા!

હવે આગળ: આ વાત જાણતા વિશાલ એ કહ્યું, "તો આ ફોન કોનો છે?!"

જવાબમાં રાકેશ બોલ્યો, "અરે આ ફોન તો મે મયૂરને આપ્યો હતો!"

કોલેજના સમયથી જ એક પણ એવો પિક નહિ હોય જેમાં રાકેશ અને મયુર જોડે ના હોય! બંનેની ખાસ ફ્રેન્ડ શીપ હતી!

અર્જુન ને હવે એની ભૂલ સમજાઈ એણે પેલા રાકેશના કલોન (ડુપ્લીકેટ) ને કહ્યું, "ફોટામાં બે વ્યક્તિ હતા - એક રાકેશ અને બીજો મયુર!"

રાકેશના ક્લોન એ કહ્યું, "હા, આ મયુર એ જ તો મને રાકેશ બની કહેલું બોમ્બ ફિક્સ કરી દેજે એમ!"

સૌ ને હવે આખી વાત સમજાઈ ગઈ હતી!

"પણ, મયુર તો મારો ખાસ ફ્રેન્ડ હતો તો એ મને જ કેમ આમ ફસાવે છે?!" રાકેશ ને રીતસર ઝટકો લાગ્યો!

"એ તો હવે ખબર પડશે, ચાલો એણે પકડીએ! એ જ આપણને સચ્ચાઈ જણાવશે!" વિશાલ બોલ્યો અને સૌ પોતપોતાના ઘર એ જવા રવાના થયા.

🔵🔵🔵🔵🔵

"વિશું, આ તો વાત જ સાવ જુદી જ નીકળી!" જમી ને સોફા પર વિશાલના ખોળામાં માથું રાખી ને સોનાં બોલી.

"હા... જોકે મયુર એ આ બધું શા માટે કર્યું હશે?!" વિશાલ બોલ્યો.

"અરે વાત તો એમ હતી ને કે મયુર ને શુરૂથી જ કરીના બહુ જ ગમતી હતી! એણે તો રાકેશ સાથે પણ એટલે જ ફ્રેન્ડ શીપ કરેલી કે એ કરીના થી નજીક રહી શકે!" સોના બોલતી હતી.

"ઓહ! એવું હતું એમ! મને તો ખબર જ નહોતી!" વિશાલ એ આશ્ચર્ય થી કહ્યું.

"હા... એક દિવસ જ્યારે રાકેશ ને ખબર પડી ને કે મયુર ને કરીના બહુ ગમે તો બંનેની દોસ્તી દુશ્મની માં તબદીલ થઈ ગઈ! જોકે ઉપર ઉપર થી દેખાવા માટે બંને દોસ્તીનું નાટક કરે છે!" સોના બોલી.

🔵🔵🔵🔵🔵

સવારે મયુરના ઘરે જવા માટે વિશાલ એ અર્જુન ને કોલ કર્યો. એના પગ નીચેથી જમીન જ સરકી ગઈ! એણે વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે શું એ સત્ય હતું! ફોન પર એણે એક અજાણ્યા વ્યક્તિ એ કહ્યું, "અર્જુન મારા કબજા માં છે. જો એની ખેર ચાહતો હોય તો ચૂપચાપ સોનાં મને આપી દે!"

એક અટ્ટહાસ્ય સાથે એણે ફોન મૂકી લીધો!

એણે એક મેસેજ માં એનું એડ્રેસ મોકલ્યું.

"વિશુ, શું કહ્યું અર્જુન એ?!" સોના સાહજિક રીતે જ કહ્યું.

"અરે, અર્જુનનું કીડનેપિંગ થઈ ગયું! અર્જુન ને બદલામાં હવે એ લોકો તને માગે છે!" વિશાલ રડમસ હતો.

"કંઇ નહિ, હું મરી પણ જઈશ ને તો પણ અર્જુન ને કઈ જ નહિ થવા દઉં! અરે એ બિચારાની શું ભૂલ?!" સોનાંથી રડી જવાયું.

"હા... પણ તારી પણ તો કોઈ ભૂલ નથી! હું તમે બંને ને કઈ જ નહિ થવા દઉં!" વિશાલ બોલ્યો.

બંને એ કિડનેપર ના આપેલા એડ્રેસ એ જવાનું વિચાર્યું! પણ હજી તેઓ આવનારી મુસીબતો અને પરિસ્થિતિથી અંજાન હતા!

(ક્રમશ:)


એપિસોડ 4માં જોશો: "અમે પછી આ બધી પ્લાનિંગ કરી, છેલ્લે આ રીતે વાત વાળી દેવાનો અમારો પ્લાન હતો પણ વિશાલ અને અર્જુન ને લીધે અમારે ઘણા નુકસાન પણ થયા અને માત પણ ખવી પડેલી! જોકે હવે તો હું વિશાલ ને મારી ને સોનાને રાકેશ ને સોંપિશ અને હું પોતે મારી કરીના ને મેળવી લઈશ!" એણે અટ્ટહાસ્ય સાથે આખું ઘર ગુંજવી દીધું!