પાંડવો વર્ણાવ્રતનાં એ મહેલમાં પ્રવેશવાની તૈયારી માં હતા એજ સમયે હસ્તીનાપૂરમાં વિદુરજીને પાંડવોને મારી નાખવાના કાવત્રા વિષે ની બાતમી તેના ગુપ્તચરો પાસે થી મળી ગઈ હતી. વિદુરજી હસ્તિનાપુર માં કોઈને કાનો કાન ખબર ન થાય તેરીતે આ સમાચાર પાંડવો સુધી પહોચાડવાની મથામણ કરવામાં લાગી ગયા પેલી બાજુએ પાંડવો એ વાત થી અજાણ હતા કે, દુર્યોધન અને તેના મામા શકુની દ્વારા પાંડવોને મારી નાખવા માટે કાવતરું ઘડવામાં આવ્યું છે. અને તે જે રાજમહેલ માં રહેવા માટે જઈ રહ્યા છે તે રાજમહેલ બનાવવામાં જ્વલનશીલ પદાર્થ લાખ અને અન્ય પદાર્થોનો ઉપયોગ કરી બનાવામાં આવ્યો છે. આ રાજમહેલ બહારથી સામાન્ય પથ્થર અને અન્ય બાંધકામ ની સામગ્રી માંથી બનાવવામાં આવ્યો હોય તેવોજ લાગતો હતો. પણ હકીકતમાં આ મહેલ બનાવામાં લાખ અને અન્ય જ્વલનશીલ પદાર્થ નો ભરપુર માત્રામાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ બધી બાબતો થી અજાણ પાંડવોએ આ આલીશાન મહેલ માં પ્રવેશ કર્યો આ આલીશાન રાજમહેલ શુખ સુવિધાથી ભરપૂર હતો પાંડવોએ પોત પોતાના કક્ષમાં પ્રવેશ કર્યો આ કક્ષ અતિ વૈભવશાળી બનાવામાં આવ્યા હતા આ ઉપરાંત એક રાજમાતાને શોભે એવો કક્ષ કુંતા માતા માટે પણ બનાવામાં આવ્યો હતો કુંતામાતા નાં કક્ષની વચ્ચો વચ્ચ ખુબ સુંદર નકશી વાળો મોટો પલંગ રાખવામાં આવ્યો હતો જેના પર રૂ માંથી બનાવવામાં આવેલું પોચું ગાદલું અને શ્વેત ચમકદાર કપડા નું બિછાનું બીછાવેલું હતું. આ વિશાળ ઓરડાની દીવાલો શ્વેત કલર થી રંગવામાં આવી હતી અને આ ઓરડાની દીવાલો પર પીળા રંગની ધાતુ માંથી બનેલી તક્તીઓ લગાડવામાં આવી હતી, જે તકતીઓમા બારીક કલા કારીગરી કરવામાં આવી હતી. આ ઓરડાના ભોઇતળીએ સફેદ મલમલ માંથી બનાવામાં આવેલ જાજમ પાથરવામાં આવી હતી ઓરડામાં થોડા થોડા અંતરે કલાત્મક ફૂલદાની ગોઠવામાં આવી હતી. આ ફૂલદાની માં સફેદ સુગંધિત તાજા પુષ્પો સજાવામાં આવ્યા હતા. આ ફૂલ ની સુગંધ થી આખા ઓરડાનું વાતાવરણ સુગંધિત જણાતું હતું. ઓરડાની બહાર દાસીઓ સેવા માટે ઉપસ્થિત હતી. એવું લાગતું હતુકે. કુંતામાતા ની જરૂરયાતની બધીજ વસ્તુની સગવડતા આ રાજમહેલ માં કરવામાં આવી હતી. આજ કક્ષની બાજુમાં ક્રમશઃ પાંચેય પાંડવોના કક્ષ હતા આ કક્ષમાં પણ પાંડવોની બધીજ શુખ સુવિધાઓનું ખુબજ ધ્યાન રાખવામાં આવ્યું હતું વિશાળ ઓરડાઓની વચ્ચો વચ્ચ મોટા પલંગ જેમાં જીણી જીણી કોતરની ખુબજ સુંદર રીતે કરવામાં આવી હતી ઓરડાના ભોઇતળીએ લાલ કલરની મલમલ માંથી બનાવામાં આવેલી જાજમ પાથરવામાં આવી હતી જેમાં જુદા જુદા કલરના દોરાથી ભરતકામ કરી રંગોળી બનાવામાં આવી હતી પલંગ પર રૂથી ભરેલું પોંચું ગાદલું અને તેનાપર લાલ રંગનું કલાત્મક ભારત ભરેલું બિછાનું બીછાવામાં આવ્યું હતું ઓરડામાં રાખેલ ફૂલદાની માં લાલ કલરના ફૂલો સજાવામાં આવ્યા હતા. દરવાજા ની બહાર હથિયાર બંધ સૈનિકો તેનાત હતા પાંડવો પોત પોતાના ઓરડામાં જરૂરી સામાન ની ચકાસણી કરવામાં વ્યસ્ત હતા.
હસ્તીનાપુર માં વિદુરજી ને કોઈ ભારોશેમંદ વ્યક્તિ ન મળતા વિદુરજી એ પોતેજ આ સમાચાર પાંડવો શુધી પહોચાડવાનો નિર્ણય કર્યો બસ હવે વિચારવાનું એ હતું કે, કોઈપણ વ્યક્તિને શંકા ન જાય એ રીતે પાંડવો શુધી પહોચવું કેમ? એ વિચાર વિદુરજીનાં મગજમાં ચકરાવવા લાગ્યો થોડીવાર વિચાર કર્યો પછી. સેવક ને બોલાવી ભીષ્મપિતામ: અત્યારે ક્યા છે એ માહિતી મેળવવા મોકલ્યો થોડીવાર પછી સેવક વિદુરજીના ઓરડાની બહાર આવી અંદર પ્રવેશવા માટે પરવાનગી માગી વિદુરજી એ જરાપણ વિલંબ વગર હાથના ઇશારાથી અંદર આવાવા પરવાનગી આપી સેવાકે આવી વિદુરજી ને સમાચાર આપ્યાકે, ભીષ્મપિતામ: ક્રીડાગૃહ માં યુદ્ધ અભ્યાસમાં વ્યસ્ત છે. વિદુરજી થોડાપણ વિલંબ વગર ક્રીડાગૃહ તરફ ઉતાવળે એમના પગ ઉપાડ્યા. ક્રીડાગૃહમાં વિદુરજી એ પ્રવેશ કર્યો. પિતામ: યુદ્ધ અભ્યાસમા વ્યસ્ત હતા. શ્વેત રંગ ની ધોતી, ઉંચ્ચું પહાડી પડછંદ શરીર, શક્તિશાળી બાજુઓ, ખભા સુધીના લહેરાતા એકદમ સફેદ વાળ, છાતી સુધી લાંબી સફેદ દાઢી, તેજસ્વી મુખ મંડળ, સિહ ની માફક પહોળી છાતી અને બન્ને હાથમાં ખુલ્લી બેધારી તલવાર તાલબધ્ધ રીતે બન્ને હાથમાં ફરતી હતી, આ તલવાર પર પડતા સૂર્ય નાં કિરણો પરાવર્તિત થતા એવું લાગતું હતું કે જાણે ગાઢ વાદળો ને ચીરીને વીજળીના ચમકારા ન થતા હોય એવી અનુભૂતિ થતી હતી, આ બંન્ને હાથમાં ફરતી તલવારો ની શાથે તાલ મેળવી પિતામ: યુદ્ધ કલાના જુદા જુદા દાવ કરવામાં વ્યસ્ત હતા. વિદુરજી પિતામ: નાં અભ્યાશ્માં ખલેલ પાડતા બે હાથ જોડી ધીમા સ્વરે બોલ્યા તાતશ્રી અવાજ પિતામ: નાં કાને પડતાની સાથેજ બન્ને હાથમાં તીવ્ર ગતિથી ફરતી તલવારો થંભી ગઈ. પિતામ: વિદુરજી તરફ ફર્યા. પિતામ: ની શરીર ની માફક તેનું વ્યક્તિત્વ પણ વિશાળ અને એકદમ અડગ હતું. પિતામ: એ એમના પિતાને આપેલા વચન ખાતર સંપૂર્ણ જીવન બ્રમ્ચાર્ય પાળવાનું અને જીવન પર્યંત હસ્તિનાપુરનાં સિહાંસન ની રક્ષા કરવાની પ્રતિજ્ઞા લીધેલી હતી. પિતામ: વિદુરજી તરફ આગળ વધ્યા વિદુરજી પાસે આવી પૂછ્યું વિદુર બોલો અત્યારે મને મળવા આવવાનું પ્રયોજન શું છે?...........