samayyatra ni safare - 2 in Gujarati Travel stories by Pradeep H.Dangar books and stories PDF | સમયયાત્રા ની સફરે - 2

Featured Books
Categories
Share

સમયયાત્રા ની સફરે - 2

સમયયાત્રા ની સફરે -૧

-pradeep Dangar

પ્રકરણ -૨

ભેદી પુસ્તક


અંકલ વીલની આ ભેદી ડાયરીએ મારી અંદર કુતુહલતા મચાવી દીધી , થોડી ક્ષણો માટે હુ તો એમ ને એમ જ ઉભો રહ્યો, આ ડાયરી ને લઈને મારી અંદર ઘણા જ પ્રશ્નો સળગી ઉઠ્યા, કારણ કે સમય ની સફર એ તો લગભગ આપણે કાલ્પનીક જ માનીએ.

હું તુરત જ અંકલ વીલના ટેબલ પર ડાયરી રાખીને ત્યાજ બેસી ગયો, મારી કુતુહલતા તે ડાયરીમાં લખેલ રહસ્યો ને વાચવા માટે અધીરી થઈ રહી હતી, મે જેવું જ ડાયરીનું પ્રથમ પાનું મારી નજર ડાયરીમાં ઉપરના ભાગ લખેલ તારીખ પર પડી તે તારીખ હતી ૨૭ સપ્ટેમ્બર ૧૮૬૦, તે ડાયરી લગભગ આજથી ૩૦ વર્ષ જૂની હતી.

અંકલ વીલે પોતાની ડાયરીમાં કોઈ મશીન વીશે ની માહીતી લખેલી હતી, સૌપ્રથમ તો મારી સમજમાં કઈ જ નહોતું આવતું કે લખેલું શુ છે. જાણે એવું લાગતું હતુ કે કઇક નીયમો છે, અને તે નીયમો મશીનની માહીતી આપતા હોય તેવુ લાગ્યુ, મે બધા જ શબ્દો ધ્યાનથી વાંચી જોયા, ત્યાર બાદ મને સમજાયુ કે આ નીયમો એક એવા મશીનના હતા કે જે સમયમાં આગળ કે પાછળ લઈ જઈ શકે. હું સ્તબ્ધ થઈ ગયો ....!, અંકલ વીલે આવી મશીન પણ બનાવી હશે !!! .

ત્યારબાદ આગળ તે ડાયરીમાં અંકલ વીલે તે મશીન વીશે લખ્યું હતુ કે આ ટાઇમ ટ્રાવેલ મશીન દ્વારા આવનારા ભવિષ્યમાં થનારી ઘટનાઓને જોઈને તેને બદલી પણ શકીશુ, અને ભૂતકાળમાં જઇને તે ઘટનાઓને પણ બદલી શકુ, મારી ઉત્સુકતા વધી જઈ રહી હતી. શુ ખરેખર આ શક્ય હશે?

આગળ વાંચતા મને ખબર પડી કે અંકલ વીલને આ મશીન બનાવવા માટે ૨૦ વર્ષ જેટલો સમય લાગ્યો હતો, આ ખુબ જ મોટી વાત કહેવાય કે જીવનનાં અમુલ્ય ૨૦ વર્ષ અંકલ વીલે આ મશીન માટે આપી દીધા, મારા મનમાં અંકલ વીલ માટે માન વધી ગયું,અંકલ વીલની ડાયરી વાંચતા વાંચતા મારી આતુરતા પણ વધી જઈ રહી, અંકલ વીલની ડાયરી જાણે કોઈ રહસ્યમય પુસ્તક હોય તેવું લાગી રહ્યું હતું.એક પછી એક ડાયરીના અને અંકલ વીલના ભેદ ખુલી રહ્યાં હતા.

મારા મનમાં સમયયાત્રાની મશીનને લઈને ઘણા પ્રશ્નો ઉઠી રહ્યા હતા કે અંકલ વીલે શા માટે આ મશીન બનાવી હશે ? અંકલ વીલને શા માટે આવી મશીન બનાવવાની જરૂર પડી? શુ આ મશીન માત્ર તેની એક વૈજ્ઞાનીક ખોજ હતી કે તેની પાછળ કોઇ ભેદી રહસ્ય છુપાયેલુ હતુ? આવા અનેક પ્રશ્નો સાથે હું અકળાઈ ઉઠ્યો, ત્યારે જ અચાનક ! દરવાજા પર કોઇએ દસ્તક દીધી, કોઈએ જોરથી દરવાજો ખખડાવ્યો, હું ગભરાઈ ગયો અને મારા હાથમાંથી તે ડાયરી પડી ગઈ. જો અંકલ વીલ હશે તો મારૂ તો આવી બન્યું, પણ ત્યારે જ બહારથી અવાજ આવ્યો,

"વીલસાહેબ"

મેરીઆંટી હતા, મારા જીવમા જીવ આવ્યો. મે અંદરથી જ જવાબ આપી દીધો,

"મેરીઆટી હું છુ જેક"

"વીલસાહેબ નથી?" મેરીઆટીએ પોતાના ઝીણા અવાજે પુછ્યું.

"ના તે બહાર ગયા છે",મેરીઆંટી સારુ કહીને જતા રહ્યા,હું ફરી પાછો અંકલ વીલનાં ભેદી પુસ્તકમાં પરોવાય ગયો. મારા મનમાં પ્રશ્નોનાં વંટોળ ચડતા ગયાં, મને કઇ જ સમજમાં નહોતુ આવતું કે ખરેખર આવી મશીન અંકલ વીલે બનાવેલ છે કે માત્ર તેણે કલ્પનામાં જ આ મશીનને બનાવી હતી.

મારા આ બધા પ્રશ્નોના એક જ જવાબ હતા 'અંકલ વીલ' પણ એમની સામે આ પ્રશ્નોને રાખવા નો અર્થ સિંહ ની ગુફા મા જવા જેવું, હજુ હું કાઈ આગળ વિચારી શકુ ત્યાં જ દરવાજા પર કોઈનાં ટકોરા પડ્યા,બહારથી અવાજ આવ્યો,

"જેક મારા ઓરડામા શુ કરી રહ્યો છે"

આ અવાજ અંકલ વીલ નો હતો,હુ ગભરાય ગયો કે હવે મારુ આવી બન્યુ કારણ કે એક તો હું અંકલ વીલ નાં ઓરડા હું તેમને કહ્યા વગર પેઠ્યો હતો અને બીજુ તો એ કે તેમનું ભેદી પુસ્તક નું મારી પાસે હતુ, મારી પાસે દરવાજો ખોલ્યા વગર કોઈ બીજો છૂટકો ન હતો.

મે ઝડપથી તેમનું ભેદી પુસ્તક જુના બોક્સ મા પાછું હતુ એજ સ્થિતીમાં મુકી ને ગભરાતા ગભરાતા દરવાજો હળવેથી ખોલ્યો, અંકલ વીલ નાં મુખ પર ગુસ્સો દેખાતો હતો,મારી હાલત ખરાબ થઇ રહી હતી,

"જેક તુ મારાં ઓરડા શુ કરી રહ્યો છે?"

અંકલ વિલે ગુસ્સે થઇ ને પુછ્યું,પણ હજે તો એજ વિચારી રહ્યો હતો કે હવે હું અંકલ વીલ ને જવસબ શુ આપીસ,હું કઇ બીજુ કઇ વિચારું ત્યાંજ અંકલ વીલ બરાડી પડ્યા,

"જેક મે કહ્યુ તેં સાંભળ્યું કે નઈ"

મને લાગ્યું કે હવે કાંઇ છુપાવાનો ફાયદો નથી મારા શબ્દો રૂંધાઇ રહ્યાં હતાં, મે હળવે થી અંકલ વીલ ને કહ્યુ

અંકલ તમારા ચેહરા ની ચમક જોઇ ને હુ નવાઈ પામ્યો અને એજ નવાઈ ને શોધતા શોધતા હું તમારા ઓરડામા પેઠ્યો,અને અંકલ તમારા ઓરડા માંથી મને પેલું જૂનું બોક્સ મળ્યું,

અંકલ વીલ ચોંકી ઉઠ્યા કારણ કે તેમનાં આ ભેદી પુસ્તક નો ભેદ ખુલી ગયો હતો,અંકલ વીલ તિક્ષ નઝરથી મારી સામું જોઇ રહ્યાં હતાં, અને હવે તેમને પણ ખબર હતી કે તેમનાં પુસ્તક નો ભેદ ખુલી ગયો છે.

અંકલ વીલ ઊંડા શ્વાસે પાસે રહેલી ખુરશી બેસી ગયા તેમણે પોતાના ચશ્મા ને બરાબર કરી ને ખૂબ જ શાંત ચેહરે મારી સામે મીટ માંડી અને મને હળવે થી કહ્યુ,

"જેક બેટા જે પુસ્તક તારા હાથ માં છે તેં કોઈ સામાન્ય પુસ્તક નથી આ પુસ્તક પાછળ મેં મારા જીવન નાં વિસ વર્ષ દીધાં છે, આં પુસ્તક નો ભેદ કોઈ પણ સંજોગે કોઈ ને ખબર નાં પડવી જોઇ કારણ કે જો આ પુસ્તક ભેદ ખુલી ગયો તો આફત નો પહાડ તુટી પડશે".

આ વાત સાંભળી હું ચોંકી ઉઠ્યો, એવું તેં શુ ભેદ છે જેનાં લીધે આફત પણ આવી શકે છે,મારા અંદર ની કૂતૂહલતાં હવે જવાબ આપી રહી હતી,એવો તેં શુ ભેદ હતો કે જેનાં લીધે અંકલ વીલે વિસ વર્ષ આપી દીધાં.

(ક્રમશઃ)