dikrino prem in Gujarati Love Stories by Green Man books and stories PDF | દીકરીનો પ્રેમ

Featured Books
  • अपराध ही अपराध - भाग 24

    अध्याय 24   धना के ‘अपार्टमेंट’ के अंदर ड्र...

  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

Categories
Share

દીકરીનો પ્રેમ

એક શહેરમાં અમિતભાઇ અને તેના પત્નિ શીલા રહેતા હતા અને તેને સુંદર મજાનું મોટુ ઘર હતુ આ બન્નેના થોડા સમય પહેલા નવા નવા લગ્ન થયા હતા. આ બન્ને શહેરમા સુખેથી જીવન વીતાવતા હતા અને મજાની વાતતો એ હતી કે આ બન્ને લોકોનો પ્રેમ પણ એવો જ હતો. જયારે અમિતભાઇ કામ જતાં ત્યારે શીલા દરવાજો પકડી ઉભી જતી અને તે દુર સુધી પહોચી ગયા હોય તો પણ તે જોયા કરતી. સાંજના સમયે પણ કાંઇક આવુ જ બનતું અને શીલા ફરીથી દરવાજો પકડીને ગોઠવાઇ જતી અને પોતાના પતિના આવવાની રાહ જોતી.

‌ આવી રીતે આ બન્ને પતિ-પત્નિનુ જીવન ચાલતુ હતુ. તેમાં થોડાક વર્ષો બાદ બન્નેના જીવનમા નવો વળાંક આવે છે કારણ કે શીલા ગર્ભવતી હોય છે જેથી બન્નેનો ખુશીનો કોઈ પાર ન હતો. આ સમય ગાળા દરમિયાન અમિતભાઇ તેની પત્નિની ખુબ સારસંભાળ રાખતા અને તેને વધારે કામ પણ ના કરવા દેતા અને તે અમુક કામ પોતે જ કરી લેતા.

‌ આવી રીતે ધીમે ધીમે સમય વીતવા લાગ્યો અને શીલાને નવ મહીના થઇ ગયા અને પ્રસુતિનો સમય આવ્યો અને શીલાને હૉસ્પિટલમા દાખલ કરવામાં આવી થોડી કલાકો બાદ અમિતભાઇ આખી હોસ્પટલમા પૅંડા વહેચી રહ્યા હતા અને તેની ખુશીનો કોઇ પાર ન હતો, કારણકે તેમની ઘરે દીકરીનો જન્મ થયો હતો. આ જ દિવસથી જાણે બન્ને પતિ-પત્નિના જીવનમા નવી કુપળો ફુટી હોય તેવુ તેના ચહેરા પરથી લાગતુ હતું.

‌ પછી બન્ને પતિ-પત્નિ સુખેથી રહેવા લાગ્યા અને દરોજ આ નાની બાળકી સાથે કાલાવાલા કરતા અને પછી બન્નેની સહમતીથી બાળકીને કોઇ નામ આપવાનુ વિચાર્યુ. પછી આ બાળકીનુ નામ બન્નેને યોગ્ય લાગતા તેનું નામ 'મનસ્વી' રાખવામાં આવ્યું.

‌ મનસ્વીબેન તો ધીમે ધીમે મોટા થવા લાગ્યાં આવી રીતે મનસ્વીબેન પોતાના મમ્મી-પાપાની સામે મોટા થવા લાગ્યા ધીમે ધીમે સમય વિતતો ગયો અને મનસ્વીબેન તો એક વર્ષના થઇ ગયા હતા અને શું તેની સુંદરતા હતી. માથે નાના નાના વાકુડીયા અને કાળા વાળ, બરફી જેવો તેમનો ચહીરો, થોડી ભુરાશ પડતા રંગની તેની આંખો, ગુલાબની પાખડીઓ જેવા કોમળ હાથ આવી સુંદર મજાની પરીને જયારે સજાવવામા આવે ત્યારે એવુ લાગતું કે જાણે કોઇ દેવીએ અવતાર લીધો છે.

‌ મનસ્વીબેન પર જયારે મંદ મંદ તડકો પડતો હોય ત્યારે એવું લાગે કે સુર્ય ભગવાન જાણે તેને સુંદરતા આપતા હોય તેવું લાગતું. મનસ્વીના વાળમાં નાખેલું તેલ સૂર્ય દેવના પ્રકાશથી ચમકતા કાળા વાળ સોના કરતા પણ મોંઘા હોય તેવું લાગતું હતું. તડકાને લીધે તેના ગાલ લાલ ટમેટા જેવા થઇ જતા અણે આંખમા આંજેલ આંજણ જાણે સમુદ્રનો કિનારો બાંધ્યો હોય તેવુ લાગે અને ગાલ પર કરવામાં આવેલ મેશનુ નાનુ ટપકુ સુંદરતામાં વધારો કરી રહ્યુ હતુ. આ મનસ્વીબેનની સુંદરતા આખા મહોલ્લામાં વખણાવા લાગી આવી રીતે સમય વિતતો ગયો.

‌ હવે મનસ્વીબેન બે વર્ષના થઇ ગયા હતા તે થોડા થોડા અમુક શબ્દો પણ બોલતા શીખી ગયા હતા. તે મમ્મી, પાપા, દાદી, દાદા, કાકા અને કાકી જેવા શબ્દો આવડી ગયા હતા. જ્યારે અમિતભાઇ કામ પરથી પાછા ફરતા ત્યારે આ નાનકડી મનસ્વી તેના પાપાને દૂરથી જોતા જ પાપા પાપા કરતી દોટ મુકતી અને તેના પગમાં પહેરેલા જાંજરથી આખુ ઘર છમ છમ ના અવાજથી ગુંજી ઉઠતુ. અમિતભાઇ દોડી તેની નાનકડી પરીને વળગી પડતા અને તેમની સાથે કાલાવાલા કરિને મીઠી વાતો કરતા. આ નાનકડી પરી આખા મહોલ્લાની વાલી હતી આ નાનકડી પરીના ફોટાથી આખી દિવાલ ભરેલ હતી. મનસ્વીનો જન્મ દિવસ આવતા બન્ને દંપતિમા ખુશી સમાતી ન હતી. આ પરીને તેના જન્મ દિવસ પર તેને સરસ મજાની ભેટ આપતા.

મનસ્વી હવે ત્રણ વર્ષની થઇ ગઈ હતી પણ બન્યું એવું કે તે વર્ષે એક ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો અને બિચારી આ નાનકડી પરી બીમારીના પંજામા આવી ગઇ. આ સમયની સાથે આ દંપતિની અધોગતિ શરૂ થઇ ગઇ આ નાનકડી પરીને ઘણા દવાખાનામાં સારવાર માટે લઇ જવામાં આવી પરંતુ આ બિમારી માંથી નીકળવું અશક્ય બની ગયુ અને બિચારી મનસ્વીબેન ભગવાન પાસે સીધાવી ગયા. આ સમયે દંપતી માથે જાણે આભ તુટી પડયુ હોય તેવું લાગ્યુ હતુ બન્ને ધ્રુજકે ધ્રુજકે રડી પડયા આ દંપતી જાણે જંગ હારી ગયા હોય તેવું તેના મૉં પરથી લાગતું હતું. આ પછીનો તેનો સમય જાણે સાકર વિનાનાં શિરા જેવો થઇ ગયો હતો બંન્ને જણ રોઇ રોઇ ને તેની આંખો સૂજી ગઇ હતી. થોડા મહિના પછી ધીમે ધીમે બન્ને પોતાના કામમાં પરોવાય ગયાં અને ધીમે ધીમે સમય વિતવા લાગ્યો .


પરંતુ પોતાની લાડકડી દીકરીને કઇ રીતે ભૂલી શકે દરોજની જેમ કામથી પાછા ઘર તરફ જતાં હોય ત્યારે જાણે તેની મનસ્વી દોડી આવતી હોય તેવું લાગે અને અમિતભાઇની આંખોમાથી આંસુના બે ત્રણ ટીપા પડી જતા. જયારે પણ આ દંપતી બેઠા હોય અને કયારેક પેલી દિવાલ પર નજર પડતા બંન્ને ચોધાર આંસુડે રોઇ પડતા અને ક્યાક પણ જાંજરનો અવાજ સંભળાતા જ પોતાની મનસ્વીની યાદ આવી જતી અને આંખના ખુણાઓ ભીના થઇ જતાં. મનસ્વીનો જન્મ દિવસ આવે ત્યારે તેની યાદ દિવાલ પર લગાવેલા ફોટા જોઇને બંન્નેની આંખો ભીની થઇ જતી.


પરંતુ સમય વિતતા વાર ન લાગી અને ભગવાનની કૃપાથી અમિતભાઇને ત્યાં પુત્રનો જન્મ થયો અને આ પુત્ર તેની નાની પરી મનસ્વી જેવો જ લાગતો હતો. જેથી બંન્ને દંપતી પુત્ર જાણે મનસ્વી હોય તેવું તેને લાગતું હતુ. આવી રીતે જેમ ગુલાબમાંથી પાખડીઓ ખુલે તેમ ફરી વાર બન્ને દંપતિના જીવન ખુશાલી જોવા મળી હતી અને ફરી તેનુ જીવન નવા નવા રંગોથી ખીલી ઉઠ્યુ.