Lagani ni suvas - 39 in Gujarati Love Stories by Ami books and stories PDF | લાગણીની સુવાસ - 39

The Author
Featured Books
  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

  • आखेट महल - 7

    छ:शंभूसिंह के साथ गौरांबर उस दिन उसके गाँव में क्या आया, उसक...

  • Nafrat e Ishq - Part 7

    तीन दिन बीत चुके थे, लेकिन मनोज और आदित्य की चोटों की कसक अब...

Categories
Share

લાગણીની સુવાસ - 39

મીરાંને આર્યન તો વાત સાંભળવામાં મશગુલ હતાં.... મયુર બીજા રૂમમાં સૂતો હતો. ભૂરીના ઘેરથી મહિલા મંડળ છૂટી પાછુ અહીં આવ્યુ.....નયના બેન તો મન બનાવી લીધુ કે મયુરની હા હોય તો કાલે જ રૂપિયો આપી વાત પાકી કરી દે એટલે તેઓ સીધા મયુર સૂતો હતો ત્યાં ગયા.. મયુર ફક્ત આડો પડ્યો હતો. પગનો અવાજ આવતા એણે આંખો ખોલી ..ને નયનાબેન સામે જોયુ..
" મમ્મા..... "
" સૂઈ ગયો તો બેટા...સોરી ઉંઘ બગાડી પણ વાત જ એવી છે ,કે કરવી જરૂરી હતી.. "
" અરે... ના આડો જ પડ્યો તો બોલોને..."
" તને તો ખબર જ છે નાનીમાં ની અને તારા મોટાદાદાની તબિયત સારી નથી રહેતી... મોટાદાદાની ઈચ્છા છે કે એ અમેરીકાથી આવે એટલે તારી સગાઈ થયેલી હોય તો એ છોકરી જોઈને જાય.... નાની માં તો હવે મહિનો પણ નઈ કાઢે કદાચ... તારી માટે ઘણી છોકરીઓ જોઈ મેં પણ એક પણ મને આપણા ઘર ને સંભાળે એવી ન લાગી.. મયુ... "
( મોટા દાદા એટલે મયુરના દાદાના મોટાભાઈ... નાની એટલે નયનાબેન ના મમ્મી)
" અરે.... ચિંતા કેમ કરો છો... દરેક સમયે બધુ જ થાય એન્ડ દાદાને નાની ની ઉંમર થઈ હવે.... એમના માટે સગાઈ કરવાની... આ કેવુ વળી... "
" એમણે તને રાખ્યો છે ..તું લાડલો છે એમનો... તો એ તારી પાસે આશા રાખેને બેટા....આર્યન નું જોઈએ પણ તું મોટો છે... તો તું જ પહેલો હોય ને.... બેટા.. "
" યાર.... તમે બધુ નક્કી કરી જ લીધુ છે ,તો છોકરી કોણ છે.... એ પણ કહી જ દો... "
" તું બઉં જ હોંશિયાર તને ખબર પડી ગઈ.... "
" લો... એમા શું આટલું બધુ કહો છો... તો શોધી જ હશે ત્યારે કેતા હશો... એટલું તો સમજાય... મમ્મા.. "
" મેં તો તારા પપ્પાને પણ કહી દિધુ એમની હા.. છે.... "
" 😆😆એમને હવે ફરી લગ્ન કરવાના છે... એમને હા, કિધી "
" 😅😅હદ છે તારીએ પેલા આર્યન જ બોલતો હવે તું એ બોલ.... "
" ઓ..... સોરી મમ્મા.... પણ તમે જે છોકરી મારી માટે પસંદ કરશો એ સારી જ હશે... તમને યોગ્ય લાગે એ જ બરાબર... "
" ઓકે.... તો તને કહી દઉ કે મેં તારા માટે ભૂરીને પસંદ કરી છે... એની મમ્મી એ પણ એને પૂછી લીધુ એને કોઈ વાંધો નથી...તને ગમે તો કાલે જ હું નક્કી કરીને જઈશ. .."
મયુરની તો જીબ જ થોથવાઈ ગઈ.... નક્કી ભૂરીએ મજબૂરીમાં હા પાડી હશે.....મયુર વિચાર તો જ હતો ત્યાં.. પાછા નયનાબેન બોલ્યા...
" તને ગમશે...ને બેટા.... તો નક્કી કહી દઉ.. "
" તમને યોગ્ય લાગે એમ... મમ્મા.. હું શું કઉં એમાં.."
" તો કાલે નક્કી... કરી દઈશું...આમે જોડે રહો છો એક બીજાને સારી રીતે ઓળખો છો...તો વઘારે એક બીજાને ઓળખવાનો મોકો મળશે... "
" ઓ...કે ...બોસ... "
નયનાબેન તો હરખના માર્યા ભૂરીના ઘેર જઈ કહી આવ્યા ફક્ત રામજી ભાઈને વાત કરવાની બાકી હતી.... બધાના હતું જ કે રામજી ભાઈ ના નઈ જ પાડે એટલે એમની રાહ જોવાતી હતી..
મીરાં ને આર્યન પૂરી વાત ખૂબ જ ધ્યાનથી સાંભળી અને છેલ્લે બન્નેની ને મહારાજની પણ આંખો છલકાઈ ગઈ..
" તમને શું... લાગે છે મહારાજ કે.. એમનો પુન: જન્મ થશે.....?"આર્યને આંખો સાફ કરતા કહ્યુ...
" હા.... મને મારા ભગવાન પર વિશ્વાસ છે... એમનો જન્મ થશે... અને એવુ એક અઘોરીએ કહ્યુ છે... જ્યારે એ અઘોરી બાબા આવશે આ ગામમાં ત્યારે સમજી લેવાનું કે આ ચારનું મિલન થઈ ગયુ છે... અથવા એમના ન્યાય માટે તેમની મદદે અઘોરી બાબા આવશે... એમની ભવિષ્ય વાણી કદી ખોટી ન ઠરે .... "
" પણ... ખબર કેમ પડશે કે.. આ એ જ છે... જે પહેલા છૂટા પડ્યાતા એમની સાથે અન્યાય થયો તો એ જ છે..."મીરાં એ કહ્યું..
" બેટા આ કુદરત છે... દરેકના સારા ખોટા નો હિંસાબ મળે જ છે... અને એ જન્મ લેશે તો એમને પણ થોડાક અંશે... અજીબ ઘટનાઓથી કે કુદરતી સંકેતો મળતા જ હશે... આ એક ખાસ... વાત છે.. "
" અમે ખુશ છીએ કે અમે આ વાત સાંભળી ... તમે સંભળાવી એટલે અમે તમારા માટે એક ગીફ્ટ લાવ્યા છીએ.. " મીરાંએ એક જોડી કપડા મહારાજને આપતા કહ્યું..
" અરે.... બેટા... આની કંઈ જ જરૂર ન્હોતી .. તમે બન્ને એ મને સાંભળ્યો મારી જોડે બેઠા એ જ મોટી વાત છે... કોણ આવી વાતોમાં રસ લે છે... એટલું બોલતા એમની આંખો છલકાઈ ગઈ... "
" મહારાજ... તમે રડો નઈ .... મીરાં પાણી લઈ મહારાજને આપ્યું.."
" લાભુ...સત્યો... એ મારા મા... બાપ હતા... બેટા... આ બધુ મારી નજર સામે થયેલુ... હું બીજુ કોઈ નઈ પણ એમને સંભાળેલો ઉછેરેલો ગેમો છું.... આજે તમને બન્ને ને જોઈ કહેવાની ઈચ્છા થઈ ગઈ... મારા સિવાય... કોઈ નથી જે કદાચ આ ચારની રાહ જોતું .. હોય... ગામમાં તો એ પણ નઈ ખબર કે હું કોણ છું કેટલા વર્ષનો છું... મંદિરમાં રોજ બેસી રાહ જોતો પૂજાપાઠ કરતો... બસ બે પેઠી પછી પુજારી થઈ ગયો...પંદર વર્ષ આસપાસનો હતો હું ને આ બધુ થયુ.. હું અનાથ થઈ ગયો.. 85 જેટલા તો થયા મને.."
મીરાં ને આર્યન એમની નજીક જઈ એમની જોડે ખાટલામાં બેઠા... એમના ધ્રુજતા હાથ પર આર્યને હાથ મુક્યો...મહારાજ અમને બન્ને તમને કંઈક બતાવવા માંગીએ છીએ... અને ઘણુ બધુ કહેવા પણ... આ બધી વાત તમે હાલ તમારા પુરતી જ રાખજો...
ઓરડો વાખી.... મીરાએ પોતાની કમ્મર પર પડેલો તલવાર નો ઘા બતાવ્યો.... પછી આર્યને પોતાનઓ શર્ટ કાઢી... પીઠ પર નો તલવાર નો ઘા બતાવ્યો.... પછી બન્ને પાછા ખાટલામાં જઈ બેઠા.... મહારાજ અમને અજીબ સ્વપ્ન પણ આવે છે.... બસ એટલે આ વાત જાણવી હતી..
" મને કોઈક પાઘડીવાળો ધોતિ કેડીયાવાળોને એમાય પાઘડી પર..... " મીરાં.. બોલતી હતીને... વચ્ચે જ મહારાજ બોલ્યા... " લાલ ફૂમતું... "......
એટલે... મહારાજ મારા સ્વપ્નમાં.. "મીરાં અચકાતા બોલી...
" બેટા... તારા સ્વપ્ન માં લાભુ આવે છે..... તમે બન્ને એ... જ લાભુ ને લખમી સો..... બાપ.. હવે મારી આંખો ઠરી... મારા વ્હાલા....તમને કિધુ એમ એ બન્ને ભેટી રડતા તાને એમને તલવારથી માર્યા... તમારા શરીરે એવા જ લાખા છે.... "
" મને પહેલા મયુર ભાઈને જોઈ અચાનક રડુ આવી જતુ મન ઘભરાતું.... "મીરાં એના મન પર જોર આપી બધી વાતો યાદ કરતી હતી..
" બની શકે એ સત્ય હોય.. " આર્યન બોલ્યો..
" હોઈ શકે..." મીરાં બોલી..
" પણ ભાઈને એવુ કાંઈ થતું જ નથી.... સ્વપ્ન કે ડર કે એવુ કંઈ... " આર્યને કહ્યું..
" તમે બે મલ્યા એ બે પણ મળી જશે.... તમને બન્નેને જોઈ મને કંઈ સમજાતું નથી.. પણ ઈશ્વર પર વિશ્વાસ અટૂટ થઈ ગયો છે..."મહારાજ બોલ્યા..
બધુ સારુ થઈ જશે.... તમે અહીં જ આરામ કરો... રાતે અહીં જ જમી લેજો.... આર્યન તમને રાતે મુકિ જશે. મીરાં બોલી રહી....
ક્રમશ :