the virginity - 3 in Gujarati Short Stories by Ankita Mehta books and stories PDF | કૌમાર્ય - 3

Featured Books
Categories
Share

કૌમાર્ય - 3

સોજી ગયેલી આંખો ફક્ત એક શારિરીક ફેરફાર કહેવાય પણ મન મા, હ્રદય મા ચાલતી ઊથલપાથલ તો ફક્ત એ જ સમજી શકે જેના પર વિતતી હોય, જેના હજારો કટકા થઇ વેરવિખેર હોય પણ દુનિયા સામે એક મજબૂત અને સામાન્ય થી પણ વધુ ખૂશ દેખાવાનુ હોય. કેવી પરિસ્થિતી જ્યા દુઃખ ના આંસુ ને ખૂશી ના આંસુ કહેવા પડે. અંતરા આ જ પરિસ્થિતી મા હતી. શું કહે અને કોને કહે? સ્વિકાર એ જ માર્ગ હતો.
આજે સાનિધ્ય અને તેના માતા પિતા તથા બહેન મળવા આવા ના હતા. મળવા તો શુ એમ કહેવુ યોગ્ય કહેવાશે કે અંતરા ને જોવા આવાના હતા. અંતરા ના પિતા સુનીલભાઇ અને તેમના મિત્ર હરેશભાઇ નો દિકરો એ સાનિધ્ય. ખાસ નજીક ના મિત્ર તો ન કહી શકાય પણ સારા ખરાબ પ્રસંગ મા ચોક્કસ તેમની હાજરી હોય.
સાનિધ્ય, મધ્યમ કદ અને મધ્યમ શારિરીક બાંધો. ગૌર વર્ણ અને ચશ્મા થી તેનુ વ્યક્તિત્વ એક ખૂબ જવાબદાર વ્યક્તિ તરીકે ઊભરતુ હતુ. પહેલી નજર મા એક પરિપક્વ વ્યક્તિ ની ઈમેજ મા બંધાયેલ એક તેજસ્વી માણસ. જેને જોઇ ને એવુ ન લાગે કે મજાક મસ્તી એ ક્યારેય કરતો હશે. અંતરા થી એકદમ વિરોધી વ્યક્તિત્વ.
અંતરા પાસે આ સંબંધ ને સ્વિકારી માતા પિતા ની ઈચ્છા પુરી કરવી એ એક જ રસ્તો હતો. એણે પોતાની જીંદગી પાસે થી હવે કોઇ અપેક્ષા ન હતી. સાનિધ્ય ને મળી, કહેવાતી વાત-ચીત કરી. કોઇ જ ઊમળકા વગર એક કામ જે કરવાનુ હતુ એ કરી લીધુ. સાનિધ્ય ને અંતરા પસંદ આવી અને ત્યા જ સવા રૂપીયો અને નાળીયેર આપી સંબંધ ને મહોર મારી દેવાઇ.
રાતે અંતરા પોતાના રૂમ સુતી હતી. ઊંઘ તો જાણે વેરણ બની ગઇ હતી. ખૂલી બારી માથી ચંદ્ર ની આગળ આવતા જતા વાદળો અને એને કારણે તેના તેજ મા થતા ફેરફાર ને ધ્યાન થી જોતી હતી. ચંદ્ર ને આવરી લેતા વાદળો તો થોડી વાર મા વિખરાય જતા હતા પણ પોતાની જીંદગી આડે થી એ કાળા વાદળ કદાચ ક્યારેય વિખરાશે નહી. ફરી આંખો વહેવા લાગી. કદાચ આંસુ પર એના વહેવા નુ કારણ લખાઇ ને આવતુ. કદાચ જેના માટે વહેતા હોય તેની પણ આંખ ભીની કરતા હોત. પણ એવુ નથી થતુ. જે એકવાર જીંદગી માથી જાય છે એ પાછુ વળી ને નથી જોતા અને જો જોવાના હોય તો એ ક્યારેય જતા નથી.
અંતરા પોતાને જ સવાલો કરતી જતી હતી. પ્રેમ એટલે શું? શું પોતે કર્યો એ પ્રેમ હતો કે પછી સુગમે કર્યો એ? અને જો પોતે અનુભવ્યા એ લાગણી ના આવેશો, ફક્ત સામા પાત્ર ની ખૂશી એની ઈચ્છા એ પ્રેમ? કોણ સાચુ મન કે મગજ? કોની વાત માનવી મન ના એ લાગણી ના આવેશો કે મગજ ના તર્ક ની?
ગડમથલ અને ગુસ્સો ક્યારેક નફરત તો ક્યારેક
બસ પ્રેમ જ. કેટલા બધા લાગણી ના ચડાવ ઉતાર એક સાથે અથડાતા હતા અને અંતરા પર હાવી થઇ રહ્યા હતા. ત્યા ફોન ની રીંગ વાગી. અને પહેલો વિચાર કે અત્યારે કોનો ફોન હશે? સુગમ તરફ થી કંઇ સમાચાર હશે? એ બધો ગુસ્સો બધી રીસ ભૂલી અને હજારો વિચારો સાથે ફોન તરફ દોડી....

"સૂતા તો ન હતા ને?"
"તમે?"
"સાનિધ્ય"
"ઓહ....."
અને મન મા ચાલતા એ કેટલાય વિચારો પર પૂર્ણવિરામ લાગી ગયુ.
"સોરી તમે ડીસ્ટર્બ થયા હો તો.. આપણે કાલે વાત કરશુ."
અંતરા પોતાના વિચારો મા ખોવાયેલી રહી ને સાનિધ્ય ને જવાબ ન આપી શક્વા પોતાના પર જ ગુસ્સો આવ્યો.
"ના, ના બોલો ને.. આ તો અત્યારે તમારો ફોન હોય એવુ વિચાર્યુ પણ ન હોય એટલે થોડો સમય લાગી ગયો."
"એક વાત પૂછવા ફોન કર્યો છે"
"હ્મમમમમ"
" તમે આપણા લગ્ન માટે કોઇ દબાવ વગર રાજી ખૂશી થી હા પાડી છે ને?"
શુ જવાબ આપે અંતરા. તમાચો મારી ને પણ ગાલ લાલ રાખવા નો હતો.
"હા, હા..કોઇપણ દબાવ નથી."
"ઓ.કે. "
ફરી થી બંન્ને તરફ મૌન
"અંતરા, પહેલા આપણે મિત્ર બનીએ?"
"હા, ચોક્કસ"
"કાલે સાંજે મળી શક્શો?"
"હા"
"કાલે મળ્યા. ગુડ નાઇટ.. ટેક કેર"
"ગુડ નાઇટ"
અંતરા ને એ "ટેક કેર" ખૂબ ગમ્યુ. અને હવે વધારે મગજ ને હેરાન કર્યા વગર સૂવુ હતું
સાંજે સાનિધ્ય અંતરા ને લેવા આવ્યો. સાનિધ્ય કાલ કરતા ધણો અલગ લાગતો હતો. કદાચ ટી-શર્ટ અને ડેનીમ ને કારણે કે પછી બાઇક ને કારણે. અંતરા સાનિધ્ય પાછળ થોડા સલામત અંતરે બેઠી. આખા રસ્તે બંન્ને ચૂપ જ રહ્યા. કોફી કાફે સાનિધ્ય એ બાઇક ઉભી રાખી.
ફરી એ જ મૌન. કોણ વાત ચાલુ કરે. શુ વાત કરવી.? અંતે સાનિધ્ય એ જ પહેલ કરવી પડી.
કઇ કોલેજ મા ભણ્યા થી ચાલુ કરી શુ ભાવે શુ ન ભાવે સુધી. અંતરા એ પણ સાનિધ્ય ને ખરાબ ન લાગે એટલે પૂરે પૂરી સતર્કતા થી વાત કરી.
અંતરા એ પહેલે થી જ મન મા એક ગાંઠ વાળી હતી કે પોતાના ભૂતકાળ ની આવનારા ભવિષ્ય પર અસર નહી થવા દે. સાનિધ્ય ઘરે મૂકી ને ગયો ત્યા રાત પડવા આવી હતી. જમી ને થોડી વાર થઇ ને સાનિધ્ય નો ફોન આવ્યો. એક બીજા ને જાણવા સમજવા માટે કોઇ એકે તો પહેલ કરવી પડે તો જ સંબંધ આગળ વધે. અંતરા થી મનોમન સાનિધ્ય ની સરખામણી સુગમ સાથે થઇ જતી. પણ એ મન ને વાળી લેતી.
ધીમે ધીમે સાનિધ્ય સાથે નો સાથ વધતો ગયો. અને જેમ જેમ તે સાનિધ્ય ને ઓળખતી ગઇ તેમ તેમ એને સાનિધ્ય માટે માન વધતુ ગયું. અંતરા ની નાની નાની વાત નુ પણ એ ધ્યાન રાખતો, એની સંભાળ રાખતો, એની નાની એવી ઈચ્છા પણ એ પુરી કરતો, અંતરા ને એ દિલ થી ચાહવા લાગ્યો હતો એટલે જ ક્યારેક અંતરા નુ મૌન એનુ ખૂબ ખૂંચતુ. એ અંતરા ના મન પર કોઇ ભાર રહેવા દેવા ન હતો ઈચ્છતો. ઘણી વખત એણે અંતરા ને પુછ્યુ પણ કે કોઇ પણ સંકોચ વગર મન ખોલી શકે છે. પણ અંતરા શુ કહે. અને સાનિધ્ય ની નિખાલસતા એનો પ્રેમ અંતરા ને વધુ વિહવળ બનાવી દેતો. રાત ના એકાંત મા કેટલીય વાર મોકળા મને રડી લીધુ. અંતરા હવે પોતાને સાનિધ્ય ના પ્રેમ લાયક ન હતી સમજતી. પણ સાનિધ્ય ને વાત કરે અને લગ્ન થતા પહેલા જ ટૂટી જાય તો પોતે માતા પિતા ને કેવી રીતે મોઢુ બતાવી શકે. નવા સંબંધ ની શરૂઆત આવી રીતે કેમ થાય? ભવિષ્ય મા ક્યાય થી જાણવા મળે તો સાનિધ્ય સાથે નજર કેમ મેળવી શકશે? પણ અંતરા કરે તો પણ શુ કરે. સાનિધ્ય જેવા પ્રેમાળ અને કેરીંગ જીવનસાથી નુ સપનુ લગભગ દરેક છોકરી નુ હશે અને પોતાને એ ભાગ્ય ના જોરે મળી તો ગયુ પણ શુ પોતે તેને જીવનભર સાચવી શકશે ? આવા કેટલાય પ્રશ્નો વચ્ચે એક પ્રશ્ન એમ જ રહ્યો કે
સુગમે કર્યો હતો એને પ્રેમ કહેવો કે પછી સાનિધ્ય કરે છે એ પ્રેમ.? શુ પ્રેમ હોય ત્યા શારિરીક આવેગો હોય જ કે ફક્ત મન સાથે કે આત્મા સાથે પણ પ્રેમ થાય.? પોતાની ખૂશી એ પ્રેમ કે પછી સામા પાત્ર ની ખૂશી એ પ્રેમ?
સમય સરવા લાગ્યો. અને સમય ના એ પ્રવાહ મા અંતરા સાનિધ્ય તરફ વહેતી ગઇ. લગ્ન લેવાણા. ફક્ત પાંચ દિવસ આડા રહ્યા હતા. અને અંતરા કંઇ પણ છૂપાવી ને કે સાનિધ્ય ને અંધારા મા રાખી નવા જીવન ની શરૂઆત કરવા ન હતી માંગતી. સાનિધ્ય ની સારપ નો ફાયદો ન હતો લેવો.
અને અંતરા એ એક નિર્ણય કર્યો અને પછી બધા જ વિચારો પર તાળુ મારી અને હળવી થઇ ગઇ. બસ એક ખરા સમય ની રાહ મા...