mara pappa in Gujarati Moral Stories by Priya Patel books and stories PDF | મારા પપ્પા

Featured Books
Categories
Share

મારા પપ્પા

My father didn’t tell me how to live.. the way he lived.. and let me watch him do it.

કેટલાય નામ છે એ વ્યકિત ના જે આપણી જરૂરીયતો પૂરી કરવા દિવસ- રાત નથી જોતા બસ જોઈ છે તો આપણા ચહેરાની ખુશી..
બાપુજી
પપ્પા
પાપા
ડેડ
ડેડી
પોપ્સી
અને કેટલાય સમાનાર્થી નામ હશે પપ્પાનાં..
આ વ્યકિત ક્યારેય તમને નય જતાવે કે તેમના મનમાં શુ છે? પોતાના બાળક ને ખુશ રાખવા હંમેશા હસતા મોઢે મહેનતનો પરસેવો પાળતો રહે છે.. તેના બાળક નુ રક્ષણ કરવા હંમેશા તત્પર રહે છે. એ ભુખ્યા રહેશે પરંતુ તેના પરીવારને ભુખ્યા નહીં રહેવા દે. તેના પરીવારને બધી સવલતો આપવામાં લગભગ તેમની આખી જિંદગી ઘસી નાંખે છે. આવું તો ઘણું બધું છે જે પિતાની વ્યાખ્યાને ન્યાય ન આપી શકે.
અહીંયા વાત કરીશ મારી અને મારા પપ્પા ને જેમને હું ડેડુ, ડેડી, બાપુજી કહીને બોલાવતી રહું છુ.
આમ તો પિતા-પુત્રી નો સંબંધ ખરેખર કંઈ અલગ જ હોય છે. પિતાનો તેની પુત્રી માટેનો પ્રેમ દરિયા કરતા પણ વિશાળ હોય છે અને તે પ્રેમ ફ્કત પુત્રી જ સમજી શકે છે. આ સમજણને ભગવાને કંઈક અલગ રીતે જ બનાવ્યો છે.

મારા વ્હાલા ડેડુ,
એવુ નથી કે આજે ફાધર્સ ડે છે એટલે મનની વાત કહુ છે આમ તો રોજ જ તમે મારા માટે સ્પેશિયલ છો પરંતુ કોઈ દિવસ મોકો નથી મળ્યો તમને મારા દિલની વાત કહેવાનો.. તમે મને અને ભયલુંને સરખો જ પ્રેમ આપ્યો છે.. પણ હા મારી માટે થોડો વધારે છે.. નાનપણ થી લઈને અત્યાર સુધી જે માંગ્યું એ આપ્યું છે તમે.. અને ન માંગ્યું હોય તો પણ તમે લઈ આવતા.. મારા ડેડુને ફોટોગ્રાફીને બહુ શોખ છે.. નાની હતી હુ ત્યારનાં ઘણા ફોટોસ્ તમે પાળ્યા છે જે હજી સાચવીને રાખ્યા છે મારા પપ્પાએ..આમ તો છોકરીઓ બધી વાત તેમની મમ્મી સાથે શેર કરે પરંતુ હુ મારા ડેડુ સાથે શેર કરતી.. હુ બિમાર હોવ ત્યારે પપ્પા જોડે જ રહે.. સમયસર દવા પણ પપ્પા જ આપતા હજી સુધી જાતે પપ્પાએ જ દવા આપી છે જોકે હવે લગ્ન થઈ ગયાં છે એટલે જાતે જ લેવી પડશે.. મારી દવા તો મારા ડેડુને રોજ એક વખત હગ કરવું.. મારા માટે દુનિયાની સૌથી સુરક્ષિત જગ્યા એટલે પપ્પા.. ડેડુ જોડે હશે તો કંઈ ચિંતા નઈ પણ મારા ડેડુ ને ચિંતા હશે મારી ઢિંગલીને કંઈ થાયતો નહીને?? પહેલેથી જ હુ મારા પપ્પા સાથે વધારે ક્લોઝ છું.. જો એમને કંઈ થાય તો મને રડું આવી જાય.. જ્યારે લગ્નની વાત આવી ત્યારે મે સૌથી પહેલા પપ્પાને કહ્યું હતું કે મને એક છોકરો ગમે છે.. ના.. પપ્પાએ ગુસ્સો નહોતો કર્યાે.. શાંતીથી વાત કરી હતી મારી સાથે..કોઈ દિવસ લડ્યા નથી મને.. કંઈ પણ પ્રોબ્લમ હોય શાંતિ થી જ સમજાવે અને સોલ્યુશન આપે.. અને મને જે છોકરો ગમતો હતો એની સાથે લગ્ન પણ કરાવી આપ્યા.. લગ્નની તારીખનાં બે મહિના પહેલાથી જ રોજ રાત્રે પપ્પાને હુ રડતા પછી એમા મમ્મી પણ જોડાઈ.. લગ્નના ત્રણ દિવસ પહેલા તો કલાક સુધી રડતા રહેલા પપ્પા.. એમના દિલનો ટુકડો બીજા ઘરે જાશે.. પરંતુ મારા બીજા પપ્પા પણ એટલા જ પ્રેમાળુ છે.
શું કહુ ડેડુ તમારી દિકરી થવા માટે બીજા સો જનમ પણ લેવા તૈયાર છું અને મને તો બધા જનમમાં તમે જ પપ્પા જોઈએ.. જે આવો નિ:સ્વાર્થ પ્રેમ વર્ષાવી શકે.
Yes, my daddu is everything for me.. my first love, my hero, my life.. he give me beautiful life with joy and full of happiness..! I love you infinitely..!
થેન્ક યુ તો બહુ નાનો શબ્દ પડશે તમારા પ્રેમ માટે તો...!

તમારી વ્હાલકળી દિકરી...
Behind every great daughter is truely amazing and wonderful dad..!