Shu title jaruri chhe ?? in Gujarati Motivational Stories by Mansi Gandhi books and stories PDF |  શું ટાઇટલ જરૂરી છે ???

Featured Books
Categories
Share

 શું ટાઇટલ જરૂરી છે ???


અમદાવાદ શહેરની દરરોજ ની દોડધામ ભરી જિંદગીમાં....

આમ તો હમેશા મારે દરરોજ ના ક્ર્મ પ્રમાણે દોડતા ભાગતા જ જવાનું..આ બાબતમાં તો મમ્મી બોલે પણ ખરા..બેટા તારે દરરોજ મોડુ થઈ જાય છે તો થોડું વહેલા નીકળવાનું રાખ ને..પણ હવે ઘરે એવું તો કોણ કહે કે બી.એસસી પૂરું કરી ને હવે હમણાં જ ચાલુ કરેલા એમ.એસસી માં ફાવતું નથી..એટ્લે હમેશા જાણી જોઈને મોડુ કરું છું..મનમાથી તો ફાઇનલ જ છે કે જવાનું જ છે એટ્લે થોડું ફાવતા સમય લાગશે પણ જો કે એ મારો ભ્રમ હતો..એ જે કઈ હોય..દરરોજ ની જેમ આજે પણ હું એક હાથ માં હેંડ્સ્ફ્રી,ફોન અને બીજા હાથ માં પર્સ,એયરિંગ પણ હાથ માં લઈ ને બેગ ભરાવી ને દોડવાનું બસ સ્ટોપ સુધી..આ દરરોજનું ટાઇમટેબલ થઈ ગયું હતું..અત્યારે પણ ઘણી વાર આવું થઈ છે.અને બસ મળી એટ્લે પહોંચ્યા કોલેજ પણ આજે હું દરરોજ કરતાં કલાક વહેલી હતી..ડિપાર્ટમેંટ નો ટાઇમ 11:00 નો અને વાગ્યા હતા 10:00 બસ..પણ મને યાદ આવ્યું કે મારી ફ્રેન્ડ હમણાં જ એને માસ્ટર ઓફ સોશિયલ વર્ક માં એડમિશન લીધું હતું એને ઘણા ટાઇમ થી મળવાનો વાયદો કર્યો હતો પણ મળાતું જ નહોતું..પણ અત્યારે યુનિવર્સિટીમાં નવા નવા હોવાના લીધે ડિપાર્ટમેંટ તો એનો કેમ કરી ને શોધી લીધો પણ પછી 2 એન્ટ્રન્સ ગેટ હતા અને કઈ મળી રહ્યું નહોતું..એટલે એક દીદી હતા એ જં ડિપાર્ટમેંટ ના અંદર જ બેન્ચ પર એમના ફ્રેન્ડ્સ સાથે અને એમની વાતો એમના જોરદાર વોલ્યૂમ ના કારણે સંભળાય રહી હતી એ પરથી ખબર પડી કે તેઓ સેકંડ યર ના એમ.એસ.ડબલ્યુ ના જ સ્ટુડન્ટ હતા..તો મે એવું વિચાર્યું કે એમને પૂછી જોવું કે ફર્સ્ટ યર ના ક્લાસ કઈ બાજુ છે કેમકે એમને બ્રેકટાઇમ હતો તો એ ત્યાં જ મળશે એટ્લે દીદીની પાસે ગયી અને કીધું..Good Morning Didi. Sorry for Disturbance.Where is the First Year M.S.W Classes?? She said to me I am right now busy so ask anybody he or she will tell you. મે કહ્યું..Okey fine..Thank you..હવે વિચારતી હતી કે હવે કોને પૂછું એટલા માં એમના જ ગ્રુપના કોઈ નો અવાજ આવ્યો એ લોકો વાતો કરી રહ્યા હતા એ સાંભળી શકાય એટલું અંતર હતું કહ્યું કે તું એવા ક્યાં કામ માં વ્યસ્ત હતી બોલ તો તારે ક્યાં છેક ક્લાસ બતાવા જવાનું હતું તો આવું કેમ કરે છે તો એમનો જે જવાબ હતો બોવ જ જોરદાર..મારી આટલી લાઇફ માં આવું કોઈ નહોતું મળ્યુ..એમણે એવું કીધું કે હું કોઈ ની મદદ કેમ કરું??.મને શું મળશે ...આ બધી વાત માં એક માસી ત્યાં સફાઈનું કામ કરતાં હતા તેમની સાથે નાનું બાળક હતું હશે કઈક 4 કે 5 વર્ષનું..પણ એનો એક સવાલ સાંભળીને હું પોતાને જોતાં રોકી જ ના શકી કે બોલી કોણ રહ્યું છે ..એનો નિર્દોષ સવાલ...મમ્મી આપડે કોઈ ની મદદ તો જ કરાય જો કઈ મળતું હોય..હવે તો મને એમના જવાબમાં રસ હતો..સામાન્ય રીતે મને કોઈની વાતમાં એટલો મતલબ નથી હોતો પણ આજે હતો..બાળકના મમ્મી પાસે થી જવાબ સાંભળી ને તો દિલ ખુશ થઈ ગયું..એમને કરી એક વાર્તા ચાલુ..બેટા એક છોકરો હતો તેના પરિવાર માં કોઈ ન હોવાને લીધે ગુજરાન ચલાવવા માટે તેણે નાની મોટી વસ્તુ ઘરે ઘરે વેચતો..એક દિવસે એને ખૂબ જ ભૂખ લાગી હતી એટ્લે એણે નક્કી કર્યું હવે જે ઘરે જશે ત્યાં થી પૈસા ના બદલે જમવાનું માગશે પણ જેવો દરવાજો ખખડાવ્યો અંદર થી માજી બહાર આવ્યા એટ્લે તેણે મન માં વિચાર્યું કે માજી પાસે શું માંગે એટ્લે પાણી જ માગ્યું પણ માજી એ વિચાર્યું છોકરો બોવ છોકરો બોવ થાકેલો અને ટેન્શનમાં લાગે છે કદાચ એને ભૂખ લાગી હશે તો એની માટે દૂધ લઈ આવ્યા..છોકરા એ દૂધ પીને એમનો આભાર માન્યો...અને તે મનમાં એ જ વિચારતો હતો કે આજે પણ આટલા બધા સારા લોકો છે જે બીજા ની મદદ કરે છે બધુ પોજિટિવ પોજિટિવ વિચારવા લાગ્યો..આ છોકરો બોવ હોશિયાર હતો ભણવામાં જેના કારણે સ્કૉલરશિપ મળતી રહી એમબીબીએસ કરીને ડોક્ટર બન્યો આ બાજુ ઉમર વધવાની સાથે સાથે માજી ને ગંભીર બીમારી થયી એક સગા તેમને આ જ હોસ્પિટલ માં લાવ્યા ઓપરેશન પછી સાજા થતાં દવાખાનાના બિલના વિચારો આવવા લાગ્યા કે શું કરશે હવે..આ બાજુ ફોર્મ માં ગામ નું નામ જોતાં જ તપાસ કરે છે તો ખબર પડે છે અને તેમના ઓપરેશન ના બધા પૈસા ભરી દે છે..માજી ત્યારે આશીર્વાદ આપતા થાક્તા નથી...એટ્લે સાર તો વાર્તા નો એજ છે કે જેવુ કરીશું તેવું ફરી ને આપડી પાસે આવશે એ સારું હોય કે ખરાબ..હવે બાવળ વાવી ને કેરીની આશા રાખવી પણ ખોટી છે...આ બધુ સાંભળતી જ હતી એટલામાં મારી ફ્રેન્ડ આવી ગયી થોડી વાર એની સાથે વાતો કરી પણ મનમાં તો હજુ એ જ વિચારતી હતી...ત્યાં બહાર નિકળતા એ માસી ફરી મળી ગયા એટ્લે હવે તો વિચારી લીધું કે હું મારે જે પૂછવું છે એ પૂછી જ લઉ...મે કીધું માસી તમે બોવ સારા સંસ્કાર આપી રહ્યા છો મને તમને મળીને બોવ જ ખુશી થઈ..એમને કહ્યું આ તો હું અહિયાં કામ કરતી હોય કચરાપોતા ત્યારે ક્લાસ માં સાહેબ જે કહી રહ્યા હતા એ મે સાંભળ્યું હતું...મે કીધું અરે વાહ..અને હવે 10:50 થઈ ચૂકી છે એટ્લે થોડી સ્પીડ થી ચાલી રહી હતી...મને એમ થતું હતું કે એક બાજુ આ દીદી જે આટલૂ ભણ્યા પણ સમજતા ન હતા અને બીજું પેલા માસી જે ઓછું ભણેલા જે બધુ જ સમજી લેતા હતા

1 or 2% આવા લોકો ના લીધે બધા ને ખોટા ના કહી શકાય..અને એક વાત તો છે જેવુ કરીશું એવું પાછું આપડી પાસે જ આવશે..સાચું અને સારું કામ કરતાં રહો..ખુશ રહો..કોઈ એ બોવ સારી પંક્તિ લખી છે કે...

🌟 “Education and Humanity is a important but their combination is awesome…”🌟