The Accident - 3 - 7 in Gujarati Love Stories by Dhruv Patel books and stories PDF | ધ એક્સિડન્ટ - session 3 - 7

Featured Books
  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

  • आखेट महल - 7

    छ:शंभूसिंह के साथ गौरांबर उस दिन उसके गाँव में क्या आया, उसक...

  • Nafrat e Ishq - Part 7

    तीन दिन बीत चुके थे, लेकिन मनोज और आदित्य की चोटों की कसक अब...

Categories
Share

ધ એક્સિડન્ટ - session 3 - 7

સુમેર ગુસ્સા માં ત્યાં થી નિકળી જાય છે. હાલ પણ arohi ત્યાં જ ઊભી ઊભી રડે છે. એને દુઃખ એ વાત તો છે જ કે ધ્રુવ દુઃખી થયો એના કારણે પણ એના થી વધારે દુઃખ એને એ વાત નું છે કે જેને એ આટલો પ્રેમ કરતી તી એ એના પર હાથ ઉપાડવા સુધી આવી ગયો હતો... પ્રીષા એ માંડ માંડ આંખ માંથી નીકળતા આંસુ ની ધાર માં રહેલા એક એક આંસુ પર સૂમેર નું નામ હતું.... એના મગજ માં વારંવાર એક વિચાર ચાલતો હતો કે એવી તો એને સુ ભૂલ કરી કે સુમેર એના મમ્મી પપ્પા ની ભૂલ ની સજા મને આપી રહ્યો છે. ધીમે ધીમે એના કદમ પણ ઘર તરફ જવા આગળ વધે છે. એ કાંકરિયા થી બહાર નિકળી ને રોડ પર ચાલતી ચાલતી ઘર તરફ જાય છે એને એ વાત નું પણ ભાન નથી કે છેક ઘરે ચાલતા જતા એને કેટલાંય કલાકો વીતી જશે..... એ એના દિલ અને મગજ વચ્ચે ચાલતા સંગર્શ ની સાથે સાથે આમતેમ ચાલે રાખે છે..... ત્યાં અચાનક પાછળ થી ગાડી નો હોર્ન સંભળાય છે અને પાછળ થી ગાડી માં બેસેલો માણસ બૂમ પાડે છે"ઓહ દેખી ને ચલ ને મરવા ની ઈચ્છા હોય તો બીજે જઈને મર ને અહીંયા કોઈ ની ગાડી વચ્ચે સુ કામ આવે છે....."આ સાંભળતા આરોહી હોશ માં આવી ગઈ.....એને તરત આંસુ ઓ થી ભરાયેલી આંખ ને હાથ વડે સાફ કરી અને ...બસ માટે નજીક ના સ્ટેશન પર ગઈ...જેમ તેમ કરી ને એ ઘર નજીક ના સ્ટેશન પર પહોંચી ત્યાં પાણી થી મોઢું સાફ કર્યું અને ઘર તરફ આગળ વધી.....ઘર જોડે પહોંચતા જ વોચમેન એ ઘર નો બહાર નો ગેટ ખોલી નાખ્યો.... ગાર્ડન માં રમતા એના 2 કૂતરા પણ એની પાસે દોડી આવ્યા..... આરોહી ના સૌથી ખાસ ફ્રેન્ડ હતા એ....એમને આરોહી ના મૂળ વિશે જરૂર થી ખબર પડી જતી ભલે આરોહી ગમે તેમ ખુશ થવાના નાટકો કરે....બંને ડોગી એને જોઈને એના જોડ આવી ગયા....અને એના જોડ મસ્તી કરવા લાગ્યા....એક નું નામે પેટ્ટી અને બીજા નું નામ રોક્સી ....બંને એક દમ માસૂમ ડોગી ....બંને આરોહી ને ખુશ કરવા એના જોડ મસ્તી કરવા ની સારું કર્યું. રોક્સી એ આરોહી ના જિન્સ ને મોઢાં માં નાખી ને એને ગાર્ડન તરફ ખેંચી જવા પ્રયત્નો કરવા લાગ્યું એના એકલા થી ના થયું તો પેટ્ટી એ પણ એવું જ કરવાનું સરું કર્યું..... આખરે આરોહી જોડ બીજો ઓપ્શન વધ્યો નતો.... અને આરોહી ને ત્યાં જઉં જ પડ્યું બંને ડોગ્ગી એના જોડ રમવા માટે ઇચ્છતા હતા પણ આરોહી બિલકુલ સાંત અને એના મન માં બઉ બંને ના માથા પર હાથ fervi ને બોલી...."તમે બંને જ મને સમજી શકો છો....બાકી જેના માટે મને ફિલિંગ છે એને તો ક્યારે ખબર નઈ પડે."આટલું સાંભળતા જ બંને ડોગ એ એને ચાટવા નું સરું કરી દીધું....આરોહી જોર જોર થી રડવા લાગી....બંને ડોગ એને લપટાઈ ગયા....એ બંને ની આંખ માં આરોહી માટે રહેલી ફિલિંગ ચોખ્ખી દેખાઈ રહી હતી....આરોહી ને યાદ આવે છે કે અંદર જઈને આયારા અને પ્રિષાં જોડ વાત કરવા ની છે....અને એ તરત બંને ડોગ ને છુટા કરી ને એ ઘર તરફ જાય છે એક એક કદમ જેમ જેમ એ ઘર તરફ આગળ વધે છે એના મગજ માં એક નવો સવાલ જનમ લઈ રહ્યો છે..કોઈ એને પૂછશે કે શું થયું?કેમ સુમેર તારા જોડ નથી આવ્યો? સુ થયું સુમેર ને? એવું તો શું કહી દીધું સુમેર ને એને.....?

આખરે એ ધીમે ધીમે ઘરમાં પ્રવેશે છે... ત્રણ વાગી ગયા છે બપોરના..... અને પ્રીશા , માહિર , આયરા , ધ્રુવ બધા સાથે બેસીને વાતો કરતા હોય છે. અચાનક આરોહી ને ઘરે આવેલી જોઈ પ્રીશા ચોકી જાય છે....


પ્રીશા :- બેટા... આવી ગયા...! સુમેર ક્યાં છે !

આરોહી :-હા... બસ મમ્મી હું આવી ગઈ....

આયરા :- મેં કહ્યું તુ...... મેં પ્રીશા સુમેર ને ગરમી સહન નઈ થાય એ આરોહી ને ઘરે લઈને આવી જશે..


પ્રીશા :-હા સાચી વાત પણ......સુમેર ક્યાં છે બેટા ..?

આરોહી :-મમ્મી ......(આંખો નીચે કરીને )

પ્રીશા :-બોલ ને બેટા સુ થયું ( પ્રીશા ના માથા પર હાથ ફેરવે છે. )

આરોહી :- મમ્મી આજે હું એને સુમેર કાંકરિયા હતા અને વાત નીકળી તે લખેલી બુક ની....

પ્રીશા :-હા તો બેટા ..તો સુ .?

આરોહી :-મેં સુમેર ને કહ્યું કે 22 વર્ષ પહેલા માહિર અંકલ નો અકસિડેન્ટ થયો હતો ને એને પપ્પા મારવા માટે ને પ્લાનિંગ હતી અને માહિર અંકલ એનો શિકાર બનેલાઅનેકોમા માં ગયા તા... તબિયત વધારે ખરાબ હતી..અને આ સાંભળીને એને ગુસ્સો આવ્યો


આયરા :-સુ...?તે એને કહી દીધું ?બેટા મેં તને કોલ પર તો કહ્યું તુ કે સુમેરને માહિર જોડે થયેલા અકસિડેન્ટ વિશે વાત ના કરતી એને બહુ જ hurt થશે એ બહુ જ છે....

આરોહી :-(યાદ કરે છે , પછી એને યાદ આવે છે જ્યારે કોલ ચાલુ હતો ત્યારે સુમેરએ હાથ પકડ્યો ત્યારે એના સપનામાં જ ખોવાઈ હતી અને કોલ પર આયરા એ કહેલી વાત સાંભળી જ નતી )sorry aunty ..so sorry...

આયરા :-બેટા its ok ..ભૂલ તારી નઈ ભૂલ અમારી છે અમે જ અમે જ એનાથી આ બધું છુપાવ્યું છે.....હવે એની સજા મળવાની જ હતી....


ધ્રુવ :-અરે હા એ બધું પછી વિચારજો પણ પહેલા સુમેર છે ક્યાં એ શોધો...

માહિર :-હા એને ગુસ્સો આવશે તો એ ના કરવાનું કરી દેશે.....


આયરા :-માહિર please આવું ના બોલો please...

ધ્રુવ :-ચિંતા ના કર આયરા ..હું પોલીસ સ્ટેશન કોલ કરી દઉં છું પોલીસ સ્ટેશન માં બધા મને ઓળખે છે જલ્દી જલ્દી સુમેર ને શોધી નાખશે મ..અને હું મારા માણસો ને પણ મોકલી દઉં છું એ શોધી જ..

પ્રીશા :-હા જલ્દી ધ્રુવ...

ધ્રુવ :- (એના ખિસ્સામાંથી મોબાઈલ નિકાળેછે પોલીસ ઇન્સપેક્ટર ને કોલ કરે છે )

((અહીંયા જ્યારે પોલીસ ઇન્સપેક્ટર કોલ ઉપાડે છે તરત જ ઘરનો ગેટ ખુલે છે અને સુમેર ઘરમાંપ્રવેશે છે ....બધા એના સામે જોવે છે ... ધ્રુવ કોલ cut કરે છે ..પ્રીશા ના મોઢા પર smile આવે છે ...આરોહી બીજી તરફ જોવા લાગે છે..માહિર સુમેર તરફ દોડે છે ...આયરા ડાઇનિંગ ટેબલ પરથી પાણીનો ગ્લાસ ભરીને સુમેર તરફ જાય છેસુમેર ને ગ્લાસ આપે છે...પણ...........સુમેર ગ્લાસ પછાડીને સીધો દોડતો દોડતો ઉપર રૂમમાં જાય છે ....આ કોઈને બધાં ની આંખો ખુલ્લી રહી જાય છે ....આરોહી અને માહિર એક બીજા સામે.જોઈ રહે છે ...)

આયરા :-sorry સુમેર ના ગુસ્સા માટે sorry...હું આ સાફ કરી દઉં છું..

પ્રીશા :-આયરા..સુ થયું છે તને યાર...સુમેર સારો છોકરો છે મને ખબર જ છે બસ એને ગુસ્સો આવ્યો એટલે એને આવું કર્યું અને ..સાફ કરી દઈશ એટલે તુ કહેવા સુ માગે છે ?સંભાળ આ ઘર મારુ છે એટલું જ તારું પણ છે ..આ બધું નોકર સાફ કરી દેશે તુ ટેનશન ના લે હું સુમેર ને સમજાવીશ... ચિંતા ના કર .....

આયરા :-( રડવા લાગે છે અને પ્રીશા ને ગળે લાગી જાય છે )

(ધ્રુવ અને માહિર પણ આયરા ને શાંત કરાવવા માટેપ્રયત્નો કરે છે..
આ બધું જોઈને આરોહી રડી જાય છે એને એવુ લાગે છે કે આ બધું થવા પાછળ ક્યાંક ને ક્યાંક એની જ ભૂલ છે .અને એ પણ ઉપર રૂમમાં દોડી જાય....એ એના રૂમમાં જતી જ હોય છે ત્યાં એની નજર સુમેર ના રૂમ તરફ પડે છે એ એની જાત ને રોકી નથી શક્તિ એના પગ ધીમે ધીમે સુમેર ના રૂમ તરફ આગળ વધતા જાય છે જ્યારે એ સુમેર ના રૂમ સુધી પહોંચે છે ત્યારે એનો હાથ દરવાજા ને અડે છે અને દરવાજો ખુલ્લો જ છે તેથી ખુલી જાય છે ....ત્યાં એની નજર રૂમમાં પડે છે પણ ક્યાંય સુમેર દેખાતો નથી..બેડ પર laptop mobile આમ તેમ પડ્યું છે ઓશિકા નીચે પડ્યા છે બધું અસ્તવ્યસ્તપડ્યું છે ...આ જોઈને આરોહીને ખબર પડે છે કે સુમેરે એનો ગુસ્સો રૂમ પર નીકળ્યો છે ...પણ હજુ એના મગજમાં વિચાર આવે છે કે સુમેર ગયો ક્યાં ...?

એ રૂમમાં જવાનુ નક્કી કરે છે એના પગધીમે ધીમે રૂમમાં પ્રવેશે છે..એ એના શ્વાસ લેવાનો અવાજ પણ શાંત કરીને રૂમમાં પ્રવેશે છે એના પગ અને હાથ ધ્રુજી રહ્યા છે ...આંખો માં આંસુ છે..મગજમાં લાખો સવાલ...ત્યાં એ સુમેર ના બાથરૂમ જોડે પહોંચે છે ..
એને આભાસ થાય છે કે સુમેર છે...પાણી નો અવાજઆવે છે પણ આ અવાજ બાથટબ ભરાઈને ઉભરાતો હોય અને પાણી વહીને બહાર નીકળતુ હોય એવો હતો બાથરૂમ ના દરવાજા પર નજર જાય છે તો એ પણ લોક નથીએ બીવાઈ જાય છે...અને અંદર જવાનો નિર્ણય લે છે .. અંદર જાય તરત એની સામે સુમેર હોય છે જે એકદમ બેહાલ થઈને ચૂપ ચાપ જમીન પરબેઠો છે.. બાજુ માં થી બાથટબ ભરાઈને પાણી waste જાય છે તો પણ એને ખબર નથી ..સુમેર ક્યાંક ને ક્યાંક એને જવાબદાર માને છે કે એનામાં કંઈક ભૂલ હશે ..આરોહી ગભરાતા ગભરાતા સુમેર જોડે પહોંચે છે અને બાથટબની ચકલી બંધ કરે છે ..આંખો સામે આરોહી જોવે છે આરોહી જોવે છે સુમેર ની આંખો લાલ છે અને સુજી ગઈ છે ...
આરોહી :- ગુસ્સે છે ?
સુમેર :- (કોઈ જવાન નથી આપતો એ એના વિચારોમાં વ્યસ્ત છે )
આરોહી :- તને ખબર ભારતમાં થોડા year પછી પીવાનું પાણી જ નઈ હોય ..એવુ scientist લોકોનુ કેવુ છે .....

સુમેર :-( કોઈ જવાબ નથી આપતો )

આરોહી :- પૂછ તો ખરા એમને આવુ કેમ કહ્યું
હશે...ચાલ તુ અકડું છે હું જ કઈ દઉં ..તારા જેવી રાજકુમારીઓ નાની નાની વાતોમાં આમ બાથરૂમમાં ચકલી ચાલુ કરીને પાણી બગડે તો પાણી ઓછું જ પડે ને

સુમેર :-(આરોહી સામે.જોઈને )આ vaવાત નાની છે ..? તારા મમ્મી પપ્પા તારાથી કંઈક છુપાવે તને ગમશે ..એમના past માં આવડો મોટો accident થયો એ છુપાવશે ચાલશે ?....તને ખબર આજ સુધી એમને ક્યારે મારાથી કાઈ નઈ છુપાવ્યું અને આ છુપાવ્યું અને હું એમને ફરીથી એ બધું યાદ કરાવવા માટે એમને ઇન્ડિયા લઈ આવ્યો....ભૂલ મારી જ છે આ બધી...હું મને માફ નઈ કરી શકું...

આરોહી :- અરે તને hurt ના થાય એટલે એમને નઈ કહ્યું અને તુ એમની રાજકુમારી છે ને ..તને hurt થોડી કરાય ગાંડી ..

સુમેર :- (આંખોમાં પાણી આવી છે ) છોકરા જોડ parents ને કાઈછુપાવવું ના જોઈએ ...જેમ એ ઈચ્છે છે કે એમના છોકરા એમના જોડ બધું share કરે તો એમને પણ દરેક વાત માં એમના છોકરાને શામેલ કરવો પડે..પણ અહીંયા ક્યાંક ને ક્યાંક ભૂલ મારી છે

આરોહી :- પણ દેખ યાર ..mom dad ને માફ કરવા જોઈએ તારે...

સુમેર :-ગુસ્સો એમના પર નહિ ગુસ્સો મારા પર છે....મારી ભૂલ છે

આરોહી :-ઓહ એટલી જ વાત..લે તુ બી સુ રાજકુમારી ....તારે સજા જ જોઈએ છે ને ....ચાલ તારો અને મારો બંને નો રૂમ સાફ કર એ તારી સજા આખા રૂમની દશા બદલીને રાખી છે સાલી તે ...

સુમેર :-ચૂપ બધી વાતમાં મજાક સુજે સાલી તને ..

આરોહી :-હવે સજા આપી તો સજા લેવી નઈ ચાલ ચાલ કામ પર લાગી જા ..હો ...નઈ તો આખા ઘરનું કામ કરાવીશ તારા કરતા મારા 2 doggy સારા બિચારા મને સમજી તો શકે છે .....

સુમેર :-ઓહ તને સમજી શકે ...and મારા ગુસ્સા ને સુ લેવા દેવા....અને હું મને માફ કરી પણ દઉં પપ્પાને ક્યારે નઈ કરું એમને alws મને avoid કર્યો છે મારી બધી વસ્તુ નુ ધ્યાન મમ્મી રાખે એમને તો બસ મારી ભૂલો જ દેખાય છે ...મારામાં એવી તો શુ કમીછે કે મારી જ ભૂલો દેખાય અને મરાથી જ બધું છુપાવે છે ....

આરોહી :-પાગલ એવું ના હોય યાર અને એ બધું પછી આપડે વિચારીશું ચિંતા ના કર અને...કાંકરિયામાં તે મારાપર ગુસ્સો કર્યો ...હાથ પણ ઉપાડવાનો જ હતો ....મને સાચે hurt થયું છે ..એ વાત થી નઈ કે તુ ગુસ્સે થયો મારા પર પણ એ વાત થી કે મારા કારણે થયો...

સુમેર:-હા પણ તને આટલો ફરક કેમ પડે છે મારા ગુસ્સાથી કોઈને નઈ પડતો ....
આરોહી :- પડે જ ને ..તને પ્રેમ ....... ..

સુમેર :-સુ ..? સુ બોલી ..?

આરોહી :- કાઈ નઈ એટલા એમ કેતી તી કે ...

સુમેર:-સુ ? બોલ બોલ...

આરોહી :-હવામાં ના ઉડ હું એમ કેતી તી કે બધા તને પ્રેમ કરે છે બધાની રાજકુમારી છે તને hurt થયું તો આયરા આન્ટી મને મારી નાખે ...
સુમેર :-હા જ તો બધાનો લાડલો છું (ધીમે ધીમે એના ચહેરા પર smile આવે છે )

આરોહી :- હા આમે તને hurt કરું તો મારી મમ્મી ઘરમાંના આવવા દે (😄😄😄😄😄)
સુમેર :-(સુમેર પણ હસવા લાગે છે )


બંને એક બીજાની સામે.જોઈને હસી રહ્યા છે .... અચાનક અચાનક બંનેની આંખો એકબીજાની આંખો સાથે જોડાય છે બન્ને ના હોઠ પર આવેલી smile અચાનક ગાયબ થવા લાગે છે બંને serious થઈ જાય છે..... અને બન્ને એકબીજાને ભેટી પડે છે ....સુમેર ની આંખોમાં આંસુ છે કારણ કે એને સમજવા વાળી આરોહી છે અને આરોહી ની આંખમાં આંસુ છે કારણકે એને સુમેરથીનજીક આવવા મળ્યું અને સુમેરે એને માફ કરી.......