kon banse Storyteller ? - 1 in Gujarati Short Stories by Nikunj Patel books and stories PDF | કોણ બનશે Storyteller ? - 1

Featured Books
Categories
Share

કોણ બનશે Storyteller ? - 1

કોણ બનશે Storyteller ?

કહાનીઓ ગણી છે... આ મારી દુનિયા માં,

કિરદાર પણ ગણા છે... આ મારી દુનિયા માં,

જોડીને રાખ્યા બધા ને... સંબંધો ના માયા જાળ માં ,

અંજાન કિરદારો ને સાથે કરી...જોડયા એક કહાની માં,

કહાનીઓ ગણી છે... આ મારી દુનિયા માં.

✍(no.1 storyteller - the god )



મારુ ઈન્ટ્રો તો સાંભળી લીધું તમે હવે મારા હજારો કિરદાર માંથી કોઈ એક ની કહાની સાંભળીયે .

ટ્રેન માં ગણા અંજાન લોકો હોય છે,જે આજે એક બીજા ને જાણવાં ની કોશિશ કરશે.ચાલો જોઈએ એમના કિસ્સાઓ અને કહાનીઓ ...

હું છું નિકુંજ અને હું આજે ગણા દિવસો પછી મારા ઘરે જવા નીકળો છું ,મારી ટ્રેન નો time થઇ ગયો છે અને આજ પણ દરવખતે ની જેમ late છે ,શું કરવું આ ટ્રેન નું ?કઈ સમજાતું નથી,એમ તો હું બસ થી પણ ઘરે જઈ શકું છું ખાલી ૨ કલાક નો વધારો થાય સફર માં ,પણ મને ટ્રેન માં જવું વધારે ગમે છે ,જેનું કારણ છે storyteller ઓ ...એટલે કે અંજાન લોકો અને તેમના રસપદ કિસ્સાઓ...

હું કદાચ સારું ન લખી શકતો હવ,પણ હું પ્રયાશ કરતો હોવ છું કે આવી અંજાન લોકો ના કિસ્સાઓ તમારી સુધી પોંહચાડી શકું .

ચાલો ,મારી ટ્રેન આવી ગઈ ,સમય બરબાદ ન કરતા સફર ની શરૂઆત કરીએ .

ટ્રેન નો ડબ્બો એકદમ લોકો થી ખચોખચ ભરાયેલો હતો ,ગણી વિનંતી ,ગણી મહેનત ,ગણી પ્રિ બુકિંગ ની request લોકો ને આપી એટલે કે "please ,તમે તારા station પર ઉતરશો,તો ત્યારે મારી જગ્યા રોકજો" ને આખરે મને જગ્યા મળી ,દુઃખ એ વાત નું હતું કે બારીવાળી સીટ ન મળી પણ જે મળ્યું એમાં ખુશ હતો , હવે હું લોકો સાથે વાત કરી એમના કિસ્સા સાંભળવાં માટે ની તક શોધી રહ્યો હતો ,જેથી હું phone માં record કરી મારી કહાનીઓ માં એમનો ઉલ્લેખ કરી શકું,અવસર મેળવવાં મેં મારી ડાયરી કાઢી અને મારી અધૂરી કહાની પૂરી કરવા લાગ્યો.

કારણકે લોકો ની નજર અજીબ અને બીજા થી અલગ હોય ત્યાં પહેલી પડે ,ટ્રેન માં બધા phone કાઢી બેઠાં હતા ત્યાં મેં મારી ડાયરી કાઢી ,જે મેં વિચાર્યું હતું એવું જ થયું થોડો time લાગ્યો પણ મારી સામે બેઠાં માણસે મારી તરફ જોયું અને અચકાતા પૂછ્યું

"તું શું લખે છે?,homework કરે છે?,અહીં બધા phone ઘૂમડે છે અને તું એવું તો જરૂરી કામ છે જે ટ્રેન માં કરવા લાગ્યો "

મેં એક નાનકડી સ્મિત સાથે જવાબ આપ્યો " જરૂરી છે ,પણ કામ નથી "

"એટલે ?,આ કેવું ?"

"કામ નથી આ કહાનીઓ લખવું ગમે છે એટલે મન થાય એટલે લખું "

"વા ,writer છે ? કેવી કહાનીઓ લખે ?ફિલ્મ માટે ની ? suspense,romantic,horror ?"

"પહેલાં તો હું professional writer નથી ,બસ લખવું ગમે છે ,તમે કહ્યું એ પ્રકાર ની કહાનીઓ મેં લખી છે horror સિવાય ની ,હમણાં હું normal કહાનીઓ લખવાની try કરું છું ."

"નોર્મલ?,એટલે ..."

"હમ્મ ,નોર્મલ એટલે સામાન્ય ,આપણા જેવા સામાન્ય લોકોની કહાનીઓ તેમના કિસ્સાઓ ,જેમાં હીરો કે હિરોઈન ભલે ન હોય પણ છતાં સાંભળવાની બધાને ગમતી હોય "


અમારી આ વાત ચીત એ આસપાસ ના લોકો નું દયાન ખેંચ્યું ,બીજા પાસે બેઠા વ્યક્તિ એ કહ્યું "વા,સરસ"

એટલે મેં કહ્યું ચલો હજુ મારુ station આવતા ૩ કલાક લાગશે તો એક રમત રમ્યે ,અહીં કોઈ એક બીજ ને ઓળખતું નથી ,બધા એકબીજા માટે અંજાન છે , તો બધા એક પછી એક પોતાનું નામ અને તમે જોયેલા અથવા તમારી સાથે થયેલા કિસ્સાઓ જે તમને હંમેશા માટે યાદ રહી ગયા હોય તે જણાવશે ,એ કિસ્સા તમારા અથવા તમારા કોઈ ઓળખીતા ના પણ હશે તો ચાલશે ,તમારે એવું હોયતો બીજું કંઈ નામ લઇ કિસ્સાઓ સંભળાવી શકશો ,કદાચ તમારા કિસ્સાઓ થી કોઈ ની હાલ ની સમસ્યા નો હલ મળી જાય,તમે એવું હોય તો કોઈ બીજું નામ થી પોતાને સંબોધિત કરી શકો છો.

મારી આ વાત કહેતા અમુક ખચકાવા લાગ્યા અને અમૂક માની ગયા ,હવે લોકો ને મનાવવા માટે મેં જ ગમે ની શરૂઆત કરી .

"ચાલો ,હું જ game ની શરૂઆત કરું છું"

ત્યાં જ સામે બેઠા વ્યક્તિ eએ કહ્યું "ઉભા રહો ,પહેલા આ game નું નામ તો કહો જરાં "

મેં હસતા જવાબ આપ્યો "એમ તો આનું કઈ નામ નથી ,પણ આપણે નામ આપ્યે (કોણ બનશે storyteller )."

"storyteller ? ,એટલે અમે તો જૂના જમાના ના લોકો સમજ ન પડી "ત્યાં મારી પાસે બેઠા દાદા એ કહ્યું .

"દાદા ,storyteller એટલે કે જે વાર્તા ઓ સંભળાવે "

"અચ્છા ,આતો અમારા ગામ માં રહેતા રમલા કાકા ...અમે નાના હતા ત્યારે વડલા નીચે બેસી ચાર આના માં અમને ૧ કલાક માટે વાર્તાઓ સંભળાવતા ."

"બસ એજ દાદા ,તમે આને રમલા કાકા જ ગણો બધું સરખું જ છે "


મેં એક તાલી મારી ,મારો કિસ્સો કહેવાનું શરુ કર્યું જેથી આસપાસ ના લોકો નું થોડું ધ્યાન ખેંચાય .

"મારુ નામ છે nik_storyteller ,હું આજે એક તમને કહાની નઈ કહેવાઈ પણ એક કિસ્સો સાંભળવા જઈ રહ્યો છું ,

કિસ્સાનું શિર્શક આપ્યે.

{"શું આ હતો એક ચમત્કાર ? કે હતો ઢોંગ નો વ્યાપાર "}

આ કિસ્સો છે ૨ વર્ષ પહેલા નો...,જયારે હું college ની exam પુરી કરી ઘરે રહેવા આવ્યો હતો ,બધું normal જ હતું ,પણ અચાનક એક રાત્રે મારી તબિયત ખરાબ થઇ ગઈ , શરદી,ખાંસી ,માથા માં દુખાવો ,શરીર નું તાપમાન જાણે કોઈકે ઓવન માં cake બનાવા મૂકી હોય એમ cake ની જેમ વધી રહ્યું હતું ,શું થયું અચાનક એનો મને પણ કંઈ જ idea ન હતો ,સવાર પડતાં આ ખબર breaking news ની જેમ બધાને પડી ગઈ ,પછી શું આવ્યા બધા ડૉક્ટર બની ને ...પોતા ના અલગ અલગ ટોચકાં અને આયુર્વેદિક ઉપાયો લઈને ,એક બાજુ મારી દવાઓ ચાલતી જ હતી ,અને બીજી બાજુ મમ્મી બધાં ના ઉપાયો નો પ્રયોગ મારા પર કરતા હતા ,હરદરવાળું દૂધ ,અજીબો ગરીબ કાઢાઓ (કાઢા - એક પ્રકાર નો આયુર્વેદિક રસ )બધું એક પછી એક પીવડાવતાં રહેતા ,મારુ કામ બસ ખાટલાં માં આરામ કરી બધાના ઉપાયો નો અમલ કરવાનું ,સમય જતો હતો માથાં માં રુમાલ ને ભીનો કરી વારંવાર મુકતો રહતો,૨ દિવસ આવી રીતે વિતી ગયા ડૉકટરો ની દવા અને આવા અલગ -અલગ કડવા કાઢા પીધાં પછી પણ કોઈ ફર્ક ન પડ્યો ,ત્યાં જ અચાનક કોઈ ના દ્વારા એક વ્યક્તિ વિશે વાત આગળ આવી ,કદાચ એ વાત મામા એ જ કરી હતી મને પાક્કું હાલ માં યાદ નથી ,એ વ્યક્તિ ને બાબા કહેવો કે એક જાદૂગર કે ડૉક્ટર એ સમાજ નથી પડતી ,બધું try કર્યા પછી આ પણ કરી લઈએ.

તો નીકળી પડયા ઘર થી દૂર ૧ કલાક ના અંતરે આવેલા મારા મામા ના ઘરે ,તે વ્યક્તિ મામા ના ઘર પાસે જ રહેતો અને એક રીતે મામા નો ફ્રેન્ડ પણ હતો ,એટલે મામા એ પહેલા તેને મારા વિશે વાત કરી લીધી હતી ,મામા અમને ત્યાં લઇ ગયા ગલી-ગલી માંથી પસાર થતા આખરે તેમની પાસે પોહોચ્યાં ,ગાડી માંથી બહાર આવી ને જોયું તો લોકો ની લાંબી line ...જાણે અહીં કોઈ પૈસા વહેચી રહ્યું હોય ,line ને follow કરતા જોયું તો line એક નાનકડા માટી ને લિપિને બનાવેલા અને ઊપર નવા પતરા મુકાયેલાં ઘર તરફ જતી હતી ,નવા પતરા જોઈને લાગ્યું આવી રહેલી વર્ષા ઋતુ ની તૈયારી કરી છે ,

તડકા માં line માં ઉભા રહી સતત એક તરફ જોતા જોતા સમય પસાર કર્યો ,આખરે અમે ઘર ની અંદર ગયા ,ત્યાં જોયું તો એ નાનકડા ઘર માં કરીબ ૨૦ થી ૨૫ લોકો નીચે પલાંઠી મારી બેઠા હતા ,ઘર ની દીવાલ પર માતાજી ગણા બધા ફોટાઓ લગાડી રાખ્યાં હતા ,મારા ખ્યાલ થી એક પણ એવું માતાજી નું રૂપ બચ્યું ન હશે ,સામે એક વ્યક્તિ હતો તેનાં હાથ માં એક કાળો દોરો ,ગળા માં એક નાનું માઁતાજી ના ફોટોવાળું લોકીટ બાંધ્યું હતું અને માથે બજરંગ બલીનો કેસરિયાં રંગ નો તિલક કર્યો હતો , એની બાજું માં મૉર ના પીંછા થી બનાવેલું જાડું હતું ,એમની સામે કાલી માઁતાજી નો ફૉટો મુક્યો હતો અને ફૉટા પાસે એક થાળી માં સળગતી અગરબત્તી અને ધૂપ ની રાખ પડી હતી.

એ વ્યક્તિ નું નામ તો નથી ખબર પણ આપણે તેમને ભોળાબાબા કહી બોલાવશું ,એ દેખાવમાં સામાન્ય લોકો જેવા જ હતા ફિલ્મો ના બાબા જેવા ન હતા ,તેવો ની પાસે એક પછી એક લોકો નંબર પ્રમાણે જતા હતાં,મારા મન માં તો એવું જ ચાલી રહ્યું હતું 'ક્યાં આવી ને ફસાયો મેં ,આખો દિવસ અહીં જ નીકળી જવાનો ,ઢોંગી લાગે છે ' ,મારા વિચારો માં ખલેલ નાંખતા એક માણસ સ્ત્રી સાથે અંદર આવ્યો , એમની અને ભોળા બાબા ની વાત પાર થી ખબર પડી કે તે માણસ એ સ્ત્રી સાથે લગ્નઃ કરવાં જઈ રહ્યો છે ,એની થનારી પત્ની ને કંઈક થઈ ગયું છે એટલે તેઓ બાબા પાસે આવ્યા .

સ્ત્રી ના રૂપ ની વાત કરું તો એ ગણી કમજોર અને થાકેલી લગતી હતી અને ચાલતાં ચાલતાં લડખડાતી હતી જાણે ગણા સમય થી ચાલવાનું મૂકી દીધું હોય એવું લાગતું હતું ,બાબા એ તેને એમની પાસે લાવી ને બેસાડી ,એના ઉપર ભારી સાંકળ બાંધી દીધી ,પગ એના લાંબા કરી બાંધી દીધા ,બાબા એ તેના પાસે બેસેલી સ્ત્રીઓ ને તેના બાંધેલા વાળ ખોલવા નો આદેશ આપ્યો ,તે સ્ત્રી નું શરીર સાંકળ ના ભાર થી નીચે તરફ ઝુકી રહ્યું હતું ,મેં આ બધું પાછળ બેસી જોઈ રહ્યો હતો ,મને તો આ ઢોંગ જ લાગી રહ્યું હતું ,પછી બાબા એ એક સિગારેટ સળગાવી ને બે આંગળીઓ વચ્ચે પકડી રાખી અને બોલ્યાં .

"કોણ છે તું ?,શું નામ છે તારું ,ક્યાં થી આવી ?"

પેલી સ્ત્રી કઈ જ ન બોલી અને ઇન્કાર કરતા ડોક હલાવી લાગી.

"કોન હૈ તું ?,કહાં સે આયી હૈ ?"

પેલી સ્ત્રી નો અવાજ પૂરો બદલાય ગયો ,એકદમ પુરુષો જેવો ભારી અવાજ થઇ ગયો ,હું પણ એ સાંભળી થોડા સમય માટે ડરી ને સ્તબ્ધ થઈ તે સ્ત્રી તરફ જોતો જ રહી ગયો,

"સુનેના" ગુસ્સા માં તે બોલી ,

"તું સુનેના નહીં હૈ ,અસલી નામ બતા તેરા નહિ તો તું જાનતા નહીં મેં ક્યાં કર શકતા હું તેરે સાથ ,ઈસ બચ્ચી કે શરીર મેં ક્યુ ઘૂસા હૈ ,બહાર નિકાલ " બાબા એ સિગારેટ થી તેના પગ માં ચટકારો આપ્યો .

ત્યાં જ સ્ત્રીએ પગ પાછળ ખેંચતા બોલવા લાગી

"મારુ નામ આસીમ છે ,એકવાર હું રોજ ની જેમ મારા ઘર ના નાકે દોસ્તો સાથે બાઈક પર બેઠો હતો,ત્યાં જ મારી સેમ થી એક રીક્ષા પસાર થઈ ,તેમાં મારી નજર રીક્ષા માં બેઠી સુનેના પર પડી, મને એ ગમવા લાગી ,હું રોજ એ સમયે મારા ફ્રેંડ્સ સાથે બાઈક પર બેસી એનો પીછો કરતો ,આવું ૪ - ૫ દિવસો સુધી ચાલ્યું ,પછી એક દિવસે સુનેના નો પીછો કરતા કરતા સામે થી આવતા ટ્રક સાથે મારું એક્સીડેન્ટ થઇ ગયું ,મારી પાછળ બેઠો ફ્રેન્ડ તો બચી ગયો પરંતુ ટ્રક નીચે આવી મારી મોત ત્યાંજ થઇ ગઈ,એટલે ત્યાર થી હું સુનેના ને શોધી રહ્યો હતો અને આખરે મને મળી ગઈ ,જીવતા તો ન મળી પણ મરણ પછી હવે સાથે છે મારી ...હવે હું એને મારી સાથે લઈ ને જ જઈશ "

આ સાંભળતા બધાજ ચોંકી ગયા ,હવે તે સ્ત્રી ની આસપાસ બેઠાં લોકો તેના થી દૂરી બનાવવા લાગ્યાં.

"ઠીક છે તું લઇ જઈ ને બતાવ હું પણ જોવ તું મારી સામે થી કઈ રીતે લઇ જાય ,મને એક સવાલ નો જવાબ આપ સુનેના તને ઓળખે છે ?"

"ના ,અમે એક બીજા ની સામે નથી આવ્યા "

"તો પછી સુનેના કેમ આવે તારી સાથે ,એતો ઓળખતી પણ નથી "

"વો મેં નહિ જાનતા ,મેં સુનેના સે પ્યાર કરતા હું "

"મારું દિમાગ ખરાબ ન કર ,ચુપચાપ જતો રે ...આ સામે વ્યક્તિ દેખાઈ સુનેના એને પ્યાર કરે છે ,એ લોકો ન લગ્નઃ પણ થવા ના છે ,અબ સુન તું ને સચ્ચા પ્યાર કિયા હૈં સુનેના સે ...તો તેરે કો અલ્લા કી કસમ ,સુનેના કી હાલત તો દેખ કૈસી કર દી તુને ,યે હૈં તેરા પ્યાર ,તું જો બોલે વો ખીલાતે હૈ ,મટન ,ચિકન ,ક્યાં ખાનાં હૈં ? ખા કે ચલા જા સુનેના કો છોડ દે "

"મુજે કુછ નહિ ચાહએ ,મેં સુનેના કી ખુશી કે ચલા જતા હું "

બાબા એ બધાને દરવાજા તરફ નો રસ્તો ખુલ્લો રાખતાં કહ્યું " મેં તેરે અલ્લાતાલા સે દુઆ કરૂંગા કી તુજે જન્નત નસીબ કરે "

આટલું જ કહેતા પેલી સ્ત્રી નું શરીર નબળું પડી ગયું ,એના ગળા ની સાંકળ નીચે પડી ગઈ અને સ્ત્રી બેભાન થઇ ગઈ ,બાબા એ એક લાલ રંગ નો દોરો તે સ્ત્રી ના હાથ માં બાંધ્યો અને તેના પતિ ને એક કાગળ માં કઈ બાંધી ન આપ્યું અને જવા કહ્યું .

આ બધું જોઈ હું મારા ખ્યાલો માંથી બહાર આવું એ પહેલા મારો નંબર આવી ગયો ,બાબા પાસે જતાં મારા પપ્પા એ બધી વાત કહી ,બાબા એ મોર ના પીંછાવાળી જાડું લઇ મારા માથા માં ૨-૩ વાર માર્યું ,અને મંત્રો બોલવા લાગ્યા .

ભોળા એ એક નીબું લઇ મારાં માથા તરફ ૩ વાર ફેરવ્યું અને બોલ્યો "આને કોઈ ની નજર લાગી છે,આ નીબું રાત્રે ૧૨ વાગે ઘર ની ઉપર અગાશી માં જઈ ઉત્તર દિશા તરફ ફેંકવાનું છે અને પાછળ જોયા વગર ઘર માં આવી જવું "

તેને લીંબુ ને માતા ના ફોટો પાસે લઇ જઈ લાલ તિલક કરી કાળા રંગ ના કાપડ માં બાંધી પપ્પા ને આપ્યું ,અને મને કાગળ માં અગરબત્તી ની રાખ આપી કહ્યું "આને સવારે ઉઠી એક ગ્લાસ પાણી માં નાખી પી જજે "

મારા પપ્પા એ પૈસા પૂછ્યા તો હસતાં હસતાં કહેવા લાગ્યા "તમારા દિલ થી જે ઈચ્છા હોય તે મૂકી જાઓ "

આટલાં ભયાનક દ્રષ્યો જોઈ અમે ઘર તરફ રવાના થયા આખા રસ્તે મને સુનેના અને આસીમ ની કહાની ચાલી રહી હતી ,

નવાઈ ની વાત એ હતી કે હું બીજા દિવસે normal પણ થઇ ગયો હતો ,હજું પણ મને સમજતું નથી આ ચમત્કાર હતું કે મોડી થતી દવા ની અસર ના કારણે ઠીક થયો .

આ હતો મારો કિસ્સો જે મેં અનુભવ કર્યો હતો જે હું ક્યારે ન ભૂલી શકું .

હજુ પણ મને આ સમજાતું નથી "શું આ હતો એક ચમત્કાર ? કે હતો ઢોંગ નો વ્યાપાર"

મારી સામે બેઠાં વ્યક્તિ એ કહ્યું

"વા ,સરસ હતો તમારો કિસ્સો ...પણ થોડો અજીબ અને સવાલ ઉદ્ભવે એવો હતો તમારો કિસ્સો..."

"વા, તમે તો બેઠાં-બેઠાં કવિ બની ગયાં " બધા હસવા લાગ્યાં

મેં આજુ બાજુ જોયું તો હવે કોઈ ના હાથ માં phone ન હતો બધાં વાતો સાંભળી ખુશ થતાં હતાં .

એટલા માં ટ્રેન એક સ્ટેશન પર આવી ઉભી રહી અને આસપાસ ગણા માણસો ફરવા લાગ્યા "વડોદરા ના પ્રખ્યાત ગરમાં ગરમ વડાપાંવ...લેવો લેવો "

આ સાંભળતાં જ હું બોલી ઉઠયો "ઑક ,હજુ ૨ કલાક નો સફર બાકી રહ્યો ,હવે કોણ બનશે storyteller ?"

મારા આ સવાલ થી આસપાસ બેઠાં લોકો એક બીજા ને જોવા લાગ્યા એટલે મારી સામે બેઠાં વ્યક્તિ ને જ કહ્યું "ચલો,હવે તમારી વારી ,તમે બનશો storyteller ?"

Next part soon...