unrevealed mystery - 2 in Gujarati Fiction Stories by Hitesh Parmar books and stories PDF | છૂપો રાઝ - 2 (કલાઇમેક્સ - અંતિમ ભાગ)

Featured Books
Categories
Share

છૂપો રાઝ - 2 (કલાઇમેક્સ - અંતિમ ભાગ)

છૂપો રાઝ - 2 (કલાઇમેક્સ - અંતિમ ભાગ)

કહાની અબ તક:

માયા ગોળી ફાયર કરે છે તો એ મીનાક્ષીને ઠીક બાજુ પરથી પસાર થઈ જાય છે! સમર એણે કઈ જ નહિ કરવા કહે છે. માયા એમ પણ કહે છે કે મીનાક્ષી ના ફધરની સઝા મીનાક્ષીને મળે છે એમ. અને એ એમનો રાઝ કોઈને નહિ જાણવા દે! એ એમને કઈ કરે એ પહેલા જ મીનાક્ષી ના ફાધર મિસ્ટર પ્રભાત શર્માના લોકો આવી જાય છે તો માયા પોતાને શૂટ કરી દે છે! મીનાક્ષી ના પૂછવા પર એના ફાધર સાફ ના કહી દે છે કે એમનો કોઈ રાઝ છે જ નહિ. પણ બંને સંતાઈને એમની વાતો સાંભળે છે તો જાણવા મળે છે કે એમના ફાધર ની કોઈ એક હરકતને લીધે એની છોકરી એ ભોગવવું પડે છે કે એમ! આ સાંભળતા જ મીનાક્ષી રડી પડે છે અને એ અવાજ અંદર સુધી જાય છે!


હવે આગળ:

"કોણ છે ત્યાં?!" મિસ્ટર પ્રભાતે કહ્યું. અને બંને બહાર આવ્યા તો બંને ત્યાં જ ઊભા રહી ગયા.

"ડેડ, એ પહેલા એ લોકો મને મારી નાખે પ્લીઝ ફોર ગોડ સે કહી દો, તમે શું કર્યું હતું એમ!" મીનાક્ષી રડતા રડતા માંડ બોલી શકી.

"માયાની મમ્મી જે તે સમયે આપની ત્યાં નોકરાણી હતી. તો એક દિવસ હું નશામાં હતો તો મે એની સાથે..." એ બોલી ના શક્યા.

"મને તમને મારા ફાધર કહેતા ઘીન્ન આવે છે!" મીનાક્ષી રડતા રડતા જ બોલી. .

"શેમ ઓન યુ, ડેડ!" એણે કહ્યું.

"વોટેવર, પણ હવે તો આપને બચવું જ પડશે ને!" સમરે કહ્યું.

"જો આ રાઝ બહાર આવ્યો તો આપણા બિઝનેસ પર એની નકારાત્મક અસર થઈ શકે છે! શાયદ એટલે જ એણે ખુદને ગોળી મારીને પણ આ રાઝને રાઝ જ રહેવા દીધો!" મિસ્ટર પ્રભાત બોલ્યા.

"હા... પણ હવે તો એક જ સરળ અને સીધો રસ્તો છે! આપને એમની ફેમિલી ને આર્થિક સહાય કરીએ!" સમરે કહ્યું.

"હા..." મિસ્ટર પ્રભાતની આંખોમાં આંસુ હતા.

એમની ફેમિલી ને બોલાવવામાં આવ્યા અને માયા ની મમ્મી ને એમની પ્રોપર્ટી માંથી સારો એવો હિસ્સો આપવામાં આવ્યો.

🔵🔵🔵🔵🔵

એક દિવસ બંને ઘરના ઝરૂખે હતા.

"આઇ લવ યુ, સમર!" આમ અચાનક જ આવું સાંભળતા સમર શુરૂમાં તો હેબતાઈ ગયો.

"હા... કે ના?!" મીનાક્ષી એ રીતસર દાદાગીરી કરી.

"તું પાગલ, શું થયું છે તને અચાનક?!" સમરે બચાવ કર્યો.

"હા હવે લવ ના જ હોય તો બોલ ને પણ!" ઉદાસી અને ગુસ્સાના ભેગા ભાવથી એ બોલી.

"અરે પાગલ, એવું નથી! આઇ આઇ લવ યુ, ટુ!" અચકાતા અચકાતા સમર માંડ બોલી શક્યો.

"આમ નહિ, પ્યારથી, દિલથી!" મીનાક્ષી એ થોડું અકળાતા કહ્યું.

"અરે આઇ લવ યુ, માય સ્વીટ હાર્ટ! હું તો તને શુરૂથી બહુ જ લવ કરું છું... આઇ જસ્ટ ..." એ ફ્લો માં બોલતો જ જતો હતો પણ, એમની પાછળ ક્યારે મિસ્ટર પ્રભાત આવ્યા એણે ખબર જ ના રહી.

"ડેડ, એકચ્યુલી, આઇ ઑલ્સો લવ હિમ!" થોડું થોડું શરમાતા અને ધીમે ધીમે મીનાક્ષી બોલી.

"સમર જેવો કાબિલ છોકરો તો મને મારી રાજકુમારી માટે કોઈ જ ના મળી શકે!" મિસ્ટર પ્રભાતે કહ્યું.

બધા જ ખૂબ જ ખુશ હતા. સૌથી વધારે તો મીનાક્ષી જ ખુશ હતી. એણે એનો લવ જે મળી ગયો હતો. સાથે જ આ રાઝ ખબર પડી એટલે સૌને ખુશી પણ હતી.

મિસ્ટર પ્રભાત શર્મા પણ એમના પર આવેલી મુસીબત ટળતા ખુશ હતા.

(સમાપ્ત)