The Author Dhavalkumar Padariya Kalptaru Follow Current Read ક્વીન મેકર... By Dhavalkumar Padariya Kalptaru Gujarati Moral Stories Share Facebook Twitter Whatsapp Featured Books स्वयंवधू - 27 सुहासिनी चुपके से नीचे चली गई। हवा की तरह चलने का गुण विरासत... ग्रीन मेन “शंकर चाचा, ज़ल्दी से दरवाज़ा खोलिए!” बाहर से कोई इंसान के चिल... नफ़रत-ए-इश्क - 7 अग्निहोत्री हाउसविराट तूफान की तेजी से गाड़ी ड्राइव कर 30 मि... स्मृतियों का सत्य किशोर काका जल्दी-जल्दी अपनी चाय की लारी का सामान समेट रहे थे... मुनस्यारी( उत्तराखण्ड) यात्रा-२ मुनस्यारी( उत्तराखण्ड) यात्रा-२मुनस्यारी से लौटते हुये हिमाल... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Share ક્વીન મેકર... (3) 1.6k 4.2k જિંદગીની ગર્દિશોથી હાંફી જઈને રિલેક્સ થવાના ઈરાદા સાથે કૉલેજની સામેનાં નિયોમી સર્કલ પાસે પોતાના બાઈક પર બેસીને સિગરેટનો કશ ખેંચીને હવામાં દેખાતી ધૂંધળી ધૂમ્રશેરને નિરખી તમારા ધૂંધળા ભવિષ્ય વિશે તમે વિચારવંત હતા અનિમેષ. કૉલેજમાં એડમીશન લીધે તમને પાંચ વર્ષ થયાં હોવા છતાં લાસ્ટ યરમાં તમે બે વાર ફેઈલ થયા હતા .યુ.જી.એસ. (યુનિવર્સિટી જનરલ સેક્રેટરી) બનવાની લ્હાયમાં 'બાવાના બેઉ બગડે ' એવી તમારી હાલત થઈ હતી. ત્રણ વર્ષ સુધી ચૂંટણી જીતવામાં સખત મહેનત કરવા છતાં થોડા થોડા વોટ્સને કારણે તમને કોલેજ ઈલેક્શન જીતવામાં નાકામયાબી જ હાથ લાગી. ત્યાં તો બ્લેક બુલેટ પર ચુસ્ત વ્હાઈટ પારદર્શક શર્ટ અને બ્લ્યુ જિન્સ સજ્જ એક મૃગ નયની આવી પહોંચી. 'કશ્મીર કી કલી' ની નાયિકા ના આંખની પાંપણોને જોઈ તમે તેનાં 'દિવાના 'બની ગયા હતા, તેવાં જ નયનો 'અનિમેષ' જોઈ પહેલી જ નજરમાં તમે એ મૃગ નયનીનાં અગાધ સાગરમાં ડૂબી ગયા. બુલેટ પરથી ઉતરીને ધૂંધળી ધૂમ્રશેરને જોઈને તે લાક્ષણિક અદામાં ફિલ્મનો ડાયલોગ બોલી :"જો શાન ધૂએ મેં ઉડ જાયે વો શાન ક્યાં કામ કી…?" પછી મરકતાં હાસ્ય સાથે ,"લાવો…! બધો જ ધૂમાડો તમે એકલા જ ઉડાડશો…?"એમ કહી તમારા હાથમાંથી સિગરેટ લઈ કશ ખેંચવા લાગી એ મૃગ નયની.તેથી તમને વિશેષ આશ્ચર્ય થયું.કશ ખેંચીને હવામાં ધૂમાડો છોડતી વખતે એ મૃગ નયનીનાં ચુસ્ત વ્હાઈટ પારદર્શક શર્ટમાંથી આછેરું ડોકિયું કરતાં ગૌર ઉભારોને તમે 'અનિમેષ' જોઈ રહ્યાં હતાં.અને પછી એ મૃગ નયનીએ પોતાનો પરિચય આપતા કહ્યું કે:"આઈ એમ ભવ્યા શર્મા ફ્રોમ ફર્સ્ટ યર બી. કોમ.એન્ડ વોન્ટ ટુ ફેકલ્ટી રીપ્રેઝન્ટેટિવ. મારે તમારી મદદની જરૂર છે.. "હું શું મદદ કરી શકું…?" હું પોતે બે વાર ઈલેક્શન હારી ગયો છું. એડમિશન લીધે પાંચ વર્ષ થઈ ગયા છે... હજી બી.કોમ. ક્લિયર થયું નથી… અભ્યાસ અને ઈલેક્શન બંને ક્ષેત્રે નિષ્ફળ વ્યક્તિ તમને શું મદદ કરી શકે?તમે નિખાલસતાથી જણાવ્યું. તમારો ઈલેક્શન લડવાનો અનુભવ અને તમે કૉલેજનાં પાંચ વર્ષ દરમિયાન બનાવેલા વિદ્યાર્થીઓ તથા અન્ય રાજકીય માથા સાથેનાં કોન્ટેક્ટ મને કામ લાગી શકે.અને કદાચ..." હું ઈલેક્શન જીતી જઉં તો તમારી રાજકીય ગાડી પણ કદાચ ફરી પાટે ચડી જાય…!"તમને સોદો ફાયદાનો લાગ્યો અને ભવ્યા સાથે તમે હાથ મિલાવી લીધા. ઈલેક્શન પ્રચારમાં તમે ભવ્યાનો જમણો હાથ બની ગયા અનિમેષ. કૉલેજમાં પહેલેથી જ 'આવારા'નું બિરુદ મેળવેલ તમે ભવ્યાની સાથે હોવાથી ભવ્યાની મશ્કરી કરવાની કે ભવ્યાની વિરુદ્ધ બોલવાની જાહેરમાં કોઈ હિંમત કરી શકતું નહીં.દિવસ રાત ભવ્યાની જીત માટેની રણનીતિ બનાવવામાં તમે બિઝી હતા અનિમેષ. વિદ્યાર્થીઓને મફત મટીરીયલ આપવાનું હોય કે વિદ્યાર્થીનાં વિવિધ ગ્રુપ બનાવીને તેઓને ડિજિટલ સંદેશા આપવાનું,કોલેજના વિદ્યાર્થીઓને વાર તહેવારે ડી.જે.નાં તાલે નચાવવા, N.G.O.ની મદદથી વિદ્યાર્થીઓની માટે વિવિધ સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો ગોઠવવા, ભવ્યાનાં નામનાં પોસ્ટર છપાવી તેની એક સુવિખ્યાત ઈમેજ ઊભી કરવાની બધી જ બાબતો તમે સંભાળી લીધી અનિમેષ. ભવ્યા જીતી જાય તો તેની સાથે રહી પોતાની રાજકીય કારકિર્દીની બીજી ઈનિંગ્સ શરૂ કરી શકાય તેવા તમને કોડ હતા તેથી ભવ્યાને જીતાડવા માટે તમે તનતોડ મહેનત કરી અનિમેષ. "B for Bhavya & and Bhavya for Bright future for the students" એવું સૂત્ર પણ કૉલેજમાં તમે વહેતું કર્યું. ઈલેક્શનના દિવસે ખડે પગે રહી ભવ્યા માટે તમે 'ગેમ ચેન્જર' સાબિત થયા.. ભવ્યાનો 'ફેકલ્ટી રિપ્રેઝન્ટેટિવ' તરીકે ભવ્ય વિજય થયો.. ભવ્યાને સરપ્રાઈઝ આપવા માટે ડી.જે., સ્પ્રે, ફૂલહાર વગેરેની વ્યવસ્થા પણ કરી દીધી..અન્ય વિદ્યાર્થીઓની સાથે મળીને ભવ્યા પર પુષ્પવર્ષા અને હાર પહેરાવી વાતાવરણ જાણે તમે ભવ્ય બનાવી દીધું અનિમેષ. ભવ્યાને આ બધું એક 'સ્વપ્ન 'જ લાગી રહ્યું હતું. 'કિંગમેકર' એવું નામ સાંભળ્યું હતું…પણ તમે તો 'રિયલ કવીન મેકર' નીકળ્યા અનિમેષ. તમારી રાજકીય ગાડી હવે પૂરપાટ ઝડપે દોડશે તેવી તમને આશા હતી. ભવ્યાએ અંત:કરણપૂર્વક તમારો આભાર વ્યક્ત કરી એની જીત માટે તમને હોટલમાં પાર્ટી પણ આપી. તમારી સાથે ફરતા ફરતા ભવ્યાએ અનેક રાજકીય ચહેરાઓ સાથે ઓળખાણ પણ બનાવી લીધી. અને તેઓની પાસેથી રાજનીતિના દાવપેચ પણ શીખી લીધા.હવે ભવ્યાનાં 'સૂર 'બદલાવા લાગ્યા. તે તમને 'સાઈડ લાઈન' કરીને પોતે 'ઓવરટેઈક' કરવા માંડી.' નેમ' અને 'ફેમ 'મળતાં ભવ્યાનું તમારી તરફનું વર્તન બદલવા લાગ્યું...કેમ કે...હવે તેનો સ્વાર્થ પૂરો થઈ ગયો હતો. જાહેર પ્રોગ્રામમાં તમારી સાથે દેખાતી ભવ્યા હવે મોટા રાજકીય માથાઓ સાથે ફરવા લાગી.તમારી નિષ્ફળતામાંથી બોધપાઠ લઈ તમને જ પગથિયું બનાવી રાજકીય સફળતાનાં ઉત્તુંગ શિખરો સર કરી તમને જ સાઈડલાઈન કરી દેશે એવું તમને ક્યાં ખબર હતી અનિમેષ. પણ..."રાજકારણનાં કીચડમાં પડેલ વ્યક્તિનાં ઈરાદા, વાણી, વર્તન, વ્યવહાર અને અભિગમ કાળક્રમે અને પરિસ્થિતિ મુજબ મલિન થાય છે જ….!" ભવ્યા પણ નખશિખ રાજકારણી બની જતા 'સ્વયં કેન્દ્રી' બની ગઈ. બુલેટ લઈને પસાર થતી ભવ્યા હવે તમારી તરફ નજર કરવાની તસ્દી શુદ્ધા લેતી નથી. તમે છેતરાયા હોવાનાં ભાવ સાથે ફ્રસટ્રેટ થઈ એ જ નિયોમી સર્કલ પર બેસીને વિચારોનાં ઘોડાપૂર સાથે સિગરેટનાં કશ લેવા માંડ્યા, વિચારવંત થઈ પાછા ફરી પોતાનાં ધૂંધળા ભવિષ્ય વિશે ચિંતાતુર બન્યા. સિગરેટ પૂરી થતાં ફર્સ પર ફેંકી પોતાનાં શૂઝથી સિગારેટ બુઝાવવા લાગ્યા ત્યારે તમને જ્ઞાન થયું કે, " હકીકતમાં ભવ્યા પણ આ જ રીતે તમારા મનમાં ઉભરાતા રંગીન સપનાઓને પોતાનાં પગ તળે કૂચલીને આગેકૂચ કરી ગઈ અને તમે 'મૂક પ્રેક્ષક' બની રહ્યાં. " તેણે તમને મહેજ પગની જૂતી બનાવી દીધી અને રાજકારણની ભાષામાં કહેતી હોય તેમ ,"પગની જૂતી તો પગમાં જ શોભે...એને માથે ન બેસાડાય..."એવો મનોમન તમને વિચાર આવતાં તમારા ચેહરા પરનું નૂર ઉડી ગયું..ફાઈનલ મેચમાં જ ટીમનો કેપ્ટન શૂન્ય રને આઉટ થઈ 'બેક ટુ પેવેલિયન' આવતો હોય ત્યારે તેનાં મુખ પર જે ગુસ્સા અને ચિંતાના વાદળો ઘેરાઈ જાય તેવાં ભાવની રેખાઓ તમારા ચહેરા પર ઉપસી આવી જે તમારા જીવનની પરિસ્થિતિનું આપોઆપ બયાન કરતી હતી.તમે પાછા 'બેક ટુ પેવેલિયન' આવી તમારી જૂની ઈમેજને કોમ્પ્રોમાઈઝનાં કરંડિયામાં કેદ કરી લીધી.એવામાં બે કૉલેજીયન ગર્લ પાર્લર પર આઈસ્ક્રીમ ખાવા આવી. આઈસ્ક્રીમ ખાતાં ખાતાં બંને વાતો કરવા લાગી. તેમાં એક કહેવા લાગી, " ડું યુ નો ધેટ બોય અનિમેષ…" "યા... ફેકલ્ટી યુ.જી.એસ. બનવામાં નિષ્ફળતા મળતાં અભ્યાસમાં પણ કંઈ ન ઉકાળ્યું અને એક આવારા સડક છાપ રોમિયો...બનીને રહી ગયો." બીજી એ કહુ..નો...નો.. "હી ઈઝ એ રિયલ કવીન મેકર ઑફ ધિસ કૉલેજ". ભવ્યાનાં ભવ્ય વિજય પાછળનો 'સ્ક્રિપ્ટ રાઈટર' અને પડદા પાછળનો 'રિયલ હીરો ' આ જ છે...પણ ભવ્યાએ તેનો ઉપયોગ કરી લઈ તેનો હાથ અને સાથ છોડી દીધો...એટલે એ મહેજ આવારા સડક છાપ રોમિયો બનીને રહી ગયો. ટી.વી.પર નેતાઓની વાણીની ભરમાર અને વાણીવિલાસ તમે સાંભળતા હતા છતાં તમે ભવ્યાની વાતોમાં આવી ગયા અનિમેષ. ભવ્યા સાથેની પહેલી મુલાકાતમાં 'કશ્મીર કી કલી' જેવી પાંપણોમાં તો તમે ડૂબી ગયા પણ એ પાંપણો ભીતર છુપાયેલ અને રગે રગ માં સંક્રાત થયેલ મલિન ઈરાદાઓને પારખવામાં તમે થાપ ખાઈ ગયા અનિમેષ! ભવ્યાએ પ્રથમ મુલાકાતમાં "જો શાન ધૂએ મેં ઉડ જાયે વો શાન ક્યાં કામ કી…?"ડાયલોગ બોલી તમને પ્રભાવિત કરવા તમારી સિગરેટ લઈ કશ ખેંચવા લાગી હતી...આમ તમને સિગરેટ ન પીવાનો આડકતરો ઈંગિત ઈશારો કરી જાતે જ સિગરેટ પીવા લાગી... ભવ્યાની આ કથની અને કરણીનો ભેદ પારખવામાં તમે સદંતર નિષ્ફળ નીવડ્યા...અને મહેજ 'કવીન મેકર' બનીને રહી ગયા…અને રાજકારણમાં કારકિર્દી બનાવવાનું તમારું સપનું સદાયને માટે "न भूतो न भविष्यति " થઈ ગયું... - "કલ્પતરુ" Download Our App