Ivaan - 2 in Gujarati Children Stories by u... jani books and stories PDF | ઈવાન : એક નાનો યોદ્ધા - 2

Featured Books
  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

Categories
Share

ઈવાન : એક નાનો યોદ્ધા - 2

3. પ્લેનમાં મુસીબત

પ્લેન હવે ટેક ઓફ થઈ ગયું હોય છે. ઈવાન એની સીટ પર બેસીને શાંતિથી પુસ્તક વાંચતો હોય છે. તેની બાજુની સીટ પર એક મોટી ઉંમરની સ્ત્રી બેઠી હોય છે. તે અવારનવાર સમય જોયા કરે છે. આથી ઈવાન તેને પૂછે છે કે - 'શું થયું માજી, તમે કેમ સમય જોયા કરો છો? કંઈ પરેશાની લાગે છે ?' માજી - 'ના દીકરા,આ તો બસ હું રાહ જોઉં છું કે જલ્દી હું મુસાફરી પૂરી કરું અને મારા પૌત્ર ને જલ્દી થી જલ્દી મળુ.' એમ કહેતા એની આંખમાં આંસુ આવી ગયા. ઈવાન- 'તમે જરૂર એમને મળશો પણ એમાં દુઃખી કેમ થાવો છો?' માજી- 'આજે મારા પુત્ર-પુત્રવધુનું મૃત્યુ થઈ ગયું છે અને મારા પૌત્રનુ હવે ત્યાં‌ મારી સિવાય કોઈ રહ્યું નથી. ભગવાન પણ કેવું કરે છે! હું તો આ ઉંમરે મારા મૃત્યુની રાહ જોતી હતી, ત્યાં આવડી મોટી જવાબદારી અને દુઃખનો પહાડ તૂટી પડ્યો. મારો એકનો એક વહાલો પુત્ર હવે નથી રહ્યો.' ‌માજી રડી પડે છે. ઈવાન એને સમજાવે છે કે આપણા જીવનની કિંમત હંમેશા ઉંચી રાખવી. ઈવાન મનમાં પોતાની માતાના શબ્દો યાદ કરે છે.

માજી ઈવાનને પૂછે છે કે તું આમ એકલો જ જાય છે! બહુ બહાદુર અને પ્રેમાળ છો! ઈવાન -'હા એ તો હું છું જ' એમ કહીને હસે છે.બધા મુસાફરો અને શાંતિથી બેઠા હોય છે.સોળ કલાકમાંથી હજી ચાર કલાક જ પસાર થયા છે.

પરંતુ અચાનક પ્લેન સર્વિસના લોકો બધાને ચેતવે છે કે બધા સીટ બેલ્ટ બાંધી દે અને વિન્ડોઝ ના પડદા બંધ કરી નાખે વાતાવરણ થોડું ખરાબ હોવાથી થોડી તકલીફ જણાય છે. અચાનક આવી સૂચના થી બધા થોડા ગભરાઈ જાય છે પણ ઈવાન હળવાશમાં જ રહે છે. પેલા માંથી તેને પૂછે છે કે 'તને ડર નથી લાગતો?' ત્યારે ઈવાન કહે છે, કે 'માજી જે થવાનું હશે તે થશે જ. તો પછી ડરવું શા માટે?

થોડી વારમાં ફરી માહિતી મળે છે કે પ્લેન હવે ખોટા રસ્તે જઈ રહ્યું છે. હવામાન ખરાબ થઇ જવાના કારણે સાચો રસ્તો મળતો નથી. હવે ખરેખર બધા ડરી જાય છે. પ્લેન હવે ડામાડોળ થવા લાગે છે અને હવે સંપૂર્ણ દિશાવિહીન આકાશમાં ફર્યા કરે છે પણ આ શું ! પ્લેન કંટ્રોલ બહાર જતું રહ્યું હોવાથી ક્રેશ થવા જઈ રહ્યું છે.

હવે બધાને છેલ્લી સૂચના મળે છે કે પોતાની એરબેગ લઈને નજીક ના ગેટ પાસેથી કૂદી લે.બધા રડી રહ્યા હોય છે.ઈવાનના આ વિભાગમાં 30 મુસાફર હોય છે. તેમાંથી 15 જણા યુવાન હોવાથી જેમ બને એમ જલ્દી કુદી પડે છે. હવે થોડા થોડા વધ્યા હોય છે તે પણ હવે કુદવા તૈયાર થઈ જાય છે.બસ થોડી વારમાં તો પેલા માંજી અને ઈવાન જ વધ્યા હોય છે. માજી કહે છે, ' મારે નથી કુદી. ભલે હું મરી જઉં.બેટા તું જા ઝડપથી..' ઈવાન માજીને એરબેગ ફીટ કરી દે છે અને નજીકના ગેટ આગળ લઈ જાય છે,અને કહે છે કે 'તમારો પૌત્ર તમારી રાહ જોવે છે જાઓ ઝડપથી.' માજી કહે છે 'બેટા હવે તું એકલો જ રહ્યો છો. તું પણ ઝડપથી ચાલ' ઈવાન તેમને નીચે કૂદવા કહે છે અને પોતે પણ એરબેગ સાથે તૈયાર થઈ જાય છે. તે માંજીને કહે છે 'તમે નહી કુદો તો, હું પણ નહીં જાવ.' ‌આખરે માંજી કુદે છે.

બસ હવે ઈવાનનો વારો હતો. પ્લેન હવે પૂરી રીતે ડામાડોળ થઈ જાય છે. બધી લાઈટો પણ બંધ થઈ જાય બંધ થાય છે. ઈવાન કુદવા માટે ગેટ નજીક જાય છે પણ પ્લેનની લાઈટો બંધ થઈ ગઈ હોવાથી હવે પ્લેન કંટ્રોલ બહાર છે અને ગેટ બંધ થઈ જાય છે. ઈવાન ગભરાય છે ઘણો પ્રયત્ન કરવા છતાં પણ ગેટ ખોલી શકતો નથી. ઘણો સમય થાય છે. પ્લેનમાં હવે આગ લાગે છે ખરેખર હવે ઈવાન ફસાઇ જાય છે. આખરે નાનકડો ઈવાન ઘણા પ્રયત્ન કરીને એક બીજા ગેટ આગળ જાય છે તે ખુલ્લો હોય છે અને તેમાંથી કૂદે છે.

4.બધાથી દૂર-જંગલમાં

ઈવાન આંખો ખોલે છે તેને હજી જમીન પોતાનાથી દૂર દેખાય છે. તે કંઈ સમજે એ પહેલાં તો તેના કાનમાં જોરથી અવાજ સંભળાય છે. તે ડરથી હલનચલન કરતા જમીન પર પડે છે. ઈવાન એક ઝાડ પર હતો. સદ્ભાગ્યે તેને કોઈ મોટી ઈજા કે ઘાવ.વાગ્યો ન હતો. પણ બધે ઉઝરડા પડી ગયા હતા.

ઈવાન ઝાડ પર જોવે છે કે અવાજ શેનો હતો, ત્યાં ફરી એ વાત સંભળાય છે.ઈવાન ઝાડની ડાળે જુએ છે. ત્યાં એક વાંદરો પૂંછડી દ્વારા લટકાયેલો હતો અને દેખાવમાં ઘણો ડરાવનો લાગતો હતો. ઈવાન પહેલીવાર આવા વાંદરાને જુએ છે. હવે તે આસપાસ નજર કરે છે તેને ઊંચા વૃક્ષો સિવાય કંઈ દેખાતું નથી.

(ઈવાન છેલ્લે પ્લેનમાં એકલો ફસાઈ જવાથી પ્લેન ઘણું દૂર જતું રહ્યું હોય છે અને ત્યાં સુધી તો તે સાઉથ અમેરિકાના ભયાનક જંગલો ની ઉપર ફરતું હોય છે. ઈવાન ત્યારે કુદે છે અને તે બધાથી દૂર સાઉથ અમેરિકાના એવી જગ્યા કે જે માણસ વસ્તીથી ઘણે દૂર હોય છે ત્યાં પહોંચી જાય છે.)

ઈવાન કૂદતી વખતે પોતાની માતાનો કેમેરો છે બેગમાં હોય છે તે બેગ સાથે લઈને કૂદે છે. તે ઝડપ થી પોતાની બેગ ગોતે છે.તે ઝાડથી થોડે દૂર મળે છે અને તેમાંથી કેમેરો બહાર કાઢે છે અને આસપાસના ફોટા પાડવા લાગે છે. પેલા વાંદરાના પણ! તે બેગ ખભે ચડાવે છે અને ચાલવા લાગે છે. તે રસ્તો ગોતવા મથી રહ્યો હોય છે.

ઘણો સમય થયો હોવા છતાં ઈવાન વૃક્ષોની હારમાળા માં ગૂંચવાયા કરે છે.હવે ઈવાન શાંતિથી બેઠે છે.તે ઘણો થાકી ગયો હોય છે. ઈવાન -'અરે મિત્રો (વૃક્ષોને જોઈને) હું ભૂલથી અહીં આવ્યો છું તમે મારી સાથે આમ રમત ના રમો!' અચાનક તેને એક આઈડીયા આવે છે. તે દરેક ઝાડ પર નિશાન બનાવે છે, આથી તેને ખ્યાલ આવે કે તે અહીંથી પસાર થઈ ગયો છે.

ઈવાનને આખું જંગલ ઘણું વિચિત્ર લાગે છે. અહીંના દરેક ઝાડ ઘણા ઊંચા અને ઘનઘોર હોય છે. આથી સરખો પ્રકાશ પણ આવી શકતો નથી. ઈવાન હવે એક દિશા નક્કી કરે છે. જ્યાં તેને પ્રકાશ આવતો દેખાય એ દિશામાં આગળ વધશે. આથી તે આ રીતે ચાલતાં જાય છે.

ત્રણ-ચાર કલાક એકધારો ચાલતો હોવાથી હવે તેને એક ખુલ્લી જગ્યા દેખાય છે, તે આગળ વધે છે. ત્યાં એક વિશાળ નદી દેખાય છે. ઈવાન ખૂબ થાકી જાય છે અને નદીનું પાણી પીવે છે. થોડીવાર ત્યાં બેસે છે. નદી તો એ જાણે કોઈ દરિયો જ હોય એવું લાગે છે ઈવાન ને, કઈ સમજાતું નથી થોડી રાહત થયા બાદ તે હવે ઉભો થાય છે.

ઈવાન -'હું ક્યાં છું,એ પણ મને ખબર નથી. આ જગ્યા કઇ છે?' ઈવાન નદીની નજીક એક ઝાડ પર ચઢે છે અને આજુબાજુ જોવાનો પ્રયત્ન કરે છે. એ ઝાડ ઘણું ઊંચું હોય છે. ઈવાન ચડતો જ જાય છે. આખરે એક ઉંચી ડાળી પરથી આ જંગલ જોતાં જ ઈવાનને ધ્રાસકો પડે છે. જંગલ જ્યાં સુધી ઈવાનનીનજર પહોંચે ત્યાં સુધી દુર પથરાયેલું છે. આસપાસનું વાતાવરણ પણ ભયંકર વિશાળ અને નિર્જન છે ઊંચા ઊંચા વૃક્ષો અને ગુફાઓ‌ ધરાવતુ આ જંગલ, જંગલ માંથી હવે બહાર નીકળવું લગભગ અશક્ય છે.

ઈવાનને પોતાના મમ્મી-પપ્પાની યાદ આવે છે. તે 'મોમ-ડેડ' ની ચીસ નાખે છે, પણ એ જંગલ એની ચીસો પણ ગળીજાય તેવું છે. ઈવાનની આંખમાં આંસુ આવે છે. તે ખૂબ રડે છે. તેને જર્ની પર જવા માટે કરેલી જીદ યાદ આવે છે અને શા માટે આ આવ્યો? મરવા માટે! હવે એને કોણ બચાવશે ?કેવી રીતે મમ્મી-પપ્પાને કહેશે કે તે અહીં ફસાઈ ગયો છે ? આ બધા સવાલો ઈવાનના મનમાં ઊઠે છે પણ એનો જવાબ છે એની પાસે પણ નથી. શું કરશે પોતે??..