Hu raahi tu raah mari - 43 - last part in Gujarati Love Stories by Radhika patel books and stories PDF | હું રાહી તું રાહ મારી.. - 43 - છેલ્લો ભાગ

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

હું રાહી તું રાહ મારી.. - 43 - છેલ્લો ભાગ

વંશ શિવરાજભાઈનો દીકરો છે તે જાણી શિવમ અને રાહી બંને અવાચક થઈ ગયા હતા.જ્યારે વંશ રાહીને શિવમ સાથે પોતાના ઘરે જોઈ તે પણ બંને જેવી સ્થિતિમાં હતો.જો રાહી એકલી હોત તો કોઈ પ્રશ્ન નહોતો પણ રાહી સાથે શિવમ અને બીજા બે-ત્રણ લોકોને જોઈ વંશ પણ આશ્ચર્યમાં હતો.
“રાહી અને શિવમ બંને વંશને ઓળખે છે.”શિવરાજભાઈ.
“પણ કઈ રીતે?”ચેતનભાઈ.
“કેમ? કઈ રીતે ? આ બધુ દરવાજે જ પૂછી લેશો કે પછી અંદર પણ આવશો? બેટા રાહી જલ્દીથી કંકુના થાળમાં પગ મૂકી અંદર આવ.”શિવરાજભાઈ.
રાહી સાથે બધા ઘરમાં પ્રવેશે છે.વસુધાબહેન શિવમ અને રાહીની આરતી ઉતારે છે.આ બધુ જોઈ વંશ વધારે ગુસ્સે થઈ જાય છે.
“કોઈ મને કહેશે કે અહિયાં ચાલી શું રહ્યું છે? અને આ રાહી સાથે શિવમ અને આ બધા કોણ છે?”વંશ.
“વંશ બેટા શાંત.હવે એકપણ વખત ગુસ્સો નહીં કરતો.મારી આખી વાત સાંભળી લે.તારી પરેશાની દૂર થઈ જશે.”શિવરાજભાઈએ વંશને થોડા ઊંચા અવાજે કહ્યું.
રાહીએ શિવમને ધીમેથી કહ્યું, “શિવમ મને લાગે છે કે શિવરાજ અંકલને કદાચ મારા અને વંશ વિષે બધી જ ખબર લાગે છે.તે મમ્મી-પપ્પાને આ વાત જણાવશે તો કેટલું ખરાબ લાગશે.”
“તું ચિંતા નહીં કર.આમા ખરાબ લગાવવા જેવી કોઈ વાત જ નથી.મમ્મી-પપ્પાને ખરાબ નહીં લાગે.તો પણ હું સંભાળી લઇશ.”શિવમે રાહીને હૈયાધારણા આપી.
“ બેટા શિવમ તારો મોટો ભાઈ છે.તારા મોટા મમ્મીનો દીકરો.”શિવરાજભાઈએ દીવાલ પર હાર ચડાવેલ એક સ્ત્રીના મોટા ફોટા સામે જોતાં કહ્યું.
શિવમે જોયું તો તેના મમ્મીનો ખૂબ મોટો ફોટો દીવાલ પર હતો.
“વંશ શિવમ તારો મોટો ભાઈ અને રાહી આજથી તારા ભાભી છે તો ધ્યાન રહે તેનું અનાદર નહીં કરતો.આ બધા શિવમનું પરિવાર છે.જાણું છું તારા મનમાં ઘણા પ્રશ્નો હશે પણ અત્યારે તું તારા રૂમમાં જઈને આરામ કર.આખી વાત હું તને કાલે કરીશ.તારી ઈચ્છા હતી કે રાહી આપણાં જ ઘરની વહુ બને.બસ જો તારી ઈચ્છા અને રાહીના નસીબ બંને એક સમાન જ છે.રાહી આપણાં ઘરની વહુ પણ બની ગઈ.”શિવરાજભાઈ.
વંશ થોડો અસમંજસમાં જ પોતાના રૂમમાં જાય છે.
“વસુધા વહુને તેના રૂમમાં લઈ જા.થાકી ગઈ હશે થોડો આરામ કરી લેશે.શિવમ તું થોડીવાર અહિયાં રહેજે.મારે તમારી બધા સાથે વાત કરવી છે.”શિવરાજભાઇ.
વસુધાબહેન રાહીને લઈને રૂમમા ગયા.રૂમ આખો ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યો હતો.
“બેટા રાહી મને તારા અને વંશ વિષે બધી ખબર છે.મને ખૂબ ખુશી છે કે તું આ ઘરની વહુ બની અને તે થી પણ વધારે ખુશી તે વાતની છે કે તું આ ઘરના મોટા દીકરાની વહુ બનીને આ ઘરમાં આવી.રાહીને રૂમમાં બેસાડી વસુધાબહેન ફરી બધા પાસે ગયા.
*****************************
“તને ખબર કઈ રીતે પડી કે શિવમના લગ્ન થઈ રહ્યા છે?”ચેતનભાઈ શિવરાજભાઈને પ્રશ્ન કરતાં કહ્યું.
“વાત એમ છે કે મારા નસીબે જ મને મારા દીકરાના લગ્નમાં જવા માટે આમંત્રણ આપ્યું.બાકી તને તો એક પણ વખત ન થયું કે તું શિવમના લગ્નની જાણ મને કરે.”શિવરાજભાઈ.
“તને જાણ કરવા યોગ્ય તે કોઈ વર્તન ક્યારેય કર્યું હતું ?”ચેતનભાઈએ વ્યંગમાં કહ્યું.
“મને માફ કરજે ચેતન.મને ખરેખર તે વાતનું દુખ છે.મે જે કર્યું તેનું પરિણામ પણ હું ભોગવું જ છું.આ તો વંશે મને જાણ ન કરી હોત તો હું ફરી પાછો તને ક્યારેય પણ ન મળી શક્યો હોત.”શિવરાજભાઈ.
“વંશને તો આ બધી વાતની જાણ નથી ને !!” ચેતનભાઈ.
“વંશને કોઈ વાતની જાણ નથી.પણ રાહી..”શિવરાજભાઈ બોલતા અટકી ગયા.તેને શબ્દો નહોતા મળી રહ્યા.
“પપ્પા વાત એમ છે કે વંશ અને રાહી બંને પ્રેમમાં હતા.મે તમને આ વાત એટલા માટે નહોતી કહી કેમ કે રાહી આપણાં ઘરમાં નવી-નવી આવવાની હતી અને આમ પણ આ કોઈ એટલી પણ મોટી વાત નહોતી.આજ –કાલ સહુ કોઈ પ્રેમ નામના વહેમમાં હોય છે.તે રીતે વંશ રાહીનો ભૂતકાળ હતો.પણ રાહીના મારી સાથે લગ્ન થવાના છે તે જાણી વંશ રાહીને ‘બ્લેકમેલ’ કરતો હતો.રાહીએ ઘરમાં જાણ કરવા મને કહ્યું હતું પણ મે જ તમને ન જણાવ્યુ...પણ અમને નહોતી ખબર કે વંશ શિવરાજઅંકલનો દીકરો છે.માટે હું અને રાહી વંશને જોઈને ચકિત થઈ ગયા હતા.”શિવમ બધી વાત કહી દીધી.
“આ જ રીતે મને પણ નહોતી ખબર કે રાહી જેની સાથે લગ્ન કરવા જઈ રહી છે તે મારો મોટો દીકરો શિવમ છે.
થોડા દિવસ પહેલા વંશે મને વાત કરી કે તે એક છોકરીને પ્રેમ કરે છે અને તે બીજા સાથે લગ્ન કરી રહી છે.વંશ રાહીને મેળવવા માંગતો હતો.પણ વંશના મિત્ર પાસેથી જાણવા મળ્યું કે વંશ રાહીને ઘણા સમયથી છોડી ચૂક્યો છે.માત્ર પોતાની જીદ પૂરી કરવા ખાતર વંશે રાહીને ધમકી આપી હતી.
પણ હું વંશની ખુશી આગળ જુકી ગયો.મને વિશ્વાશ હતો કે રાહી આ ઘરમાં આવશે પછી વંશના તેની સાથે સંબંધ સુધરી જશે.માટે મે રાહીના લગ્ન જેની સાથે થવાના હતા તે પરિવાર અને રાહીના પરિવારને મળવાનું નક્કી કર્યું.
નસીબ કહો કે કમનસીબ પણ રાહી સાથે મારો મોટો દીકરો લગ્ન કરવાનો હતો.મને તે પણ જાણવા મળ્યું કે શિવમ અને રાહી બંને એકબીજાને ખૂબ જ ચાહતા હતા.મારી સામે મારા બંને દીકરા હતા.રાહી એકનો પ્રેમ હતી તો બીજાની જીદ.
એક વખત શિવમ પાસેથી ‘માં’ છીનવી મે ખૂબ ખોટું કામ કર્યું હતું.પણ આ વખતે હું શિવમ પાસેથી તેનો પ્રેમ છીનવવા માંગતો નહોતો.માટે મે વંશ સામે તેના લગ્ન રાહી સાથે કરાવીશ તેવું નાટક જાહેર કર્યું.આમ પણ વંશની જીદ ખોટી હતી માટે મને કોઈ વાતનું દુખ નહોતું.
જો હું શિવમ તેનો ભાઈ છે તે વાત તેને પહેલા જણાવી દઉં તો તે મારી વાત પર વિશ્વાશ નહોતો જ કરવાનો.માટે મે વંશને રાહીના લગ્નના દિવસે રાહીના લગ્ન શિવમ સાથે તોડવી તેની સાથે કરાવી આપવાનું કહ્યું.
વંશની નજરની સામે જ મે ઘરની સજાવટ કરાવી હતી.લગ્ન પણ મારા દીકરાના હતા.વહુ પણ મારા જ ઘરમાં આવવાની હતી પણ શિવમની વહુ બનીને જ રાહી આ ઘરમાં આવવાની હતી તે વાતથી વંશ અજાણ હતો.આજ સવારથી જ મે વંશને ઘેનની દવા અપાવી દીધી હતી માટે વંશ રાહીને ત્યાં આવી કોઈ પરેશાની ઊભી ન કરે.આ બધા કામમાં વસુધાએ મારો ઘણો સાથ આપ્યો છે.વસુધા પહેલેથી બધી વાત જાણતી હતી.
વર્ષો પહેલા વગર વિચાર્યે કરેલુ વર્તન મારી પાસેથી ઘણું બધુ છીનવી ગયું હતું.એક પ્રેમાળ પત્ની, દીકરો, ભાઈ સમાન બે મિત્રો અને ઘણું બધુ...હું સાવ કંગાળ થઈ ગયો હતો.મારી પાસે બધુ હોવા છતાં એક ગરીબ માણસ જેવુ મને લાગતું હતું.જાત-જાતના ભોજન હોવા છતાં મારી સાથે બેસીને જમવાવાળું કોઈ નહોતું.
બે વર્ષ પછી વસુધા મારા જીવનમાં આવી.પ્રેમ શું છે તે તો હું ભૂલી ગયો હતો.યંત્રવત મારૂ જીવન ચાલતું હતું.ચેતન મે તારી સાથે વાત કરવાના ઘણા પ્રાયશો કર્યા પણ દરેક વખતે અટકી જતો.હરેશની પણ મદદ માંગી પણ તેણે પણ મને જવાબ આપવાનું બંધ કરી દીધું.હું હવે હારી ગયો હતો.
થોડા સમય પછી વંશનો જન્મ થયો.વંશમાં મને શિવમનું રૂપ દેખાતું હતું.હું વંશ અને વસુધા સાથે ખુશી અનુભવવા લાગ્યો પણ શાંતિની જગ્યા મારા જીવનમાં ક્યારેય કોઈ ન લઈ શક્યું.વસુધા પણ શાંતિનો ઘણો આદર કરતી.તેની દરેક ‘તિથી’ માં દાનપુન્ય કરતી.
શિવમ મોટો થવા આવ્યો હતો.પછી મે પણ તારી સાથે સંપર્ક કરવાનો આગ્રહ છોડી દીધો હતો.શિવમને જોવાની ઘણી ઈચ્છા થતી હતી પણ શિવમને કઈ ખબર ન પડે તે ખાતર હું મારી જાતને રોકી રાખતો હતો.પણ આજ જ્યારે શિવમને બધી ખબર પડી જ ગઈ છે ત્યારે શિવમ અને ચેતન તમારા બંનેની હું માફી માગું છું.હું એક ન તો સારો મિત્ર બની શક્યો કે ન તો સારો પિતા.હંમેશા મે મારા પોતાનાઑના હદય જ દૂભવ્યા છે.બની શકે તો મને માફ કરી દેજો.”શિવરાજભાઈ પોતાના હદયની વાત જણાવતા કહ્યું.
“માં છીનવવા બદલ તો હું કદાચ તમને માફ ના પણ કરત પણ તમને ‘માં’ સાથે જે વર્તન કર્યું તે માટે અફસોસ છે માટે હું તમને માફ કરું છું.પણ હું તમારી સાથે નહીં રહી શકું.મે મારા પિતા ચેતનભાઈને વચન આપ્યું છે કે હું હંમેશા તેમની સાથે રહીશ માટે હું કાલ તેમની સાથે જ જઈશ.હા એક પુત્ર હોવાને ખાતર તમારે જ્યારે પણ મારી જરૂર પડી હું ચોક્કસ તમારી પાસે આવીશ.સારા –ખરાબ દરેક પ્રસંગે તમારી પાસે હોઈશ.પણ હું પુત્ર તો મારા પાલક પિતાનો જ રહીશ.અત્યારે તમે વાતો કરો હું થોડીવાર વંશ સાથે વાત કરી આવું.”શિવમ.
*****************************

શિવમ વંશ પાસે જઈને પોતાના જન્મથી લઈને રાહીના સાથ સુધીની બધી વાત કરે છે.ચેતનભાઈ શિવરાજભાઈને માફ કરી ફરી જૂના મિત્રો બની જાય છે.
શિવમ રાહી પાસે રૂમમાં આવે છે ત્યારે રાહી સૂઈ ગઈ હોય છે.પણ તેના ચહેરા પર ડર સાથે થોડી મસુમિયતના ભાવ દેખાય રહ્યા હોય છે.
રાહીના વાળની લટ તેના ચહેરા પર આવી ગઈ હતી.રાહી ઉઠી ન જાય તે રીતે ધીમેથી તેના ચહેરા પર આવતા વાળ દૂર કરી શિવમ રાહીના માથા પર ચૂમે છે.
****************************
અચાનક જ પ્લેન લેન્ડ થવાની સૂચના આવતા શિવમ રાહીને ઉઠાડવા જાય છે ત્યારે ફરી શિવમને પોતાના લગ્નની પહેલી રાત યાદ આવી જાય છે અને ફરી શિવમના ખભા પર માથું રાખી સૂતેલી રાહીના વાળ ચહેરા પરથી દૂર કરી તેને ઉઠાડે છે.
“ઓહહ...રાતના ૩:૦૦ વાગી ગયા? શિવમ તે મને ઉઠાડી કેમ નહીં? શિવમ હેપ્પી વેડિંગ એનિવર્સરી.આપણાં લગ્નને એક વર્ષ થઈ ગયું.તું ૧૨:૦૦ નો જાગે છે?”રાહી.
“હા.”શિવમે રાહીને ધીમેથી કહ્યું.
“ઓહહ..સોરી..તે દિવસે પણ હું સૂઈ ગઈ હતી અને આજ પણ..”રાહી.
“ચૂપ. હેપ્પી ફર્સ્ટ વેડિંગ એનિવર્સરી માય લવ.”શિવમ રાહીના હોઠ પર આંગળી મુક્તા કહે છે.
ત્યાં સુધીમાં બધા પેસેંજર્સ પોતાની સીટ છોડતા એરપોર્ટ તરફ રવાના થાય છે.
*************************
“હું રાહી તું રાહ મારી” નવલકથા આજ અહી પૂર્ણ થાય છે.
હું બધા વાંચક મિત્રોનો આભાર માનું છું કે જેમણે મારી આ નવલકથા વાંચી અને મને સહકાર આપ્યો.આ જ સહકાર અને પ્રેમના લીધે હું બીજી ટૂંકી વાર્તા લખવામાં સફળ રહી છું.
“ડાયરી” નામની આ કથા વાંચવામાં ખૂબ મજેદાર અને સમાજને એક સંદેશ પૂરો પાડે છે.વાંચકમિત્રોને “ડાયરી” ખૂબ ગમશે તે આશાથી હું બધાને વાંચવા નમ્ર વિનંતી કરું છું.
આભાર. (પૂર્ણ)