darek kshetrama safadta - 1 in Gujarati Motivational Stories by Amit R Parmar books and stories PDF | દરેક ક્ષેત્રમાં સફળતા - 1

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

દરેક ક્ષેત્રમાં સફળતા - 1

પ્રસ્તાવના

દરેક વ્યક્તીને સફળ થવાની ઇચ્છા હોય છે, ફેમસ બનવાની, લોકોનુ ધ્યાન આકર્ષવાની અને ખુબ પૈસા કમાવાની ઇચ્છા હોય છે. આ ઇચ્છાના જોરે તેઓ ઉત્સાહમા આવી કાર્ય શરુ તો કરી દેતા હોય છે પણ તેમા મુશ્કેલીઓ આવતા તેઓને ડર લાગતો હોય છે, ધીરે ધીરે નિરાશ થવા લાગતા હોય છે, કામ કરવાની ઇચ્છામા ઘટાડો થવા લાગતો હોય છે જેથી તેઓ પીછે હટ કરી છેવટે નિષ્ફળતાના શીકાર બનતા હોય છે. તો આ રીતેતો ક્યારેય સફળતા મળી શકે નહી કારણકે સફળતા મેળવવા માટેતો સતત આગળ વધતા રહેવુ પડે, અનેક મુશ્કેલીઓનો સામનો કરી પ્રયત્નશીલ રહેવુ પડે તેમજ ઇચ્છાશક્તીને છેવટ સુધી જાગૃત રાખી સંધર્ષ કરવો પડતો હોય છે. આવા સંજોગોમા જો વ્યક્તી સમર્પણ ભાવના સાથે કામ કરે તો ચોક્કસથી સફળતા મેળવી શકતા હોય છે કારણકે સફળતા એ સપાટી પર નથી હોતી કે તેને સરળતાથી હાથ લંબાવીને મેળવી શકાય, તે તો ઘણી ઉંડાઇઓમા છુપાએલી હોય છે જેને અથાક પ્રયત્નો દ્વારા બહાર લાવવાની હોય છે. તેને માટે ઉંડે સુધી ગહેરાઇઓમા જવુ પડતુ હોય છે, સતત ખોદકામ રૂપી પ્રયત્નો કરવા પડતા હોય છે, ખોદકામ દરમિયાન વચ્ચે આવતા સમસ્યા રૂપી મોટા મોટા વજનદાર પથ્થરોને કુશળતાથી બહાર પણ કાઢવા પડતા હોય છે ત્યાર બાદજ પોતાની મંજીલ સુધી પહોંચી શકતુ હોય છે. સફળતા માટે કોઇ એકજ બાબત જવાબદાર નથી હોતી, તેને મેળવવા માટે તો અનેક દિશાઓમા કામ કરવુ પડતુ હોય છે, તમામ પ્રકારના પ્રશ્નો,સમસ્યાઓ અને વાંધાઓનો નિકાલ કરવો પડતો હોય છે, જરૂરી તમામ ગુણ અને આવળતોનો વિકાસ કરવો પડતો હોય છે. જ્યારે આ બધીજ શરતોનુ એક સાથે પાલન થતુ હોય છે ત્યરેજ સફળતા પ્રાપ્ત કરી શકાતી હોય છે.

કોઇ પણ કાર્યમા સફળતા મેળવવા માટે તે કાર્યની એક વિશિષ્ટ માંગ હોય છે, જરૂરીયાત હોય છે જે તે કાર્યને સફળ બનાવવા મટેનો મુખ્ય આધાર હોય છે. આ માંગ કે જરૂરિયાતની પુર્તી કરવામા આવે ત્યારેજ તે કામ પુર્ણ થતુ હોય છે. દરેક કાર્યની એક મુખ્ય શરત હોય છે જેની પુર્તી કર્યા વગર બીજા તમામ સધનોની હજરી હોવા છતા પણ ધારી સફળતા મેળવી શકાતી હોતી નથી, દા.ત. ફૂટબોલની રમત રમવા બધાજ સાધનો હાજર હોય, દરેક ખેલાડીએ પુરતી પ્રેક્ટીસ કરી હોય પણ તેઓ આ રમતની મુખ્ય જરૂરિયાત ટીમવર્કમા ઉણા ઉતરતા હોય, તેઓની આપસી સમજ ઓછી હોય તો તેઓની ટીમ મેચમા હારવાનીજ છે કારાણ કે તેઓ જે રમત રમી રહ્યા છે તે જીતવાનો મુખ્ય આધાર કે જે ટીમ વર્ક છે તેમા તેઓ કાચા પડી રહ્યા છે. આમ સફળતા મેળવવા ઇચ્છુક વ્યક્તીએ આવી માંગ, શરતો કે ચાવી રૂપ આધારોને ઓળખી બરોબર સમજી લેવા જોઇએ અને તેને અનુરૂપ કામ કરવુ જોઇએ જેથી ૧૦૦ % સાચી દીશામા પ્રયત્નો કરી સફળતા મેળવી શકાય.
આવી માંગણીઓ જોઇએ તો તેમા ટીમ વર્ક, સેવાભાવ, સાહસ, આયોજન, નીતિમત્તા, ગુણવત્તા, સતર્કતા, જડપ, જ્ઞાન કે અનુભવ, વિશ્વાસ, એકાગ્રતા, ચપળતા, સહનશક્તી, ધીરજ, ક્રિએટીવીટી, ઇનોવેશન, શરીરિક માનસીક કે નણાકીય ક્ષમતા, કાર્ય પ્રત્યેનો લગાવ કે મજબુત ઇચ્છા શક્તી વગેરે હોઇ શકે છે.

આમ કોઇ પણ કામ કરતા પહેલા તે કામ કરવા માટે જે જરૂરી માંગણીઓ, અસર કરતા પરીબળો કે પુર્વ શરતો છે તેને બરોબર ઓળખી અને પછી તેમા જંપ લાવવામા આવે તો તે કર્યમા અચુક સફળતા મેળવી શકાતી હોય છે. જે વ્યક્તી સફળતા મેળવવા માગે છે તેણે બીજી એક વાત પણ બરોબર સમજી લેવી જોઇએ કે સફળતા મેળવવી અને સફળ વ્યક્તી બનવુ એ બન્ને વચ્ચે મોટો તફાવત હોય છે એટલેકે એક વખત સફળતા મેળવવામા આવે તો તેને સફળતા મળી તેમ કહી શકાય પરંતુ વરંવાર વ્યક્તી સફળતા મેળવી બતાવે તો તેને સફળ વ્યક્તી તરીકે ઓળખાવી શકાય. એક વખત સફળતાતો તુક્કાઓ લગાવીને કે નશીબના જોરે પણ મેળવી શકાતી હોય છે પરંતુ વારંવાર સફળતા મેળવવી હોય તો પોતાના ક્ષેત્રને લગતા તમામ પ્રકારના પાયાઓ મજબુત કરવા પડતા હોય છે, જીવનના તમામ નીતિ નિયમોને આત્મસાત કરવા પડતા હોય છે અને પોતાનામા રહેલી તમામ નકારાત્મક્તાઓને દૂર કરી હકારાત્મક્તાને સ્થાન આપવુ પડતુ હોય છે. તો હવે નક્કી આપણે કરવાનુ છે કે એક વખત તુક્કો લગાવીને સફળ થઇ જવુ છે કે વારંવાર સફળતા મેળવી સફળ વ્યક્તી બની બતાવવુ છે. જો તમારે સફળ વ્યક્તી બનવુ હોય તો આ પુસ્તકમા દર્શાવેલ તમામ બાબતો, તમામ વિષયોને સમજવા જોઈએ અને તે પ્રમાણેજ આગળ વધવુ જોઈએ. અહી દર્શાવેલ તમામ બાબતોનુ અક્ષરશઃ પાલન કરવામા આવે તો મને નથી લાગતુ કે કોઇ પણ બાબતમા કચાશ રહી જાય. આ વાતને કેન્દ્રમા રખીનેજ આ પુસ્તકનુ નિર્માણ કરવામા આવ્યુ છે. આ પુસ્તકમા એવી તમામ બાબતો કે જે સફળ વ્યક્તી બનવા માટે જરૂરી છે અથવાતો તેના માટેનો આધાર તૈયાર કરે છે, તેના પર વધુ ભાર મુકવામા આવ્યો છે.
અહી સફળ વ્યક્તી બનવા માટેના ૩ સ્ટેપ છે જેમા પહેલો સ્ટેપ પોતાને નકામી અને નુક્શાનકારક બાબતોથી દૂર રાખી પોતાના પર કાબૂ મેળવવાનુ સુચવે છે. બીજુ સ્ટેપ સફળતા મેળવવા માટે જરુરી તમામ ગુણ આવળતો અને જરૂરી વ્યવસ્થાપનો સુચવે છે અને ત્રીજુ સ્ટેપ સફળતા મેળવવા માટે સબંધોનુ સંચાલન કેવી રીતે કરવુ તે વાતને પ્રસ્થાપિત કરે છે. જ્યારે તમે આ ત્રણેય તબક્કાઓ પર પ્રભુત્વ મેળવી લેશો અને તે મુજબજ જીવન જીવતા શીખી જશો ત્યારે તમે દરેક ક્ષેત્રમા સફળ થવા સક્ષમ બની જશો, પછી તે ઘર, પરીવાર, શાળા અભ્યાસ, વ્યવસાય, સંબંધો કે પ્રમોશન એમ કંઇ પણ હોઇ શકે.
છેવટે તો એટલુજ કહિશ કે સફળતા એ દરેક જરુરી સામગ્રીઓનુ મીશ્રણ છે, જેમ સ્વાદિષ્ટ વાનગી બનાવવા માટે શાકભાજી, અનાજ, તેલ, પાણી, મીઠુ, મસાલો, અજ્ઞી અને તમામ જરુરી સામગ્રી મીશ્રીત કરવાની એક ખાસ પ્રક્રિયા અને ટાઇમીંગ હોય છે તેવીજ રીતે ગુણવત્તાયુક્ત હાઇ લેવલની સફળતા મેળવવા માટે જરુરી તમામ ઇનપુટ્સ જેમકે ધ્યાન, વિચાર, આયોજન, સબંધો, ટેક્નીક્સ, મોટીવેશન અને સકારાત્મક દિશામા સતત પ્રયત્ન એ બધાનુ ક્રમશઃ મીશ્રણ બનાવવુ પડતુ હોય છે. આ બધુજ જ્યારે એક સાથે કે તેના યોગ્ય સમયે ભેગુ થતુ હોય છે અને તેની પુરતી કાળજી રાખવામા આવતી હોય છે ત્યારે જતા સફળતા પ્રાપ્ત થતી હોય છે.જેમ માત્ર શાકભાજી ઉમેરવાથી કોઇ સ્વાદિષ્ટ વાનગી નથી બની જતી હોતી તેવીજ રીતે માત્ર પ્રયત્નો કરવાથી સફળતા નથી મળી જતી હોતી. તમને સફળતા ત્યારેજ મળશે જ્યારે તમારા પ્રયત્નોમા નીતિમત્તા, સ્વયંશીસ્ત, જવાબદારી, તરવરાટ, જેવા મસાલાઓ ઉમેરાશે. આવા મસાલાઓ ભેળવવાથી છેવટે એવી સ્વાદીષ્ટ સફળતા પ્રાપ્ત કરી શકાતી હોય છે કે જેની વાતજ કઈક ઔર હોય.
ક્રમશ: