prenting in Gujarati Moral Stories by Shaimee oza Lafj books and stories PDF | સિંચન...

Featured Books
Categories
Share

સિંચન...

સિંચન......

"બાળક એ બગીચા નું ખીલતું ફુલ છે "અને બીજી ઉક્તિ આ બાળક એ ભગવાન નું રુપ છે.મોટે ભાગે આવા સુવિચારો માં બહુ સાંભળવા મળે છે.પણ પ્રશ્ન એ છેકે હકીકત માં આવું થાય છે ખરા? બાળક પોતાની વાત માને તો ભગવાન ના માને તો સેતાન મોટે ભાગે આજ રાજકારણ ચાલે છે,

ચોસઠ કળાઓ માંની એક કળા છે બાળક નો ઉછેર.જે પર થી બાળકો નું ભાવી નક્કી થાય છે.બાળકો ની માવજત પણ બગીચા માં રહેલા ફુલો ની જેમ કરવી જોઇએ.જીવન સારી પરિસ્થિતિ એ હરખાઈ ન જવું,ખરાબ પરિસ્થિતિ એ નિરાશ ન થવું, દરેક પરિસ્થિતિ માં ખુશ રહેવું આ બાળક ને શીખવવા ની જરુર છે.ઘણીવાર તો એવું બને છે કે માં બાપ બીજા બાળકો સાથે સરખામણી કરી કરી ને બાળકો ને માનસિક રીતે હતાશ કરી નાંખે,દરેક માં અલગ અલગ આવડત હોય છે.બાળક માં છુપાયેલી પ્રતિભા ને જાણી તેને તેમાં પ્રોત્સાહિત કરવું, હા જરુર પડે ત્યાં તેને પડી ઠપકો પણ આપવો,પણ એટલી હદે નહીં કે તેની અંદર છુપાયેલી માણસાઈ મરી જાય અને તે પોતાની જાત ને લઘુતાગ્રંથી થી પીડે. એક અભણ બાઈ પણ પોતાના સંસ્કાર અને ઉછેર થી સમાજ ને મહાન પુરુષો ની ભેટ આપે છે, જેમકે ગાંધી બાપુ,સરદાર વલ્લભભાઈ પટેલ,શિવાજી કિંમત માણસ ની છે કે તેના ઘડતર કે તેના માં રહેલી પ્રતિભા ની આ સમજવા ની જરુર છે.

દરેક માં બાપે શીખી જાય તો દરેક માં બાપ પોતાના દિકરા દિકરી ના માટે આદર્શ મુર્તિ બની જાય.

21મી સદી એ સ્પર્ધાત્મક સદી છે,તેમાં દરેક માં બાપ ને બાળકો પ્રત્યે ની અપેક્ષા ઓ વધી જાય છે, બાળકો તેમની અપેક્ષા પર ખરા ન ઉતરે તો તેમના ઉપર નકામા હોવાનું એક ટેગ લગાડવામાં આવે.એટલું જ નહીં તેને સગાં વહાલાં ના બાળકો સાથે તેને સરખાવવા માં આવે ત્યારે બાળકો અને માં બાપ વચ્ચે એક ઘૃણાની દિવાલ બની જાય, બાળક સારી પ્રગતિ કરે તો પોતાનું ન કરે એમાય માં બાપ વચ્ચે બાળક ને સ્વીકારવા માટે શાબ્દિક યુદ્ધ થાય.આમાં બાળક નહીં પણ પોતાની મુર્ખામી નું પ્રદર્શન કરે છે.એ પોતાની પરવરીશ અને ઘડતર ની ખુલ્લેઆમ લીલામી કરે છે

આ સમય ડિઝીટલ છે,આ સમય માં બધાં જ કામ સરળ અને ઝડપી બને છે,પણ વાત છે સફળતા તો તમને સખ્ખત પરિશ્રમે મળે છે,માં બાપે બાળક ને સમજાવવાની જરુર છે,અને જતાવવાની જરુર છે"બેટા દરેક પરિસ્થિતિ માં અમે તારી સાથે છીએ,તું મહેનત કર પછી તને જે પરિણામ મળે આપણે મળી ને કાંઈ રસ્તો નિકાળશું,તુ મહેનત કર ભગવાન તને ફળ જરુર થી આપશે,આ સમજાવવા ની જરુર છે.નહીં કે બાળક ને હતાશ કરી તેના હોંશલા ને તોડવાની.

રુઢીવાદી માં બાપ બાળકો પર પોતાની રુઢી ને જબરજસ્તી ઠોકી બેસાડે,બાળકો મુક્ત મને હવા માં ઉડાન ભરવા દેવાની બદલે બાળક ની પાંખો કાપે,તેમના મન માં એમ કે બાળકો નું અમે ઘડતર કરીએ છીએ,પણ તે ખરા અર્થ માં બાળકો ની કલાઈ કરે છે,ત્યાં બાળકો પર જબરજસ્તી પોતાના વિચારો થોપવા માં આવે,ત્યાં બાળકો નો વિકાસ રુંધાય છે,ત્યાં બાળકો પોતાને અસુરક્ષિત સમજે છે,બાળક આત્મહત્યા કરવા મજબુર થાય છે, કાંતો બે પેઢી વચ્ચે નફરત ની એક દિવાલ બની જાય છે.તે બાળકો ના ખરા દુશ્મન છે.

માં બાપ માં અમુક માળી પ્રકાર નાં પણ હોય છે, જે બાળકો ની ફુલ નાં છોડ ની જેમ તેની માવજત કરે,બાળકો ને સારા સંસ્કાર નું પણ સિંચન કરે છે,તેની સાથે બાળકો ને આગળ આવવા માટે સાથ સહકાર મળી રહે, બાળકો ને પ્રેમ અને પુરતી હુંફ પણ મળી રહે.બાળકો પોતાનો માનસિક વિકાસ પણ કરી શકે છે.બાળકો ને ત્યાં પોતાના વિચારો રજુ કરવાનો પુરેપુરો હક હોય છે,તે ઘર ખુશીઓથી છલકાતુ હોય છે.

બાળકો ને જીવન માં દરેક પરિસ્થિતિઓ થી વાકેફ કરવામાં આવે તો બાળકો નો માનસિક વિકાસ થાય છે અને સાથે સાથે દ્રઢ મનોબળ વાળા બને છે.
દરેક માં બાપ ના મોઢે આ વાક્ય સાંભળી મારું હૃદય રડી જાય છે,કે તુ ફલાણા ના દિકરા કે દિકરી જેવો કે જેવી નથી.તું આના જેવો કે જેવી બન આમ કરી કરીને બાળક ના મનેબળ ને શા માટે તોડે છે,એના માં રહેલ ક્ષમતા ને અવગણી પોતાનો મત બાળકને મન ઠોકી બેસાડી આનાથી બાળક પ્રગતિ નથી કરતું એનો માનસિક વિકાસ અટકે છે, તે પોતાના જ પરિવાર માં રહીને તે અસુરક્ષિત અને પોતાને નકામા હોવાનો ડર તેમને સતત કોરી ખાય છે.

પરિક્ષાનાં ત્રણ કલાક એ કોઇની હોંશિયારી નથી નક્કી કરતાં, નિષ્ફળતા ના પડદા પાછળ સફળતા છુપાયેલી હોય છે આ વાત પહેલાં તો માતા પિતા એ સમજવાની જરુર કેમ કે દરેક બાળક ની ક્ષમતા હોય છે, અમુક બાળકો ને મહેનત છતાંય ઓછા ટકા આવે તો અમુક ને વગર વાંચે વધારે ટકા આવે એમાં પોતાના બાળક ને ઓછા ટકા માટે દોષી ન ઠેરવો.તમારા બાળક ની ક્ષમતા ને સમજો આ પરિક્ષા એ તમારી હોંશિયારી નથી તમે આખા વર્ષ નું ગોખેલુ તમે ત્રણ કલાક માં કેટલું
ઓકીં શકો છો એ જ નિરીક્ષણ કરવા માં આવે છે,આ હોંશીયારી નથી,બાળક ની અંદર છુપાયેલી પ્રતિભા ને બહાર લાવવા માટે તેને તમારા સાથ સહકાર ની જરુર છે.

બાળકો ને ભગવાન ને યાદ કરતા શીખવીએ સારી બાબત છે,પણ શ્રધ્ધા એવો વિષય નથી કે બાળકો ને જબરજસ્તી ધાક ધમકી થી કરાવી શકાય બાળકો ને ભગવાન નો આભાર માનતા શીખવવુ નહીં કે ભગવાન નાં મંદિર મસ્જીદે જઈને હાથ ફેલાવતા,દરેક પરિસ્થિતિ એ જે બાળક ખુશ રહે છે ત્યારે તેની પ્રગતિ ની શરુઆત થાય છે.આ બાળકો ને સમજાવવા ની જરુર છે" બેટા તારા ભીતરે જો તુ કરી શકે છે તારી અંદર એ ક્ષમતા બાળક ને હિંમત આપવી જોઈએ ,તુ જે વસ્તુ નો હકદાર છે એ તુ જન્મ ની સાથે લઈને આવ્યો છે,અને આમ નસીબ ના ભરોસે ન બેસ તું મહેનત પરિશ્રમ કર અમે
તારી દરેક પરિસ્થિતિ એ અમે તારી સાથે જ છીએ એવો અહેસાસ કરાવવો એ આપણી ફરજ છે.આપણે આમ કરીને જ બાળક ની નજરે થી ઉતરીએ છીએ.દરેક કપલ ને મારી વિનંતી છેકે તમે માં બાપ બનો એ પહેલાં પોતાનું બાળઉછેર કેવી રીતે કરાય તે માટે નું કાઉન્સિલીંગ અવશ્ય કરાવજો ,તમે તમારા બાળક માટે એક રોલ મોડૅલ બની જાશો.ઘણી વાર આવા સુવિચારો પણ સાંભળવા મળે છે.દિકરા દિકરી એક સમાન પણ તમે હકિકત માં તમારા દિલ ને પુછો કે શું આવું હકીકત માં થાય છે. ના આ ખાલી તક્તિ માત્ર કિતાબ પુરતી સિમિત રહી જાય છે,
ને બીજું વાક્ય આ કે અમે અમારી દિકરી નો ઉછેર દિકરા ની જેમ કરીએ છીએ,એટલે દિકરા નો ઉછેર દિકરી ના ઉછેર કરતાં સારો હોય છે,પણ કોઇ માં બાપ ના મોંએ આ વાક્ય નહીં સાંભળવા મળે કે હું મારા દિકરા નો ઉછેર દિકરી ની જેમ કરું છું.મર્યાદા એ એક સંસ્કારી દિકરી ના લક્ષણ છે.પણ કોઇની મર્યાદા ની લાગણી સાથે ન ખેલાય આ સંસ્કાર આપનાર માં બાપ ઓછા છે.

દિકરી ને બે તોલા સોનું ઓછું આપશો તો કોઈ નહીં કહે પણ તેને આત્મ નિર્ભર જરુર બનાવજો તો એની તક્તિ બદલાઇ જશે.તેને આપવા માં આવેલો દહેજ કામ માં નહીં આવે,પણ તેની આવડત અને તેની આત્મનિર્ભરતા તે સાસરિયા ના દિલ ને જીતી લેશે.દિકરા ને પણ શિષ્ટાચાર શીખવવા નું રાખો તેની થનારી પત્ની ને સાથ સહકાર ન આપે તો કાંઈ વાંધો નહીં પણ તેની સફળતા ની આડે ન આવે તો આવનારી વહુ ના તમે માનીતા સાસુમા બની જાવો.


પોતાની પત્ની ને તે મદદ કરે કે તેને તેના સપના પુરા કરાવે તો એમાં સાથ સહકાર આપે તો એની ઈજજત ઓછી ન થાય પણ આવનારી પત્ની તેને ભગવાન નો દરજ્જો આપે. આવા સંસ્કાર નું સિંચન દિકરા માં કરો તો કયાંય વૃદ્ધાશ્રમ નહીં જોવા મળે.

માં બાપ બાળકો પ્રત્યે જો માલિકીપણા કરતાં મિત્રતા નો ભાવ રાખે તો બાળકો તમારા આજીવન ઋણી બની ને રહે.



શૈમી ઓઝા લફ્જ