VAHU in Gujarati Short Stories by DEV PATEL books and stories PDF | વહુ

Featured Books
Categories
Share

વહુ

સવારથી જ ઘરનું વાતાવરણ ઉગ્ર હતું .ઘરમાં કુલ છ સભ્યો રહેતાં અને ત્રણ દીવસ પહેલાં જ એક નવાં સાતમાં સભ્યનો જન્મ થયો હતો. ઘરમાં સૌ કોઈ કામ શાંતીને પૂછીને થતાં માટે શાંતી ઘરની સત્તાધીશ સમાન હતી. શાંતી તેની વહુ રેશ્માં સાથે રોજ લડાઈ કરવાંનાં જ મૂડમાં રહેંતી. રેશ્માં એ બધું મુંગેમોંઢે સહન કરી લેતી. સહન ન કરે તો બિજુ કરે પણ શું? રેશ્મા પોતાનાં પિતાને પણ કંઈ જ કહી શકે તેમ ન હતી કારણકે જે દિવસે તેના પિતાએ તેને ઘરેથી વળાવી હતી ત્યારથી જ રેશ્મા જાણે તેમના માટે પરાયી થઇ ગઈ હતીં. રેશમાંનો પતિ વિવેક પણ તેની મા શાંતિનો લાડકવાયો હતો. એ માનો લાડકવાયો પતિ શાંતી ના ત્રાસથી બચાવવાં ના બદલે પોતે જ ત્રાસ આપતો. સસુરને પણ રેશમાં કઈ જ કહી ન શકે કારણકે સસુરજીનું શાંતિ ઘરમાં ચાલવાં જ ક્યાં દેતી હતી !

શાંતિની રેશમા પ્રત્યેની રીસ લગ્નનાં દિવસથી જ હતી. એમાં રેશ્માનો વાંક ન હતો. એમાં થયું એમ કેં રેશ્માનાં પિતાને દહેજમાં શાંતિએ પાંચ લાખ આપવાંની ફરજ પાડી હતી. રેશમાંનો પરિવાર ગરીબ માટે રોકડ ચાર લાખ એકઠાં થઇ શક્યાં. રેશમાંનાં પિતાએ એક લાખ દસ એક દીવસમાં આપી દેશે એની ખાતરી આપી. શાંતિ ન માની. તેને મન આ તો તેનું અપમાન હતું.તેને સાફ-સાફ રેશ્માના પિતાને કહી સંભળાવ્યું હતું કે આ તેં શું અમે અહીં ઉઘરાણીએ આવ્યાં છીએ. શાંતિએ લગ્નમંડપમાં ખુબ જ ધાંધલ કરી. એક લાખને બદલે બે લાખ રેશમાંનાં પિતાએ આપવાં અંતે એવી શરત સાથે શાંતિ સંમત થઇ.

તોય લગ્નના દિવસની શાંતીની રીસ ઓછી ન થઇ.શાંતિ ઘરકામમાં રેશમાંનો વાંક શોધ્યા કરતી.એક વાર તો હદ થઈ ગઈ. ઘરે મહેમાન આવ્યાં હતાં. અને ભુલથી રેશમાંનાં હાથમાંથી કપ રકાબી તૂટી ગયા.પછી તો શું? રાવણ જેવી શાંતિ બેઠી જ હતી. બધા જ મહેમાનોની‌ સામે શાંતિ એ રેશમાંનાં પરિવાર વિશે કંઈ - કેટલું કહી દીધું.- કપ રકાબી જૂના હતા. તો શું થયું? સાંવ ફૈકી દેવા જેવા તો ન હતાં ને!

આ ઘટનાને બે દિવસ પછી ઘરે વિવેકની બહેન એટલે શાંતિની દીકરી લોમા સાસરેથી આવી હતી. જેવી રીતે રેશમાંનાં હાથમાંથી કપ રકાબી તૂટી ગયા એવી જ રીતે લોમાનાં પણ હાથમાંથી કપ રકાબી તૂટી ગયાં. કપ રકાબીનાં ઝીણાં ઝીણાં ટૂકડા જમીન પર વીખેરાઈ ગયાં.
લોમા ટૂંકડા લેવા જતી હતી ત્યાં તો શાંતિએ પ્રેમથી કહ્યું, "બેટા વાંધો નહિં આમે એ તો જૂનાં થઈ ગયાં હતાં. સારું થયું તુટી ગયા તે.નહીંતો જૂના વાસણ હોય ત્યાં સુધી નવાં લાવવાનું મન ન થાય."
શાંતિએ રેશમાં સામે જોઈને ગુસ્સાથી કહ્યું, " મારું મોઢું શું જોઈ રહી છે.આ જમીન પરના ટૂંકડા શું તારો બાપ સાફ કરશે? ચાલ ફટાફ્ટ સાફ કરી દે. થોડી જ વારમાં મહેમાન આવવાનાં છે."

રાત્રે સૂતી વખતે જ્યારે રેશ્માનેં તે સવારનો પ્રસંગ યાદ આવ્યો ત્યારે તેની ઓખો માંથી આંસુ સરી પડ્યાં. વહુ અને દિકરી વચ્ચેનો અમાનવીય તફાવત જોઈને તેનાં ગળે ડૂમો બાજી ગયો.
શાંતીનો ખરો ત્રાસ તો રેશમાંને તેની પ્રસુતી વખતે વરતાવવા લાગ્યો. દરરોજ શાંતિ આવીને રેશ્માને કહી જતી કે જો છોકરો ન થયો તો યાદ રાખજે. રેશમાંએ પણ દિકરાના જન્મ માટે દિવા કરવાની ફરજ પાડવામાં આવી. પણ દીકરી કે દીકરો જન્મે એ કાંઈ આપણાં હાથની વાત થોડી છે?
ભાગ્ય કંઈક બીજુ ધારીને બેઠું હતું. રેશ્માને દિકરી થઇ.તેના માટે તો મુસીબતોનું આભ જ તૂટી પડ્યું. પુત્રી જન્મથી ગુસ્સે થયેલી શાંતિએ રેશમાંને મહિના માટે પિયરે મોકલી દધી. બીજી વારની પ્રસુતી વેળાએ પણ રેશ્માએ સાસુના ત્રાસથી ભગવાનને પુત્ર જન્મ માટેની પ્રાથનાંઓ કરી. કેમ જાણે ભગવાન તેનાથી રીસાયેલોન હોય! બીજી વખતે પણ રેશમાની કુખે છોકરીનો જન્મ થયો. શાંતી હવે મગજનું સંતુલન ગુમાવી બેસી .શાંતિ એ રેશમાંનો હોસ્પીટલમાં જ ઉધડો લઇ લીધો. હોસ્પીટલમાંથી રજા મેળવીને જ્યારે રેશ્માને ઘરે લાવવામાં આવી ત્યારે તો જાણે રેશમાંનાં ભાગ્ય ફૂટયા.રેશમાં માંદી હતી છતાં શાંતિ એ તેની દયા ન કરી. કોઇ માનવી ન જોઈ શકે એવો ઢોરમાર શાંતીએ રેશમાંને માર્યો. રેશમાં શું કરતી ? તેને બધું જ ચૂંપચાપ સહિં લીધું.

શાંતિનું ધાતકી પણું ત્યારે ઠર્યું જયારે રેશમાંની ભૂલનાં પ્રાયશ્ચિત રૂપે તેનાં બાપે પૈસાની થેલી મોકલાવી. ત્યારે તો કલેજે ઠંડક પડી.
આજનાં દિવસે જયારે રેશ્માને પુત્ર જન્મનાં બે દિવસ પછી પણ શાંતિ વિફરેલ હતી. આ ગુસ્સાનું કારણ શાંતિને અને તેના પુત્ર વિવેક નેં વ્યાજની લાગતું હતું. વાત એમ બની કે બે દિવસ પહેલાં રેશનાંને પુત્ર જન્મયો .શાંતિને એવી આશા હતી કે રેશમાંનાં પિયર તરફથી ભેટ-સોગાદ મળશે.
એ ગરીબ બાપ પાસે એટલાં પૈસા પણ ક્યાંથી હોય કે ત શાંતિ જેવી સાસુને સંતોષી શકે.
શાંતિએ પુત્ર જન્મના દિવસે ઘરમાં કંઈ જ બફાટ ન કર્યો.પણ જ્યારે આજે પુત્ર જન્મનાં બે દિવસ પછી પણ કંઈ ભેેટ સાસરીયાં તરફથી ન આવી ત્યારે તે ઉળકી ઊઠી. તેનેં બધોજ ગુસ્સો રેશમાં પર ઉતારવા માંડ્યો. શાંતિ રેશમાંનો વાંક શોધવા માટે મથી રહી.શાંતિ માટે એક નાની ભૂલ બસ હતી રેશ્માને ઘરેથી પીયરે ધકેલવા માટે.
- અને ભૂલ થઈ. રેશમાએ દૂધને ગરમ કરવા ગેસ પર મુક્યું હતું. દૂધને ગેસ પર મૂકીને તે બીજા કામમાં પરોવાઈ ગઈ. સમય પસાર થઈ ગયો. તેને ખબર જ ન પડી કે ક્યારે દૂધ ઉભરાઈ ગયું. આટલું તો શાંતિ માટે બસ હતું.
શાંતિ એ કહ્યું," શું દૂધ મફતનું આવે છે. તરત જ તારી દિકરીઓનાં કપડાં ભરીને પીચરે ચાલી જા.એક મહિના સુધી તારું આ અપશુકનીયાળ મોઢું બાતવતી નહી."
રેંશમાં કહેતી પણ કોણે ચૂપ ચાપ તેણે સામાન પેક કરી દીધો. રાતમાં નવ વાગ્યાં હતાં છતાં નિરાધાર રેશમાંને તેની બંન્ને દિકરીઓને લઈને ઘરેથી નીકળી જવું પડ્યું. રેશમાનાં ગયા પછી ઘરની ઘંટડી વાગી શાંતિ એ મનમાં વિચાર્યું- ભીખારી ની પેટની. હજું શું બાકી રહી ગયું હશે?આટલો તો મારો જીવ લઈ લીધો. પહેલાં બે છોકરી જણી હવે છોકરો આવ્યો તેય સાવ કાળમુખો .
શાંતિ ગુસ્સાથી દરવાજા તરફ પગ પછાડતી ગયી. તેણે જોરથી દરવાજો ખોલ્યો. તેનો ગુસ્સો એક જ પળમાં શાંત પડી ગયો. બહાર તેની વહૂ નહિં પણ તેની દીકરી લોમા હતી.લોમાં પોતાની સાથે બે બેગ ભરીને સામાન લાવી હતી. તેની આંખો જોઈને જણાઈ આવતું હતું કે તે ખૂબ રડી હશે. દીકરીની આવી દશા જોઈને શાંતિ તેને ભેટી પડી. લોમાંના માથે હાથ રાખીને શાંતિએ કહ્યું, "શું થયું બેટા?"

ગુસ્સા અને રડવાના મિશ્ચિત ભાવથી લોમા એ કહ્યું, "તમારા જમાઈને ખોટું લાગી ગયું. તમે મમ્મી જે તેને ટીવી. મોકલાવ્યું હતું તે તેણે નાનું પડ્યું."
શાંતિએ લોમાની બેગ ઊંચકી લીધી. તે લોમાને ઘરમાં લઈ ગઈ અને કહ્યું," એ જમાઈની આ હિંમત. કેવો ઘાતકી? આમ અડધી રાતે કોઈ વહુને ઘરની બહાર કાઢી મૂકે. અને માંગેલું ટીવી. કેટલું મહોંગું હતું, અમારે ક્યાં અહીં પૈસાનાં ઝાડ હશે તે. આમ પણ ટીવી. નાની હોક કે મોટું દેખાવ વાનું તો સરખુંજને ."
શાંતિએ લોમાંનાં શરીર તરફ નજર કરીને કહ્યું, "કેવી તે દૂબળી થઇ ગઇ છે દિકરા. તુ ચિંતાના કર.તારે હવે એ રાવણ રાજમાં જવાની જરૂર નથી. તારાં પર જે ત્રાસ ગુજાર્યો છે એ માટે એના પર આપણે કોર્ટમાં દાવો કરીશું."