The Author AJ Maker Follow Current Read કેરેક્ટર લેસ By AJ Maker Gujarati Moral Stories Share Facebook Twitter Whatsapp Featured Books કૃતજ્ઞતા આ એ દિવસોની વાત છે જ્યારે માનવતા હજી જીવતી હતી. એક ગામમાં... નિતુ - પ્રકરણ 53 નિતુ : ૫૩ (ધ ગેમ ઇજ ઓન)નિતુને કૃતિ સાથે વાત કરવાની જરૂર લાગી... સંઘર્ષ - પ્રકરણ 13 સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા... શંકા ના વમળો ની વચ્ચે - 7 રાત્રે બરાબર ઊંઘ નહી કરી શકવાને કારણે આજે સવારે ઉઠત... નવીનનું નવીન - 6 નવીનનું નવીન (6) લીંબા કાબાના મકાનથી થોડે દુર રમણે એનું ઠોઠ... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Share કેરેક્ટર લેસ (26) 1.2k 4.4k 2 કેરેક્ટર લેસસવારે ૬વાગે અમીતાની આંખ ખુલી. પડખામાં અજીત ગાઢ ઊંઘમાં હતો. અમિતાએ વહાલથી અજીતના માથમાં આંગળીઓ ફેરવી અને પોતાનો ફોન લઈને અજીતના ગાલ પર કિસ કરતી સેલ્ફી લીધી. અજીત હજી ઊંઘમાં જ હતો. અમિતા ઉઠી, ગાઉન વ્યવસ્થિત પહેરીને બેડની જમણી બાજુના સોફા પર બેઠી અને પોતે ખેચેલી સેલ્ફી જોવા લાગી. એને મુખ ઉપર એક પ્રેમ ભર્યું સ્મિત ફરકી ગયું. અજીત અને અમિતા ૭ મહિનાથી રીલેશનમાં હતાં. ત્રણ વર્ષ પહેલાં અમિતા માટે અજીતનું માંગું આવેલું અને બે મહિના પછી સગાઇ નક્કી કરવામાં આવી. અજીત અમિતાને પ્રેમ કરતો હતો. એ અમિતા સાથેના પોતાના સંબંધ માટે ખુશ હતો. પણ અમિતા માટે એ જેલ જેવું બન્યું હતું. સગાઇના અગલા દિવસે જ અમિતા એ સગાઇ માટે ‘ના’ પાડી દીધી. અજીત અને અમિતાના ઘરવાળાને ખૂબ આંચકો લાગ્યો. અજીત અમિતાને મળ્યો ત્યારે અમિતા એ જણાવ્યું કે તેને પોતાનું ફ્યુચર બનાવવું છે, ઘણું આગળ વધવું છે, માટે લગ્ન નથી કરવા. પણ એ દલીલોના જવાબ અમિત પાસે હતાં. ત્યારે અમિતા એ ખુલાસો કર્યો કે એ અજીતને લાયક નથી. અમિતાએ પહેલાં પણ તેના બોયફ્રેન્ડ સાથે ફીઝીકલ રીલેશન રાખ્યા છે. જયારે અજીત ખૂબજ સીધો અને લોયલ હતો. અજીતાના એ ખુલાસાથી પણ અજીતનો પ્રેમ ઓછો ન થયો. પણ અમિતા એ લગ્ન માટે ‘હા’ ન પાડી અને મુંબઈ ફેશન ડીઝાઈનરનો કોર્સ કરવા ચાલી ગઈ. એક વર્ષનો કોર્ષ કરીને બે વર્ષ ત્યાં કામ કર્યું. થોડા સમયમાં અજીતના લગ્ન થઇ ગયા. અમિતા પાછી આવી ત્યારે એને લગ્ન માટે પ્રસ્તાવ આવવા લાગ્યા. અમિતા પણ હવે લગ્ન માટે તૈયાર હતી. એના સપના પ્રમાણે આજે એ એક ફેશન ડીઝાઈનર બની હતી. પણ જ્યાંથી વાત આવતી એ લોકો અમિતા માટે અજીતનો અભિપ્રાય લેતા. અજીત બધાને “મન મેડ” ન થવાનું કારણ જણાવીને વાત પૂરી કરી દેતો. પણ જયારે તેના કઝીન સાથે અમિતાની વાત આવી ત્યારે તેણે પોતાના કઝીનને અમિતાએ કીધેલું સત્ય શબ્દસહ કહ્યું. પરિણામે એ વાત સમાજમાં ફેલાઈ ગઈ અને અમિતા વિશે એ “કેરેક્ટર લેસ” છે એવી વાતો થવા લાગી. લગ્નના પ્રસ્તાવ આવતા અટકી ગયા. અમિતા એ નક્કી કરી લીધું કે એ હવે એકલી જ રહેશે. અમિતાએ માત્ર અજીત સાથે સંબંધ રાખ્યો. અજીત પણ પોતાનો જૂનો પ્રેમ સામેથી પાછો આવતા પોતાને રોકી ન શક્યો.અચાનક અજીતની આંખ ખુલી, એણે પડખું ફેરવ્યું. અમિતા સામે સોફા પર બેઠી હતી. અજીતે અમિતા સામે જોઇને સ્માઈલ કરતા “ગૂડમોર્નિંગ” કહ્યું. અમિતા, અજીતની બાજુમાં આવી અને પોતે ખેચેલી સેલ્ફી બતાવતાં કહ્યું “ગૂડમોર્નિંગ, કેરેક્ટર લેસ."* * * * *“અભિપ્રાય” સામાન્યરીતે ખૂબજ વિચારીને આપવાની બાબત છે, પણ માણસ માત્રની નબળાઈ કહો કે નબળી માનસિકતા કહો, જેના કારણે ઘણી વખત આપેલા અભિપ્રાયના કરને કોઈની જીવન, લોકોના વિચારો કે જે તે વ્યક્તિ વિશેના દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે.સત્ય કહેવું એ સારી વાત છે, પણ કઈ રીતે કહેવું, ક્યા શબ્દોમાં કહેવું અથવા બનેલું સત્ય ક્યા કારણો સર બન્યું એ જણાવવું સમજવું અને સમજાવવું ખૂબજ જરૂરી છે. આપણા કહેલા પ્રત્યેક શબ્દો સાંભળનારના માનસપટ પર કેટલી અંશે અસર કરી શકે છે એ સમજીને કહેવું જરૂરી છે.આપણી નબળી માનસિકતાનું બીજું ઉદાહરણ એ છે કે આપણે ઘણીવખત માત્ર શારીરિક સંબંધોને જ કોઈ વ્યક્તિના કેરેક્ટરનું માપદંડ બનાવી દઈએ છીએ. પણ સાચા અર્થમાં કોઈ સાથે શારીરિક સંબંધો બાંધનાર વ્યક્તિ કેરેક્ટર લેસ છે? પોતાનું સત્ય સામેના વ્યક્તિને જણાવનાર કેરેક્ટર લેસ છે? કે પછી પરિણીત કે કમીટેડ હોવા છતાં પોતાના પાર્ટનરને છેતરીને બીજા સાથે સંબંધ બાંધનાર કેરેક્ટરલેસ છે?થોડીવાર માટે શારીરિક સંબંધો ને એકબાજુ મૂકી દઈએ, કોઈની ફીઝીકલનીડ્સ ને થોડીવાર માટે અવગણીએ, દરેકની સ્વતંત્ર વિચારધારાઓ છે, દરેકની પોતાની પ્રાયોરીટીઝ છે, જરૂરિયાત છે. એ સિવાય ઘણી એવી બાબતો છે જે કોઈના કેરેક્ટરને માપવા માટે ચકાસવી, વિચારવી અને સ્વીકારવી જરૂરી છે, શું એક વખત કોઈ વ્યક્તિના અન્ય પાસાઓ ને ન જોઈ શકીએ? તેની બીજી ખાસિયતો કે ખામીઓ ન જાણી શકીએ?પશ્ચિમી સંસ્કૃતિનું ભલે આંધળું અનુકરણ ન કરીએ, ત્યાંની જેમ લીવ-ઇન માં રહેવાનું ન સ્વીકારીએ, (જો કે વર્તમાન સમયમાં ભારતમાં પણ લીવ-ઇનમાં લોકો રહે છે અને સુખી પણ હોય છે), પણ એક વાત એમનાથી શીખવા જેવી અને અનુસરવા જેવી છે કે એ લોકો માત્ર શારીરિક સંબંધને માપદંડ નથી માનતા. એમની દૃષ્ટિએ સેક્સ એ જરૂરિયાત છે, એન્જોયમેન્ટ છે, રીફ્રેશ્મેન્ટ છે, એથી વધુ કંઈ નથી. આપણે ભલે 100% એમના જેવા ન થઈએ પણ એમની સંસ્કૃતીમાની સારી બાબતોને ગ્રહણ ન કરી શકીએ?આપણે પણ વ્યક્તિને તેના વ્યક્તિત્વથી ઓળખતા થઈએ તો?કોઈને એ જેમ છે તેમ જેવો છે એવો સ્વીકારીએ તો?માત્ર નેગેટીવ બાબતો નહિ પણ સાથે તેની પોઝીટીવ શૈલીને અપનાવતા થઇ એ તો?જીવન બદલતા વાર લાગશે, પણ કોઈ વિષે અભિપ્રાય આપવાની આપણી સમજ, કેરેક્ટરના માપદંડ અને વ્યક્તિને ઓળખવાની, સમજવાની સાચી પદ્ધતિ જરૂર આવડી જશે.એક વખત વિચાર જરૂર કરજો. By - A.J. Maker Download Our App