Lokdown ma vanchvalayak uttam pustako in Gujarati Book Reviews by Jatin.R.patel books and stories PDF | લોકડાઉનમાં વાંચવાલાયક ઉત્તમ પુસ્તકો

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

લોકડાઉનમાં વાંચવાલાયક ઉત્તમ પુસ્તકો

લોકડાઉનમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ શું કરી શકાય?

જવાબ છે ઉત્તમમાં ઉત્તમ વાંચન.

જ્યારે દુનિયા કોરોના મહામારી સામે ટક્કર લઈ રહી છે ત્યારે ભારત સરકાર દ્વારા પહેલાં 21 દિવસ અને ત્યારબાદ 19 દિવસનાં ફરજીયાત લોકડાઉનનો અમલ કરવાનું નક્કી કર્યું. હવે દરેક વ્યક્તિ માટે આ કપરો સમય જ છે પણ હવે આવો સમય આવી જ ગયો છે તો આ સમયનો સદુપયોગ કેમ કરવો એ વિશે મનોમંથન અવશ્ય કરવું જોઈએ.

મેં લોકડાઉન દરમિયાન નક્કી કર્યું કે હું ૨૫થી વધુ ઉત્તમ પુસ્તકોનું વાંચન કરીશ જેમાંથી મોટાભાગની ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલી હશે. તો નીચે એવાં ઉત્તમ પુસ્તકો અથવા પુસ્તકોની સિરીઝ જે મેં હમણાં વાંચી છે એ વિશે માહિતી આપું.

(1)શિવા ટ્રાયોલોજી
લેખક:- અમિશ ત્રિપાઠી

મેલુહાના અમર્ત્યો, નાગવંશનું રહસ્ય અને વાયુપુત્રોનાં શપથ એમ ત્રણ બુકની સિરીઝ ધરાવતી આ ટ્રાયોલોજી ભારતીય માયથોલોજીકલ ફિક્શન લખતાં લોકો માટે એક મીલનો પથ્થર સાબિત થઈ. જે રીતે અમિશ ત્રિપાઠીએ શિવ નામક નાયક અને નવલકથાનાં અન્ય પાત્રોનું પૌરાણિક દ્રષ્ટિકોણ સાથે આલેખન કર્યું છે એ માટે વખાણ કરો એટલાં ઓછાં છે.

ઉત્તમ કક્ષાનું તત્વચિંતન, પાત્ર અને સ્થળોનું રસપ્રદ વિવરણ, રસાળ શૈલીનું લખાણ, જકડી રાખતો સ્ક્રીનપ્લે અને પૌરાણિક તથ્યો આ બધું મળીને એક એવી નવલકથાની સિરીઝ તૈયાર થઈ જે તમને ભારતીય હોવાં પર ગર્વ મહેસુસ કરાવશે.

મોટાભાગનાં વાંચકોએ આ નવલકથા વાંચી જ હશે. જો શિવભક્ત હોવ તો આ પુસ્તક ફક્ત તમારાં જ માટે છે. તો સમય મળે અચૂક આ પુસ્તકો એકવાર અવશ્ય વાંચજો.

(2) હડપ્પા ટ્રાયોલોજી
લેખક:- વિનીત બાજપેયી

અત્યારે હિંદુ માયથોલોજીકલ ફિક્શનનો એક સુવર્ણ યુગ ચાલી રહ્યો એમ કહીએ તો ખોટું ના કહેવાય. આ લેખનમાં એક નવો સુપરસ્ટાર જો કોઈ આવ્યો હોય તો એનું નામ છે વિનીત બાજપેયી અને એની પ્રથમ સુપરહિટ સિરિઝનું નામ છે હડપ્પા ટ્રાયોલોજી.

શું ઉત્તર ભારતમાં વસતાં લોકો બહારથી આવેલાં આર્યો છે? આપણાં ઋષિમુનિઓ આટલાં સમૃદ્ધ હતાં તો આપણે પશ્ચિમી દેશો કરતાં આપણે અત્યારે ટેકનોલોજીમાં પાછળ કેમ? હિંદુ ધર્મ કેમ ફક્ત ભારત પૂરતો સીમિત રહી ગયો? આ દરેક પ્રશ્નોનાં જવાબની સાથે એક ઉત્તમ કક્ષાનું સસ્પેન્સ પીરસતી આ ટ્રાયોલોજી 'આઉટ ઓફ બોક્સ' લેખન છે.

જે રીતે વિનિત બાજપેયી દ્વારા પ્રાચીન ભારતીય સભ્યો સાથે જોડાયેલી માહિતીઓનું પૃથક્કરણ કરવામાં આવ્યું છે એ બેમિસાલ છે. નવલકથાનાં મુખ્ય પાત્રો જાણે આંખો સમક્ષ હોય એવો તમને આ નવલકથા વાંચતી વખતે સતત અનુભવ થતો રહેશે. જો તમને ભારતીય સભ્યતાનાં ભવ્ય વારસાને જાણવો હોય અને અત્યાર સુધી હિંદુઓને કઇ રીતે સત્ય છુપાવાયું છે એનું સાબિતી સાથે આ ત્રણેય નવલકથામાં ચિત્રણ કરાવાયું છે.

તો પછી રાહ જોવો છો એક ભવ્ય વારસાને ઉજાગર કરતી માયથોલોજીકલ સસ્પેન્સ ફિક્શન નવલકથા વાંચી લો.

(3) કૃષ્ણ યુગ
લેખક:- અશ્વિન સાંધી

ધ રોઝાબેલ લાઈન અને ચાણક્ય ચેન્ટ થકી પોતાનાં લેખનની હથોટી મનાવનાર લેખક અશ્વિન સાંધીની આ રચના તમને એક જ બેઠકે વાંચવી જ રહી.

એક સિરિયલ કિલર જે દરેક હત્યાઓને અંજામ આપતી વખતે એવાં કલુ મૂકે છે જેનો સંબંધ ભગવાન કૃષ્ણનાં દસમા અવતાર કલ્કિ જોડે છે. પોલીસ અને ખૂની વચ્ચેની ઉંદર-બિલ્લીની ચેઝ વચ્ચે પ્રાચીન એવાં તથ્યો તમારી સમક્ષ આવતાં જશે જે તમને આંચકા ઉપર આંચકા આપવાનું કાર્ય કરશે.

વાંચકોને સમજાય એ હેતુથી દરેક પઝલ, રહસ્યમયી લખાણ અને સ્થળોને ચિત્ર થકી નવલકથામાં દર્શાવાયું છે. આ નવલકથા કૃષ્ણને ભગવાન સિદ્ધ કરવાનું ભગીરથ કાર્ય કરવાની સાથે એવાં લોકોનાં ગાલ ઉપર જોરદાર તમાચો છે જેમનાં મતે હિંદુ સંસ્કૃતિ તુચ્છ કક્ષાની છે.

આ એક એવી નવલકથા છે જે તમારાં માનસપટલ પર એક ઉંડી છાપ છોડવામાં સફળ થાય છે.

જો તમને માયથોલોજીકલ ફિક્શન વાંચવાનું પસંદ હોય તો હું આ દિશામાં અત્યારે પ્રયત્નશીલ છું અને એક માયથોલોજીકલ ટ્રાયોલોજી લખી રહ્યો છું. જેનું પ્રથમ સંસ્કરણ રુદ્રની પ્રેમકહાની રૂપે માતૃભારતી એપ્લિકેશન પર ઉપલબ્ધ છે. તો અવશ્ય વાંચો એવી વિનંતી.
-જતીન.આર.પટેલ (શિવાય)