Hu raahi tu raah mari - 39 in Gujarati Love Stories by Radhika patel books and stories PDF | હું રાહી તું રાહ મારી.. - 39

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

હું રાહી તું રાહ મારી.. - 39

સમય જાણે થંભી ગયો હતો.શિવમ હકીકત જાણવા પણ માંગતો હતો છતાં કઈક તેને રોકી રહ્યું હતું.પણ હવે આ જ સમય હતો જેનો તેને ખૂબ ચીવટપૂર્વક સામનો કરવાનો હતો.
શિવમે રાહી સામે જોયું.રાહીએ શિવમ સામે જોઈ આંખથી જ મંજૂરી આપી વાત આગળ ચલાવવા કહ્યું.દિવ્યાબહેનની આંખોમાં આંશું હતા.ચેતનભાઈનું માથું ફર્શ પર નમેલું હતું.કદાચ તે ફરી આ વાતનો સામનો કરવાની હિંમત જ ન હોય તેમ જતાવી રહ્યા હતા.આખા વાતાવરણમાં મૌન હતું. શિવમે હેમ માં ને વાત આગળ વધારવા કહ્યું.ત્યારે ચેતનભાઈ શિવમ પાસે આવ્યા.
“શિવમ બેટા હવે આગળની વાત હું અને તારા મમ્મી તને કહીશું.કારણ કે આ હકીકત અમારા બંનેથી વધારે કોઈ જાણતું નથી.
“ દિવસે ને દિવસે મને તારા પ્રત્યે પ્રેમ થવા લાગ્યો.એક નવી લાગણી જન્મી હતી.મારા જીવનમાં તારું આવવું મને ખૂબ જ સફળ લાગવા લાગ્યું.તારા આવ્યા પછી મારી અને દિવ્યાની માનસીક સ્થિતિ તો સુધરી પણ બિસનેસમાં પણ હું સફળ થવા લાગ્યો.દરેક વખતે હું આવતો ત્યારે તારા માટે કઈક મારી અને દિવ્યાની યાદી રૂપે લાવતો.જેથી જ્યારે તું મોટો થાય ત્યારે તને અહેસાસ થાય કે અમારા બંને માટે તું કેટલો ‘ખાસ’ છો.
શાંતિભાભી ઘણી વખત કહેતા કે, “ આટલી બધી ચીજ-વસ્તુની શું જરૂર છે? હજુ તો શિવમ કઈ બોલતા કે સમજતા નથી શીખો તો પણ..”
...પણ અમને આ બધુ ગમતું.
એક દિવસ હું આવ્યો ત્યારે શિવરાજ બહારથી આવ્યો હતો.હું તને હાથમાં લઈને રમાડતો હતો.તેણે અચાનક આવીને મારા હાથમાથી તને જુંટવી લીધો.મને થોડું વિચિત્ર લાગ્યું.પણ પછી થયું કે શિવરાજ થાકેલો હશે માટે કદાચ અજાણતા જ આમ થઈ ગયું હશે!!
ચાર દિવસ પછી ફરી હું ગયો ત્યારે ત્યાં શિવરાજ હાજર હતો પણ મારી સાથે સરખી વાત પણ ન કરી.મને લાગ્યું કે કોઈ વાતથી પરેશાન હશે..કોઈ જગ્યાએથી વ્યાજ નહીં આવવાના કારણે કદાચ!! મે પૂછવાની કોશિશ કરી પણ તેણે કઈ જ ન જણાવ્યુ.
દિવસે ને દિવસે શિવરાજનું મારી સાથેનું વર્તન ખરાબ થતું જતું હતું.એક દિવસ તો તેણે મને કહી દીધું કે વારે વારે હું તેના ઘરે ન આવું.
મને તેના આવા વર્તનની જરા પણ આશા નહોતી.હું એકદમ હેબતાય ગયો.મે કીધું પણ કે હું શિવમને જોવા માટે આવું છું.ત્યારે તેણે મને શિવમથી થોડું દૂર રહેવા કહ્યું.
શિવરાજની આ વાતથી મને ખૂબ જ દુખ થયું હતું.હું સીધો હરેશના ઘરે ચાલ્યો ગયો.મે હરેશને બધી વાત કરી.ત્યારે પણ “બા” એ જ મને સમજાવ્યો હતો કે ‘બેટા આ શહેર નથી.આ ગામડું છે.અહિયાં લોકો અંધવિશ્વાશું વધારે હોય છે.બાળક પર નજર લાગી જાય આવી અફવા લોકોના મગજ પર અસર કરે.માટે શિવરાજને પણ કોઈએ કઇં જણાવ્યુ હોય ને તે પરેશાન થઈને આમ વર્તતો હોય.’
બા ની વાત ત્યારે સાંભળી મે મારા મનને થોડું મનાવવાની કોશિશ કરી પણ શિવરાજના વર્તનથી મને ખૂબ જ આઘાત લાગ્યો હતો.માટે મે શિવમને મળવાનું ઓછું કરી દીધું.દિવ્યા મને કહેતી શિવમ પાસે જવાનું પણ ‘વધારે કામ હતું’ વાળું બહાનું કરી ન જઈ શક્યો તેમ થોડો સમય જણાવતો.પછી એક દિવસ શિવમની ખૂબ યાદ આવતા મે દિવ્યાને હકીકત જણાવી.”ચેતનભાઈ.
“ત્યારે હું તારા પપ્પાને તારા પાસે લઈ આવી.મે વિચાર્યું કે ચેતનને શિવરાજભાઈ કઈ પણ કહી શકે પણ હું હોઈશ ત્યારે તો કઈ નહીં કહે.હું પણ તને ઘણા દિવસથી મળી નહોતી.મારૂ મન પણ ક્યાય નહોતું લાગતું.અમે સીધા મોરબી પહોંચી ગયા.
ત્યાં શાંતિભાભી તને ઘરની અંદર બનાવેલા નાનકડા બગીચામાં રમાડી રહ્યા હતા.હું અને ચેતન સીધા ત્યાં આવ્યા.અમને જોઈને શાંતિભાભી ખુશ થઈ ગયા.તે મને ગળે મળીને કહ્યું, “દિવ્યા કેમ હમણાં શિવમને રમાડવા આવતી નથી?ક્યાક તું પણ તો શિવમ સાથે રમવાવાળું કોઈ લાવવાની નથી ને?”
આ સાંભળી હું થોડી નિરાશ થઈ ગઈ.શાંતિભાભીને લાગ્યું કે પોતે ખોટા સમયે કઈક બોલી ગયા.માટે તેણે શિવમને મારા હાથમાં દીધો અને બોલ્યા, ‘લે આ રાખ તારા દીકરાને ક્યારનો મને પરેશાન કરે છે.’ મને ક્યાં ખબર હતી કે તેમની આ વાત હંમેશને માટે સાચી થવાની હતી. અમે બધા શિવમને સાથે બેસીને રમાડવા લાગ્યા.હું શિવમ માટે જે રમકડાં અને કપડાં લાવી હતી તેની સાથે ચેતન શિવમ સાથે મારા અને શાંતિભાભીના ફોટા ખેચવા લાગ્યા.
ભાભી શિવમ હમણાં એક વર્ષનો થઈ જશે.હું વિચારું છું કે શિવમના બધા ફોટા એકઠા કરી એક ‘કોલાજ’ બનાવું. પછી તેની ‘બર્થ ડે’ પાર્ટીમાં આપણે તેનાથી સજાવટ કરી શકીએ.આમ પણ તે પછી જીવનભર તેને સાચવી પણ શકીએ.શિવમના જીવનના દરેક વર્ષેના જન્મદિવસના ફોટા તેમાં લગાવી શકીએ.”દિવ્યા.
“ખૂબ સરસ વિચાર છે દિવ્યા.મારે પણ શિવમ માટે આવું કઈક કરવું હતું પણ હું આલ્બમ બનાવવાના વિચારમાં હતી પણ તારો વિચાર વધારે સારો છે.કોલાજ તો કોઈ દીવાલ પર પણ લગાવી શકીએ.દરરોજ સામે સારી યાદો જોવાથી મન પ્રસન્ન રહે.આપણે આમ જ કરીશું.”શાંતીભાભી.
************************
“થોડીવારમા શિવમ રડવા લાગ્યો.આથી શાંતીભાભીએ કીધું કે કદાચ તું ભૂખ્યો થયો છે.તને ત્યારે ઘરનું ગાયનું દૂધ પીવડાવતા.ભાભી તારા માટે દૂધ લેવા ઘરમાં જતાં હતા ત્યાં મે કીધું કે , ‘ ભાભી તમે બેસો અને શિવમ સાથે તમારા પણ એકલાના ફોટા પડાવી લો.ભાઈ આવશે ત્યારે તમારા ત્રણેયના સાથે ફોટા લઈ લઈશું.’ આમ કહી હું ઘરની અંદર તારા માટે દૂધ લેવા ગઈ.મને આવતા થોડો સમય લાગી ગયો.ત્યાં જ શિવરાજભાઈ ભાભી સાથે શિવમના ફોટા લેતા ચેતનને જોઈ ગયા.તેમને લાગ્યું કે ચેતન ફરીથી શિવમ પાસે આવી ગયા.તે ગુસ્સામાં લાગતા હતા.
“તને કેટલી વખત મારે ‘ના’ કહેવી અહી આવવા માટે? પણ હવે મને ખબર પડી કે પોતાના દીકરાથી કોઈ કેટલા દિવસ દૂર રહી શકે?રઘો કહેતો હતો તે સાચું જ છે.તું જ છો ને શિવમનો બાપ?માટે જ તો તું આમ દર ત્રણ-ચાર દિવસે રોજ અહિયાં આવી ને ઊભો હોય છે.”શિવરાજભાઈ.
“આ તમે શું બોલો છો?મે તમને કીધું તો ખરા કે ચેતનભાઈ અને દિવ્યાને કોઈ સંતાન નથી માટે તેને શિવમ માટે આટલી લાગણી છે. બાકી તમે સમજો છો તેવું કઈ જ નથી.”શાંતી.
“શું વાત છે શિવરાજભાઈ ?કેમ તમે આવું બોલો છો?તમારા મનમાં જે વાત હોય તે કહો માટે તમારી શંકાનું સમાધાન અત્યારે જ થઈ જાય.”ચેતનભાઈ.
“ના તેમના મનમાં કઈ વાત નથી ચેતનભાઈ. બસ હવે અહી જ વાત પૂરી કરી દો.”શાંતી.
“વાત તો હવે ત્યારે પૂરી થશે જ્યારે તમે બંને તમારો ગુનો સ્વીકાર કરશો.”શિવરાજભાઈ.
“ગુનો? કયો ગુનો?”ચેતનભાઈ.
“તે જ કે તારા અને શાંતીના ખરાબ સંબંધો છે અને શિવમ તમારા સંબંધોનું પરિણામ છે.બોલ કેમ કર્યું તે આવું?કેટલો વિશ્વાશ કર્યો હતો મે તારા પર.પણ મને નહોતી ખબર કે તું મારી પીઠ પાછળ આવું કામ કરીશ.”શિવરાજભાઈ.
“આ તું શું બોલી રહ્યો છે?તને કઈ ભાન છે?હું અને ભાભી..? આવું તને કોણે કહ્યું? તું આવી વાત કેમ કરી શકે?શું સાબિતી છે તારી પાસે આ વાતની?”ચેતનભાઈ.
“પહેલા મને લાગતું કે તારે બાળક નથી માટે તું શિવમની આટલી પરવાહ કરે છે.શરૂઆતમાં તું તારી પત્ની સાથે શિવમ પાસે આવતો.પણ ધીમે ધીમે તું એકલો આવવા લાગ્યો અને પછી તારું આવવાનું વધવા લાગ્યું.દર ત્રીજા દિવસે તું અહિયાં હાજર હોય.શિવમના અને શાંતીના ફોટા ખેંચે.શિવમ માટે અવનવી વસ્તુઓ લાવે.આ થી મોટી કઈ સાબિતી હોય શકે?”શિવરાજ.
“પણ આ વાતનો મતલબ તે તો નથી કે મારા અને ભાભી વચ્ચે..છી...તું આવું વિચારી પણ કેમ શકે?”ચેતનભાઈની આંખોમાં આંશું આવી ગયા.
“ચેતનભાઈ હું તમને કહેતી હતી ને કે આ વાત અહી જ પૂરી કરો.આ જ વાતને લઈને તો અમારા વચ્ચે ઘણા સમયથી માથાકૂટ ચાલે છે.”શાંતીભાભી રડતાં અંદરની તરફ જતાં રહ્યા.
**********************
દિવ્યાબહેન બધી એક પછી એક વાત શિવમને જણાવતા હતા.
“હું ત્યાં ઉંબરમાં જ ઊભી આ વાતો સાંભળી રહી હતી.મને આ વાત સાંભળી ખૂબ જટ્કો લાગ્યો હતો.શાંતીભાભી મારી તરફ આવી રહ્યા હતા.તેમણે મને કહ્યું, ‘દિવ્યા શિવમનું ધ્યાન રાખજે.’ આમ કહી તેઓ રડતાં રડતાં અંદર જતાં રહ્યા.
હું બહારની બાજુએ ગઈ અને રડતાં શિવમને હાથમાં લઈ તેને દૂધ પીવડાવ્યું.શિવમે રડવાનું થોડું ઓછું કર્યું. પછી મે શિવરાજભાઈને બધી વાત જણાવી.કે ચેતનને હું જ અહી મોકલતી.અમારી વચ્ચે ખૂબ જ માથાખૂટ ચાલતી રહી હતી.ત્યાં જ શિવમનું રડવાનું વધી ગયું.હું શિવમને લઈને શાંતીભાભી પાસે ગઈ.કદાચ તેમની પાસે જવાથી શિવમ ચૂપ થઈ જાય!! પણ...અંદર જતાં જ મે જે નજારો જોયો તેને જોઈ મારાથી ચીસ નખાઈ ગઈ.
શાંતીભાભીએ ગળાફાંશો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. બેટા શિવમ તારા મમ્મીની જ વાત કરું છું.તું સાવ જ નાનો હતો ત્યારે મારા હાથમાં તારા મમ્મી તને રડતો છોડી હંમેશા માટે આ દુનિયા છોડી જતાં રહ્યા હતા.
તેમના હાથમાં એક ચિઠ્ઠી હતી.જેમાં મને અને ચેતનને સંબોધીને લખ્યું હતું,
સૌ પહેલા બેટા શિવમ હું તારી માફી માંગુ છું.તને આ ઉંમરમાં આમ છોડીને જાઉં છું.બેટા હું ખૂબ જ મજબૂર છું.પણ તને એવા હાથમાં સોંપીને જાઉં છું જે તને સગા દીકરા કરતાં પણ વધારે વહાલ પ્રેમથી ઉછેરશે.
ચેતનભાઈ-દિવ્યા હું તમારા બંને પર ખૂબ વિશ્વાશ કરું છું.મહેરબાની કરીને મારા દીકરાની જિંદગી બચાવી લો.અત્યારે હું રોજ થોડા સમયથી શિવરાજના મોઢે ન સાંભળવાના વેણ સાંભળું છું.તેને મારા અને ચેતનભાઈના આડા સંબંધો લગતા હતા.આવું કઈ જ નથી તે વાત હું તેમને સમજાવીને થાકી ગઈ છું.તમે લોકો મે આત્મહત્યા કરી છે તે વાત બહાર જાહેર ન કરતાં. નહીં તો પૉલિશ કેશ થશે.શિવરાજ પાસેથી શિવમ લઈ જવો મુશ્કેલ બનશે.આમ પણ શિવરાજ શિવમને પોતાનો દીકરો માનતો નથી તો તમે મહેરબાની કરીને મારા દીકરાને સાચવી લેજો.શિવમ આજથી તમારો દીકરો થયો.ચેતનભાઈ શિવમને તમારું તમારા પરિવારનું નામ આપી દેજો.શિવરાજ તો શિવમને પોતાનો દીકરો માનતો નથી અને મે એક કાગળ રાખ્યો છે જેમાં મારા સહી છે કે મને કેંસરની બીમારી હોવાથી શિવમને હું તમને આપું છું.”
બસ આ કાગળ અને તને બંનેને લઈ ત્યારે અમે સુરત આવી ગયા.બેટા આ જ છે તારા જીવનનું રહસ્ય જે તું જાણવા માંગતો હતો.”દિવ્યાબહેન.
“મમ્મી મારો એક સવાલ છે પૂછું?”શિવમ.
************************************
આભાર વાંચકો, તમે મારી વાર્તાને ખૂબ સારો પ્રતિસાદ આપ્યો.ઘણા લોકોના મેસેજ આવ્યા અને મારા લેખનને સારું ગણાવી આગળ લખવા પ્રેરિત કરી.દરેક વાંચકોનો ખૂબ જ આભાર..