આપણે બધા સવાર માં ઉઠીયે છીએ. મસ્ત માજા ની ઊંઘ આપણ ને છોડતી નથી ને આપણે પથારી - બેડ છોડવા તૈયાર નથી થતા. જાણે કે હોડ ચાલતી હોય કોણ એકબીજા ને છોડે. મન ઊંઘ કરવા નું કહે છે અને મગજ ઉઠીને રોજ મુજબ કામ પાર લાગવા નુ કહે છે. અને જો એ ન ચાલુ થાય તો શુશુ થશે તેના વિચારે ચડે છે. એટલા માં મન ઊંઘ ના પ્રેમ માં એક ડૂબકી મારી જ લે છે. આમ મન અને મગજ વચ્ચે નું યુદ્ધ આપણે પથારી માં હોય ત્યાર થી જ ચાલુ થઇ જાય છે. અને રાત્રે પાછું આજ પથારી માં પૂરું પણ થાય છે. સવારે મગજ જીતે છે તો રાત્રે મન નું પલડું ભારે હોય છે સવારે મગજ નું પલડું તેની જવાબદારી ઓ ને લીધે ભારે હોય છે તો તે જ જવાબદારી નિભાવવા ની ફલશ્રુતિ - થાક મન નું પલડુ ભારે બનાવે છે. અને આમ જ આ પ્રક્રિયા ચાલતી રહે છે. કયારેક મનુષ્ય મન ને તાબે થાય છે તો કયારેક મગજ ને તાબે, તે પોતે શુ કરે છે તે ખુદ ને જ નથી સમજાતું. મન અને મગજ વચ્ચે કઠપૂતળી થયેલ મન ને ખબર જ નથી કે એ કયારે શુ કરી રહ્યો છે અને શુ કરવું જોઈએ. આમ જોવા જઇયે તો એને ખબર હોય પણ કયાથી, તે તો ફક્ત સવાર માં ઉઠે છે જાગતો નથી. જે મશીન નો અવાજ સાંભળી ને તે ઉઠે છે તે મશીન જ પોતે નિર્જીવ છે. તો એક નિર્જીવ વસ્તુ બીજા ને કેવી રીતે જીવંત ચેતના આપી શકે. મશીને તો પોતાના સેટિંગ પ્રમાણે અવાજ કરી ને પોતાની જવાબદારી પૂર્ણ કરી તો માણસ પણ પોતાની જવાબદારી ને જ યાદ કરી ને ઉઠશે અને એક મશીન ની જેમ દિવસ ભર પોતે જવાબદારી નિભાવશે.
માણસ આખો દિવસ મશીન ની જેમ જવાબદારી ઓ નિભાવે છે. મશીન માં જેમ સેટિંગ કરવા માં આવે તેવા કામ આપે છે તેવી રીતે માણસ મા પણ “Priority based Responsibility” નું સેટિંગ કરેલું હોય તેવું લાગે છે. આમ આખો દિવસ મહેનત કરતો રહે છે ત્યારે પ્રશ્ન થાય કે શુ આપણે સાચી મેહનત કરીયે છીએ, સાચી દિશા માં પ્રત્યનશીલ છીએ?
આજે બધા જ કામ પૈસા કમાવવા માટે ના હોય છે. ત્યારે પ્રશ્ન થાય કે શુ માત્ર પૈસા કમાવવા જ આપણી જવાબદારી છે? અને જયારે આ પ્રશ્ન નો જવાબ આંખો બંધ કરી અંતર નો અવાજ સાંભળીયે ત્યારે મળે કે “ના”. ફરીથી મગજ ના ચક્રો ગતિમાન થાય અને પ્રશ્ન કરે તો સાચી જવાબદારી શુ? ત્યારે જવાબ મળે મારી કુટુંબ માટે ની જવાબદારી, સમાજ માટે ની જવાબદારી, રાષ્ટ્ર માટે ની, સંસ્કૃતિ માટે ની જવાબદારી.
આટલા બધા જવાબ મળતા ચંચળ મન ભાગવા નો પ્રયાસ કરે છે. કુટુંબ ની જવાબદારી માં કહે છે આપણે હજુ નાના છીએ ને જો કુટુંબ માં મોટા હશે તો કેશે કે હવે ઘર માં બધા સમજણા થઇ ગયા છે. સમાજ ની જવાબદારી માં કહેશે આપણે તો નાના માણસ કહેવાય મોટા માથા ઓ પડ્યા છે આપણે શુ ચિંતા. જે રાષ્ટ્ર માં તે મોટો થયો છે તે રાષ્ટ્ર ની જવાબદારી નિભાવવા મા તે કહેશે બધા ટેક્સ આપે જ છે આપણ એકના થી શુ ફેર પાડવા નો અને આવી જ રીતે સંસ્કૃતિક જવાબદારી પણ માત્ર કર્મ કાંડ કરી ને જ પુરી કરે છે.
આ બધી જવાબદારીઓ ને માટે તે કહેશે પૈસા કમાવો તો બધું થશે. પણ જયારે મગજ ના વિચારો ને કાબુ માં કરી ને વિચારશે તો ખબર પડશે કે સાચી મૂડી શુ છે. અને આની સામે પૈસા - રૂપિયા ની વૅલ્યુ કેટલી છે.
આ રીતે માણસ વિચારશે ત્યારે એ જાગ્યો કહેવાશે નહી તો ઉઠે તો દરરોજ છે, પણ જરૂર છે માત્ર જાગવા ની. જો જાગશે તો જ ભાગશે. આપણા સુભાષિતો માં પણ “चराती चरतो भग:” - ચાલતા નું ભાગ્ય ચાલતુ રહે છે. એવું કહ્યું છે.
જો આ પૈસા ના રૂપિયા અને રૂપિયા ના ડોલર કરવા ના લાલચી ચક્ર માંથી બહાર આવશે તો જ ઉઠવા થી જાગવા સુધી ની સફર ખેડી શકશે નહિ તો મગજ ની મહત્વકાંક્ષા મા મન થી હારેલો માણસ મશીન ખરીદી ને ઉઠી તો જશે પણ જાગી ને ભાગી નહિ શકે.