Partner selection - Traditional way in Gujarati Moral Stories by આનંદ જી. books and stories PDF | પાત્ર-પસંદગી - Traditional way

Featured Books
Categories
Share

પાત્ર-પસંદગી - Traditional way

નવ્યા પણ એને સમજે એવો પ્રેમાળ, દેખાવડો અને આધુનિક મિજાજી પાર્ટનર ઈચ્છતી હતી. હમણાં જોવાનું ચાલુ કરીએ એટલે ૧-૨ વર્ષમાં મેળ પડે એમ કરીને નવ્યાને માંડ તૈયાર કરી. Traditionally શરૂઆત થાય એમ પરિવારની નજીક ના કુટુંબો-વર્તુળમાં મુરતિયા જોવાયા અને દેવર્ષ પર બધાની નજરો ઠરી. નવ્યાની તોલે આવે એવો અને પરિવારનો જુનો પરિચય એટલે વાત ૫૦% તો ત્યાં જ ફાઈનલ થઇ ગઈ. Classic એક કલાકની મુલાકાત માં કોણ-જાણે શું વાતો થઇ અને અઠવાડિયામાં જ જવાબ માંગવામાં આવ્યો. નવ્યાના ઘરમાં ચર્ચા એ રીતે થઇ કે છોકરામાં શું ખૂટે છે તને? નહી કે તને કેવો લાગ્યો? ઘરમાં બધાના અતિ ઉત્સાહના લીધે નવ્યા પાસે ના પાડવાનું કોઈ કારણ જ ના બચ્યું અને આમ એના હા પાડ્યા વગર જ "હા" પડી ગઈ.

ગંભીરતા =========
Life-partner ની પસંદગી ભલે ઘણીવાર માત્ર અમુક દિવસો કે અઠવાડિયાઓ જ લેતી હોય પરંતુ એ પસંદ કરેલું- નક્કી કરેલું કે પછી માં-બાપ અને પરિવાર દ્વારા નક્કી કરાયેલું પાત્ર લગભગ બધી બાબતોમાં "partner" બની જાય છે. ભલેને પરિવારના બધા ભેગા મળીને તમારો સાથી પસંદ કરે પરંતુ એ હકીકત પાછળથી સમજાય કે બધાય સમય સાથે પોતપોતાની જિંદગીના ગૂંથાઈ જાય અને તમારો તમારો જીવનસાથી જ તમારી મોટાભાગની પરિસ્થિતિઓમાં સાચો પાર્ટનર બની રહેશે. Be it your શોપિંગ-મૂવી-પાર્ટી-ગપસપ પાર્ટનર અને ultimately રૂમ પાર્ટનર. શું આ બાબત જાણવા છતાં એમેઝોન પરથી online order કરતા હોઈએ એ રીતે થોડા reviews ના આધારે પાત્ર-પસંદગી કરવી યોગ્ય ખરી?

પરિસ્થિતિ ========

આટલી ગંભીર બાબતને ઘણીવાર ઉતાવળના લીધે અને ઓળખાણ પર અતિશય ભરોસો કરીને કહેવાતા વડીલો ચા ની ચુસ્કીઓ પર નક્કી કરી નાખે છે. આવી રીતે માત્ર પારિવારિક પાસાને ધ્યાનમાં રાખીને ગોઠવવામાં આવતા સંબંધો શરૂઆતમાં બહુજ પવિત્ર અને પરફેક્ટ લાગે. આમાં પણ જો સંબંધ જો કોઈની ખુશી માટે કે પછી માન જાળવવા કરાયો હોય તો લગ્ન બાદ પસ્તાવાનો જ વારો આવે કારણ કે એક છત નીચે તમારે એકલાએ જ નવા પાત્રને પાળવાનું હોય. વડીલો ઘણીવાર પોતાના માં-બાપ દ્વારા નકકી કરાયેલા લગ્નોના સફળતાની વાતો કરતા હોય છે પરંતુ મોટાભાગે આવા લગ્નો એક અથવા બંને પક્ષે ભરોભર અસંતોષ અને સેક્રિફાઈસ થી ભરેલા હોય છે.

જો બે વ્યક્તિઓનો એ સંબંધ છે તો પછી વહુ-જમાઈ-સાસુ -સસરા જેવા સંબંધો રચાય છે એ હકીકત હાજી લોકોને સ્વીકાર્ય નથી થતી. માત્ર સામાજિક કે પારિવારિક દબાણથી-કંટાળીને કે મજબૂરીથી હા પાડવામાં આવતા સંબંધો ચાલે તો ચાંદ તક વરના રાત તક જેવા હોય છે.

ઉકેલ ===========

માત્ર પતિ-પત્ની જ નહિ પણ દુનિયાનો કોઈ પણ સંબંધ પરસ્પરની ભાવનાઓ અને આદર પાર ટકેલો હોય અને બરોબર આ જ બાબતમાં મોટાભાગના અસફળ એરેન્જ્ડ લગ્નો માત ખાઈ જાય છે. હાજી એકબીજા પ્રત્યે પૂરતું આકર્ષણ-લાગણી-આદર-પ્રેમ ઉદભવે એ પહેલા જ ઘર અને જવાબદારીઓ ચર્ચાવા લાગે તો એકબીજાને જાણવા-સમજવાનો ગોલ્ડન મોકો ચુકી જવાય અને આખી જિંદગી ભાર આ પ્રેમ વિનાની ગાડી પાર સવારી કરવા જેવું થાય. એક બીજાની basic પસંદ-નાપસંદ, નીતિ, સિદ્ધાંતો, qualitities and weaknesses જોયા-જાણ્યા અને અનુભવ્યા બાદ ફાઇનલ commitment આપવાથી ભવિષ્યમાં થતી ઘણી મુંઝવણો અને પ્રોબ્લેમો પેહેલેથી જ ઓછા કરી શકાય. આ પ્રક્રિયા દરમિયાન ઉપર જણાવ્યું એ પ્રમાણે આકર્ષણ અને લાગણીઓનો કાચો માલ તૈયાર થાય છે જે સહવાસ પછી ઉત્તરોઉત્તર વધારી શકાય. એટલા માટે જ એ પસંદગી પ્રક્રિયામાં મુખ્ય-ભૂમિકા, નિર્ણય અને કંટ્રોલ એ સંબંધમાં જોડાતા બે વ્યક્તિઓનો હોવો જોઈએ.

ફાઇનલ 'હા' પડતા પહેલા Most important એવા આ મુક્ત મને વાત કરવાનો સમય આપવામાં કે લેવામાં આવે તો ટ્રેનના બે પાટાઓ એક દિશામાં જાય છે કે નહિ એ થોડા સમયમાં ચકાસી શકાય. Ofcourse એના માટે કેટલો સમય જોઈએ એનો કોઈ માપ નથી પરંતુ સાવ અંધારામાં તિર મારવા કરતા તો ઘણું સારું ના કહેવાય? લગ્ન જેવી બાબતોમાં ભલે ગેરંટી જેવું કઈ હોતું જ નથી પરંતુ માત્ર દબાણ કે ડરથી ટકાવી રાખેલા લગ્નો કેવા હોય છે એના ઉદાહરણોની આપણી આજુબાજુમાં કોઈ કંઈ નથી.

જાણવા-સમજવાની આ પ્રક્રિયામાં કઈ વાતો ખાસ કરવી અને કેટલી openness રાખવી એના માટે કોઈ નિયમો નથી. એક બુદ્ધિજીવી તરીકે વર્તીને કઈ પણ છુપાવી અને દંભ કાર્ય વગર જેવા છીએ તેવા જ દેખાડીને સંબંધમાં આગળ વધવું એ જ માત્ર success મંત્ર સાબિત થઇ શકે.

આ વિષય પાર વધુ ક્રમશ: