વરસાદી રાત્રે તે એકલી રસ્તાની વચ્ચોવચ્ચ ઉભી હતી....
એજ પીપળા નું ઝાડ ને એની બાજુ નું સિટી બસ સ્ટોપ શહેર ની બહાર સુમસામ રોડ સામે એક નાની ચા વાળા ની દુકાન માં એક આછો લેમ્પ ઝળહળ થતો હતો લાગતું હતું કે ભારે વરસાદ ના લીધે એનું પણ હવે આવી બન્યું છે.
મને ચા પીવા ની બહુ તલપ ઝાગી હતી એટલે મન થયું કે
ચાઇવાળા ચંદુ ને ઉઠાડી ચા મૂકાવું પછીજ વાડી પર જઈ ને માણસો ના હેમખેમ પૂછી લવ એજ વિચાર થી મેં ચંદુ ને ઉઠાડ્યો ને ચા મુકવા કહ્યું પછી હું છાપરા ની ઓથ માં બાંકડો ઢસડી વરસાદ થી બચવા ની કોશિશ માં લાગી ગયો પછી નિરાંતે બેસી ચંદુ ને અવાજ લગાવ્યો કે ભાઈ આદુ ને એલચી નાખજો આ વરસાદી રમઝટ માં મજા આવે થોડી ને ચંદુ એ પણ હસતા હસતા કહ્યું સાહેબ ચાનો મસાલો છે ચિંતા ના કરો મઝા આવે તોજ પૈસા આપજો નહીં તો નથી જોતા...
ચંદુ સાથે વાત પૂરી કરી મારુ ધ્યાન અચાનક બસ સ્ટોપ પર ગયું જ્યાં પેલી આજ પણ ઉભી હતી મને થયું આવી મેઘાલી રાત્રે સુમસામ રસ્તે એ સ્ત્રી કોણ હશે જેને મેં આ જ જગ્યા એ વારંવાર જોઈ છે..
સુ એને ડર નહીં લાગતો હોય આવા વરસાદ ની એને ઠંડી નહીં લાગતી હોય આમ અત્યારે એ આવા રસ્તે ક્યાં નીકળતી હશે સેની રાહ જોતી હશે ..
ત્યાં ચંદુ ના અવાજે મારુ ધ્યાન એ બાજુ ખેંચ્યું લો સાબ ચાઇ ગરમ મસાલા માર કે કાંઈ નાસ્તો જોઈ એ છે તો આપું
મેં એને ખારી લાવ વા જણાવ્યું એટલે એ એક ડીશ માં ખારી લાવ્યો મેં ચા સાથે ખારી નો ટેસ્ટ લેવા નો ચાલુ કર્યો પાછું મારુ ધ્યાન એ સ્ત્રી પર ગયું દેખાવે સાધારણ લાગતી એ યુવતી કોઈ રબારણ સ્ત્રી લાગતી હતી મારી વાડી થી આગળ જ રબારી લોકો ના નેસડા આવેલા હતા એ માલધારી કોમ પોતાના પશુ ઓ સાથે પહાડી ઢોળાવ પર નેસડા બાંધી વસવાટ કરતી ને દૂધ વેચી પોતાનો ગુજારો ચલાવતી ઘણી વાર ત્યાં દૂધ લેવા માટે જવા નું થતું એટલે એમનું જીવન મેં નજીક થી જોયેલું..
મને એમ થયું કે ચંદુ ને કહી તેના માટે ચા મોકલાવું એટલે ચંદુ ને અવાજ મારી બોલાવ્યો ને જણાવ્યું કે ચંદુ સામે બસ સ્ટેન્ડ પર સ્ત્રી બેઠી છે એકલી આવા વરસાદ માં એને ચા આપી આવ મારા તરફ થી .
ચંદુ એ બાજુ જોઈ ને બોલ્યો સાહેબ ત્યાં તો કોઈ નથી તમેં કોની વાત કરો છો મેં કહ્યું અલ્યા સામે બસ સ્ટેન્ડ પર એક રબારણ સ્ત્રી બેઠેલી નથી દેખાતી સરખું જો નંબર તો નથી આવી ગયા ને. ત્યાં તો ચંદુ ભડકી બોલ્યો સાહેબ સુ બોલ્યા રબારણ ને મારી સામે બેસી ગયો ને બોલ્યો સાહેબ તમે એને જોઈ શકો છો.
ને વિચિત્ર રીતે મારી સામે જોવા લાગ્યો ...
મેં કહ્યું જોઈ શકો છો મતલબ હું આંધળો નથી ઘણી વાર વાડી પર થી મોડી રાતે પાછા વળતા એ બેન ને મેં અહીં બેઠેલા જોયા છે.ક્યાં જતા હશે કોણ લેવા આવતું હશે એવું હું વિચારી આગળ વધી જતો..
આજ પણ જોયા તો એમ થયું ચા પીવડાવું એમને પણ એટલે તને કહ્યું કે જા આપી આવ ચા પણ તારું મન ન હોય તો કઈ નહીં હું હમણાં આપી આવીશ...
ત્યાં ચંદુ બોલ્યો હાયરી કિસ્મત રૂપલી ની હજી ભટકે છે એની આત્મા બિચારી.
મારા થી રેહવાણું નહીં એટલે પૂછ્યું તું સુ બોલ્યો આત્મા???
હા સાહેબ આત્મા ચંદુ બોલ્યો વાત તમે આ ગામ માં આવ્યા એના એક વરસ પહેલાં ની છે.
તમે રબારી ઓ ના નેસ જોયા છે ને તમારી વાડી ની પાછળ ના ઢોળાવ પર છે એ એનો મુખી વશરામ ભાઈ એને ઓળખતા જ હસો તમે?
હા ઓળખું વશરામ મુખી ને ઘણી વાર એના નેસ માં હું દૂધ લેવા જાવ છું બહુ સરસ માણસ છે ઘણી વાર ઘાસ લેવા એ અને એના પરિવાર ના લોકો વાડી પર આવે છે એટલે બહુ નજીક થી ઓળખું છું એમને.
પણ એના દુઃખ ને નથી ઓળખતા સાહેબ તમે વશરામ મુખી ની મોટી દીકરી રૂપલી ને નથી ઓળખતા તમે તમે આ ગામ માં આવ્યા ના વરસ પહેલાજ વશરામ મુખી એ એની દીકરી રૂપલી ના લગન કરેલ બાજુના ગામ ધરમપુર માં એ આખું રબારી લોકો નું ગામ એનો મુખી ગેલો એનો મોટો દીકરો ભોપો એની જોડે એનું લગન કરાવેલ સારું ઘર ને સારો છોકરો મળી ગયો એટલે વશરામ મુખી એ કઈ લીધા વગર રૂપલી ને વળાવી દીધી.નહીં તો આ બધી નાતો માં દીકરી નો બાપ 2 થી 3 લાખ રૂપિયા લીધા વગર દીકરી વાળાવે નહીં પણ વશરામ મુખી એ દુનિયા જોયેલી ને સમજેલું કે આ બધું દુષણ નાત માં થી કાઢવું હોય તો શરૂઆત તો કોઈ એ કરવીજ પડે માટે એને જ એના સમાજ માં દાખલો બેસાડ્યો ને બીજા લોકો ને એવું કરવા માટે પ્રોત્સાહિત પણ કર્યા...
એટલું બોલી ચંદુ ઉભો રહી ગયો ને પાણી પીવા ઉભો થયો મારા થી રહેવાયું નહીં એટલે પૂછ્યું પછી સુ ચંદુ???
પછી સુ સાહેબ આ ઉપરવાળો સુ વિચારે છે એ આપણ ને ક્યાં ખબર હોય છે.
રૂપલી જોડે પણ કુદરતે કંઈક એવુંજ વિચારેલ એના સુખી સંસાર ને કોઈ પાપીયા ઓ ની નઝર લાગી ગયેલી વાત તો નાની અમથી હતી બાજુ માં અમરપુર ગામ છે ત્યાં આ 3 ગામ ના રબારી ઓ ના કુળદેવી નું મંદિર આવેલ ત્યાં ચૈતર મહિને મેળો ભરાય છે. બધી છોકરી ઓ જોડે રૂપલી પણ ત્યાં ગયેલી ત્યારે એના લગન નહોતા થયા એ મેળા નો આનંદ માણતી હતી ત્યારે એ ગામ ની કુખ્યાત ચાંડાલ ચોકડી ની નઝર એની પર બગડી એમણે રૂપલી ને ઉપાડી જાવા ના મનસૂબા બનાવ્યા પણ એના પ્લાન ની કોઈ ને જાણ થઈ ગઈ એ લોકો જે ખેતર બાજુ રૂપલી ને ઉપાડી ગયા હતા એ જગ્યા પર વશરામ મુખી પોહચી ગયા ને બધા ને મારી ભગાવ્યા ને રૂપલી ને બચાવી લીધી.
વશરામ મુખી એ નાત રિવાઝ મુજબ પગલાં લઇ એ ચાર ને નાત બાર કર્યા અને ઠરાવ કર્યો કે કોઈ એને દીકરી નો આપવી
આ વાત નો ખાર રાખી એ ચાંડાલ ચોકડી ફરતી હતી કે મોકો મળે તો વશરામ મુખી નું કાસળ કાઢી નાખવું એમણે કોશિશ બી કરી હતી 2 એક વાર પણ વશરામ મુખી કયારેય એકલા નો હોય કોઈ ને કોઈ બાર નીકળે એટલે એમની જોડે હોય જ ને સાથે હોય એમ નો લઠ એટલે એમની કારી ક્યારેય ફાવી નહીં ને માર ખાય ને પાછા વડવું પડતું..
એમને એમ વરસ વીતી ગયુ રૂપલી નું લગન લેવાય ગયું રૂપલી સાસરે ચાલી ગઈ .પણ ચાંડાલ ચોકડી ના સરદાર દુલા ને કાળજે ઠંડક વળી નહોતી એ બદલો લેવા માંગતો હતો પોતાના અપમાન નો ને આજ વૃત્તિ માણસ ના પતન ને મોત નું કારણ બનતી હોય છે.
વળી પાછો ચંદુ ઉભો રહી ગયો મેં હલબલાવ્યો ને પૂછ્યું ચંદુ પછી સુ થયું ????
હા સાહેબ પછી રૂપલી માવતર આટો મારવા આવી હતી અને અહીં આનંદ થી પોતાના દિવસો પસાર કરી રહી હતી ઈવા માં એના સાસરી થી ફોન આવિયો કે એના સસરા ની તબિયત સારી નથી ને ઝલદી રૂપલી પાછી આવી જાય તે દિવસે જ વશરામ મુખી ઘેર હાજર નોતો એટલે રૂપલી એકલી નીકળી સાસરે પાછી જાવા ત્યારે અહીં કાચો રોડ ને આ બસ સ્ટેન્ડ પણ ન હોતું ખાલી આ પીપળા નું ઝાડ હતું અહીં મારી ચા ની કેન્ટીન પણ નહોતી અહીં પીપળ પાસે બસ ને બીજા વાહનો ઉભા રહેતા જેમાં મુસાફરો આવતા જતા રહેતા રૂપલી પણ સાંજ ટાણે અહીં ઉભી હતી વાહન ની રાહ માં પણ કોઈ વાહન આવી નહોતું રહ્યું એમાં એક ખાલી બોલેરો વાળો આવી ઉભો રહીયો રૂપલી એમાં બેસી ગઈ પછી રૂપલી જોડે સુ થયું એતો ભગવાન જાણે પણ બીજે દિવસે સાંજ ટાણે અહીં થી આગળ 2 કિલોમીટર જેટલે છેટે પશુ પટેલ ની વાડી માં થી એની લાશ મળી.
પોલીસ નું કેવું હતું કે એની જોડે ચાર જણ એ બળાત્કાર કરી હત્યા કરી છે. પણ સમય નીકળી જાવા ના લીધે અપરાધી ઓ પકડી ના શક્યા ચાંડાલ ચોકડી માં થી 2 જણ છૂટી ગયા જેમનું 6 મહિના પહેલા કોરટ માં થી આવતા ખટારા જોડે એકસિડેન્ટ થયું બે બાકી છે તેને પણ કોરટ એ સબૂત ના અભાવે 2 દિવસ પેલા જ છોડી મૂક્યા છે.
ભગવાન પણ સુ વિચારે છે એજ નથી ખબર પડતી સાહેબ એમાં તમે આજ રૂપલી નું ભૂત જોયું હવે સુ થશે ભગવાન જાણે..
ચાલો સાહેબ મારે પણ સૂવું છે વરસાદ પણ રહી ગયો છે તમને ચા નું પારસલ બનાવી દવ માણસો માટે. મેં હા કહી મારી નઝર પીપળા પર નાખી ત્યાં કોઈ નહોતું હું ચા લઇ વાડી પર નીકળી ગયો સવાર ના 4 વાગી ગયા હતા માણસો પણ મારી રાહ જોતા હોય એમ જાગતા હતા મેં એમને ચા નાસ્તો અપીયા ને ખાટલે લંબાવીયું ચંદુ ની વાત પર વિચારતા સવાર ક્યારે પડી ગયું એજ ખબર ના રહી
સવાર થતા વરસાદ રહી ગયો હું ને માણસો કામ માં પરોવાઈ ગયા પણ આજ કામ માં મન લાગતું નોહતું બસ મગજ માં રૂપલી જ દેખાતી હતી ...
સાંજ ના પાંચ વાગ્યા હતા હું કામ પતાવી ઘેર જાવા ની તૈયારી માં લાગ્યો માણસો ને બધી સૂચના આપી હું મારું બાઇક લઈ રોડે ચડ્યો થોડું આગળ ચાલ્યો હોઈશ ત્યાં પોલીસ ઉભી જોઈ ત્યાં કોઈ એકસિડેન્ટ થયેલ ઘણા લોકો ઉભા હતા હું પણ જોવા ઉભો રહ્યો એક કાળા કલર નો બોલેરો નીચે ખાઈ માં ખાબક્યો હતો 3 જણા ની લાશો કાઢી રાખેલી પોલીસે પૂછતાં માલુમ પડ્યું કે વહેલી સવાર માં પાંચ વાગ્યા ની આસપાસ બોલેરો ખાઈ માં ખાબક્યો હતો અમર પુર ના કોઈ દુધવાળો દુલો ને એના મિત્રો દૂધ લઈ શહેર માં આપવા જતા હતા ને સ્ટેરિંગ પર થી કાબુ ગુમાવતા આ ઘટના બની હતી.
હું આગળ ચાલ્યો વિચારતા વિચારતા ત્યાં ચંદુ ની દુકાન આવી એટલે આદત મુજબ ઉભો રહી ગયો ચા ની તલપ લાગેલી મેં આવાજ લગાવ્યો ચંદુ એક કટિંગ લાવ પણ કોઈ રિસ્પોન્સ ના આવતા હું જોવા ગયો અંદર તો ત્યાં કોઈ નહોતું એટલે થોડી રાહ જોઈ હું ઘેર જાવા નીકળી ગયો..
થોડા દિવસો પછી મારે પાછું વશરામ મુખી ને ત્યાં દૂધ લેવા જાવા નું થયું વાતો કરતા કરતા મેં રૂપલી વિસે પૂછ્યું તો મુખી બોલ્યા એ ગોઝારી ઘટના ની સાહેબ યાદી ની અપાવો એ ઘટના એ મારા ઘર ના બે રતન છીનવી લીધા છે મારી દીકરી રૂપલી ને મારા ભાઈ નો દીકરો ચંદુ ચા વાળો જેની દુકાન આજ પણ રોડ પર છે જે ઈનો ભાઈ કરસન ચલાવે છે...
હું વિચાર માં અટવાઈ ગયો કે ચંદુ ચા વાળો જેને હું ક્યારેય દિવસ નો નહીં મળેલો પણ રાત્રી ના જ્યારે ચાઇ ની જરૂરત હોતી ત્યારે એજ બનાવી આપતો ને હું હરખ થી પી ને આગળ મારી વાડી પર નીકળી જતો પછી એક વાર દિવસ ના હું કરસન પાસે ચા પીવા ગયો ને દુકાન નું નિરીક્ષણ કર્યું જ્યાં ચંદુ ના ફોટો માળા ચડાવેલ જોયો ત્યાર પછી રાત્રી ના હું કોઈ દિવસ ચાઇ પીવા ઉભો નથી રહ્યો ને ચંદુ રૂપલી ના મોત કેવી રીતે થયા એ પણ જાણવા કોશિશ નથી કરી.....
(સમાપ્ત)