pratishodh premano - 1 in Gujarati Horror Stories by Divyesh Labkamana books and stories PDF | પ્રતિશોધ પ્રેમનો - ભાગ - ૧

Featured Books
  • Shadows Of Love - 18

    टूटते मंदिर के धुएँ और राख से घिरी घाटी में जब करन और अनाया...

  • तेरे मेरे दरमियान - 42

    दुसरा बदमास कहता है --->" अरे मेरी जान , इतनी खुबसूरती का क्...

  • और एक बार की सनक

       अपनी असफलता के लिए सिर्फ भाग्य को कोसते-कोसते, वह अपने आप...

  • BTS Femily Forever - 11

    Next Ep,,,  Jimin घबरा कर हड़बड़ाते हुए "ह,न,,नहीं नहीं मै त...

  • सुख की कामना

    सुख की कामना लेखक: विजय शर्मा एरी(लगभग १५०० शब्दों की कहानी)...

Categories
Share

પ્રતિશોધ પ્રેમનો - ભાગ - ૧


હેલો મિત્રો કેમ છો...

સ્વાગત છે આપાનું એક નવી હોરર યાત્રા માં જૂનું ઘર સ્ટોરી મા ખૂબ સારો પ્રતિસાદ આપવા બદલ ખુબ ખુબ આભાર અને તેથી હું જૂના ઘર ની સીઝન 2 અહી રજુ કરું છું અહી તમામ પાત્રો જૂના ઘર સ્ટોરી ના જ છે જો તમે તે સ્ટોરી ના વાચી હોય તો પહેલાં તે વાચો અથવા તમે સીધી આ સ્ટોરી પણ વાચી શકો છો આ સ્ટોરી ને વધારે મજેદાર બનાવવા માટે થોડા નવા પત્રો ઉમેર્યા છે બીજા બદલાવ તમે તમારી રીતેજ જોઈ લ્યો

તો સ્વાગત છે આપનું એક કાળજા કંપાવી નાખનાર હોરર સ્ટોરી મા અને આમાં પ્રેમકથા ને પણ સ્થાન અપાયું છે તો પ્રસ્તુત છે એક ખતરનાક હોરર સ્ટોરી પ્રતિશોધ પ્રેમનો

_____________________________
[ જેમણે જૂનું ઘર સ્ટોરી ના વાચી એમના માટે પાત્ર લેખન
દિવ્યેશ કવિતા અને માનવ ત્રણેય સગા ભાઈ બહેન છે
જ્યારે સહદેવ હાર્દિક અને શિવ એ ત્રણેય દિવ્યેશ ના કાકા ના સગા ભાઈઓ છે
જયારે અલ્પા એ દિવ્યેશ ની સહપાઠી છે અને તેને દિવ્યેશ ની સાથે સારી દોસ્તી છે
દિવ્યેશ કવિતા સહદેવ અને અલ્પા ત્રણેય એકજ ક્લાસ માં અભ્યાસ કરે છે અત્યારે તેઓ ચારેય કોલેજ માં આવે છે જ્યારે માનવ અને હાર્દિક દસમાં ધોરણ માં આવે છે અને શિવ આઠ માં ધોરણ માં આવે છે]
_________________________

કોલેજ સરું થવામાં હજી ત્રણેક દિવસ ની વાર હતી અને સહદેવ અલ્પા સહિત બધા અત્યારે દિવ્યેશ ના ધાબા પર બેઠા બેઠા જૂની યાદો ને તાજી કરી રહ્યા હતા કારણ કે કોલેજ કરવા માટે સહદેવ દિવ્યેશ અલ્પા અને કવિતા તેમના ગામ થી દુર આવેલ એક કોલેજ માં આયુર્વેદ થી મેડિકલ માં બધાને એડમીશન મળી ગયું હતું આ ઉપરાંત દિવ્યેશ અને સહદેવ ના પપ્પા એ માનવ હાર્દિક અને શિવ ના સારા અભ્યાસ માટે તેમણે પણ શહેર માં એડમીશન આપાવે છે અને તે શહેર માં તેમના પપ્પા નો બંગલો આથી તેમની રહેવા ની વ્યવસ્થા તો ત્યાંજ થઈ જાય છે અને તેમને પૈસા ની કોઈ અછત ન હોવાથી ત્યાં નોકર ચાકર પણ રાખેલા હોય છે અને અલ્પા ના પપ્પા તો તેને ભણાવવા માટે તે શહેર માં શિફ્ટ થઈ રહ્યા હતા

"કેમ ભઈલા સાવ ચૂપચાપ બેઠો છે"સહદેવ દિવ્યેશ ને ઉદ્દેશી ને કહે છે

દિવ્યેશ તેની સામે જોતા કહે છે"કાઈ નહિ સહદેવ આ જો બસ બે ત્રણ રાત અહી ગામડે રહેવાનું અને પછી શહેર માં.... આ ગામ ખૂબ યાદ આવશે"

સહદેવ કઈક કહેવા જતો હતો પણ એ પહેલા અલ્પા બોલી ઉઠી"અરે તો દિવ્યેશ આપડે ક્યાં હમેશાં માટે જતા રહીએ છીએ વાર - તહેવારે આવતા જતા રહીશું અને તમે બંને તો તમારી ગાડી લો છો ને સાથે"

કવિતા એ પોતાનો મોબાઇલ બાજુ માં મૂકતા કહ્યું"હા પણ ગામડા ની યાદ તો આવેને"

હાર્દિક બોલ્યો"દીદી આપડે બધા સાથે છીએ તો એમ પણ મજા આવશે"

એટલી વારમાં માનવ ઉત્સાહ થી બોલ્યો" હા અને ત્યાં આપણને ટોકવા વાળું આખા બંગલામાં કોઈ નહિ હોય મોડી રાત સુધી ખૂબ મસ્તી કરીશું"

બધા તેની વાત સાંભળી ને હસવા લાગે છે એટલી વાર માં હાર્દિક કહે છે "પણ એ બંગલો તો ઘણા સમય થી બંધ છે તો તેની સફાઈ નું શું ?"

દિવ્યેશ હાર્દિક માં ખભા પર હાથ મુકતાં કહ્યું" એ તો મારા પપ્પા એ કરાવી નાખ્યું છે"

પછી આમજ આડી અવળી વાતો ચાલે છે અને રાતના બાર વાગી જાય છે અને શિવ હાર્દિક અને માનવ સૂઈ જાય છે અને આ ચારેય નવા કોલેજીયન ઘુવડ ની માફક હજી જાગતા હોય છે અને તેમાં સહદેવ કહે છે"ચાલો કોલેજ લાઈફ તો એકદમ મોજ વાળી હોય છે કોઈ ચિંતા નહિ કાઈ નહિ અને ખૂબ મોજ કરીશું"

એટલે અચાનક કવિતા કહે છે"કેમ કોઈ છોકરી પટાવવા નો પ્લાન છે!"

આટલું કહેતા દિવ્યેશ અને કવિતા એકબીજા ને તાલી આપતા હસી પડે છે

સહદેવ થોડા શરમ ના ભાવ થી કહે છે" શું દીદી તું પણ અમે છોકરાવ સાવ સીધા હોઈએ છીએ"

કવિતા કહે છે "તો અમે છોકરીઓ શું આડીઅવળી છીએ"

એટલે સહદેવ કહે છે"તો મને એકને કેમ કહે છે દિવ્યેશ ને પણ કેને!"

એટલે એણે અલ્પા તરફ જોઈને કહ્યું"એણે ક્યાં કોઈ ને પટાવાની જરૂર છે " અને સહદેવ અને કવિતા હસે છે અને દિવ્યેશ ના મુખ પર વ્યાકુળતા નો ભાવ જોવા મળે છે

અને અલ્પા ને થયું કે તે બંને થઈ ને મારી ફિરકી લેશે એટલે તેને બંનેની વાત કાપી ને કહ્યું"ચાલો હું ઘરે જાવ છું બહુ મોડું થઈ ગયું છે પપ્પા ગુસ્સો કરશે"

એટલે સહદેવે કહ્યું"ચાલ અલ્પા દીદી હું મૂકી જાવ "

એટલે એ બંને જાય છે અને આ બાજુ કવિતા દિવ્યેશ ને કહે છે "અલ્પાને કરિદે પ્રપોઝ"

દિવ્યેશ કહે છે "શું અડધી રાતે મજાક કરે છે"

એટલે કવિતા દિવ્યેશ નો હાથ પકડી ને કહે છે" અરે તને ખબર છે ઇન્સ્ટા પર તેની પાછળ કેટલા છોકરાઓ પડ્યા છે અને તને આટલો ભાવ આપે છે તો તું કાઈ નથી કરતો"

આ સાંભળી દિવ્યેશ હસતા મુખે કહે છે" હા એ વાત તારી સાચી પણ આજ સુધી મે કોઈ પણ છોકરી ને દોસ્ત ની નજર થી વધારે બીજી કોઈ નજર થી નથી જોઈ અને રહી વાત અલ્પા ની તો એતો સમય આવ્યે થઈ જશે"

એટલે કવિતા તેના ગાલ પર ધીરે થી ચૂટકો ભરતા કહે છે" મારો સ્વીટ અને ભોળો ભઈલું"
અને તે પથારી પર સૂઈ જાય છે એટલી વાર માં સહદેવ પણ આવી જાય છે એટલે બધા સૂઈ જાય છે

__________________________

(ત્રણ દિવસ પછીની સવાર, દિવ્યેશ ના ઘરે બધા ડાઇનિંગ ટેબલ પર બેસી ને નાસ્તો કરી રહ્યા હતા)

"ભઈલા તારે ચા જોઈએ છે" કવિતા એ માનવને ચાની તપેલી આપતા કહ્યું

માનવે કહ્યું"ના દીદી"

"અરે! નાના સાહેબ પી લ્યો પછી મારા હાથ નો ચા ખબર નહિ ક્યારે નસીબ થાય"અંદર રસોડા માં કામ કરતા માસી એ કહ્યું

એટલે તેમનું માન રાખવા માનવ ચા પી લે છે પછી મુદ્દા ની વાત પર આવતા દિવ્યેશ ના પપ્પા દિવ્યેશ તરફ જોતા કહ્યું" બેટા,સહદેવ ને બધા ક્યારે આવે છે"

દિવ્યેશના ચાનાં ગ્લાસ માં થોડો ચા હતો તે પતાવી ને કહ્યું"પપ્પા તે બસ આવતાજ હશે અને અલ્પા ના પપ્પા તો પહેલેથીજ જતા રહ્યા છે ખાલી અલ્પા આપડી જોડે આવી રહી છે"

"હું પપ્પા ની સાથેજ જઈશ" કવિતા એ કહ્યું

એટલે દિવ્યેશે હસતા હસતા કહ્યું"મારે પણ પપ્પા ની ગાડી માજ જવું છે જો કોઈ આપડે ત્યાં રાખવાની છે એ ગાડી ચલાવી લે તો"

માનવે કહ્યું"એટલે તમે લોકો કેટલી ગાડી લો છો"

દિવ્યેશ ના પપ્પા એ તેને કહ્યું"ત્રણ તમે બંને મારી સાથે આવી જજો સહદેવ ના પપ્પા સાથે તે ત્રણ જતા રહેશે અને દિવ્યેશ વાળી ગાડી મા અલ્પા જતી રહેશે એટલે પાછા ફરતી વખતે હું અને સહદેવ ના પપ્પા એકજ ગાડી મા આવતા રહીએ "

દિવ્યેશ એ કહ્યું"બસ પપ્પા તમે તો ટૂંક નોંધ લખી નાખી" આ સાંભળી બધા હસવા લાગ્યા

એટલી વાર માં સહદેવ અને અલ્પા આવી ગયા અને બધા નો નાસ્તો પતી ગયો હતો એટલે સાતેય એ દાદી અને મમ્મી પપ્પા ના આશીર્વાદ લઈને દિવ્યેશ ના પપ્પા ની ટૂંક નોધ મુજબ ગોઠવાઈ ગયા અને ઘર ના બધા નોકર ચાકર તેમને વળાવવા શેરી માં ભેગા થાય છે કારણકે ગામમાંથી કોઈ પહેલી વાર ડોકટર ની સ્ટડી માટે જઈ રહ્યું હતું

______________________________

"દિવ્યેશ કેમ કોઈ ગૂઢ વિચાર મા ખોવાયેલો છે"અલ્પા એ તેની સામે જોઇને કહ્યું

"કાઈ નહિ બસ કઈક ઠીક નથી લાગતું કઈક અજુગતું બનવાનું છે એવું લાગી રહ્યું છે"દિવ્યેશે ડ્રાઇવિંગ કરતા કરતા કહ્યું

"અરે! યાર કાલે કોલેજ નો પહેલો દિવસ છે અને તું અત્યાર થી નેગેટિવ થઈ રહ્યો છે" અલ્પા એ મોં બગાડીને કહ્યું

"અચ્છા સોરી બાબા"દિવ્યેશે તેનું મન રાખવા કઈ દીધું

"ચાલ એ બધું જવા દે કોલેજ નો શું પ્લાન છે"અલ્પાએ કઈક અલગ જ મૂડ માં આવો સવાલ પૂછી લીધો

"કાઈ નહિ ભણીશું અને ખૂબ મસ્તી કરીશું અને કોઈ જૂના ઘર જેવું ભૂત મળી જાય તો તેનો સામનો કરીશું"દિવ્યેશે હસતા મોઢે કહ્યું

"ભૂત...હું તને શું પૂછું છે અને પાગલ તું શું જવાબ આપે છે"અલ્પા એ થોડા ડર સાથે કહ્યું હા જૂનાં ઘર ની વાત ને ત્રણ વર્ષ વિતી ગયા હતા તેમ છતાં તેને ભૂલવું એટલું આસાન નહોતું

પછી દિવ્યેશે તે વાત બદલી ને બીજી આડી અવળી વાતો કરવા લાગ્યો અને થોડી વાર માં તે બંગલો આવી ગયો જ્યાં તેમણે સ્ટડી માટે રહેવાનું છે

ક્રમશ.....

તમને આ સ્ટોરી નો પહેલો ભાગ લેવો લાગ્યો તે તમે મને comment મા જણાવી શકો છો અને તમે મને પર્સનલ માં 7434039539 પર મેસેજ પણ કરી શકો છો