Jokar - 20 in Gujarati Classic Stories by Mehul Mer books and stories PDF | જૉકર - સ્ટૉરી એક લુઝરની - 20

Featured Books
  • રૂપિયા management

    પુરુષ ની પાસે રૂપિયા હોય તો સ્ત્રી નગ્ન થઈ જાય અને પુરુષ પાસ...

  • આપણા ધર્મગ્રંથો - ભાગ 1

    વાંચક મિત્રો સહજ સાહિત્ય ટીમ ધાર્મિક બાબતો વિશે માહિતી લઈ અવ...

  • સેક્સ: it's Normal! (Book Summary)

                                જાણીતા સેકસોલોજિસ્ટ ડોક્ટર મહેન્...

  • મેક - અપ

    ( સત્ય ઘટના પર આધારિત )                                    ...

  • સોલમેટસ - 11

    આરવ અને રુશીને પોલીસસ્ટેશન આવવા માટે ફોન આવે છે. આરવ જયારે ક...

Categories
Share

જૉકર - સ્ટૉરી એક લુઝરની - 20

જૉકર – સ્ટૉરી એક લુઝરની
ભાગ – 20
લેખક – મેર મેહુલ
ઇન્સપેક્ટર જુવાનસિંહ જૈનીતે મોકલેલા એડ્રેસ પર પહોંચ્યો.તેને આ જગ્યા પર જ શા માટે બોલાવવામાં આવ્યો એ તેને નહોતું સમજાતું.આ એરિયો વિક્રમ દેસાઈનો હતો.વિક્રમ દેસાઇના નામની દહેશત નીચે પૂરો એરિયો તેના ગુંડાઓને સાચવતો.તેઓ અહીંની ગણિકાઓ સાથે મન ફાવે તેવું વર્તન કરતાં.તેઓના ઉપર ઉપકાર કર્યો છે એવો અહેસાસ કરાવતા.ઘણીવાર કોઈ ધનવાન વ્યક્તિની ખુશામત કરવાં તેઓ આ એરિયામાંથી ગણિકાઓને મોકલતાં.
જુવાનસિંહને આ વાતની જાણ હોવા છતાં તે કંઈ નહોતો કરી શકતો.એ જાણતો હતો,તેઓના ઉપલાં અધિકારી પણ આ સિલસિલામાં સંડોવાયેલા છે. જો એ સામે ચાલીને આ યુદ્ધમાં જંપલાવશે તો એક જ દિવસમાં તેનો ટ્રાન્સફર ઓર્ડર તેનાં હાથમાં આવી જશે.એટલે જ તેણે પોતાનું નામ સામે ન આવે એ માટે આ રસ્તો અપનાવ્યો હતો.
જુવાનસિંહ હંમેશા આ એરિયામાં ફ્રી ડ્રેસમાં જ આવતો.અહીં કોઈ નહોતું જાણતું કે તે એક ઇન્સ્પેકટર છે.રાતના બે વાગવા આવ્યા હતા.હાલ પણ એ ફ્રી ડ્રેસમાં હતો એટલે કોઈની રોકટોક વિના એ સીધો આ એરિયામાં પ્રવેશી ગયો.એક હવસખોરના વેશમાં.
સુરુની ઓરડી પાસે આવી તેણે કમાડ ખખડાવ્યું. થોડીવાર પછી સુરુએ દરવાજો ખોલ્યો.તેના કપાળ પર પાટો બાંધ્યો હતો.
“કોનું કામ છે?”સુરુએ કપાળે બાંધેલા પાટા પર હાથ ફેરવતાં પૂછ્યું.રેંગાએ તેને ધકેલી ત્યારે એ પલંગ સાથે અથડાઈ હતી જેનો તાડ હજી નહોતો ઉતર્યો.
“જૉકર”જુવાનસિંહે કહ્યું.જૈનીતે પાછળથી તેને બીજો મૅસેજ કર્યો હતો ત્યારે આ નામ આપવા કહ્યું હતું.
“આવો અંદર”સુરુએ કહ્યું અને બાજુમાં ખસી ગઈ.જુવાનસિંહ ઓરડીમાં પ્રવેશ્યો એટલે સુરુએ કમાડ વાસીને આગળીઓ લગાવી દીધો.જુવાનસિંહ ઓરડીનું નિરીક્ષણ કરી રહ્યો હતો.તેને કંઈ સમજાતું નહોતું.
“પેલો કબાટ બાજુમાં હડસેલી દો”સુરુએ કહ્યું.જુવાનસિંહે સુરુના કહ્યા મુજબ કબાટને બાજુમાં ખસેડ્યો.પડદો જોઈ તેને બધી વાત સમજાય ગઈ.તેણે પડદો સાઈડમાં લઈ ચાર ફૂટના બારણે ટકોરો માર્યો.ધીમેથી બારણું ખુલ્યું એટલે જુવાનસિંહ નીચે નમીને બીજી ઓરડીમાં પ્રવેશ્યો.એ હાલ જાણતો નહોતો કે બાજુની ઓરડીમાં શું છે.પણ થોડીવાર પછી જે હકીકત તેની સામે આવવાની હતી એ તેનાં માટે ખૂબ ઉપયોગી અને ચોંકાવનારી હતી.
શું હતું એ ઓરડીમાં???
***
અમે બંને મળ્યા તેને આજે એક મહિનો થયો.કૉફીની ડેટ પછીના આ એક મહિનામાં અમે એકબીજા વિશે ઘણુંબધું જાણી લીધું હતું.હા એ જ જે જાણવાની એકબીજામાં ઉત્કટતા હોય,પસંદ-નાપસંદ,ફેવરિટસ્,ગમતી વાતો,ન ગમતી વાતો બધું.તેણે તો મને પોતાનાં પિરિયડની ડેટ પણ કહી દીધી હતી.
એ મને કહેતી કે જ્યારે યુવતીઓ આ અવસ્થામાં હોય છે ત્યારે કોઈક એવા વ્યક્તિની જરૂર પડે છે જે તેને પેમ્પરિંગ કરે,સહારો આપે અને એ વાત જાણીને મને ખુશી થઈ કે એ વ્યક્તિ તરીકે તેણે મારી પસંદગી કરી હતી.
આ એક મહિનામાં મારી લાઈફમાં પણ થોડા બદલાવ આવ્યા હતા.શંકરકાકાને ત્યાં મને ફાવી ગયું હતું,કૃતિ સાથે પણ હવે મન મળી ગયું હતું.સુરત પણ પોતાનું લાગવા લાગ્યું હતું.પહેલા તો અજાણ્યું અજાણ્યું લાગતું પણ આ એક મહિનામાં મને રસ્તાઓ,સ્થળોનું ભાન થવા લાગ્યું હતું.નિધિ તો સુરતમાં જ રહેતી એટલે તેના માટે તો કંઈ નવું નહોતું.
મેં એક નવી સ્પોર્ટ બાઇક વસાવી લીધી હતી. હવે હું અને નિધિ કોલેજમાં કમ કેન્ટીનમાં વધારે સમય પસાર કરતા.અરે પેલાં યુથ ફેસ્ટીવલવાળી વાત તો ભુલાઈ જ ગઈ.બીજા જ દિવસે મેં અને નિધિએ નાટકમાંથી પોતાનું નામ રદ્દ કરાવી દીધું હતું અને પેલા બકુલ પાસે જઈ માફી પણ માંગી અને સારા દોસ્ત બનીને રહેશું એવી બાંહેધરી પણ આપી દીધી.
આ બધું નિધિને કારણે જ શક્ય બન્યું હતું.તેણે મને આવું કરવા ના કહ્યું હોત તો હું કોઈ દિવસ બકુલને બોલાવેત પણ નહીં.
આજે અમે ફરવા જવાના હતા.મળ્યા તેને એક મહિનો પૂરો થયો તેની ઉજવણી કરવા.સવારે વહેલા ઉઠી હું નાહીને કાચ સામે ઉભો હતો.આજે ક્યાં કપડાં પહેરું એ નહોતું સમજાતું.
“કાચમાં કોઈ ઘુસી ગયુ છે જૈનીતભાઈ?”કૃતિએ કાચમાં જોતાં પુછ્યું, “શું ક્યારના વિચારી રહ્યા છો?”
આ એ જ સમય હતો જ્યારે પોતાનાં રિલેશનની વાત બધાને બરાડી બરાડીને કહેવાનું મન થાય.મેં પણ કૃતિને કહી દીધું.
“તું નિધિને ઓળખે છે?”મેં પુછ્યું.
“કઈ પેલી ગામવાળી?”
“હા એ જ,એ અહીં સુરતમાં છે અને અમે બંને એક જ કૉલેજમાં છીએ.ફ્રેન્ડ પણ બની ગયા છીએ અને આજે ફરવા જવાનું છે તો હું નક્કી નથી કરી શકતો કે કયા કપડાં પહેરું?,તું જ સજેસ્ટ કરને બેન”
“ફ્રેન્ડ જ છે કે પછી તેનાથી આગળ પણ કંઈક છે?”કૃતિએ ભમરો ઊંચી કરી પુછ્યું.
“હાલ તો ફ્રેન્ડ જ છે પણ જો આજે તું કોઈ સારી જોડી સજેસ્ટ કરે અને તેને પસંદ આવે તો આજે જ વાત આગળ વધી જશે એવું મને લાગે છે”
કૃતિ કબાટ પાસે પહોંચી.કબાટમાંથી એક જોડ લઈ બેડ પર રાખી કહ્યું, “આ જોડ પહેરો,સેટિંગ થઈ જશે”
હું હસવા લાગ્યો.તેણે જે જોડ પહેરી હતી એ છ સાત મહિના જૂની હતી. હું સુરત આવ્યો ત્યારે એ જોડ પહેરીને આવ્યો હતો અને એ પછી કોઈ દિવસ મેં તેને કબાટમાંથી બહાર નહોતી કાઢી.
“આ જોડમાં હું જોકર લાગીશ બેન”મેં કહ્યું, “તે કોઈ દિવસ મને આ જોડ પહેરતા જોયો છે?”
“એ જ તો વાત છે”કૃતિએ કહ્યું, “રોજ પહેરો છો એ જોડ પહેરીને તેની સામે જશો તો તેને કંઈ નવું નહિ લાગે અને તમારી જાણકારી માટે કહી દઉં ભાઈ,છોકરી જ્યારે છોકરાને પસંદ કરવા લાગે છે ત્યારે તેને છોકરાની બધી વસ્તુઓ ગમવા લાગે છે. ભલે તે ગમે એટલી અજીબ હોય”
કૃતિની વાતમાં દમ હતો .નિધિ રોજ મારા કપડાં, મારી હેર સ્ટાઇલના વખાણ કરતી.ક્યારેક તો મારી દાઢી ખેંચીને કહેતી પણ ખરી કે જંગલી જોડે ફસાઈ ગઈ છું.
“એવું,તો ચાલો આજે જોઈ જ લઈએ કેટલો દમ છે તારી વાતમાં”કહી હું કપડાં બદવવા ચાલ્યો ગયો.
કાચ સામે આવી ઉભો રહ્યો ત્યારે મને અહેસાસ થયો કે હું આ જોડીમાં સાવ ખરાબ તો નથી જ લાગતો. હજી હું નાસ્તો કરવા બેસતો હતો ત્યાં જ નિધિનો મૅસેજ આવ્યો.એ ઘરેથી નીકળી ગઈ હતી. કૃતિને મેં ઈશારો કરી જલ્દી નાસ્તો કરવા કહ્યું.તેણે પણ મારી વાત સમજીને બે દાઢે ચાવવાનું શરૂ કર્યું.તેને BRTSના સ્ટેન્ડ પર ઉતારી હું મારી મંજીલ તરફ આગળ વધ્યો.કૃતિએ જતાં જતાં મને ‘ઓલ ધી બેસ્ટ’ કહ્યું.
આજે વાતાવરણ કંઈક જુદું જ હતું.રસ્તા પર મળતાં અજાણ્યા લોકો સામે પણ હું મોટી સ્માઈલ કરતો હતો.મારે મન સૌ મને આગળ જે ઘટના બનવાની હતી તેની શુભકામનાઓ પાઠવતાં હતા તેથી હું સૌને સ્માઈલ આપી તેઓનું અભિવાદન કરતો હતો.
નિધિ પાસે હું પહોંચ્યા ત્યારે મારા હોશ જ ઊડી ગયા.એ યલ્લો ડ્રેસમાં હતી.અહા..!! મારો ફેવરીટ ડ્રેસ.મેં જ તેને કહ્યું હતું કે મને વાઈટ અને યેલ્લો ડ્રેસમાં તે એટ્રેક્ટિવ લાગે.અલબત્ત,તેને મેં વાઈટ ડ્રેસમાં તો ઘણીવાર જોઈ હતી પણ આજે પહેલીવાર હું તેને યલ્લો ડ્રેસમાં જોઈ રહ્યો હતો.
એક વાત તો હું કહેતાં જ ભૂલી ગયો.નિધિને મેકઅપનો જરા પણ શોખ નથી.જવેલરી પણ હળવી અને ઓછી જ પહેરતી.જો કે તેને કોઈ દિવસ મેકઅપની જરૂર જ ના પડે એવું મને લાગતું.તેને કોઈપણ સમયે જુઓ એ હંમેશા સુંદર જ દેખાય.
તેને જોઈને હું આભો જ થઈ ગયો હતો.તેની સામે બાઇક રોકી હું ઝીણી નજરે તેને એકટશે જોતો રહ્યો.તેણે પણ મને ન ટોક્યો.તેનાં વાળથી લઈને ડાબા પગે બાંધેલા કાળા દોરા સુધી મેં ત્રણવાર નજર ફેરવી લીધી.
“તું હંમેશા આવી રીતે જ કેમ જુએ છે મને?”નિધિએ મને મગ્ન અવસ્થામાંથી બહાર ખેંચતા પુછ્યું,“મને ઓકવર્ડ ફિલ થાય ક્યારેક”
“એમાં શું ઓકવર્ડ ફિલ કરવાનું”મેં કહ્યું, “મને ખબર છે તું મારા માટે જ તૈયાર થઈને આવે છે તો હું ના જોઉં તો કોણ જુએ?”
“પણ કંઈક હદ હોયને,જ્યાં સુધી હું તને બોલાવતી નથી ત્યાં સુધી તું એકીટશે મને જોયા જ કરે છે”
“શું કરું યાર”મેં હસીને કહ્યું, “તને જોઈને મને સંતોષ જ નહીં થતો.પુરો દિવસ તું મારી સામે બેસી રહે તો પૂરો દિવસ બસ હું તને જ જોયા કરું”કોણી હેન્ડલ પર રાખી,હથેળી પર હડપચીને ટેકાવી હું ફરી એ પોઝિશનમાં આવી ગયો.
“આજે એવી રીતે જોવાનો પ્લાન નથીને?”નિધિએ હસીને કહ્યું, “જો હોય તો બોલજે હું આજુબાજુમાં બેસવાની વ્યવસ્થા કરી લઉં”
“એવા ક્યાં મારા નસીબ?”મેં પણ સામે સવાલ કર્યો.
“ફુલના ઝાડ પર ના ચડાવ અને બાઇક શરૂ કર”નિધિએ હુકમ કર્યો અને બાઇક પર સવાર થઈ.અમે ફ્લોરલ પાર્ક તરફ જઈ રહ્યા હતા.નિધિએ બાકીના બધા પ્લેસ તો જોયેલાં જ હતા એટલે તેણે જ મને આજે ત્યાં જવા માટે કહ્યું હતું.મેં જેવી બાઇક બ્રિજ પર લીધી નિધિએ મને કસીને હગ કરી લીધો.એક સેકન્ડ માટે તો મારી આંખો પણ બંધ થઈ ગઈ હતી પછી મેં મારું ફોકસ બાઇક ચલાવવા પર રાખ્યું.પણ મગજમાં એક જ વિચાર ચાલતો હતો.
નિધિ આજે વધારે જ ખુશ જણાતી હતી.આજે વાત આગળ વધે તેની પુરીપૂરી સંભાવના હતી.સૌની જાણકારી માટે કહી દઉં કે ભલે અમે એક મહિનાથી સાથે હતા પણ મેં આ એક મહિનામાં તેની સાથે એવી કોઈ હરકત નહોતી કરી સમજી ગયાને તમે?, અડધી કલાક પછી અમે બંને ફ્લોરક પાર્ક પહોંચી ગયા.બાઇક સામેની દીવાલ પાસે પાર્ક કરી અમે બંને બગીચામાં પ્રવેશ્યા.
પ્રવેશતાની સાથે જ રસ્તો બે તરફ ફટાઈ ગયો.અમે બંને પહેલીવાર અહીંયા આવ્યા હતા એટલે કંઈ બાજુ જવું એ ખબર નહોતી.એક દોસ્તે મને કહ્યું હતું કે ત્યાં એકાંતમાં મળવા માટે ખોપચા મળી રહે છે.તેની વાત સાંભળી હું ઉત્તેજિત થઈ ઉઠ્યો હતો.શું આજે અમે પણ એ ખોપચાનો આશ્રય લઈ શકીશું?
મારું મગજ હાલ જુદી દિશામાં ચાલતું હતું.જો પ્રવેશતાની સાથે જ નિધિ આવા દ્રશ્યો જોશે તો તેને ગેરસમજ થશે.મને ડાબી બાજુ લોનમાં કેટલીક ફૅમેલીઓ અને કપલ્સ દેખાયા.મેં એ તરફ જવા ઈશારો કર્યો.
(ક્રમશઃ)
ઓરડીમાં શું હશે?,જુવાનસિંહ ઓરડીમાં પ્રવેશશે ત્યારે કંઈ હકીકત બહાર આવશે.જૈનીત અને નિધિની વાત કેવી રીતે આગળ વધશે?
સ્ટોરી કેવી લાગી એ જરૂર જણાવજો.કોઈ પણ જગ્યાએ ભૂલ હોય અથવા સ્ટૉરીની પકડ ઢીલી પડતી હોય તો પણ જણાવશો.મારી અન્ય સ્ટૉરી પ્રોફાઈલમાં છે જ.એ પણ જરૂર વાંચશો.અને આખરે વાંચતા રહો, જોકર – સ્ટૉરી એક લુઝરની.
-મેર મેહુલ
Contact - 9624755226