Lagni - 4 in Gujarati Motivational Stories by raval Namrata books and stories PDF | લાગણી - 4

Featured Books
Categories
Share

લાગણી - 4

આગળ ના અંક મા જોયુ કે જીગર માટે આવેલા અજાણ્યા ફોન થી ડાહ્યા ભા ગુસ્સે થાય છે , અને નાથી બા એ વાત ને ટાળવાનો પ્રયત્ન કરે છે , પણ ડાહ્યા ભા ની લાલ આંખો જોઈ જીગર અજાણ્યો ડર ભાખી જાય છે ...... અને હવે આગળ ના અંક થી શરૂ

હા...... હા તારા પેલા હોકી વાળા સાહેબ નો જ ફોન હશે , તનેે ના પાડી છે ને કે આ બધા મા નઈ પડવાનુું અલ્યા છોકરા આ ઘર બાજું નજર માંંડ , આવી રમતો રમવાનો તારો શોખ અને આ ઘર નું કઈ નઈ , જરા સમજ વાત ને...... , એક તો તારી ખેતજમીન એમાંય મારો આ પગ ભાંગ્યો છે ..... આ બેય ખેત જમીન ને સાચવવાની જવાબદારી છે તારા પર , અલ્યા આ તારા શોખ રહ્યો બાજુ માં અને આ ઘર જવાબદારી હાચવો જરીક , આ બે...ય ઘર ના ખેેેતર અને જવાબદારી બાજુ જરીક જો બેટા ..... આ ભુખ્યા પેટ નુ વિચાર ...... ડાહ્યા ભા એ હ્દય નો બળાપો ઠાલવતા કહ્યુુંં

બાપા તમે તો ઘર નુ વિચારો છો , આજે મારે દેેશ ની માટી કાજ રમવા બોલાાવ્યો છે..... ,બાપા આ પાંચ વર્ષ ની મહેેેનત ના શીરે દેશ ની માટે રમવાનો અવસર મળ્યો છે, બાપા હઠ ન કરો મને જાવા દો .....

બાપા જો કાલ ની મેચ સારી ગઈ તો એ લોકો મને આગળ દેશ માટે રમવા લઈ જશેે બાપા મને જાવા દો ......
જીગર એ આગ્રહ પુવઁક કહ્યું

હા બેટા તારા મા બાપ ને આમ જ માારી જેેમ દવાખાને લાયા હતા , યાદ છે ને .... આવડો નેનો કીકલો હતો તુ...... અને એ બાઈક પરથી પડી ગયા હતાંં અને ટ્રક વાળા નો જોરદાર ધક્કો વાગ્યો અને આવા જ દવાખાના મા બેટા એ રોકકળ નો ભયાનક અવાજ હજી મારા કોને ગાજે

એમના ગયા પછી, .... અત્યાાર હુુધી આ તને આવડો મોટો કર્યો , આવા દાળા જોવા કરેલો , બેટા આ તારા બાપા ને મું લોહી ના સબંધ નતા અમારા ...... પણ તો...ય તારા બાપા ની જવાબદારી મારા માથે લઈ મોટો કર્યો અને તુ તારા શોખ ખાતર આમ ભાગી જવા માગે.... બેટા જો આ પગ ન ભાગ્યો હોય ને તો તારા ભા હજીય અડીખમ ઉભા હોય ને ગમેય કરી બધુ હાચવી લેત .... , પણ આ ઘર ના દાણાપાણી ખુટી પડશે ..... ડાહ્યા ભા ની વાત જાણી નાથી બા એ કહ્યું

તમે કે દી ના પુછતા તા ને કી આ મારા ને જીગર મા શું ખુસપુસ ચાલે છે ...... , તો હોભળો આ મારો દિકરો દેશ ની માટી કાજ રમવા જાય અને તમે આપણી જવાબદારી નો પોટલો એના શીરે કાં નાખો .... હા અને વાત રઈ આ ઘર ના ખેતર ની તો મજુર રાખી લઈશું , એમા કશો વાંધો નઈ આપણા ઘર ની જવાબદારી સંભાળી તો છે એ અત્યાર સુંધી ...... તમે આવા જ આકરા થાશો જીગા ને ખબર , એને મને વાત કરેલી કે મોટા સાહેબ નો ફોન આવશે , અને ઈ જીતી ગયો તો ..... આગળ દેશ હાટુ રમવા બોલાવશે, અરે જરીક હમજો આ પહાડી ઓ ની બાર આપણે દુનીયા જોય જ નઈ, આ મારો દિકરો જગ જોશે જગ , તમે તમારા સ્વાથૅ માં આ દિકરા નુ ભાગ ન બગાડો,, જુઓ ગમેય થાય જીગો રમવા જશે એટલે જશે જ...... ,એ નામ કમાશે તો , દોલત કમાશે અને મોટો માણસ થાશે ..... નાથી બા એ વાત પુરી કરતા કહ્યું

ડાહ્યા ભા બોલ્યા, ઉંચા સપના તો જોય લીધા તમે , પણ એ તો વિચારો જો જીત્યો નઈ તો .... ઘેર જ આવશે , પણ એમ કવુ છું કે એ જીત્યો તો .... ય જ્યાં સુધી પૈસા નો મેળ નઈ પડે ત્યાં સુધી ઘર માં ખાવા ના ય ફાંફા પડી જશે જરીક સમજો વાત ને ...... , મોટા સપના લઈ ને ચાલો છો,, પણ હાલ નુ શું ?, જરીક વિચારો એના કરતા જે હાલ આપણી પાસે છે એને સાથે લઈ ચાલો , જીગા તને એવુ થતુ હશે કે બાપા સ્વાઁથીઁઁ છે ,, પણ જીગા આ ઘર ની જવાબદારી ઓ નો ય વિચાર કર બેટા ..... , આ મજુર ની ચુકવણી એ બધુ તો મુક પણ ઘર માં ખાવા ના ય ફાંફા પડશે સમજ વાત ને.... , આપણી પાસે કોઈ મુડી નથી .. કે ગુજરાન ચાલશે , તારા બા તો સપના જોશે ... પણ બેટા તારા ભાવિ નુ ય વિચારી ને જ કવ છું,

તુ આ રમત રમે એમા મને કોય જ તકલીફ નઈ , પણ બેટા આ સપના બરબાદ કરી મુકશે ..... , ચાલો હવે આપણે અહીં થી નીકળવુ જોઈએ , હજી ઘેર બવું જ કામ છે.... જલદી કરો બધા ... ડાહ્યા ભા એ કહ્યું ...

બસ પકડી અને સૌ સાથે ઘરે જવા નીકળી પડે છે...... , ધીમે રહી પુરતી કાળજી સાથે જીગર દાદા ને બસ માં બેસાડે છે અને એમની બાજું માં જ જઈ બેસે છે ,,વિલા મોઢે હિંમત કરી દાદા સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો .... , ત્યાં જ ખુબ જ હિંમત કરી ને જીગર ડાહ્યા ભા ને પુછ્યું , ભા બહું હિંમત ભેળી કરી ને તમારી લાલ આંખો થી ભળી ને પુછુ છું ....... બાપા તમે કોઈ દી સપના જોયા હશે ને ?...... , દાદા એકીટશે જીગર સામે જોઈ રહ્યાં અને કહ્યું .... જીગા મે સપના જોયા તા .... એટલે જ તને સપના જોવા ની ના પાડું , .......... જીગર એ ડાહ્યા ભા ની વાત માં સુર પુરાવતા કહ્યું હા હા ભા હવે કેશે આ ધોળા વાળ ની ખેતી ઈમ જ નઈ થઈ...... , હા હા હવે ડોઢ ડાહ્યાં કામ કર તારૂ ...... ડાહ્યા ભા એ કહ્યું

જીગર એ ફરી પ્રશ્ર્ન પુછતા કહ્યુ દાદા તમે શેનુ સપનુ જોયેલું ? દાદા વિચારો ના વૃંદાવન માં એમના સમય માં પહોચી ગયા..... , હોભળવુ જ હોય તો કવુ ... એ અમારા સમય ની વાત છે....
ક્રમશઃ