prematma - 5 in Gujarati Horror Stories by Mehul Kumar books and stories PDF | પ્રેમાત્મા - ભાગ - ૫

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

Categories
Share

પ્રેમાત્મા - ભાગ - ૫

નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળ ના ભાગ મા જોયુ કે શારદાબેન અને મોહિની વચ્ચે ઝઘડો થાય છે, શારદાબેન મોહિની ને ઘરમાથી કાઢી મુકે છે. મોહિત ને પણ શારદાબેન મનાવી લે છે કે મોહિની એના ઘર ને લાયક નથી. મોહિની ના પપ્પા મોહિત ને ફોન કરે છે. મોહિત એમની પાસે રુપિયા, ગાડી, બંગલા ની માંગ કરે છે. મોહિની ના પપ્પા વિચારી ને ફોન કરીશ એમ કહે છે હવે જોઈએ આગળ.
મોહિત અજય ને ફોન કરી મોહિની ના પપ્પા સાથે જે વાત થઈ એ કહે છે. અજય મોહિત ને કહે છે કે એ શુ જવાબ આપે છે એ જો. આ બાજુ મોહિની ના પપ્પા વિચારે છે કે મારી પાસે તો કશુ જ નહિ હુ શુ આપીશ એમને ? મારી છોકરી નુ શુ થશે? મોહિની એના પપ્પા ની વ્યથા સમજે છે પણ મોહિની હાર માને એવી ન હતી એટલે મોહિની ફેમેલી કોર્ટ મા કેસ કરવા તૈયાર થાય છે. આ વાત ની ખબર મોહિત ને પડે છે, મોહિત અજય ને બધુ કહે છે અજય મોહિત ને કહે છે કે મોહિની ને જેટલા રુપિયા જોઈતા હોય એટલા આપી દો અને છુટ્ટુ કરો. મોહિત મોહિની ને બધી વાત કરે છે, પણ મોહિની કહે છે કે મારે રુપિયા નથી જોઈતા તમે એક કામ કરો તમારા મમ્મી ને તમારા હાથે મારી નાખો પછી હુ તમને આઝાદ કરી દઈશ પછી તમે તમારા રસ્તે હુ મારા રસ્તે. હુ તમને સાચો પ્રેમ કરુ છુ મોહિત પણ મારા પ્રેમ ને સમજી નય શકો તમે. મોહિત આ બધી વાત અજય ને કરે છે અજય મોહિત ને કહે છે કે મોહિની અને એના મમ્મી પપ્પા ને આપણા ફાર્મ હા઼ઉસ પર મળવા બોલાવ આપણે બેસી ને વાત કરીશુ. મોહિત ફોન કરી ને એમને મળવા બોલાવે છે.
જે દિવસે મોહિતે મળવા બોલાવ્યા હતા એ દિવસે મોહિની અને એના મમ્મી પપ્પા ફાર્મ હાઉસ પર જવા નીકળે છે. પણ એ ફાર્મ હાઉસ પર પહોંચતા નથી , મોહિત ના મમ્મી પપ્પા એમની ખૂબ રાહ જોવે છે પણ આવતા નથી, કેટલાય દિવસો થઈ જાય છે પણ એમનો કોઈ પત્તો લાગતો નથી. આખરે પછી મોહિત એમને શોધવાનુ માંડી વાળે છે. સમય પણ બોવ નીકળી જાય છે એટલે અજય મોહિત ને ધરા સાથે લગ્ન ની વાત કરે છે , કેમ કે મોહિની નો કોઈ પત્તો હતો નય, મોહિત પણ એના મમ્મી ના લીધે લગ્ન કરવા તૈયાર થઈ જાય છે. અજય તરત જ ધરા ને ફોન કરી આ ખુશ ખબરી આપે છે અને એને પાછી આવી જવા કહે છે. ધરા પાછી આવવાની તૈયારી કરે છે. અજય એની ટિકિટ બુક કરાવે છે. અજય અહી બધી તૈયારી ચાલુ કરી દે છે. મોહિત ના ઘરે પણ બધી તૈયારી શરુ થઈ જાય છે. ધરા પરત ફરે છે અજય ધરા ના લગ્ન ધામધુમ થી મોહિત સાથે કરાવે છે. અજય મોહિત ને ખુબ જ રુપિયા આપે છે, એનો બંગલો પણ એને સોપી દે છે. પણ ધરા કંઈ અલગ જ વિચારે છે.
ધરા : ભાઈ હુ ઈચ્છુ છુ કે થોડા દિવસ હુ મોહિત ના ઘરે જ રહુ બંગલા મા નય હુ પણ મહેસુસ કરવા માંગુ છુ કે ગરીબી શુ હોય છે. એટલે અમે ત્યા થોડા દિવસ રહીશુ મમ્મી પપ્પા ને ભલે બંગલા મા રહેવુ હોય તો રહે અમે થોડા દિવસ પછી આવતા રહીશુ.
શારદાબેન : જેવી તારી ઈચ્છા બેટા અમે પણ ત્યા જ રહીશુ જ્યારે તારી ઈચ્છા થશે ત્યારે અહી આવીશુ.
બધા ધરા ના આ નિર્ણય ને માન આપે છે અને મોહિત ના ઘરે રહેવાની મંજુરી આપે છે. અજય એની બધી જવાબદારી મોહિત ને સોંપી દે છે હવે મોહિત એ કંપનિ નો સાહેબ બની જાય છે એની ઉપર ફક્ત એ કંપનિ નો બોસ જ હોય છે બાકી બધા જ મોહિત ના હાથ નીચે હોય છે. લગ્ન ૨ દિવસ પછી મોહિત ને કંપનિ ના કામ થી બહાર જવાનુ થાય છે મોહિત ધરા ને બંગલા મા રહેવા જવા નુ કહે છે પણ ધરા કહે છે કે તમે કામ પતાવી ને આવશો પછી બંગલા મા રહેવા જઈશુ ત્યા સુધી અહી જ રહીશ. મોહિત પણ ધરા ને વધારે કશુ કહેતો નથી ને એ ત્યા થી જતો રહે છે. ધરા એનુ બધુ કામ પતાવી ને બેડરુમ મા જાય છે પણ ધરા ને મોહિત ની યાદ આવતી હોય છે એટલે એને ઊંઘ નય આવતી. રાત ના ૧ વાગી જાય છે પ઼ણ એને ઊંઘ નય આવતી , અચાનક ધરા ને આભાસ થાય છે કે બેડરુમ મા કોઈ ફરી રહ્યુ છે. ધરા બેઠી થઈ જાય છે ચારે બાજુ નજર કરે છે પણ એને કશુ દેખાતુ નથી. પછી એ ઊંઘી જાય છે સવાર પડી જાય છે ધરા એના કામ મા લાગી જાય છે. પછી ઓફિસે પણ જાય છે. શારદાબેન બપોરે ધરા માટે જમવાનુ લઈને કંપનિ મા જાય છે ધરા અને શારદાબેન સાથે બેસી ને જમે છે. પછી શારદાબેન ઘરે પાછા ફરે છે, રાતે ધરા ઓફિસ થી પાછી આવે છે અને જમી ને બેડરુમ મા જતી રહે છે. ધરા આગલા દિવસે જે ઘટના ઘટી એ વિશે વિચારે છે પણ એને લાગે છે કે એ એનો વહેમ હશે. એ પછી મોહિત ના વિચારો મા ખોવાઈ જાય છે. થોડીવાર પછી એને લાગે છે કે એના બેડ પર કોઈ સુતુ છે. ધરા એકદમ નર્વસ થઈ જાય છે, એનુ ગળુ સુકાય છે, એ ધીમે રહીને પડખુ બદલે છે તો જોવે છે કે ગાદલુ વચ્ચે થી થોડુ દબાયેલુ હોય છે. જાણે કોઈ ઉપર સુતુ હોય. ધરા ના હોંશ ઉડી જાય છે. ધરા એકદમ ગબરાઈ જાય છે, એને કંઈ સુઝ નય પડતી કે એ શુ કરે ના કરે, પછી ઓશીકુ લઈ ને મારે છે ત્યારે એને આભાસ થાય છે કે કોઈ બેડ પર થી ઊભુ થયુ, અને જ્યા ગાદલુ દબાયેલુ લાગે છે એ બરાબર થઈ જાય છે. ધરા ને કંઈ જ સમજાતુ નથી કે આ બધુ ઼શુ થઈ રહ્યુ છે. ધરા ત્યા જ બેસી રહે છે અને બધે જોયા કરે છે. સમય બોવ થઈ જાય છે પછી ધરા સુવા પડે છે, એ દરવાજા બાજુ નજર નાંખે છે કે એને ધુંધળુ પ્રતિબિંબ દેખાય છે, જે કોઈ સ્ત્રી નુ હોય છે. એનુ કદ ઊંચુ હોય છે એનુ માથુ છત સુધી હોય છે. ધરા ના હોશ ઉડી જાય છે, એકદમ સુનમુન થઈ જાય છે. પેલુ પ્રતિબિંબ ધરા પાસે આવતુ હોય છે, ગભરાઈ ને ધરા જોર થી બૂમ પાડે છે. ધરા ની બૂમ સાંભળી ને શારદાબેન દોડી આવે છે.
શારદાબેન : બેટા શુ થયુ? તે બૂમ કેમ પાડી.
ધરા : મમ્મી અહી કોઈ છે, કોઈ સ્ત્રી છે એકદમ ડરાવની છે મને બોવ બીક લાગે છે.
શારદાબેન : પણ બેટા અહી તો કોઈ નથી તારો વહેમ છે નય તો તે કોઈ એવુ સપનુ જોયુ હશે.
ધરા : ના મમ્મી. . ( એ બોલવા જ જતી હોય છે કે એને શારદાબેન ની પાછળ પેલુ પ્રતિબિંબ દેખાય છે. ધરા એને જોઈ ને બેભાન થઈ જાય છે. )
શારદાબેન : ધરા બેટા શુ થયુ તને ? મોહિત ના બાપુ જલ્દી આવો ધરા બેભાન થઈ ગઈ છે.
રમણભાઈ તરત જ રુમ મા આવે છે.
શારદાબેન : જલ્દી ધરા ને દવાખાને લઈ જાવ એ બેભાન થઈ ગઈ છે.
રમણભાઈ : પણ અચાનક કેવી રીતે બેભાન થઈ ગઈ.
શારદાબેન : એ તો ખબર નય પણ હમણા એ બધી વાત પછી પહેલા આને દવાખાને લઈ જાવ.
રમણભાઈ તરત જ ધરા ને ઉચકી ને ગાડી મા બેસાડે છે, અને દવાખાને જાય છે. ડોક્ટર ધરા ને ઈન્જેક્શન આપે છે અને આરામ કરવા દે છે.
શારદાબેન : ડોક્ટર સાહેબ બધુ બરાબર તો છે ને.
ડો. : હા કઈ નય થયુ એ તો ગભરામણ ના લીધે બેભાન થઈ ગઈ છે હમણા થોડીવાર મા ભાન મા આવી જશે પછી તમે બધા જઈ શકો છો.
થોડીવાર પછી ધરા ભાન મા આવે છે. રમણભાઈ ડોક્ટર ની રજા લઈ ને ધરા ને લઈ ઘરે આવે છે.
ક્રમશ : . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .