Jokar - 10 in Gujarati Classic Stories by Mehul Mer books and stories PDF | જૉકર - સ્ટૉરી એક લુઝરની - 10

Featured Books
  • રૂપિયા management

    પુરુષ ની પાસે રૂપિયા હોય તો સ્ત્રી નગ્ન થઈ જાય અને પુરુષ પાસ...

  • આપણા ધર્મગ્રંથો - ભાગ 1

    વાંચક મિત્રો સહજ સાહિત્ય ટીમ ધાર્મિક બાબતો વિશે માહિતી લઈ અવ...

  • સેક્સ: it's Normal! (Book Summary)

                                જાણીતા સેકસોલોજિસ્ટ ડોક્ટર મહેન્...

  • મેક - અપ

    ( સત્ય ઘટના પર આધારિત )                                    ...

  • સોલમેટસ - 11

    આરવ અને રુશીને પોલીસસ્ટેશન આવવા માટે ફોન આવે છે. આરવ જયારે ક...

Categories
Share

જૉકર - સ્ટૉરી એક લુઝરની - 10

જોકર – સ્ટૉરી એક લુઝરની
ભાગ - 10
લેખક - મેર મેહુલ
“જુવાનસિંહ હું મેસેજ કરુ એ એડ્રેસ પર આવી જાઓ” ઇન્સ્પેકટર જુવાનસિંહ જાડેજાને હમણાં જ એક કૉલ આવ્યો હતો.કતારગામ પોલીસ ચોકીમાં એકમાત્ર કહી શકાય તેવો ઈમાનદાર અને ફરજપસ્ત જુવાનસિંહ કોઈપણ જાતનો વિચાર કર્યા વિના રાતના બે વાગ્યે નીકળી પડ્યો હતો.
બે મહિના પહેલાં તેને ઉપરી અધિકારી તરફથી ઓર્ડર મળ્યા હતા.તેના એરિયામાં જોકરના વેશમાં એક વ્યક્તિએ લોકોમાં દહેશત ફેલાવી હતી.આ કેસ જુવાનસિંહના હાથમાં સોંપવામાં આવ્યો હતો એટલે પૂરુ ચિંતામુક્ત થઈ ગયું હતું કારણ કે જુવાનસિંહના હાથમાં જે કેસ આવતો તેનો ફેંસલો અગાઉથી જ થઈ જતો.પોતાની સાત વર્ષની કારકિર્દીમાં એક પણ એવો કેસ નહોતો જે સોલ્વ થયાં વિના માળિયે ધૂળ ખાતો હોય.એકને બાદ કરતાં.
વિક્રમ દેસાઈ વિરુદ્ધમાં આવેલી એક પણ ફરિયાદોનું આજદિન સુધી નિવારણ નહોતું આવ્યું.જુવાનસિંહ એ કેસમાં માથું મારવાની કોશિશ કરતો તો તેને બળજબરી પૂર્વક તેમાંથી હટાવી દેવામાં આવતો.
આ વખતે સામે ચાલીને તેને આ કેસ સોંપવામાં આવ્યો હતોજુવાનસિંહ કોઈ આલતું-ફાલતું ઇન્સ્પેકટર નહોતો.તે પોતાનાં નિર્ણયો અને સાહસ માટે મશહૂર હતો.તેનાથી ભલભલા ક્રિમિનલો કાંપતા.
તેને આ કેસમાંથી હટાવવામાં આવ્યો હતો પછી પણ તેણે છુપી રીતે આ કેસની તપાસ શરૂ રાખી હતી.આ કેસ તેની લાઇફનો સૌથી પેચીદો કેસ છે એવું એ ખૂદ સ્વીકારતો હતો.
છેલ્લાં બે મહિનાનો ઘટનાક્રમ જ એવો અજીબ હતો કે કોઈ કાબેલ ઇન્સ્પેકટર પણ ગોથું ખાઈ જાય.
જુવાનસિંહને હાલમાં આવેલો કૉલ તેને કેસની ઘણી બધી માહિતી પૂરી પાડવાનો હતો.એક વ્યક્તિને મળવા માટે આવા આબરૂવાળા અફસરને પણ આજીજી કરવી પડી હતી.તેમ છતાં એ વ્યક્તિને તે મળી શક્યો નહોતો. આજે જ્યારે સામે ચાલીને એ વ્યક્તિએ તેને મળવા બોલાવ્યો ત્યારે સમયની પણ દરકાર ન કરતાં જુવાનસિંહ તેને મળવા નીકળી ગયો હતો.આ સમયે તે નહોતો જાણતો કે આગળ જતાં તે કેવા-કેવા સત્યોથી વાકેફ થવાનો છે.જે પોલિસ તંત્ર સાથે સુરતની શકલ-સુરત બદલવા સક્ષમ હતું.
*
જૈનીત અને ક્રિશા જૈનીતની કારમાં સુરતસીટી તરફ જઈ રહ્યા હતા.ક્રિશાએ મોબાઈલ કાઢી તેની સહેલી મીતલને ફોન જોડ્યો.
“આરધાનને કૉલ કરી ડુમ્મસ બોલાવી લે,હું અડધી કલાકમાં પહોંચી”ક્રિશાએ જાણી જોઈને આરાધનાનું નામ લીધું હતું.સામેથી મીતલે જવાબ આપ્યો એટલે ક્રિશાએ કૉલ કટ કરી દીધો.
“ઓહ તો ટોળકી ડુમ્મસ ચાલી એમને”જૈનીતે અજીબોગરીબ અવાજમાં કહ્યું.
“હા,તારે નજીક પડતું હોય એ રસ્તે મને ઉતારી દેજે.હું રીક્ષા કરી લઈશ”ક્રિશાએ કહ્યું.
“હું એ બાજુ જ જઉં છું,તને ડ્રોપ કરતો જઈશ”જૈનીતે કહ્યું.આરાધનાનું નામ સાંભળી જૈનીતને બકુલ યાદ આવી ગયો હતો.બકુલ સાથે તેને આરાધના સાથે બદલો લેવાનો છે એ વાત પણ યાદ આવી હતી. ક્રિશા જે આરાધનાની વાત કરતી હતી એ આરાધના બકુલની ગર્લફ્રેન્ડ હતી એ છે કે બીજું કોઈ એ પૃષ્ઠી કરવા જૈનીતે ડુમ્મસ જઈ જોઈ લેવાનો નિર્ણય કર્યો હતો.
ક્રિશાએ તો જૈનીતને રિતસરનો જાળમાં ફસાવ્યો હતો.તેણે જેટલાં પાસાં ફેંક્યા હતા એ બધાં સાચા પડ્યા હતા.જૈનીતને ડુમ્મસ લઈ જઈ આરાધના અને જૈનીતને સામસામે લાવી પોતાનું કામ પૂરું કરવામાં તે સફળ થવાની હતી.આમાં ક્રિશાનો જ ફાયદો હતો.તેણે આરાધનાને આપેલું પ્રોમિસ પણ પૂરું થવાનું હતું અને જૈનીત સાથે ઝઘડવાનું પણ નહોતું.જૈનીતના મતે બકુલ અને આરાધનાના ઝઘડા વિશે ક્રિશાને જાણ જ નહોતી.
જૈનીતે કાર ડ્રાઇવ કરતાં જ બકુલને મૅસેજ કરી ડુમ્મસ બોલાવી લીધો.
“સોંગ સાંભળીશ?”ક્રિશાએ પૂછ્યું.
“હા પણ આપણો ટેસ્ટ મૅચ નહિ થાય.હું મોહમ્મદ રફી,લતાજી,કિશોરદા જેવા કલાકારોના ગીતો સાંભળવાનું પસંદ કરું છું”જૈનીત હસીને કહ્યું.
“શું વાત કરે છે?,મને લાગ્યું આ દુનિયામાં હું એક જ એવી વ્યક્તિ છું જેને રેપ સોંગ કરતાં આ કલાકારોના એવરગ્રીન ગીતો પસંદ છે”ક્રિશાએ પણ હસતાં હસતાં કહ્યું.
“ઓહ તો તો મજા આવશે”કહી જૈનીતે બ્લુટૂથ શરૂ કર્યું.
ख़्वाब हो तुम या कोई हक़ीक़त
कौन हो तुम बतलाओ
देर से कितनी दूर खड़ी हो
और करीब आ जाओ |||
सुबह पे जिस तरह, शाम का हो गुमार,
ज़ुल्फ़ों में एक चेहरा, कुछ ज़ाहिर कुछ निहार….
સૂરિલા સંગીતથી વાતાવરણ તો ખુશનુમા થઈ ગયું હતું પણ બંનેના મગજમાં વિચારોનું ધમાસાન યુદ્ધ ચાલતું હતું.ક્રિશાની સહેલી આરાધના હતી એ બકુલની ગર્લફ્રેન્ડ ના નીકળે એવી જૈનીત પ્રાર્થના કરતો હતો,તો આરાધના અને જૈનીત સામે આવે ત્યારે વાત ના વણસે એવી ક્રિશા પ્રાર્થના કરતી હતી.આગળની એક કલાકમાં શું થવાનું હતું એનાથી બેખબર બંને ડુમ્મસ તરફ આગળ વધી રહ્યા હતા.
અડધી કલાક પછી ડુમ્મસ પાસે મોરારજી દેસાઈ સ્ટેચ્યુ પાસે પહોંચતા જૈનીતે કાર થોભાવી.
“કેમ અહીંયા રોકી?,અહીંયા સુધી આવ્યો છે તો મારી ફ્રેન્ડ્સને પણ મળી લે.મજા આવશે”ક્રિશાએ કહ્યું.
“લેટ થાય છે ક્રિશા.તારી ફ્રેન્ડ્સને પછી ક્યારેક મળી લઈશ”બહાનું બનાવતાં જૈનીતે કહ્યું.હકીકતમાં જૈનીતના મગજમાં બીજું કંઈક ચાલતું હતું.જો બકુલની ગર્લફ્રેન્ડ અને ક્રિશાની ફ્રેન્ડ આરાધના એક જ નીકળી તો ક્રિશા સામે જૈનીતનું ખરાબ પાસું ક્રિશા સામે આવી જાય.ક્રિશાને અહીં ઉતારી ચોરીછુપે તેનાં પર નજર રાખવાનો જૈનીતનો પ્લાન હતો.પણ ક્રિશા એમ હાર માને એમ નહોતી.
“પછી ક્યારે યાર?,પાંચ મિનિટ જ વાત છે.મળીને જતો રહેજે અને કોઈ પસંદ આવી જાય તો કહેજે.બધી જ સિંગલ છે”ક્રિશા જુઠ્ઠું બોલી.જૈનીતને આરાધનાની સામે લઈ જવા ક્રિશા જુઠ્ઠું તો બોલી હતી પણ તેને એ વાતનો જરા પણ અંદાજ નહોતો કે આ જુઠ્ઠ બોલવાની તેને મોટી કિંમત ચૂકવવી પડશે.
‘બધી જ સિંગલ છે’એવું સાંભળીને જૈનીતને ધરપત થઈ.જૈનીત સાથે જવા તૈયાર થઈ ગયો.
“અરે વાહ,સિંગલ છોકરી જોઈને કેવો તૈયાર થઈ ગયો”જૈનીતની ખેંચતાં ક્રિશા હસવા લાગી.
“તારું માન રાખીને આવું છું, બાકી મને કોઈ રસ નથી”જૈનીતે કાર ચલાવતા કહ્યું.
“આભાર તમારો” ક્રિશાએ બે હાથ જોડી પ્રણામ કર્યા અને હસવા લાગી.
આગળ જતાં ડાબી બાજુ ટર્ન લઈ જૈનીતે દરિયા ગણેશના મંદિર પાસે કાર થોભાવી.બંને બહાર આવ્યા.ઉનાળાનો છેલ્લો મહિનો ચાલતો હતો.ગરમીથી ત્રાંસી ગયેલા સહેલાણીઓ ઠંડક મેળવવા દરિયા કાંઠે આવ્યા હતા. તપતી બપોરે પણ દરિયાની રેતી ભીંનાશને કારણે ઠંડી હતી.બંને થોડે આગળ ચાલ્યા એટલામાં જૈનીતનો કૉલ રણક્યો.ડિસ્પ્લે પર ‘બકુલ જીગરી’ લખેલું હતું.
“પહોંચી ગયો?”જૈનીતે કૉલ રિસીવ કરતાં પૂછ્યું.
“હા, બસ ત્યાં જ છું,જો મેં હાથ ઊંચો કર્યો”બકુલ પહોંચી ગયો હતો એટલે જૈનીતે હાથ ઊંચો કરી ઈશારો કર્યો.બકુલ નજરે ચડતાં જૈનીત તેનાં તરફ આગળ વધ્યો.ક્રિશા પણ ધડકતા દિલે તેની પાછળ ચાલી.બરોબર એ જ સમયે પાછળથી એના ખભે કોઈએ હાથ રાખ્યો.
“મિતલ,આરાધના?”ક્રિશા પાછળ ફરી.જૈનીતની સામે બકુલ હતો.ક્રિશાની સામે આરાધના હતી.એકબીજાનાં દોસ્તોનો પરિચય કરાવવા ક્રિશા અને જૈનીત પાછળ ફર્યા એટલામાં….
“તું?”બકુલને જોઈએ આરાધના ગુસ્સે ભરાઈ.
“તું?”બકુલે પણ ધિક્કાર સાથે કહ્યું.
“ક્રિશા હું તને આ બે જ છોકરાની વાત કરતી હતી.કાલે મેં તને જે ફોટા મોકલ્યાં હતાં એ જ તો છોકરો છે આ”મિતલે જૈનીત તરફ આંગળી ચીંધી કહ્યું.
“શશશ….”ક્રિશાએ નાક પર આંગળી રાખી મિતલને ચુપ રહેવા ઈશારો કર્યો.
“એક..એક..એક મિનિટ?”જૈનીતે કહ્યું, “શું કહ્યું તે?,તે મારા ફોટા આને મોકલ્યા હતા?શા માટે?”
“જૈનીત હું તને બધી વાત કહું,પહેલાં શાંતિથી બેસીએ?”ક્રિશાએ કહ્યું.
“ના પહેલાં મને કહે,તું શા માટે મારી સાથે આટલી ફ્રેન્ડલી બિહેવ કરતી હતી? અને મારો ફોટો તારી પાસે કેમ આવ્યો?”જૈનીત અચાનક ગુસ્સે થઈ ગયો.
“ઓહ માય ગોડ!!!”જૈનીતે પોતાને જ કહ્યું, “તું કાલે સમાજ સેવાની વાત કરતી હતી, એક છોકરાંને મજા ચખાવવાની વાત કરતી હતી એ હું જ હતો એમને?”
“હા તો શું કરે?,તારી જેવો બતમીઝ છોકરો એને જ લાયક છે.કાલે મને ગાળો આપી હતીને,આજે તારો વારો છે”આરાધનાએ વચ્ચે ટપકું મૂક્યું.
“ઑય, ચૂપ રહે તું.મેં તારી સાથે વાત જ નથી કરી અને ક્રિશા તું.વાતો પરથી તો સમજદાર લાગતી હતી.આરાધના સાથે મેં ભલે મન ફાવે એમ વાત કરી હોય,એ અમારી વચ્ચેની વાત છે પણ તારી સાથે તો મેં વ્યવસ્થિત વાત કરી હતી.તો કેમ મને ફસાવ્યો?”ગુસ્સાને કારણે જૈનીતનો શ્વાસ ફુલવા લાગ્યો હતો.
“મેં નથી ફસાવ્યો જૈનીત તને,પરિસ્થિતિ જ એવી હતીને….”ક્રિશાનું વાક્ય અધૂરું રહી ગયું.
“તું અને તારી પરિસ્થિતિ બંને ભાડમાં જાઓ.ચાલ બકુલ”જૈનીતે ગુસ્સામાં કહ્યું, “આજ પછી નજર સામે ના આવતી કોઈ દિવસ”
જૈનીત અને બકુલ ચાલ્યાં ગયાં. ક્રિશા જૈનીતને બસ જોતી જ રહી.જૈનીતને રોકવાની તેનામાં થોડી પણ હિંમત નહોતી રહી.જૈનીતના છેલ્લાં શબ્દો તિક્ષ્ણ હથિયારની જેમ ક્રિશાને ચુભ્યા હતા.જૈનીતે આજે ક્રિશાને એવો ઘાવ આપ્યો હતો જે કદાચ કોઈ દિવસ નહોતો ભરાવાનો.થોડીવાર પછી ક્રિશા પણ ભીંની આંખોએ કંઈ પણ બોલ્યા વિના ચાલવા લાગી.
(ક્રમશઃ)
શું થઈ ગયું આ?,મિતલના એક વાક્યએ ક્રિશાની બની-બનાવેલી બાઝી બગાડી દીધી.મિતલને તો ભગવાન પણ માફ નહિ કરે.ખેર, જે થયું એ પણ ફૂલ જેવી લાડપ્યારથી ઉછરેલી ક્રિશાને જ્યારે જૈનીતે શબ્દો રૂપી થપ્પડ મારી છે ત્યારે ક્રિશાની લાઈફમાં શું થશે?
જુવાનસિંહને કોનો કૉલ આવ્યો હતો?જોકરનો નકાબ ધારણ કરેલ વ્યક્તિ શા માટે વિક્રમ દેસાઈ સામે પડ્યો હતો?જાણવા માટે વાંચતા રહો.જોકર – સ્ટૉરી એક લુઝરની.
-મેર મેહુલ
મંતવ્યો આપવાનું ચુકશો નહિ.
Contact - 9624755226