પરવરીશ શબ્દ સાંભળતા જ માતા પિતા અને સંતાન વચ્ચે નો સંબધ યાદ આવે છે.
માતા પિતા તરીકે તમે તમારા બાળક ને જન્મ થી લઇને જે પણ સંસ્કાર આપો છો અને જીવન ની કઠીન પરીસ્થિતી મા તમારું બાળક કેવું પરિણામ આપે છે એ જ તમારી પરવરીશ. અને મારા મત પ્રમાણે આ જ પરવરીશ ની સાચી વ્યાખ્યા.
આપણે અહિયા ગુજરાત મા જો પુત્ર નો જન્મ થાય તો દિકરા ને કુળ નો રક્ષક માની ને એને જન્મતા ની સાથે જ બાપ-દાદા ની સંપતિ મા જોડીને પરીવાર ના દરેક નિર્ણય મા શામિલ કરવામાં આવે છે. અને દિકરી ને પારકી જવાબદારી ગણીને જન્મતા ની સાથે જ ગૃહસ્થી ના સંસ્કારો આપવાનું ચાલુ કરવામાં આવે છે. ખરેખર શું આ સાચી પરવરીશ છે?.....
આવી પરિસ્થિતિ મા માત્ર બાળકને મળતી પરવરીશ જ નહિ પરંતુ બાળકના માતાપિતા ને મળેલી પરવરીશ પણ સાવ ખોટી છે.
પુત્ર હોય કે પુત્રી સાચી પરવરીશ તો એ જ છે કે ગમે તેવી કપરી પરીસ્થિતી મા પણ તમારું બાળક તમને શરમ મા ન મુકે તેવો નિર્ણય લે.
બાળક ૧૨ વર્ષનું થાય ત્યાં સુધી એની પરવરીશ એવી રીતે કરવી જોઇએ કે તેના જીવનના આવનારા ૧૨ વર્ષ સુધી તમારી પરવરીશ પર કોઈ આંગળી ન ચીંધે.
જ્ન્મ થી લઈને ૧૨ વર્ષ સુધી બાળક માતા પિતા ની પરવરિશ માં વડાય છે.અને તેનું પરિણામ પછી ના તરત મા ૧૨ વર્ષ મા જોવા મળે છે.
પરવરિશ એ માતા પિતા તરફથી બાળકો ને મળેલ સંસ્કાર રૂપી ભાથું છે જે જીવનભર એમની સાથે રહે છે.
૧૨ થી ૨૪ વર્ષ ની ઉમર ના સમયગાળા દરમિયાન માણસ ની સાચી પરવરિશ નું પરદર્ષણ થાય છે.આ સમયગાળા દરમિયાન ખોટી આદતો ,વ્યશનો વગેરે તેમજ અવડે રસ્તે ચડવાથી જે બચી જાય છે તેને જ સાચી પરવરિશ મળેલી છે તેમ કેહવાય .
કૉલેજ ના બીજા વર્ષ મા ભણતો ચિન્ટુ ઘરેથી ચોપડા લાવવાનું કહીને ૨૦૦૦ રૂ લઈને જાય છે અને કૉલેજ મા પોતાના મિત્રો ને સરત જીત્યા ની પાર્ટી આપવા બાર મા લઇ જાય છે.આ વાત તેના માતા પિતા ને કૉલેજ ના ૪ વર્ષ પૂર્ણ થયે બધા જ વર્ષની નાપાસ માર્કશીટ હાથ મા આવે છે ત્યારે ખબર પડે છે.ત્યારે ખૂબ જ મોડુ થઈ ગયું હોય છે અને ચિન્ટુ ના માતા પિતા તેને ધમકાવે કે સમજવાનો પ્રયત્ન કરે ત્યાં તો ચિન્ટુ ઘર છોડીને ને ભાગી જવાની ધમકી આપે છે.
દરેક માતા પિતા ને મારી એક જ સલાહ છે કે ચિન્ટુ ના માતા પિતા જેવી પરિસ્થિતિ મા મૂકાવવું પડે તેના કરતાં બાળકના બાળપણમાં જ તેને એવા સંસ્કાર આપવા કે ભવિષ્યમાં એ વસ્તુ આપડા પર જ ભારે ન પડે.
પુત્ર હોય કે પુત્રી, ઘર ના કામ થી લઈને જીવનના નિર્ણયો લેવા સુધી દરેક તબક્કામાં બંને ને સરખી અને સમાંતક આપવી કે જેથી ભવિષ્યમાં આ વસ્તુ આવનારી પેઢી પર હાવી નો થાય .
પરવરિશ એટલે સંસ્કારો ના સિંચન સાથે મળતું માતા પિતા નું એવું અમૃત રુપી જ્ઞાન ખજાનો જે ક્યારેય પણ વ્યર્થ નથી જવાનું.
પરવરિશ એટલે માતા પિતા નો પ્રેમ.
પરવરિશ એટલે જીવન નું ઘડતર.
પરવરિશ એટલે જીવન જીવવાનો તરીકો.
પરવરિશ એટલે માતા પિતા નો વારસો.
પરવરિશ એટલે જન્મ લીધા પછી જીવન ભર મળતી ગળથુલી.
પરવરિશ એટલે તમારી માણસ તરીકે ની ઓળખાણ.
પરવરિશ એટલે તમે મૃત્યુ પામો ત્યાં સુધી તમારા જીવન જીવવાનો મહત્વ નો આધાર.
પરવરિશ નું આ પ્રકરણ ખ્યાતી ના વિચારો માંથી .